અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-6 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-6

અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૬)

            આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. તેઓ બાળપણથી એકબીજાની સાથે હોય છે. કોલેજમાં પણ તેઓ સાથે જ હતા. દરેક પરીક્ષામાં રીતીકા અને રીતેષ બંને એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પરીક્ષા આપવા જતા. એ દિવસે પણ તેઓ એકબીજાને મળીને પરીક્ષા આપવા ગયા. પેપર પત્યા બાદ રીતીકા રીતેષને મળ્યા વગર જ તેના ભાઇ સાથે ઘરે જતી રહી. તેણે રીતેષને ના કોલ કર્યો ના મેસેજ. બીજા દિવસે તે જયારે રીતીકાને મળે છે ત્યારે રીતીકા થોડી ગંભીર હતી રીતેષ અને રીતીકા છુટા પડે છે. રીતીકા અને દિવ્યેશની સગાઇની આવતા મહિનાની તારીખ ઘરના સભ્યો દ્વારા નકકી કરવામાં આવેલ. રીતીકા અને દિવ્યેશના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા. અચાનક જ રીતીકાની મુલાકાત રીતેષ જોડે થાય છે. તે ફકત આંખોની મુલાકાત હોય છે રૂબરૂ મુલાકાત નહિ. એ પછી દિવ્યેશ અને રીતીકા બહાર જમવા ગયા ત્યારથી જ દિવ્યેશ કોઇ વાતને લઇને ચિંતામાં હતો. હવે આગળ.....................

            દિવ્યેશ રાતે સૂઇ જ ના શક્યો. એનું મન વિચારોથી ઘેરાયેલું હતું. દિવ્યેશે મોલમાં રીતીકા અને રીતેષને ઇશારાથી વાત કરતાં જોઇ લીધા હતા. ત્યારથી જ તેના મનમાં વિચારો આવવા લાગ્યા હતા. પણ પછી મનમાં એમ પણ વિચારે છે કે રીતીકા તો તેના ભૂતકાળને ભૂલીને આગળ વધી ગઇ છે. તો આ બધી વાત મારે ના વિચારવી જોઇએ. દિવ્યેશ પોતાના મગજને બીજા કામમાં વ્યસ્ત કરી દે છે અને રીતીકાને મળ્યા વગર જ ઓફિસ જતો રહે છે. રીતીકા રસોઇનાકામ પતાવીને રૂમમાં આવે છે ત્યારે રૂમમાં રદિવ્યેશ હાજર નહોતો. તે દિવ્યેશને ફોન કરે છે.

રીતીકા : દિવ્યેશ.......... કયાં જતા રહ્યા ? મને કંઇને પણ ગયા નહિ. !!!

દિવ્યેશ : અરે, ઓફિસમાંથી અગત્યનો ફોન આવ્યો હતો એટલે જલ્દીમાં ને જલ્દીમાં જતો રહ્યો.

રીતીકા : ઓ.કે. વાંધો નહિ. ઘરે વહેલા આવી જજો. આજે તમારી પસંદનું જમવાનું બનાવાની છું.

દિવ્યેશ : (ખુશ થઇને) ઓ.કે. બનાવજે. ચલ હું કામમાં છું પછી વાત કરું.

            આખો દિવસ દિવ્યેશ તેના કામમાં વ્યસ્ત રહે છે. તો પણ તેનું કામમાં મન લાગતું નથી. કામમાં મન ના લાગવાને લીધે તે ઘરે વહેલો જતો રહે છે. દિવ્યેશના વહેલા ઘરે આવવાથી રીતીકા બહુ જ ખુશ થઇ જાય છે. રાતે જમતી વખતે પણ દિવ્યેશ કંઇક વિચારમાં જ હોય છે. રીતીકા આ વાતને નોટીસ કરે છે પણ વિચારે છે કે ઓફિસમાં કાંઇક કામનું ભારણ હશે. થોડો સમય જશે એટલે ઠીક થઇ જશે. પણ દિવ્યેશ રીતેષને લઇને ચિંતામાં હતો. કારણ કે, દિવ્યેશે રીતેષને રીતીકા જોડે જે ઇશારાથી વાત થઇ તે જોઇ લીધી હતી અને તેને ખાતરી હતી કે તે છોકરો રીતેષ જ હતો. પણ તે રીતીકાને આ વિશે પૂછવા નહોતો માંગતો. પણ તેના મનમાં અજીબ-અજીબ વિચારો આવતા હતા. આખરે તે નકકી કરે છે કે, તે રીતીકા અને રીતેષ શું વાત કરે છે તે જાણવા માંગે છે.

રીતીકા : દિવ્યેશ, કંઇક તકલીફ છે ?

દિવ્યેશ : (એકદમ જબકીને) ના...ના.....કંઇ જ તકલીફ નથી. બસ થોડું કામનું ભારણ છે.

રીતીકા : ઓ.કે.મને પણ લાગ્યું કે એવું જ હશે. સારું ચલો આરામ કરો તમે.

દિવ્યેશ : હમમમમમમમ......

(રીતીકા સૂઇ જાય છે અને દિવ્યેશ કંઇક વિચારમાં પડી જાય છે એવું શું કરું જેથી કરીને રીતેષ રીતીકાને ફોન કરે તો શું વાત છે તે મને રીતીકાની જાણ બહાર જ જાણવા મડે.)

 

શું દિવ્યેશ હવે રીતીકા પર શંકા કરતો હતો ? કે તેને ડર હતો કે કયાંક રીતીકા તેનાથી દૂર ન થઇ જાય ?

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૭ માં)

-  પાયલ ચાવડા પાલોદરા