હમદર્દ..... તારા પ્રેમ થકી... - 28. પર્દાફાશ Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 28. પર્દાફાશ

અર્જુન પોતાની પત્ની , તેની માતા અને ભાઈ દેવ ની સજીશો થી સાવ અજાણ હતો. પરંતુ હવે તેને ધીરે ધીરે બધું સમજાઈ રહ્યું હતું. પણ હજી સંપૂર્ણ સ્પષ્ટ કઈ થયું ન હતું. હજી જવાબો અધૂરા હતા.આથી પોતાના સવાલો ના જવાબ મેળવવા તે ફરી યસ્વ મેન્શન માં જવા માંગતો હતો. કારણ કે મનની અંદર ચાલતું ઘમસાણ તેને શાંતિ લેવા દેતું ન હતું. તેને હવે બધું જાણવું હતું પરંતુ કેવી રીતે ?? તે હજી શોધવાનું હતું.

બંટી ની સ્પષ્ટ ના પછી પણ અર્જુન આ જોખમ લેવા તૈયાર થયો. અને બંટી ના છૂટકે તેનો સાથ આપવા... બન્ને ફરી યસ્વ મેન્શન પોહચ્યા વેઇટર બની હોળી ની પાર્ટી માં. પાર્ટી ઘણી જ શાનદાર હતી. થોડા જ લોકો ની વચ્ચે ચાલતી પાર્ટી માં ઘણી પારદર્શકતા હતી .બધું જ સત્ય હતું કોઈ ફોર્મલીટી નો ભાવ અહી દેખાતો ન હતો. બધા મિત્રો અને પરિવાર વચ્ચે માટે પ્રેમ અને આદર ની લાગણી હતી. નિદા પણ હવે સ્વરા નું સત્ય જાણતી હતી. પોતાની ભૂલ ઉપર તેને પસ્તાવો પણ હતો. અને એટલું જ સ્વરા માટે માન અને સન્માન...

અર્જુન અને બંટી ની ચકોર નજર બધે જ ફરતી હતી. હોળી ને કારણે મેન્શન એકદમ સિલ હતું જેથી રંગ ના ડાઘ અડે નહીં આથી હજી અર્જુન મેન્શન માં દાખલ થઈ શક્યો ન હતો, અને બહાર યશ હજી દેખાયો ન હતો. તે હતો કે નહિ તેની પણ ખબર અર્જુન ને ન હતી. પરંતુ તેના મેન્શન માં દાખલ થવા ના પ્રયત્નો ચાલુ જ હતા. મેહફીલ ખૂબ જ જામી હતી. સૌ કોઈ પોતાની મસ્તી માં જુમી રહ્યું હતું.... આ બધા વચ્ચે અર્જુન અને બંટી સફળ થઈ ગયા, નાની ગેલેરી વિન્ડો માંથી બન્ને અંદર ઘૂસ્યા, જ્યાં અર્જુન ને જોષ હતો ત્યાં બંટી ડરી રહ્યો હતો કારણ કે તેને એક અંદાજ તો યશ નો ત્યાં હોવાનો હતો જ ...

છાના ખૂણે બન્ને કશું શોધી રહ્યા હતા.ચારે કોર છાના પગલે બન્ને આગળ વધ્યા, ઘરમાં ખરેખર કોઈક તો હતું જ. એક ભાસ એવો બન્ને ને થઈ આવ્યો . બન્ને અવાજ ની દિશા માં આગળ વધ્યા પલક ના ઝબકારે સમય વીતે તે અત્યારે થંભી ગયો હતો કોણ હશે ત્યાં અંદર...??

યશ....??

હા હોઈ શકે , આપણે સાવચેતી રાખી ને, ત્યાં ન જવું જોઈએ.

પણ જોયા વગર કેમ ખબર પડશે??

યાર અર્જુન , તું તો હદ કરે છે હવે...ચલ પાછા ફરી જઈએ, આગળ વધવા માં ઘણો ખતરો છે. જો આ યશ મલિક હશે ને તેને જરા પણ શક ગયો તો હવે નું આવનારું ભવિષ્ય તે લખી નાખશે આપણું....

બંટી તું બોવ ડરે છે, આમાં કોઈ જોખમ નથી , તે આપણે થોડો ોળખશે....??

કદાચ ઓળખે તો તારું શું જશે....,?? બધું મારું જ જશે....

બંટી અને અર્જુન ઘરમાં દાખલ તો થઈ ગયા પરંતુ આગળ વધવા માં હવે બન્ને ને ડર લાગતો હતો. અને વળી પાછું કેમ વળવું તે પણ વિચારવું પડે એમ હતું. કારણ કે સ્વરા નો બંગલો જે મિસ્તી રેજેંસી માં હતો તે એક હાઇ પ્રોફાઇલ એરિઓ હતો, ત્યાં આવી રીતે ઘુસવું સરળ નથી પરંતુ જ્યારે બંને હવે જોખમ લઈને અંદર દાખલ થઈ ચૂક્યા છે ત્યારે ખાલી હાથે અર્જુનને વળવું યોગ્ય લાગતું ન હતું કારણ કે તેના સવાલોના જવાબો તેને હજી મળ્યા ન હતા અને બંટીને ગમે તેમ કરીને અહીંથી પરત ફરવું હતું.

બંને વચ્ચે ચાલી રહેલી દલીલમાં પાછળથી કોઈનો અવાજ સંભળાયો, જાણે આ અવાજ બન્ને ને અહી અટકાવવા માટે જ હતો. આગળ વધવાનું તો એક બાજુ રહ્યું પરંતુ કદાચ કોઈ તેમને જોઈ ગયું હતું અને હોય પણ શકે કે આવનાર વ્યક્તિએ તેમની વાતો પણ સાંભળી લીધી હોય,

આવનાર વ્યક્તિએ બન્ને ને પારખી લીધા હોઈ તેમ આરામ થી બેઠક ખંડ તરફ આંગળી ચીંધી શાંતિ થી બેસવા કહ્યું,અને પોતે તેમની સામે ગોઠવાયો બીજા વેટર ને કહીને ચા નાસ્તો મંગાવ્યો આ બધું જોઈને બન્ને ના ચેહરા હવે જાખા પડ્યા હતા, કોઈ મોટો અપરાધ કરી પકડાયા હોઈ તેવો ભાવ બન્ને ને થઈ આવ્યો , થોડા સમય માટે તો ઘરમાં દાખલ થવાનો પસ્તાવો થઈ આવ્યો પરંતુ હવે ઝાકીર બંનેને ઓળખી જ ગયો હતો તે તેની આવભગત થી બન્ને સમજી ગયા . પરંતુ કેવી રીતે....??