Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 6 - યું .એસ ની સફરે....

સ્વરા અનાથ આશ્રમ પોહચી...ત્યાં નો સ્ટાફ પણ જાણે સ્વરા ની જ રાહ જોઈ રહ્યો હતો. આજે પહેલીવાર યશ પણ તેની સાથે આવ્યો હતો કારણ કે હવે તે આ બધું છુપાવી શકે તેમ ન હતો અને તે આ જ ઇચ્છતો પણ ન હતો પરંતુ સ્વરા ને જ ખાતર તે ચુપ હતો પોતાના લગ્નને આ રીતે છુપાવવા હવે સ્વરા માટે જ મુશ્કેલી વધારી રહ્યા હતા આશ્રમમાં યસ ને કોઈ ઓળખતું ન હતું આથી આ કોણ હશે તેની અસમંજસમાં બધા હતા .સ્વરા ટ્રસ્ટી અને ત્યાંના દરેક સભ્યો ને મળી. સૌ કોઈ જીતેલી બાજી હારવાના દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા. જોકે સ્વરા તેમની સાથે ઘણા સમયથી કામ કરતી હતી આથી સ્વરા કોઈપણ વ્યક્તિ સાથે બદલો લઇ શકે અને તે પણ જીવલેણ આવું કોઈ ના મગજ માં ન આવતું હતું.

વળી દેશની ટોચના પરિવાર સાથે એક સામાન્ય ડોક્ટર ને શું સંબંધ હોય તે કોઈ સમજી શકતું ન હતું પરંતુ કોઈએ સ્વરા ને આ વિશે પૂછ્યું નહીં. સ્વરા એ પણ કેસ માટેની જે જાણકારી તેની પાસે અત્યારે હતી તે મૌખિક કહી સંભળાવી તેને જે પણ જોયું હતું તે તેણે સ્પષ્ટ કરી દીધું પરંતુ તેની પાસે આ માટેના કોઈ ચોક્કસ પુરાવા હતા નહીં અને જે વ્યક્તિનું તે નામ લઇ રહી હતી તે એક રાજનેતા હતો આથી તેના વિરુદ્ધ મોરચો વગર પુરાવે કઠિન હતો આથી સ્વરા એ કોર્ટના નિર્ણયને અત્યારે માન્ય રાખવાની આશ્રમના લોકોને અપીલ કરી

જે ઘટના ચાર વર્ષ પહેલાં બની હતી તે ભૂલ વી કોઈ પણ માટે અશક્ય હતી એક નશીલા પદાર્થ ને કારણે આશ્રમ ના 17 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને તે પણ પોતાની આંખની સામે ..પરંતુ જ્યારે કોર્ટમાં કેસ પહોંચ્યો ત્યારે પુરાવા અને બનેલી ઘટના તદ્દન જુદી નીકળી. પોલીસે કરેલી કાર્યવાહી ને જ બદલી નાખી જેના કારણે આ કેસ લંબાતો ગયો આ ઘટનામાં ઘણા ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા. બધાએ આશ્રમના લોકોનો વાંક છે એમ કહીને ઘટના ને દબાવવાની પૂરતી કોશિશ પણ કરી. અંદરખાને આં બીજી ઘટના હતી આથી સૌ કોઈ ન્યાય માટે પ્રયત્ન કરતા હતા.

સ્વરા ડોક્ટરની સાથે સમાજ સેવિકા પણ હતી પોતાના ખાલી સમયમાં આશ્રમના બાળકો માટે પોતાનાથી બનતી સેવાઓ આપતી.આં ઉપરાંત તે કેટલીક મહિલા સંસ્થાઓમાં પણ જોડાયેલી હતી તેની ઉદારતા અને સ્વભાવથી સૌ કોઈ પરિચિત હતા તેની સૂઝબૂઝ અને સેવા ભાવના કારણે તે ત્યાંના લોકોમાં પણ ખૂબ જ નામાંકિત થઈ ગઈ હતી અને છેલ્લા ચાર વર્ષથી આશ્રમના લોકો માટે અને બાળકોના ન્યાય માટે તેણે અથાગ મહેનત કરી હતી ,તકલીફો વેઠી હતી આથી તેની માટે તો તેને વંદન જ કરવું પડે આથી સૌ કોઈ અત્યારે એના માટે આવેલી મુસીબતમાં સાથ આપવા તૈયાર હતા પરંતુ સ્વરા એ સૌ ને શાંત રહેવા જણાવ્યું .

બાજુમાં બેઠેલો યશ બધાની વાતો સાંભળીને સ્વરા પર ગર્વ કરી રહ્યો હતો આટલા મુશ્કેલ સમયમાં પણ પોતે બધા વિશે વિચારે છે અને પોતાના લીધે બીજાને તકલીફ ન થાય તેનું ધ્યાન રાખે છે તે ખૂબ જ પ્રશંસનીય હતું આખરે સ્વરા બધાને ભેટી ને નીકળવાની તૈયારી બતાવી તેણે બાજુમાં ઊભેલા યસ નો પરિચય આપતા હવે નું કામ તે સંભાળશે તેમ કહ્યું. યશ ની પણ બધા સાથે મુલાકાત કરાવી સૌ કોઈ એ જાણીને અચરજ જ હતા કે આ સ્વરા નો પતિ છે જો કે સ્વરા એ હજી બધાને યસ ની સંપૂર્ણ ઓળખાણ આપી ન હતી અને આ સામાન્ય લોકો આટલી મોટી વ્યક્તિને ઓળખતા પણ ન હતા.

સ્વરા અને યશ બહાર નીકળ્યા પરંતુ તે અત્યારે ક્યાં જાઇ રહી છે તેના વિશે કશું કહ્યું નહીં અને સૌ ને પોતાના કામમાં લાગી જવા કહ્યું તે જે કામ આશ્રમના લોકો માટે કરતી હતી તે કરતી જ રહેશે અને આ કેસનો પણ ફેસલો જલ્દી આવશે તેવું આશ્વાસન આપી ફટાફટ યશ સાથે નીકળી ગઈ. સૌ કોઈએ એક ઘાટીલા અને શાંત મુખ પર્સનાલિટી વાળા આવેલા આ વ્યક્તિને જોઇ રહ્યા, યશ સ્વરા સાથે એકદમ પરફેક્ટ લાગતો હતો અને બન્ને એકબીજા માટે જ બનેલા હોય તે સ્પષ્ટ થતું હતું. સૌ કોઈ આ બંને જતા જોઈ રહ્યા

આખરે યશ અને સ્વરા ઘરે આવ્યા બાળકો અને રીતુને બધું સમજાવી ને ચિંતા ન કરવા કહ્યું પછી બંને નીકળ્યા એરપોર્ટ જવા. જોકે રીતુ આમ તો સ્વરાની સાથે બે વર્ષથી રહેતી હતી પરંતુ આ સ્વરએ આં અજાણી વ્યક્તિ ને પણ ખુબ જ પ્રેમ આપ્યો હતો. પોતાના પતિ સાથે મારપીટ અને ઘરેલું ઝઘડા થી સ્વરા એ વચ્ચે પડીને તેને એક નવું જીવન આપ્યું હતું અને પછી પોતાની સાથે જ તેને ઘરે લઈ આવી હતી પોતાના કરિયર બનાવવા માટે પણ સ્વરા એ તેની મદદ કરી હતી જ્યારે રીતુએ પણ સ્વરા ને ખૂબ જ સાથ આપ્યો હતો સ્વરા ની ગેરહાજરીમાં તે બાળકોનું પૂરતું ધ્યાન રાખતી જોકે પલ અને પલક બંન્ને જોડિયા તો હતા પણ તેના સગા બાળકો ન હતા પરંતુ સ્વરા એ તેમને પણ સગા કરતાં વિશેષ પ્યાર આપ્યો હતો આંથી કોઈ કહિ ન શકે કે આ તેના સગા બાળકો નથી.

સ્વરા ની આ ઉદારતા માટે જ સૌ કોઈ એને પ્રેમ કરતા હતા તેના પર વિશ્વાસ કરતા હતા આથી આ ઘટના બન્યા પછી પણ તેની સાથે જોડાયેલા કોઈપણ વ્યકિત ને સ્વરા કોઈની સાથે બદલો લઇ શકે તે વાત પર વિશ્વાસ ન હતો પરંતુ હવે સ્વરા અહી રહી શકે તેમ ન હતી કારણ કે અન્વેશા હજુ તેનું કરિયર વધુ બરબાદ કરી નાખેત. પોતાના કરિયર માટે તેને હવે ફરી નવી શરૂઆત કરવી પડશે નહિ તો સંજીવની માં જવું તેનું એક માત્ર સપનું જ રહી જશે સ્વરા ગાડી પાસે પહોંચી એક તરફ તેને ફરી બિલ્ડિંગના નીચે ઊભા રહીને પોતાના ઘર તરફ જોયું હવે તે અહીં પાછી ક્યારે આવશે તેના વિશે તે જાણતી ન હતી પરંતુ હિંમત કરી અને બાળકો અને રીતુ ને હિંમત આપી ને પછી ગાડીમાં બેસી ગઈ યશ પણ તેની સાથે ગોઠવાયો બંને જણા ઝડપથી ત્યાંથી બહાર નીકળી ગયા. ઝાકીર દૂર ઊભો સ્વરા ની ગાડીને જતાં જોઈ રહ્યો તેની આંખમાં આંસુ આવી ગયા તેને તરત જ તેના પી આઇ ને ફોન લગાડ્યો અને કામ ક્યાં પહોંચ્યું તેના વિશે પૂછ્યું

" હજી સુધી કંઈ વિશેષ જાણકારી મળી ન હતી માત્ર એટલી જ ખબર પડી હતી કે આ યશ malik મોટાભાગે તો કેનેડા માં જ રહે છે તેના પરિવારમાં એક દાદી તેની સ્ટેપ માં અને તેનાથી નાના તેના બહેન અને ભાઈ છે. યશ ની માતા નાની ઉંમરમાં જ મૃત્યુ પામેલા આથી જ્યારે તેના પિતાએ બીજા લગ્ન કર્યા ત્યારે તેની દાદી એ જ યસ ને અને આ બિઝનેસ ને સાંભળી લીધો અને પિતા પોતાની નવી પત્ની સાથે એશો આરામની જિંદગી માં વ્યસ્ત થઈ ગયા .દાદી એ જ યસ ને મોટો કરેલો છે અને પછી પિતાના મૃત્યુ બાદ દાદી એ બધો જ વહીવટ યશ ને સોંપ્યો અને હવે યશ છેલ્લા 15 વર્ષથી આ બિઝનેસને ઊંચાઈ સુધી લઈ ગયો છે તેની બહેન અનવેશા પણ શહેરના ઘણા હોટેલ અને રિસોર્ટ બિઝનેસ સાથે જોડાયેલા અર્જુન રાઠોડ ની પત્ની છે. પરંતુ તેના ભાઈ માં કશું ખાસ લેવાનું નથી. પરિવારમાં નાનો હોવાને લીધે ને લાડકોડમાં ઉછેર થયો હોવાથી તે તો નશા અને મોજ મસ્તી માં વ્યસ્ત છે યસ મલિકના બીજા ઘણાય કરોડોના બિઝનેસ છે જે તેને જાતે ઊભા કર્યા છે. હાલ તે કેનેડા માં જ છે પરંતુ તેની પર્સનલ લાઇફ વિશે કોઈ જાણકારી મળી નથી "

" તેની વાઈફ કે તેના વિશે કઈ ...." ઝાકીર એ પૂછ્યું

" નહિ , એવું કશું મળ્યું નથી,

" ઘણા સમય પહેલા કોઈ ઘટના બનેલી"....ઝાકીર ફરી ઉકળ્યો

" હા સર બની તો હતી પરંતુ શું ..?? તેની મીડિયા રેકોર્ડમાં કોઇ જાણકારી નથી ,...

"મને યશ મલિક વિશે સંપૂર્ણ માહિતી જોઈએ અને તે પણ ગમે તેમ કરીને ખાસ તો તેના પત્ની અને લગ્ન વિશે.." ઝાકીર

સર આં બહુ અઘરું છે યશ માલિક ક્યારેય મીડિયા કે પબ્લિક માં આવ્યો જ નથી તેનું અંગત જીવન ખૂબ જ ગુપ્ત રહ્યું છે આ જાણકારી પણ એક મેગેજીન માંથી મળી છે જે તેમણે આપેલી છૂટ ને લીધે છપાયેલી છે આથી વધુ જાણકારી મેળવવા માટે તો સમય લાગશે "

ઝાકીરે ગુસ્સા સાથે ફોન કાપ્યો તેને સ્વરા ની ચિંતા થતી હતી પરંતુ પોતે અત્યારે લાચાર બની ગયો હતો.આં બાજુ યશ અને સ્વરા એરપોર્ટના વીઆઈપી એરીયા માં બેઠા હતા. યશ માલિકનું નામ ખૂબ જ નામાંકિત હતું અને મીડિયા તેના વિશે કંઈ પણ જાણકારી મેળવવા માટે હંમેશા તૈયાર રહેતી આથી બંને અલગ-અલગ એરપોર્ટ પર પહોંચ્યા અને પોતાની આગળ પાછળની સીટ પર એકબીજાથી અજાણ હોય તે રીતે બેઠા યસ એકદમ સ્વરાની પાછળ બેઠો હતો સ્વરા ના ચહેરા પર ચિંતા ના ભાવ સ્પષ્ટ દેખાતા હતા યશે તેને ચિંતા ન કરવાના મેસેજ નાખ્યા અને આગળના તેના શેડ્યુલ વિશે જાણકારી આપી સ્વરા એ જાણીને નવાઇ પામી રહી કે તેના પતિ એ દિવસના અડધા જ ભાગમાં તેના વિશે ઘણું બધું તૈયાર કરી લીધું . હવે તે કઈ રીતે આ બધું ક્લીઅર કરી આગળ વધશે તે પણ સ્પષ્ટ કરી નાખ્યું. સ્વરા આં સાંભળી હવે થોડી સ્વસ્થ થઇ ગઇ.યશ તેની સાથે છે આથી તે નિશ્ચિંત થઈ ગઈ અને આંખ મીચીને થોડી વાર પડી રહી , પાછળ બેસેલો યસ પણ ફરી ડોક્યુમેન્ટ કાઢી વાચવા લાગ્યો.

ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થતા સૌ કોઈ પેસેન્જર આગળ વધ્યા હજી પણ યશ સ્વરા ની પાછળ જ ચાલતો હતો બોર્ડિંગ થતા સ્વરા અંદર ગઈ અને પછી યશ.

યશ એ સ્વરા માટે બિઝનેસ ક્લાસનું સંપૂર્ણ સીટનું બુકિંગ કરાવેલું હતું સ્વરા અને યશ બંને એકલા જ અહી છે તે જાણી સ્વરા એક ટકે યશ સામું જોઈ રહી.