સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-63 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-63

સાવીનાં પ્રેતને જે એહસાસ થયો એણે ચંબલનાથને એનાં હુકમને ગણકાર્યા વિના એને નીચ કહી એને પડકાર્યો સાવીએ છેલ્લી ક્ષણે એનાં અસલ ગુરુ અધોરીનાં જીવને પ્રેત સ્વરૂપે એક ઓળા સ્વરૂપે જોયાં એમની આંખોમાં આ હલકટ બનાવટી અધોરી માટે ગુસ્સો જોયો.

સાવીને સમજતાં વાર ના લાગી એણે પેલાં ચંબલનાથ નામ ધારણ કરેલાં જૂઠ્ઠા બનાવટી અધોરીને પડકાર ફેક્યો ખબર નહીં શું થયું પેલો તાંત્રિક ખુલ્લો પડ્યો અને આખી ગુફામાં આગ આગ થઇ ગઇ. સાવી ખડખડાટ હસી રહી હતી એણે પેલી વાસંતીનાં શબને ગુફાની બહાર લઇ ગઇ અને શબ બચાવી લીધુ પેલો તાંત્રિક અગ્નિમાં બળી રહેલો એ ગુફાની બહાર તરફ દોડ્યો.... બહાર દરિયામાં કૂદી પડ્યો.

સાવી વાસંતીનાં શબ્ને બહાર લાવી હતી ત્યાં એણે એનાં ગુરુને જોયાં.. એ એમનાં પગમાં પડી ગઇ સાવીએ પૂછ્યું “દેવ તમારું તેજ હજી એવું છે હું એનાંથી ઓળખી ગઇ પણ આ બધું કેવી રીતે બની ગયું આ તાંત્રિક તમારી સાથે મારી સાથે મારી બહેન બધા સાથે શું કર્યું બધુ બરબાદ થઇ ગયું ?”

એનાં ગુરુ વિવશ આંખે એની સામે જોઇ રહેલાં એમણે કહ્યું “હું તને બધુ જણાવું છું આ વિધર્મ તાંત્રિકે મોટી ચાલ ચાલેલી અને એનાં ષડયંત્રમાં આપણે બંન્ને ફસાયાં હતાં જે નાજુક ઘડીએ એણે તંત્ર મંત્ર કર્યું ત્યારે હું અને તું સંવાદ કરી રહેલાં ત્યારે તું જીવીત હતી.. તારી બહેનને બચાવવાનો નિશ્ચય કરેલો તેજ ઘડીએ...”

અઘોરીએ કહ્યું “પહેલાં એ જણાવુ કે અમારા અખાડાનાં મુખ્ય અઘોરી અમારાં ગુરુ આદેશગીરીએ પ્રેતયોનીમાં પણ મારો ઉદ્ધાર કર્યો છે મેં શરીર ગુમાવ્યું પણ મારું બળ મારી શક્તિ સિદ્ધિઓ ક્ષીણ થઇ હતી તે એમણેજ પાછી ઉજાગર કરી છે”.

“વિશેષમાં કહું તને, તારો પ્રેમી સોહમની પણ આજે આદેશગીરી સાથે મુલાકાત થઇ છે આગળ શું થવાનું છે હું કલ્પી નથી શક્તો પણ જે કરશે એ આદેશગીરી કરશે.”

સાવીનું પ્રેત આશ્ચર્યથી બધુ સાંભળી રહી હતી એને કશું હજી સમજમાં નહોતું આવી રહ્યું ત્યાં અઘોરીજીએ કહ્યું “તું હમણાંજ આ વાંસંતીનાં મૃત શરીરમાં પ્રવેશ કરી જા આ દેહને તારાં જીવથી જીવંત કર. પેલો તાંત્રિક પોતાને બચાવવા દરિયામાં કૂદી પડ્યો છે એનો પીછો છોડવવાનો છે એણે હમણાં સુધીમાં બે શરીર બદલ્યા છે રખે કોઇને મારી કોઇ બીજું શરીર ધારણ કરી શકે છે.”

સાવીએ અઘોરીજીને સાંભળીને કહ્યું “ગુરુજી તમે તો સાચાં છો ને ? તમે પ્રેતયોનીમાં કેવી રીતે ગયાં ? હજી બધાં પ્રશ્નોનું સમાધાન કરો મને વિશ્વાસ સંપાદન થાય એવું કંઇક કરો તમારી શક્તિ સિધ્ધિ કામ કરતી હોય તો પરચો બતાવો તો મને ફરીથી વિશ્વાસ જાગે.”

અઘોરીજીએ કહ્યું “પહેલાં અહીથી બહાર નીકળી કોઇ સલામત પવિત્ર સ્થળે પહોચી જવું પડશે એ તાંત્રિક નીચ અને નકારાત્મક ઊર્જા ધરાવતો શેતાન છે તું આ શરીર ધારણ કરી લે...હું તને વિશ્વાસ આપું છું કે આ શરીર ધારણ કર્યા પછી તું વાસંતી નહીં દેખાય તારો ચહેરો સાવીનોજ થઇ જશે એનાંથી આગળ ઘણાં કામ થશે.. સાવીનો ચહેરો તને પાછો મળી જાય તો તને મારી શક્તિ અને મારાં પર વિશ્વાસ પડશે.”

“તારે કોઇ ભસ્મ આ શબને લગાવવાની જરૂર નથી એ તો પેલાં તાંત્રિકની ચાલ હતી તેં ભસ્મ લગાવીને જો એ શરીર ધારણ કર્યું હોત તો એ એનાં ષડયંત્રમાં સફળ થઇ જાત એ ભસ્મ પેલાં હરામી હસરતની છે નહીં કે તારી અથવા તારી બહેનની.”

“તારી ભસ્મતો તારાં પ્રેમી સોહમ પાસે છે અને તારી બહેન અન્વીની હજી સ્મશાનમાં છે જેનો અંશ બધું તારાં માતાપિતા લઇને કોલકતા ગંગામાં પધરાવવા લઇ ગયાં છે.”

સાવીને ધીમે ધીમે અઘોરીજી પર ભરોસો પડી રહેલો. એણે મનોમન વિશ્વાસ કરી જોખમ લેવાનું નક્કી કર્યું. પેલા શેતાને આટલુ કર્યું હવે વિશેષ ખરાબ શું થશે ? એમ વિચારી વાસંતીનાં શરીરમાં પ્રવેશ કર્યો.

સાવી જેવી વાસંતીનાં શરીરમાં પ્રવેશ કરે છે એ જાણે આળશ મરડીને બેઠી થઇ જાય છે એણે આજુબાજુ જોયું. ત્યાં કોઇજ નહોતું એણે પોતાનાં ચહેરા પર હાથ ફરવ્યો એને પોતાનો ચહેરો જોવાની તાલાવેલી હતી ત્યાં અઘોરીજીએ સામે પ્રગટ થઇને કહ્યું “આમાં જો તારો ચહેરો.....”

સાવીએ એમણે આંગળી ચીંધી એ ખાબોચીયા ભરેલાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયુ તો પોતાનો એટલે સાવીનોજ ચહેરો હતો બાકીનું અંગ અંગ વાસંતીનું હતું પણ એનાં પેટમાં જે રોગ હતો એ બધુ ગાયબ થઇ ગયું હતું સાવીએ આનંદ અને આશ્ચર્ય વચ્ચે કહ્યું “ગુરુજી માફ કરો મેં તમારાં ઉપર શંકા કરી.. તમે મારો ચહેરો પાછો આપ્યો અને ભલે આ વેશ્યાનું શરીર હતું પણ મારું જે હતું એનાંથી પણ વધુ સુંદર છે ખૂબ ખૂબ આભાર અઘોરીજી..”

અઘોરીજીએ કહ્યું “સાવી પણ.. હવે તારી સાચી પરીક્ષા ચાલુ થશે... તારે અડગ મજબૂત રહેવું પડશે આગળ થશે એ બધુ આદેશનીરીની ઇચ્છા અને આદેશથી થશે. ફરીથી સામે પડકારો આવશે.. આ મૃત શરીર જેનું તે ધારણ કર્યું છે એનાં જીવનની ફરજો અને બાકી રહેલાં કામ પણ તારે કરવા પડશે.”

સાવીએ કહ્યું “સ્વામી હું મારાં જીવનનાં અધૂરા કામ કરવા, આ વેશ્યાનાં જીવનનાં કામ કરવા તૈયાર છું તમે જે રીતે સોહમ વિશે વાત કરી જો એ આદેશગીરીનાં શરણમાં ગયો હોય તો એની મને ચિંતા નથી પરંતુ મારે મારી નાની બહેન તન્વીને મળવું છે મારો જીવ એનામાં છે મેં એને વચન આપેલું કે હું તારી પાસે પાછી આવીશ. એ નાની નિર્દોષ છોકરી મારી રાહ જોતી હશે.”

અધોરીજીએ કહ્યું ” હું પણ ગંગા કિનારે જ્યાં મારું સ્થાન છે ત્યાં જઇશ ભલે મારી પાસે શરીર નથી રહ્યું. પણ મારો જીવ ત્યાં જવાં ઝંખે છે મને આદેશગીરીએ કહ્યું છે ત્યાં જવા ત્યાં આગળની મારી વિધી કોઇક પુરી કરશે.... બીજી વાતો તને ત્યાં જણાવીશ પછી...”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-64
રેટ કરો અને રિવ્યુ આપો

Hims

Hims 2 અઠવાડિયા પહેલા

Hiren Parmar

Hiren Parmar 1 માસ પહેલા

Dharmishtha Gohil

Dharmishtha Gohil 4 માસ પહેલા

Zankhana Patel

Zankhana Patel 7 માસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 7 માસ પહેલા