અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૪)
આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. તેઓ બાળપણથી એકબીજાની સાથે હોય છે. કોલેજમાં પણ તેઓ સાથે જ હતા. દરેક પરીક્ષામાં રીતીકા અને રીતેષ બંને એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પરીક્ષા આપવા જતા. એ દિવસે પણ તેઓ એકબીજાને મળીને પરીક્ષા આપવા ગયા. પેપર પત્યા બાદ રીતીકા રીતેષને મળ્યા વગર જ તેના ભાઇ સાથે ઘરે જતી રહી. તેણે રીતેષને ના કોલ કર્યો ના મેસેજ. બીજા દિવસે તે જયારે રીતીકાને મળે છે ત્યારે રીતીકા થોડી ગંભીર હતી રીતેષ અને રીતીકા છુટા પડે છે. તે પછી રીતીકા દિવ્યેશને મળે છે. બંને પરિવારો સગાઇની તારીખ માટે બહાર જમવાના સમયે મળે છે. રીતીકા અને દિવ્યેશની સારી એવી ઓળખાણ બાદ રીતેષ તેના ભૂતકાળ વિશે પૂછે છે. હવે આગળ...........................
દિવ્યેશ અને રીતીકા વાતો કરતાં-કરતાં જતા હોય છે. ત્યાં અચાનક દિવ્યેશ રીતીકાનો હાથ પકડી લે છે અને કહે છે કે, ‘‘તને પહેલા કોઇ ગમતું હતું? ’ આ સાંભળી રીતીકા થોડી ગંભીર થઇ જાય છે.
રીતીકા : (થોડી વિચારીને) હા, મને કોઇ ગમતું હતું.
દિવ્યેશ : તો પછી તમે તેની સાથે કેમ લગ્ન ના કર્યા?
(પછી રીતીકા દિવ્યેશને બધી વાત કરે છે. દિવ્યેશ વાત સાંભળતાં-સાંભળતાં બસ તેને જ જોઇ રહ્યો હોય છે. રીતીકા વાત પૂરી કરતાંમાં જ રડી પડે છે.)
દિવ્યેશ : (રીતીકાને સંભાળે છે) રીતીકા, હું તને દુ:ખી કરવા નહોતો માંગતો. બસ તારા વિશે જાણવા માંગતો હતો. હું તને પસંદ કરવા લાગ્યો છું. તારી સાથે આખી જીંદગી રહેવા માંગું છું.
રીતીકા : હમમમમમ......(દુ:ખી થઇને)
દિવ્યેશ : સાચે યાર... હું તને પસંદ કરું છું. તારો ભૂતકાળ હું વાગોળવા નથી માંગતો અને તને ખોટું લાગે તેમ કરવા પણ નથી માંગતો.
રીતીકા : હું સમજું છું કે તમે શું કહેવા માંગો છો..... હું મારો ભૂતકાળ ભૂલી ગઇ છું અને મનથી જ તમને સ્વીકાર કર્યા છે અને એટલે જ હાલ તમારી સાથે છું.
દિવ્યેશ : (ખુશ થઇને) હું બહુ જ ખુશ છું કે તું મારી સાથે હોઇશ. હવે આપણે નવેસરથી શરૂઆત કરીએ.
રીતીકા : (મનમાં હસે છે અને વિચારે છે) આ બહુ સારો માણસ છે. મારા વિશે જાણીને પણ તે મને સ્વીકારવા તૈયાર છે.
દિવ્યેશ : રીતીકા.....રીતીકા......કયાં ખોવાઇ ગઇ તું? બોલો.....
રીતીકા : (એકદમ સભાન થઇ જાય છે) હા......બોલો. સોરી, હું તમારા વિશે જ વિચારતી હતી. (મનમાં હસે છે)
દિવ્યેશ : એમ ? તમે મારા વિશે વિચારતા હતા ?
રીતીકા : ચલો. આપણને જમવા માટે બોલાવે છે. (એમ કહીને તે જમવા માટે ચાલી જાય છે.)
રીતીકાની પાછળ-પાછળ દિવ્યેશ પણ જતો રહે છે. અચાનક દિવ્યેશ રીતીકાનો હાથ પકડી લે છે.)
દિવ્યેશ : ઓય સાંભળ. આજથી આપણે મિત્રો ?
રીતીકા : હા આજથી આપણે મિત્રો છીએ.
દિવ્યેશ : તો પછી આજે મારી બાજુમાં બેસજે. ઓ.કે.?
રીતીકા : (મંદમંદ હસે છે) ના. તમે મારી બાજુમાં બેસજો. ઓ.કે.
(બંને પરિવારના સભ્યો જમવા માટે ગોઠવાઇ જાય છે. રીતીકા જલ્દીથી પોતાની ખુરશીમાં બેસી જાય છે એ જોવા કે દિવ્યેશ તેની બાજુમાં આવીને બેસે છે કે નહિ ? ને જોતજોતમાં દિવ્યેશ રીતીકાની બાજુની ખુરશીમાં જઇને બેસી જાય છે. રીતીકા દિવ્યેશ સામે જોઇને શરમાઇ જાય છે.)
પરિવારના સભ્યો આવતા મહિનાની તારીખ નકકી કરે છે. રીતીકા અને દિવ્યેશ આ વાતથી બહુ જ ખુશ હોય છે. એ પછી તો રીતીકા અને દિવ્યેશ અવારનવાર મળવા લાગ્યા. સંબંધોમાં સજબૂતી આવતી જાય છે અને હવે તે એકબીજાના દિલમાં જગ્યા બનાવી લે છે.
શું રીતીકા અને દિવ્યેશ તેમના જીવનમાં આગળ વધશે ? તેમનું જીવન સુખાકારીમાં વીતશે કે પછી કોઇ તૂફાન આવશે તેમની જીંદગીમાં ?
(વધુ આવતા પ્રકરણે ભાગ-૫ માં)
- પાયલ ચાવડા પાલોદરા