હમદર્દ..... તારા પ્રેમ થકી... - 29. ઈર્ષા.... Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 29. ઈર્ષા....

અર્જુન જાકીર ની વાત પરથી એ તો જાણી જ ગયો હતો કે ઘરમાં દાખલ અમે અમારી મહેનતથી થયા નથી પરંતુ ઝાકીર ની મહેરબાની થી અમે સરળતાથી અંદર આવી શક્યા એટલે કે તે પહેલેથી જ અમને બંનેને ઓળખી ગયો છે પરંતુ તેને કેમ અમને પકડ્યા નહીં અને ઘરમાં દાખલ થવા માટે મદદ કરી???

" તમને બંનેને થતું હશે કે હું તમારી બંનેની આવી રીતે આવ ભગત કેમ કરું છું જોકે ગભરાવાની કે ખોટો ડોળ કરવાની મારી સામે કોઈ જરૂર નથી કારણ કે મને ખબર છે કે તમે કોઈ વેટર નથી પરંતુ જાસૂસ છો( બંટી તરફ આંગળી ચીંધતા )અને આ સાથે આવેલ વ્યક્તિ તમારો મિત્ર અર્જુન રાઠોડ..."

બંટી અને અર્જુન એકબીજાની સામે તાકી રહ્યા, બંને એ રીતે પકડાઈ ગયા હતા કે હવે ખોટું બોલવાનો પણ કોઈ અર્થ ન હતો આ સાંભળીને બંટી તો પોતે કોઈ ગુનાની સજા ભોગવી રહ્યો હોય તે ભાવનાથી તડપી ઉઠ્યો કારણ કે પોતાના કરિયરમાં પહેલી વખત એવું બન્યું હતું કે તેની જાસુસી કોઈએ પકડી લીધી હોય પરંતુ કેવી રીતે ??

બંનેને પોતાનો વેશ પલટો કરીને મેન્શનમાં ઘૂસવાનો પસ્તાવો થઈ આવ્યો પરંતુ જાણે બંનેના મનની વાત જાકીર જાણતો હોય તેમ તરત જ બોલી ઉઠ્યો,

" મને તો પહેલેથી જ જાણ છે કે કોઈ મારી જાસૂસી કરી રહ્યું છે પરંતુ શું કામ તે જાણવા માટે મેં તને મારો પીછો કરવા દીધો અને પીછો કરતા કરતા તમે અહીં સુધી આવી પહોંચ્યા પરંતુ મારો અંદાજ ખોટો નીકળ્યો ,

મને ખબર પડી ગઈ છે કે તમે મારો નહીં પરંતુ સ્વરાનો પીછો કરો છો તેની જાણકારી કાઢવા માટે જ તમે તેની સાથે જોડાયેલા તમામની ઉપર નજર રાખો છો જો કે મને તમારી કાબિલિયાતો પર ઘણો આશ્ચર્ય થાય છે કારણ કે તમે જે રીતે આ મેન્શન ની અંદર ઘુસી યા છો તે સરળ તો નથી જ કોઈ પણ આવી રીતે આ મીસ્તી રેજન્સીની સિક્યુરિટી તોડી અંદર આવી શકતું નથી આ ખબર હોવા છતાં તમે આવવાનો પ્રયત્ન કર્યો તે તમારા કામ પ્રત્યેની ચપડતા બતાવે છે." Well done ખૂબ જ સરસ....!!!"

પકડાયા પછી હવે શું થવાનો હતું તે બંને તો જાણતા ન હતા પરંતુ ઝાકીર પણ એક આઇપીએસ ઓફિસર હતો આથી તેની નજરથી બચવું પણ અશક્ય હતું તે બંટી પેહલા સમજી શક્યો નહીં .

જાણે જાકીર જ હવે બધું સ્પષ્ટ કરવાનો હોય તેમ પોતાની વાત કરવાની શરૂઆત કરી તે એ બધું જાણતો હતો કે જે બંટીને તેના વિશે ખબર હતી, આથી સ્વરા ની વાત જણાવતા તેને શરૂ કર્યું કે સ્વરા મારી બહેન છે એટલે કે અમે બંને રીટાયર્ડ આર્મી ઓફિસર નવાબ સિદ્દીકીના સંતાનો છીએ આના લીધે તેનો આટલો વૈભવ હોવો તે તો સ્વાભાવિક જ છે પરંતુ ડોક્ટર એ પોતાની મહેનતથી બની છે સારો એવો વૈભવ પૈસો એશ આરામ હોવા છતાં તેણે સંઘર્ષ પસંદ કર્યો અને આજે જે કાંઈ છે તે પોતાની મહેનતથી છે,

આ સાંભળીને અર્જુન આશ્ચર્યમાં પડી ગયો કારણકે જ્યારે સ્વરા અને યશના લગ્ન થયા ત્યારે સ્વરાના પિતા કોઈ બીજું હતું તો હવે નવાબ સિદ્ધ કી સાથે તેનો કઈ રીતે સંબંધ છે તે તેને સમજાયું નહીં

"પરંતુ, તેના લગ્ન તો યશ મલિક સાથે થયા હતા ત્યારે તો તે નવાબ સિદ્દીકીની દીકરી ન હતી પરંતુ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી તે પંજાબના કોઈ નાનકડા ગામમાંથી આવીને દિલ્હીમાં રહેતી હતી....." અર્જુન જાણે હવે સંપૂર્ણ ખુલાસો કરવા માંગતો હોય તેમ બોલી ઉઠ્યો

" હ...... તમારી એ વાત સાચી જ છે સ્વરાની પરવરીશ પંજાબના એક નાનકડા ગામ અમૃતપુરમાં થઈ છે જે તમે જાણો છો, પરંતુ આશરે એકત્રીસ વર્ષ પહેલા મારી માતા એટલે કે અમ્રિત કોર પોતાના ઘરેથી મારા પિતા નવાબ સિદ્દીકી સાથે પ્રેમ લગ્ન કરવા માટે ભાગ્યા ત્યારે સ્વરા ના પાલક માતા અને પિતાના લગ્ન થઈ રહ્યા હતા એટલે કે સ્વરાના પાલક પિતા અને મારી માતા બંને ભાઈ બહેનો છે અને તેમના બાજી તે સમયે અમૃતપુરના સરપંચ હતા

જ્યારે મારા પિતા ની અમૃતપુર ગામની ની આંતરાષ્ટ્રીય બોર્ડર પાસે પોસ્ટિંગ થયેલી હતી આથી ઘણી વખત તેમના ઘરે મારા પિતાની અવરજવર થતી પરંતુ મારા પિતા બીજી જાતિના હોવાને લીધે બાજીએ આ પ્રેમ લગ્ન સ્વીકાર્યા નહીં આથી મારી માતા અને પિતાએ ભાગીને લગ્ન કર્યા પરંતુ પિતાની પોસ્ટિંગ ત્યાં જ હોવાને લીધે બંને તે જ ગામના આર્મી ક્વાટર માં સાથે રહેતા હતા, પરંતુ બાજીને આ સ્વીકાર જ ન હતું તે ગમે તેમ કરીને પોતાની પુત્રીને પાછી પોતાના ઘરે લઈ જવા માંગતા હતા પરંતુ પિતાની સિક્યુરિટી ને અંતે આ થઈ શક્યું નહીં પરંતુ જ્યારે ડીલેવરી સમયે મારી માતા ત્યાંના મેટરનીટી હોમમાં પહોંચ્યા ત્યારે મારા પિતા કોઈ કામ ના લીધે તેમની સાથે ન હતા, અને આ તકનો લાભ લઈને બાજી અને તેમના માણસો ત્યાં આવી પહોંચ્યા પોતાની જાન બચાવવા મારી માતાએ પોતાનું એક સંતાન મારા મામા અને સ્વરાના પાલક પિતા ના હાથમાં મૂક્યું જેમણે થોડા સમય પહેલા જ પોતાનું સંતાન ગુમાવ્યું હતું આથી આ વાત મારા મામા અને માતા સિવાય બીજું કોઈ જાણતું ન હતું કે મારી માતાએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો છે અને એક બાળક તેમની પાસે છે.

પરંતુ હવે સ્વરા અમારી સાથે છે અમારી વચ્ચે છે અને જ્યાં સુધી રહી વાત તમારી તો અન્વેશા મલિક સાથે જે રવિરાજ ના કેશ ને લીધે બદનામી થઈ તે તો હજી શરૂઆત છે અને હા તેમાં સંપૂર્ણપણે હાથ સ્વરા નો જ હતો કારણ કે 14 વર્ષ પહેલા જો તેણે ,તેના ભાઈએ અને તેની માતાએ તેની જિંદગી બરબાદ ન કરી હોત તો આજે યશ અને સ્વરા સાથે રહેતા હોત સ્વરા નો દીકરો તેની સાથે હોત પરંતુ અફસોસ છે કે આ નથી, એટલે હવે તમે બધા તૈયાર થઈ જાવ કારણ કે હવે તમારા બધાનો વળતો સમય શરૂ થઈ ગયો છે...."