સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-64 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-64

અઘોરીજીએ સાવીને દિશા સૂચન કર્યુ અને એ હવામાં ઓગળી ગયાં. સાવીએ હવે શરીર ધારણ કર્યું હતું હવે આખી દુનિયા એને જોઇ શક્તી હતી એણે જોયું કે માનવ શરીર મળી ગયુ છે અઘોરીજીએ કહ્યું એમ મારે ઘણાં કામ કરવાનાં છે. મારી અઘોરણ તરીકેની મને શક્તિઓ મળે એવી કામના કરુ છું એને અઘોરીજીનાં શબ્દો યાદ આવ્યાં પ્રથમ કોઇ પવિત્ર સ્થળે મારે જવું જોઇએ શું અઘોરીજી ત્યાંજ ગયાં હશે ?

સાવીએ દરિયા તરફ એક તિરસ્કાર ભરી નજર કરી ત્યાં અંઘારામાં પણ દરિયાનાં પાણીમાં મોટી મોટી લહેરો આવી રહેલી ભયંકર ઉછાળ જોયા એણે તુરંતજ ત્યાંથી નીકળી જવાનું નક્કી કર્યું...

***********

સોહમ એનાં રોજનાં સમયે ઘરે પહોંચ્યો અને એની બંન્ને બહેનો દોડી આવી.. બંન્નેએ સાથે પૂછ્યું “દાદા આવી ગયાં ? આજે તો બહુ આનંદનો દિવસ છે દાદા. તમે એવું શું કર્યું ? તમે હજી ઓફીસેથી આવો છો અને હમણાં તમારી ઓફીસની કલીગ શાનવી શ્રીવાસ્તવ આવી હતી.”

સોહમને આશ્ચર્ય થયું એણે મનમાં વિચાર્યુ આ શું ગરબડ છે ? મને નોકરીમાંથી છૂટો કર્યો છે મેં મારો બાકી રહેલો હિસાબ લઇ લીધો છે બધી લોન ચૂકવણી કરી લીધી છે હવે શા માટે શાનવી આવી ?

સોહમે કહ્યું “ઓહ એમ વાત છે ? શા માટે આવી હતી ?” નાની બેલા બોલી “અમને કારણ નથી કહ્યું પણ એક કવર આપી ગયાં અને બોલ્યાં સોહમ માટે ખૂબ સારાં સમાચાર આપવા આવી છું. અમારાં બોસ શ્રીનિવાસન સરે રાજીનામું આપ્યું છે અને કંપની ઓનરે સોહમને જનરલ મેનેજર એમની જગ્યાએ એપોઇન્ટ કર્યો છે આ સરપ્રાઇઝ હમણાં સાંજેજ આખાં સ્ટાફને મળી છે શ્રીનિવાસ સર કોઇ બીજી કંપનીમાં જતા રહ્યાં. અમને આટલીજ ખબર છે સોહમને કહેજો પહેલાં મને ફોન કરે.”

સોહમનાં આશ્ચર્યનો પાર ના રહ્યો એને થયું આ બધુ શું ચાલી રહ્યું છે ? સાવીનાં સાથથી પ્રમોશન થયેલું પગાર અને બક્ષિસ મળી હતી પછી સાવીનાં ગયા પછી નોકરીમાંથી છૂટો કરેલો મેં હિસાબ લઇ લીધેલો હવે સીધો જનરલ મેનેજર ? એ પણ શ્રીનિવાસની જગ્યાએ ?

આ આદેશગીરી અઘોરજીનો પ્રતાપ છે ચોક્કસ પણ મને તો એમનાં ચરણોમાં શરણ જોઇતુ હતું મારું મન ધન લાલસા કે બીજા કશામાં નથી છતાં... એણે વિચાર્યુ જે હશે એ જે સામે સ્થિતિ છે એ સ્વીકારી લઊં એમનો કોઇપણ રીતે સંદેશ તો આવશેજ. મારે એમનો આ આદેશજ સમજવાનો છે.

સોહમે ચહેરાં પર આનંદ લાવીને કહ્યું “વાહ સાચેજ આ તો ખૂબ સારાં સમાચાર છે” એમ કહીને કવર લઇને એનાં રૂમમાં જવા લાગ્યો જતાં જતાં કહ્યું “આઇ બાબા ક્યાં છે ? તેઓ આવી ગયાં ?”

સુનિતાએ કહ્યું “દાદા એ લોકો આ સમાચાર સાંભળી મહાદેવનાં મંદિરે ગયાં છે કહ્યું સોહમ આવે પહેલાં અમે દર્શન કરી ભગવાનને ભોગ ધરાવીને આવીએ છીએ.” સોહમે કહ્યું “ભલે એ લોકો આવે મને પણ કહેજો.” એમ કહીએ એનાં રૂમમાં જઈ અંદરથી રૂમ લોક કર્યો.

સોહમે કવરને ફેરવી ફેરવીને જોયું એને થયું કંપનીનુંજ કવર છે એણે કવર ફોડ્યું. એમાંથી કાગળ કાઢ્યો એતો સાવ કોરો હતો એ બાઘ્ઘાની જેમ એ કાગળને જોઇ રહ્યો એને થયું આ શું ? આ કઇ માયા છે ? શું શાનવીજ ઘરે આવી હતી ? આદેશગીરી આ મારી સાથે શું કરી રહ્યાં છે ?

ત્યાં ખૂલ્લા પત્રમાં આદેશગીરીનો ચહેરો દેખાયો એ હસતાં હતાં એમનો તેજોમય પ્રભાવી ચહેરો જોઇને સોહમે એમને નમસ્કાર કર્યા એમણે મંદ મંદ હસતા કહ્યું “તારી બહેનોએ કહ્યું છે એજ સત્ય છે એજ થવાનું છે મારાં આદેશથીજ આ થઇ રહ્યું છે એમાં તું આગળ વધ.. આગળ તને સમજાતું જશે એમ તારે કરવાનું છે એજ મારો આદેશ” સોહમે કહ્યું “પ્રભુ તમારો આદેશ હોય તો એનાં જન્મ સ્થાન કોલકતા જઇ ગંગામાં ભસ્મ પ્રવાહીત કરી દઊં. એની સદગતિ થઇ જાય અને હું તમારી પાસે આવી જઊં”.

આદેશગીરીએ કહ્યું “તારાં ભાગ્યમાં છે એ બધાં કર્મ અને ભોગવટો તારે પૂરો કરવાનો છે પછી અઘોરવિધા માટે સંઘર્ષ કરવો પડશે કસોટીઓમાંથી પાર ઉતરવું પડશે.. તું પવિત્ર જીવ છે પણ તારામાં હજી ઘણી વાસનાઓ જીવીત છે જેનો ભોગવટો કરી કર્મ પુરા કર બાકીનું મારાં પર છોડી દે. આ ભસ્મને સાચવી રાખ હમણાં ગંગાજીમાં પ્રવાહીત નથી કરવાની એ કરવાનું હશે એની હુંજ પ્રેરણા કરીશ તને. હવે તારુ જીવન નક્કી થયા મુજબ જીવ. તારો પ્રેમ તને...”. એમ અધુરુ કહીને અદ્રશ્ય થઇ ગયાં.

સોહમ અવાચક બનીને એ કાગળ પકડીને ક્યાંય સુધી ઉભો રહ્યો. એણે વિચાર્યું આદેશગીરીજીને મારી જરૂર હતી એવું પ્રભાકર કહેતો હતો... પણ એ પ્રભાકર માયાવી હતો એમણે સર્જન કરેલું તો આ બધુ શું રહસ્ય છે ? મારામાં હજી વાસના.. સાવી મારો પ્રેમ... આટલું બોલી અદશ્ય થઇ ગયાં.

સોહમને સાવીનો પત્ર યાદ આવી ગયો એમાં જે લખેલું એણે વાંચેલું એ બધુ જાણે સાક્ષર થઇ રહેવું સાચુ પડી રહેલુ. એ પ્રમાણેતો સાવી... ઓહ ગજબ માયા અને ગજબ દુનિયા છે આ બધી...

ત્યાં એનાં રૂમમાં દરવાજો ટકોરાં પડ્યાં એણે કાગળ કવરમાં મૂકી કબાટમાં મૂક્યો. અને દરવાજો ખોલ્યો સામે આઇ બાબા હતાં.. આઇ બાબાએ કહ્યું “ઇશ્વરે... બાપાએ આપણી અરજ સાંભળી છે આટલી રાત થઇ ગઇ.. ત્યાં માં એ કહ્યું “સોહમ મેં મંદિમાં....”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-65