અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-2 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-2

અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૨)

            આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. તેઓ બાળપણથી એકબીજાની સાથે હોય છે. કોલેજમાં પણ તેઓ સાથે જ હતા. દરેક પરીક્ષામાં રીતીકા અને રીતેષ બંને એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પરીક્ષા આપવા જતા. એ દિવસે પણ તેઓ એકબીજાને મળીને પરીક્ષા આપવા ગયા. પેપર પત્યા બાદ રીતીકા રીતેષને મળ્યા વગર જ તેના ભાઇ સાથે ઘરે જતી રહી. તેણે રીતેષને ના કોલ કર્યો ના મેસેજ. બીજા દિવસે તે જયારે રીતીકાને મળે છે ત્યારે રીતીકા થોડી ગંભીર હતી. હવે આગળ................... 

            રીતેષ અને રીતીકા બગીચામાં બેઠા હતા. રીતીકા થોડી ગંભીર હતી.

રીતીકા : (ગંભીર થઇને) રીતેષ....... (રડમસ અવાજે) વાત એમ છે કે, મારા ઘરે મારા મમ્મી-પપ્પાએ મારા માટે એક છોકરો જોઇ રાખ્યો છે. તેની સાથે જ મારા લગ્ન પણ નકકી કરી દીધા છે. એ છોકરો બતાવવા જ ભાઇ મને કોલેજ લેવા આવ્યો હતો.

(આ સાંભળીને રીતેષને બહુ મોટો આઘાત લાગ છે.)

રીતેષ : પણ તારે ના પાડી દેવી હતી કે તું તેની સાથે લગ્ન કરવા નથી માંગતી. તું મને પ્રેમ કરે છે. એ તે તારા ભાઇને જણાવ્યું? ઓ.કે. ચલ ના જણાવ્યું હોય તો હું ઘરે વાત કરવા આવું. ચલ.............

રીતીકા : મારા ઘરે બધાને આપણા વિશે બધી જ ખબર છે.

રીતેષ : (આશ્ચર્ય સાથે) પણ કઇ રીતે?

રીતીકા : આપણી પરીક્ષા ચાલતી હતી ત્યારથી મારા ભાઇની નજર હતી આપણી પર. આ પરીક્ષામાં જ બધું ગોઠવાઇ ગયું છે. મારા પરિવારને તું પસંદ નથી. મારા પરિવારનું એમ કહેવું છે કે, તું બધી રીતે અલગ છે અમારાથી. જે તને પણ ખબર જ છે.

રીતેષ : (ઉદાસ થઇને) હું મનાવવા આવું તારા પરિવારને કે હું તને ખુશ રાખીશ. પણ પ્લીઝ તું મારાથી દૂર ના થા.

રીતીકા : મને મારા મમ્મી-પપ્પાએ ધમકી આપી છે કે જો હું તારી સાથે સંબંધ રાખીશ તો તેઓ આત્મહત્યા કરી લેશે. એટલે જ મે તારાથી દૂર થવાનો નિર્ણય કર્યો છે. હું તેમની મરજીથી જ લગ્ન કરીશ એ વાત મે સ્વીકારી લીધી છે.

રીતેષ : (આંખમાં આંસુ સાથે) રીતીકા, તુ મને છોડીને ના જઇશ.

રીતેષ : (તેની આંખમાં પણ આંસુ આવી જાય છે) હું પણ તારાથી દૂર થવા નથી માંગતી. પણ રીતેષ, હવે કાંઇ જ થાય તેમ નથી. તુ મને ભૂલી જા. મને ઘરે જવામાં મોડું થાય છે. હું જાઉં છું અને પ્લીઝ હવેથી તું મને મેસેજ કે કોલ ના કરતો. ઓ.કે. બાય.....

            રીતીકા ઘરે જવા માટે રવાના થાય છે. રીતેષ ત્યાં બેસીને માથું પકડીને બસ રડવા જ લાગે છે અને આ બાજુ રીતીકા પણ રડતી-રડતી ઘરે જાય છે. તેમના હાથમાંથી બધું જ સરકી ગયું હોય છે.

            રીતીકા ઘરે પહોંચે છે. તેમા મમ્મી-પપ્પા અએ ભાઇ ચિંતામાં બેઠા હતા. રીતીકાને જોઇને તેઓ તરત જ ઉભા થઇ જાય છે અને રીતીકાની મમ્મી તરત જ ઉભી થઇને રીતીકા પાસે જાય છે અને પૂછે છે કે, બેટા, તે રીતેષને ના પાડી દીધી ને? રીતીકા કહે છે કે, ‘હા મમ્મી...મે રીતેષને સમજાવી દીધો છે. હું તમે જે છોકરો મારા માટે પસંદ કર્યો છે એની સાથે જ લગ્ન કરીશ.’ રીતીકાના મમ્મી, પપ્પા અને ભાઇ રાહતનો શ્વાસ લે છે. તેની મમ્મી રીતીકાને ગળે લગાવી દે છે અને કહે છે કે, તારા જીવવની નવી શરૂઆત થવાની છે. તારી સગાઇ અમે નકકી કરી દીધી છે.   

શું રીતીકા તેના ભૂતકાળને ભૂલીને તેના આવનારા ભવિષ્યને અપનાવશે ?

શું રીતેષ છેલ્લી વાર રીતીકાને મેળવવાનો પ્રયત્ન કરશે?

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૩ માં)

-  પાયલ ચાવડા પાલોદરા