અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-8 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-8

અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૮)

            આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. દરેક પરીક્ષામાં રીતીકા અને રીતેષ બંને એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પરીક્ષા આપવા જતા. એ દિવસે પણ તેઓ એકબીજાને મળીને પરીક્ષા આપવા ગયા. પેપર પત્યા બાદ રીતીકા રીતેષને મળ્યા વગર જ તેના ભાઇ સાથે ઘરે જતી રહી. તેણે રીતેષને ના કોલ કર્યો ના મેસેજ. બીજા દિવસે તે જયારે રીતીકાને મળે છે ત્યારે રીતીકા થોડી ગંભીર હતી રીતેષ અને રીતીકા છુટા પડે છે. રીતીકા અને દિવ્યેશની સગાઇની આવતા મહિનાની તારીખ ઘરના સભ્યો દ્વારા નકકી કરવામાં આવેલ. રીતીકા અને દિવ્યેશના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા. અચાનક જ રીતીકાની મુલાકાત રીતેષ જોડે થાય છે. તે ફકત આંખોની મુલાકાત હોય છે રૂબરૂ મુલાકાત નહિ. એ પછી દિવ્યેશ અને રીતીકા બહાર જમવા ગયા ત્યારથી જ દિવ્યેશ કોઇ વાતને લઇને ચિંતામાં હતો. દિવ્યેશને રીતીકા અને રીતેષની ઇશારાથી કરેલ વાતચીતની જાણ થઇ જાય છે. તે પછી તે રીતીકા અને રીતેષ વચ્ચે થનાર વાતચીતને જાણવા માટે ઘણો ચિંતામાં હોય છે. અચાનક જ રીતેષનો રીતીકા પર ફોન આવે છે. થોડી વાતચીત પછી રીતેષને એમ લાગે છે કે, રીતીકા હજી પણ તેને પ્રમે કરે છે. આ સાંભળીને  દિવ્યેશના કાન બંધ થઇ ગયા. તે ચિંતામાં આવી ગયો કે રીતીકા તેને પ્રેમ કરતી નથી. હવે આગળ...............

            દિવ્યેશ કંઇ જ બોલી પણ શકે તે રીતે હોશમાં પણ નહોતો. તેને સમજમાં નહોતું આવતું કે તેની સાથે શું થાય છે. અકસ્માત થતાં ત્યાં આજુબાજુ બધા લોકો દોડી આવ્યા અને તાત્કાલિક દવાખાને તેને લઇ જવામાં આવ્યો. એમાંથી એક ભાઇએ દિવ્યેશના મોબાઇલ પરથી છેલ્લે લગાવેલ નંબરને જોડયો અને તે નંબર રીતીકાનો હતો. દિવ્યેશનો ફોન આવેલો જોઇ રીતીકા રીતેષનો ફોન હોલ્ડ પર મૂકી દે છે અને જણાવે છે કે, દિવ્યેશનો ફોન છે તેમને જરૂરી કામ છે.  

રીતીકા : (ફોન ઉપાડીને) હા, દિવ્યેશ બોલો.  

ભાઇ : હેલો....... આ જે ભાઇનો ફોન છે તેમને ખૂબ જ ગંભીર અકસ્માત થયેલો છે તેમને નજીકના દવાખાને લઇ જવામાં આવ્યા છે.

રીતીકા : (ડરીને) હું તેમને પત્ની છું. કઇ જગ્યાએ લઇ ગયા છો ? મને એડ્રેસ આપો.

(પેલો ભાઇ રીતીકાને એડ્રેસ આપે છે. એ પછી રીતીકા રીતેષનો ફોન કાપીને તરત જ દવાખાને જવા નીકળે છે. રસ્તામાં તેને કેટકેટલાય વિચારો આવતા હતા પણ તે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે દિવ્યેશને કોઇ તકલીફ ના થાય. રીતીકા દવાખાને પહોંચી જાય છે. ત્યાં જઇ તરત જ દિવ્યેશની માહિતી લઇ તે તેના રૂમ તરફ ભાગે છે. ત્યાં દિવ્યેશ બેભાન અવસ્થામાં હોય છે. ડોકટર આવે છે ને જણાવે છે કે, તેમને પગના ભાગે વધારે ઇજા થઇ છે. ગંભીર અકસ્માત થવાથી તેમને આઘાત લાગેલો છે આથી તે હાલ કાંઇ જ બોલી શકશે નહિ. રીતીકાના તો પગ નીચેથી જમીન જ ખસી જાય છે.)            

            રીતીકા સગાં-સંબંધીઓને ફોન કરીને બોલાવી લે છે. એ પછી ચોવીસ કલાક બાદ દિવ્યેશ ભાનમાં આવી જાય છે ત્યાં રીતીકા તેની બાજુમાં જ બેઠી હોય છે. જયાં સુધી દિવ્યેશ ભાનમાં નથી આવતો ત્યાં સુધી તે તેની પાસેથી ખસી જ નહતી. દિવ્યેશ ભાનમાં આવતાં જ રીતીકાને યાદ કરે છે ને તરત જ રીતીકા તેનો હાથ પકડી લે છે.

દીવ્યેશ : રીતીકા…………..

રીતીકા : કંઇ જ બોલશો નહિ. તમારી તબીયત હજી નાજુક છે. આરામ કરો.

દિવ્યેશ : તું મારી સાથે જ રહીશ ને ?

રીતીકા : અરે કેમ આવું બોલો છો ? હું તમારી પત્ની છું. તમારી પડખે જ છું હું.

દિવ્યેશ : (મનમાં વિચારે છે કે હા તું ફકત પત્ની તરીકેનો તારો ધર્મ નીભાવે છે) હમમમમ..........

            દિવ્યેશને સાજા થવા માટે દવાખાનામાં પૂરા દસ દિવસ રાખવામાં આવ્યો. તે સમયગાળામાં રીતીકાએ પૂરી રીતે દિવ્યેશની સેવા ચાકરી કરી. દિવ્યેશના મનમાં એમ જ ચાલતું હતું કે, રીતીકા તેની પત્ની તરીકેની ફરજ નીભાવે છે. જયારે રીતીકા માટે તો દિવ્યેશ જ તેનો સર્વસ્વ હતો. આમ ને આમ દિવસો વીતતા ગયા. હવે દિવ્યેશને દવાખાનામાંથી રજા આપી દેવામાં આવી. ઘરે આવ્યા પછી રીતીકા દિવ્યેશની વધુ સાર-સંભાળ લેવા લાગી. દિવ્યેશ રીતીકા સામે તો સામાન્ય રીતે જ વર્તતો હતો અને તેની સામે પોતાનો પ્રેમ પણ દર્શાવતો હતો. તેમનું લગ્ન જીવન પણ ખૂબ સારી રીતે ચાલતું હતું. એક રાતે દિવ્યેશ રીતીકા અને રીતેષ વચ્ચે જે વાતચીત થઇ તેનું રેકોર્ડીંગ પોતાના ફોનમાં સાંભળવા લાગ્યો. એ સાંભળીને દિવ્યેશની તો આંખો જ ફાટી ગઇ.    

 

દિવ્યેશ એ ફોનમાં એવું શું સાંભળ્યું ? તેણે જે સાંભળ્યું તે તેના માટેના સારા સમાચાર હતા કે ખોટા સમાચાર ?

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૯ માં)

-  પાયલ ચાવડા પાલોદરા