Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 1 - આ કેવું બંધન....??

સ્વરા આજે પ્રથમ વખત આં રીતે કંપી રહી હતી. ઇમરજન્સી રૂમની બહાર લાગેલા કાંચમાં તે પોતાનું ઝાંખું પ્રતિબિંબ જોઈ રહી. છ વર્ષની તેની તબીબી સેવા દરમિયાન આજે પ્રથમ વખત તે પોતેજ આં રીતે ભાંગી પડેલી ,બહાર ઉભી ફરી તે ન ઈચ્છવા છતાં પણ ભુતકાળ સામે જઈ ચડી હતી. તેની નીચે રહેલો તેનો મેડિકલ સ્ટાફ પણ આં જોઈ વિસ્મય પામ્યો હતો.

" ડો. સ્વરા ....,,,,
ડો. સ્વરા.....,,," મેડમ.....

હ્ મમમમ___ ખચકાતા આવાજ સાથે તે ફરી વતૅમાન માં આવી.

' મેડમ બધી તૈયારી થઈ ગઈ છે તમે, ક્યો તો પેશન્ટ ને આઇ.સી. યુ માં લઈ લઈએ...' વોર્ડબોય

મેડમ....
મેડમમમ....

હા લઈ આવો....આટલું તો તે માંડ બોલી શકી. આ કહેતા જ સ્વરા બાથરૂમ તરફ દોડી ગઇ . વોર્ડબોય પણ આં જોઈ થોડી વાર માટે ડરી ગયો. લગભગ રાત્રીના બે વાગ્યા હતા. સ્વરા એ ધ્રુજતા હાથે યશ ને ફોન લગાડ્યો ...અને બીજી જ સેકન્ડે કઈક વિચાર આવતા ફોન કાપી નાંખ્યો. વિચારો ની અસંખ્ય કેસેટ તેના સામેથી ફિલ્મ ની જેમ દોડી ગઇ ,નળ ખોલી સ્વચ્છ પાણી ખોબામાં લીધું. પોતાનુ પ્રતિબિંબ પણ તેણે ઝાંખું લાગ્યું અત્યારે., મોઢા પર છટકાવ કરતા તે લગભગ રડી જ પડી. આંખો સામે અંધારા છવાઈ ગયાં. ત્યાં જ ફરી એકવાર બાથરૂમ ના દરવાજે ટકોરા પડ્યા. મેડમ....,,,

હવે કોઈ ઉપાય જ ન હતો. તેણે મનોમન યશ નું ફરી નામ લીધું.અને તેણે કિધેલા શબ્દો યાદ કર્યા, " ગમે તે પરિસ્થિતિ હોઈ હું હંમેશા તારી સાથે જ છું" અને યશ નું કરેલું ચુંબન પણ તેણે ફરી મહેસૂસ કર્યું જે તેણે આં કહેતી વખતે કરેલું .

તે માસ્ક પહેરીને બહાર આવી. તેની આંખો ની નમી જોઈ શકાતી હતી. મેડિકલ આસિસ્ટન્ટ પણ આ જોઈ થોડી વાર ડઘાઈ ગઈ. સ્વરા અંતે હિંમત કરી આઇ.સી.યુ માં દાખલ થઈ. આજે તેની ગતિ રોજ કરતા વધુ ધીમી હતી. આવત જ તેણે પેશન્ટ ની નબ્સ જોઈ ' એંથુશિયાન્ટ તૈયાર કરો ઝડપથી. " આટલા શબ્દો તો તે માંડ માંડ બોલી શકી. નર્સે તરત જ ઈન્જેકશન આપ્યું .સ્વરા ના હાથ હજી કંપી જ રહ્યા હતા. બધા આં જોઈ અવાક હતા પણ કોઈને સ્વરા ની કાબેલીયત માં કોઈ શક ન હતો. આખરે એક સફળ સર્જન તરીકે તેણે એક નામ બનાવવામાં ઘણી મેહનત કરી હતી. બધાને તે આદર આપતી. હોસ્પિટલ માં સૌં કોઈ તેને " મિશરી " મેમ ના જ ઉપનામ થી ઓલખતા. પોતાની આવડત કે પદ નું તેને કોઈ અભિમાન ન હતું..

તેની સકારતમક અને જીવંત બનાવી દેતી વાતો થીજ દર્દી ને અને તેના સગાઓ ને અડધી ચિંતા દૂર થઈ જતી. સ્ટાફમાં પણ ડો. સ્વરા સૌ ની માનીતી હતી.સૌ કોઈ તેની નિકટ રેહવાં માંગતું. જોકે સ્વરા ને પોતાની અંગત જીવન વિશે વાત કરવી બહુ ગમતી નહિ . તે અહી એકલી જ રહે છે સૌ કોઈ એટલું જ જાણતા હતા. સ્ટાફ ના સૌ કોઈ ને તેને મળવા આવતા તેના મિત્રો વિશે ખબર જ હતી. બધા મિત્રો પણ સ્વરા ને મળ્યા વગર ઝંપ્તા નહિ. હફતે એકાદ વાર તો ટોળી અહી ભેગી થઈ જ હોય.પણ આજે ડો, ને શું થઈ ગયું હતું તે કોઈ જાણતું ન હતું. તે કોઈ આંમ ઢીલી પડે તેવી તો ન જ હતી. આખરે તેની આં હિંમતને અને તેના જુસ્સા કારણે જ તો તેને હજી બે દિવસ પેહલા જ ફ્રાન્સ માં "બેસ્ટ ડો યંગ યુથ આયકન" નો એવોર્ડ મળ્યો. અને કેમ નો મળે, તેણે નાની ઉંમરે આવડી મોટી ઉચાઈ હસિલ કરી હતી. લગાતાર એક પછી એક સો સફળ સર્જરી ની સફળતા તેને પોતાને નામ કરી હતી. જે સામાન્ય તો ન જ હતી. હજી તેણે ઇન્ડિયામાં પગ મૂક્યો તે પેહલા જ તેનું નવું પેશન્ટ તેની રાહ જોઈ રહ્યું હતું.અને તે પણ સીધી ઘરે જવાને બદલે અહીં આવી હતી. પણ આવતાં જ કદી ન વિચારેલી અણધારી મુસીબત તેની રાહ જોઈ રહી હતી.

પેસન્ટે ધીમી આંખ ખોલી ને સ્વરાની સામું જોયું. સ્વરા પણ નમેલી આંખ સામે તેની સામું જોઈ રહી. અને તે આંખો એક ધીમા શોક અને પછી ઝટકા સાથે ફરી બંધ થઈ. સ્વરા આઇ. સી. યુ ની બહાર નીકળી. બહાર ઊભેલો પેશન્ટ નો પરિવાર પણ સ્વરા ને જોઈ અવગઢ પામ્યો.

" બાર કલાક પછી જ પેશન્ટ ની સાચી સ્થિતિ ખબર પડશે.અને યોગ્ય કન્ડીશન હશે તો જ ઓપરેશન કરીશુ. પરંતુ અત્યારે તેમની કન્ડીશન થોડી વધુ ક્રીટીકલ છે . " આ કહેતા જ તે ત્યાંથી નીકળી ગઈ અને ફરી પોતાની જાત ને તેણે બાથરૂમ માં બંધ કરી દીધી .