Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 27.ઓપનિંગ સેરેમની

સ્વરા ઇન્ડિયા પરત આવી ચૂકી હતી, આજે તે એટલી ખુશ હતી કે જાણે તે સાતમા આસમાને પહોંચી ગઈ હોય, આખરે તેનું સપનું પૂર્ણ થઈ ગયું હતું, તે સંજીવની માં દાખલ થઈ ગઈ હતી અને તેના થી પણ વધારે ખુશી તેને હવે યશ અને યસ્વ સાથે તેના પોતાના મેન્શન માં રેહવાની હતી.

📌📌📌📌📌📌📌📌📌📌

યશ્વ મેન્શન માં હોળી ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. અને આ ગ્રાન્ટ પાર્ટી નું કારણ પણ ઘણું મોટું હતું. સ્વરા ની સફળતા જેમાં તેનું સંજીવની માં પ્રવેશ હોઈ કે પછી આશ્રમ કેશ નો ન્યાય, કે પછી યશ નો ચાલી રહેલો હોટેલ પ્રોજેક્ટ જેમાં તેની ફૂડ બ્લોગર તરીકે એન્ટ્રી.. બધું જ યોગ્ય હતું આનંદ માટે ..પરંતુ આ બધા માં કોઈ ની આંખો સતત તેમના ઉપર નજર રાખતી હતી. સ્વરા જાતે હોળી ની બધી તૈયારીઓ કરાવી રહી હતી. બધા મિત્રો નું આગમન પણ થઈ ચૂક્યું હતું. સૌ કોઈ અગાઉ જ આવી ગયા હતા. બંટી અને અર્જુન પણ.....

આ બન્ને પણ પોતાનો વેશ પલટો કરી અહી કામ કરી રહ્યા હતા. તેમની બન્ને ની નજર સતત સ્વરા અને તેના મિત્રો ઉપર હતી. હોળી ની બધી તૈયારી ઓ બહાર લોન્ચ માં થઈ રહી હતી. આથી આ બન્ને ને મેન્શન માં દાખલ થવા નો મોકો મળ્યો ન હતો. મિસ્ટી રેજેન્સી ના નામાંકિત વિસ્તાર માં સ્વરા નો બંગલો હતો અને તે પણ યસ્વ મલિક ના નામ ઉપરથી ..." યસ્વ મેન્શન "આ બધું એ બધું સાબિત કરતું હતું કે સ્વરા ઘણી સફળ વ્યક્તિ છે પરંતુ આનાથી એ સાબિત થતું ન હતું કે આ બધા પાછળ યશ છે. કદાચ સ્વરા ની જાત મેહનત પણ હોઈ શકે....

આથી તે બન્ને ને તો માત્ર એક અંદાજ કે અડકળ ઉપર સ્વરા ની જાસૂસી કરી રહ્યા હતા .અર્જુન ના પ્રમાણે તો તે અત્યારે ઈન્ડિયા માં જ હતો પણ ક્યાં ??.તે કોઈ જાણતું ન હતું. આખરે યશ મલિક વિશે કોઈ જાણકારી કાઢવી એટલી સરળ ન હતી.

અર્જુન ની ઓફિસ (બે દિવસ પછી)
.
.

.
.
તું આ શું બોલી રહ્યો છે અર્જુન??

યાર મારી વાત તો સાંભળ, બસ હજી એક દિવસ...આ પાર્ટી માં તો યશ દેખાશે જ કારણ કે આ સ્વરા ની સફળતા ની, જીત ની પાર્ટી છે. ....

ના, બસ હવે બોવ થઈ ગયું અર્જુન !!!. આ રીતે જાણકારી કાઢવી ઘણી અઘરી છે , કારણ કે મીસ્ટી રેજેનસી ખૂબ જ હાઇ પ્રોફાઇલ એરીઓ છે ત્યાં આ રીતે વારંવાર જવું સરળ નથી જો પકડાઈ ગયા તો મોટા કેશ માં ફસાઈ જસુ, તું તો ડૂબી શ પણ મને પણ લેતો જઈશ તેમાં.....

બંટી હવે બરાબર નો અકળાયેલો હતો કારણ કે સતત બે દિવસ સુધી વેશ પલટો કરી કામ કર્યા પછી પણ યશ ની કોઈ જાણકારી ન મળી. અને હવે અર્જુન હોળી પાર્ટી માં વેઇટર બનીને જવાની વાત કરતો હતો . જે સરળ ન હતું. અત્યાર સુધી બંટી એ સ્વરા ની જાણકારી કઢાવવા ઘણા વેશ બદલ્યા હતા. આ રીત નું જીવન તો જાણે કોઈ જાસૂસ જ જીવતો હોય તેવું હવે બંટી ને લાગતું હતું. પણ હવે તેને યશ સાથે ભેટો થાશે તો શું તેનો ડર સતાવતો હતો....

આ બાજુ અર્જુન ના મન માં ઘણા સવાલો હતા... પેહલા તો બંગલા નું નામ" યસ્વ મેન્શન " એ જ સાબિત કરતું હતું કે હજી પણ સ્વરા પોતાના દીકરા યસ્વ સાથે ઘણી ગાઢ રીતે જોડાયેલી છે તો શું તેણે ક્યારેય યસ્વ ને મળવાનો પ્રયત્ન કર્યો હશે ખરો ?? બીજું કે સ્વરા યુ એસ કંઈ રીતે પોહચી ? ઇન્દોર ની ઘટના પછી પણ તેણી એ કારકિર્દી કંઈ રીતે ચાલુ રાખી શું તે બધું તેણે એકલા હાથે જ કર્યું છે...?? અને સૌથી મોટો પ્રશ્ન કે યશ સાથે તલાક પછી સ્વરા ડોક્ટર કંઈ રીતે બની ?? એક સામાન્ય હાઉસ વાઈફ માંથી ડોક્ટર ની કારકિર્દી બનાવી સરળ તો નથી જ.. અને હવે તો તે એક નામાંકિત ડોક્ટર ની સાથે એક સમાજ સેવિકા અને બેસ્ટ પર્સંન પણ છે તો જે ભૂતકાળ માં થયું તે એક ભૂલ છે કે પછી કોઈ સાજિસ નો તે શિકાર બની છે.??