Magic Stones - 32 - Last Part books and stories free download online pdf in Gujarati

મેજિક સ્ટોન્સ - 32 - છેલ્લો ભાગ

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન સાયન્ટિસ્ત એન ને લડાઈમાં મારી નાખે છે. ત્યારબાદ જસ્ટિન યલો ની મદદ કરવા માટે પહોંચી જાય છે. જસ્ટિન અને યલો મળીને ડ્રેગન મેન ને પરલોક મોકલી આપે છે. લડાઈ દરમ્યાન યલો મૃત્યુ પામે છે. ત્યારબાદ જસ્ટિન વ્હાઇટ અને રેડ ની મદદ કરવા પહોંચી જાય છે જેઓ કમાન્ડર બેન સાથે લડી રહ્યા હોય છે. ગોડ હન્ટર ને કેમેરામાં શક જતા એ સર્વર રીસેટ કરાવે છે અને જુએ છે માત્ર કમાન્ડર બેન જ બચ્યો છે જે ત્રણેવ સાથે લડી રહ્યો છે. હવે આગળ )

ગ્રીન, વ્હાઇટ અને બ્લેક મળીને કમાન્ડર બેન ને ઘેરી લે છે અને એના ઉપર હુમલો કરે છે. એટલામાં ત્યાં વિક્ટર પણ આવી જાય છે.
' ગોડ હન્ટર ને બધી ખબર પડી ગઈ છે. તે અહીંયા જ આવતો હશે.' વિક્ટર ગ્રીન ને કહે છે.
' હવે તમારી ખેર નથી. ગોડ હન્ટર આવીને મને બચાવી લેશે અને તમને મારીને સ્ટોન લઈ લેશે.' કમાન્ડર બેન હસતાં હસતાં કહે છે.
' એને આવતાં જોવા તું જીવતો નહિ રહે અને રહી વાત ગોડ હન્ટર ની અમે એને પણ જોઈ લઈશું.' બ્લેક કહે છે.

ચારેવ મળીને કમાન્ડર બેન ને ઘેરી લે છે અને ઉપરા છાપરી હુમલો કરે છે. કમાન્ડર બેન બધાના હુમલાઓને એક સાથે પ્રતિકાર કરવામાં અસફળ રહે છે.

ત્યાં જ ગોડ હન્ટર નું શીપ ત્યાં આવી ચઢે છે. ગોડ હન્ટર જેવો દરવાજો ખોલે છે એવું જ એના પગમાં એક માથું આવીને પડે છે. ગોડ હન્ટર પગ મારીને માથું સીધું કરે છે તો એ માથું કમાન્ડર બેન નું હોય છે. ગોડ હન્ટર ગુસ્સાથી પાગલ થઇ જાય છે અને શિપ સંચાલકો ને ચારેવ ઉપર હુમલો કરવા કહે છે. ચારેવ ઉપર જાણે આગ વરસવા લાગે છે.

શિપ માંથી ફાયરિંગ શરૂ થઈ જાય છે. એક હુમલો ગ્રીન તરફ અચાનક થાય છે. ગ્રીન ને બચાવવા માટે વિક્ટર ગ્રીન ને દુર દેકી દે છે અને મિસાઈલ વિક્ટર પોતાના ઉપર લઇ લે છે. હુમલો એટલો પ્રચંડ હોય છે કે વિક્ટર નું આખું શરીર ઘવાય જાય છે. ગ્રીન એની પાસે દોડીને આવી જાય છે.

' તું ઠીક તો છે ને ? તને કંઈ નહિ થાય તું ધીરજ રાખ.' ગ્રીન કહે છે.
' મારો સમય હવે આવી ગયો છે. મને ખુશી છે કે મે તારા જેવા મિત્ર સાથે જીવન વિતાવ્યું. મને હવે જીંદગી થી કોઈ ગીલા સિકવા નથી.' આટલું કહેતાં સાથે વિક્ટર દમ તોડી દે છે. ગ્રીન એના શબ ને બાથ ભરી રેડ છે. ત્યાં વ્હાઇટ અને બ્લેક આવે છે અને એને શાંત કરે છે. એવામાં ત્યાં ગોડ હન્ટર આવી ચઢે છે અને ત્રણેવ ઉપર હુમલો કરે છે.

વ્હાઇટ અને બ્લેક ગોડ હન્ટર સામે આવી જાય છે. ગ્રીન પણ વિક્ટર ના શરીર ને એક તરફ કરી લડવા માટે તૈયાર થઈ જાય છે. ગોડ હન્ટર લડવા માટે બ્લેક સ્વોર્ડ કાઢે છે. આ જોઈ વ્હાઇટ અને બ્લેક ગભરાઈ જાય છે કેમ એની શક્તિ સામે લડવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે. તો પણ પરિણામ ની પરવા કર્યા વગર તેઓ ગોડ હન્ટર સામે લડે છે. વ્હાઇટ પોતાની છડીથી, બ્લેક ભાલાથી અને ગ્રીન આજે ત્રિશુલથી લડે છે.

ગોડ હન્ટર જે બ્લેક સ્વોર્ડ હોય છે એના લીધે તે ત્રણેવ ને હંફાવે છે. બ્લેક સ્વોર્ડ ની સામે ત્રણેવ ના જાદુ પણ કામ નથી કરતા કેમ કે બ્લેક સ્વોર્ડ કાળો જાદુ હોય છે જેની સામે કોઈ પણ ટકતું નથી. ત્રણેવ ગોડ હન્ટર સામે લડીને થકી જાય છે પણ ગોડ હન્ટર ને કોઈ અસર થતી નથી.

ગોડ હન્ટર ની સામે લડતા ગ્રીન નું ત્રિશુલ છૂટી જાય છે. ગોડ હન્ટર એના ઉપર બ્લેક સ્વોર્ડ થી હુમલો કરે છે પણ વ્હાઇટ વચ્ચે આવીને બ્લેક સ્વોર્ડ નો ઘા પોતાના ઉપર લઇ લે છે અને ખૂબ જખ્મી થઈ જાય છે. ગોડ હન્ટર બીજો હુમલો કરવા જઈ છે પણ બ્લેક આવીને બ્લેક સ્વોર્ડ નો પ્રહાર પોતાના ભાલા ઉપર લઇ લે છે.

' વ્હાઇટ ને લઈને તું આપણાં સ્થાને જા. વ્હાઇટ ને બચવાની જોઇશ કર. જો હું પણ લડાઈમાં શહીદ થઈ જાઉં તો તને ખબર છે આગળ શું કરવું. હવે જલ્દી જા.' બ્લેક ગ્રીનને જવા કહે છે. જસ્ટિન ત્યાંથી અંતર્ધ્યાન થઈ જાય છે અને ત્યાં પહોંચી જાય છે. જ્યાં તેઓની સભા ભરાતી હતી.

બીજી તરફ બ્લેક અને ગોડ હન્ટર આખરી યુદ્ધ લડે છે. ગોડ હન્ટર ની બ્લેક સ્વોર્ડ સામે બ્લેક નું ટકવું મુશ્કેલ બને છે તો પણ બ્લેક ગોડ હન્ટર ને ટક્કર આપે છે.

આ તરફ ગ્રીન વ્હાઇટ ની ઉપર મંત્ર પ્રયોગ કરી સારો કરવાની કોશિશ કરે છે પણ બ્લેક સ્વોર્ડ ની બ્લેક પાવર વ્હાઇટ ને સહેજ પણ સારો થવા દેતી નથી.

' મારા ઉપર તારી શક્તિ વ્યર્થ ન કર, તને એની જરૂર પડશે. મને ખબર છે હું નહિ બચી શકું.હવે આપની પાસે એક જ રસ્તો છે.' વ્હાઇટ કહે છે.

' ગોબલેટ...' વ્હાઇટ કહે છે.

' ગોબલેટ ને ધારણ કરવાની મારા માં શક્તિ નથી.' ગ્રીન કહે છે
' તારે પ્રયાસ તો કરવો જ પડશે નહિ તો દુનિયાનો અંત થઈ જશે. મને તારા ઉપર વિશ્વાસ છે તું જરૂર કરી શકીશ.' ગ્રીન કંઈ પણ બોલે તે પહેલાં વ્હાઇટ દમ તોડી દે છે. વ્હાઇટ સ્ટોન આવીને ગોબલેટ માં સમાઈ જાય છે. વ્હાઇટનું શરીર પળ વારમાં સફેદ રાખ બની જાય છે. જસ્ટિનના આંખમાં આંસુ આવી જાય છે અને એના મનમાં વ્હાઇટના અંતિમ શબ્દો ગુંજી રહ્યા હોય છે.

એકાએક ગ્રીન પાસે એક શરીર આવીને પડે છે જેને ગ્રીન જુએ છે તો એ શબ બ્લેક નું હોય છે. ગ્રીન ને આ જોઈ ખૂબ જ આઘાત લાગે છે. એટલામાં બ્લેક સ્ટોન પણ આવીને ગોબલેટ માં સમાઈ જાય છે. ગ્રીન એ ગોબલેટ પોતાની પાસે લઈ લે છે અને ગ્રીન સ્ટોન પણ એમાં ઉમેરી દે છે.

થોડીવાર માં ગોડ હન્ટર ત્યાં આવી પહોંચે છે અને ગ્રીન ને કહે છે.
' બધાં જ ખતમ થઈ ગયા. હવે માત્ર તું જ બાકી છે. તને ખતમ કરીને હું બધા સ્ટોન મારા કબજામાં લઈ લઈશ. પછી હું બનીશ જઈશ બધાનો પિતા. બધા મારી સામે માથું નમાવશે અને નહિ નમાવે તો મૃત્યુ ને પ્રાપ્ત થશે.' ગોડ હન્ટર અત્તાહાશ કરે છે.
' તારું સપનું ક્યારે નહિ પૂરી થાય. હું તને એ કરવા નહિ દઉં.' ગ્રીન કહે છે.
' તારા થી વધું શક્તિ શાળી લોકો મને નથી હરાવી શક્યા તો તું ક્યાં થી મને હરાવી શકવાનો. જરા તારા અને મારા માં અંતર તો જો.' ગોડ હન્ટર કહે છે.
' એ તો સમય જ બતાવશે. કોનામાં કેટલું અંતર છે.વાત કરવાનું બંધ કર અને આવીને મારી સાથે એક યોદ્ધા ની જેમ લડ' ગ્રીન કહે છે.
' તારી એ ઈચ્છા પણ પૂરી કઈ દઉં.' એમ કહી ગોડ હન્ટર બ્લેક સ્વોર્ડ લઈ ગ્રીન ઉપર હુમલો કરવા દોડે છે.

ગ્રીન ગોબલેટ પહેરી લે છે. એનાથી એક તીવ્ર પ્રકાશ પેદા થાય છે. ગ્રીન બધા સ્ટોનની પાવર સહી શકતો નથી અને દર્દ થી ચિલ્લવા લાગે છે.ગોડ હન્ટર ની આંખ પણ પ્રકાશ જોઈ અંજાઈ જાય છે. થોડીવાર વાર બાદ ગ્રીન નો દર્દ ઓછો થઈ જાય છે અને એનું શરીર સ્ટોન પાવરને સહી લે છે. પ્રકાશ બંધ થઈ જાય છે. ત્યારબાદ નો નજારો કંઈ અલગ જ હોય છે. ગ્રીન નું શરીર રંગબેરંગી રંગોવાળા કવચ થી સજ્જ હોય છે.

ગોડ હન્ટર ફરી બ્લેક સ્વોર્ડ થી ગ્રીન પર હુમલો કરવા દોડે છે. ગ્રીન જમીન ઉપર એક મુક્કો મારે છે તો ગોડ હન્ટર દૂર ફેંકાઈ જાય છે. ગોડ હન્ટર ફરી ઉભો થઇ ગ્રીન ને મરવા આવે છે. ગોડ હન્ટર બ્લેક સ્વોર્ડ થી ગ્રીન ઉપર પ્રહાર કરે છે જે ગ્રીન પોતાના હાથ થી પકડી લે છે. ગોડ હન્ટર આ દ્રશ્ય જોઈ આચાર્ય ચકિત થઈ જાય છે. ગ્રીન પોતાનામાં રહેલી બધા સ્ટોન ની તાકાત નો ઉપયોગ કરી બ્લેક સ્વોર્ડ નાં ટુકડે ટુકડે કરી નાખે છે અને આ જોઈ ગોડ હન્ટર ગભરાઈ જાય છે અને ભાગે છે. ગ્રીન જાદુથી ગોડ હન્ટર ને પકડી લે છે અને પોતાની પાસે ખેંચી લે છે.

ગ્રીન ગોડ હન્ટર નું માથું બે હાથે પકડે છે અને પોતાની બધી ઊર્જા એના માં નાખી દે છે જેથી એના શરીરના ટુકડે ટુકડા થઈ જાય છે.

ત્યારબાદ ગ્રીન પૃથ્વી ઉપર આવી જાય છે અને થોડા સમય બાદ સારા સાથે લગ્ન કરી લે છે અને પોતાનો પરિવાર વિસ્તારે છે.

' બસ વાર્તા અહી પૂરી થઈ.' એક વૃધ્ધ વ્યક્તિ કહે છે.
' દાદા, શું આ બધા સ્ટોન સાચે છે ?' નાની છોકરી જેસિકા એના દાદા ને પૂછે છે.
' બેટા વાર્તાઓ કલ્પનિક હોય, એનું આપણા જીવન સાથે કોઈ સંબંધ ના હોય. હવે રાત થઈ ગઈ છે તું જઈને સૂઈ જા.' પેલો વૃધ્ધ કહે છે.
' ઓકે દાદા, ગુડ નાઈટ.' જેસિકા કહે છે.
' ગુડ નાઈટ, બેટા.' વૃધ્ધ વ્યક્તિ કહે છે.

જેસિકા ના ગયા બાદ એ વૃધ્ધ વ્યક્તિ રૂમ નો દરવાજો બંધ કરે છે. વૃધ્ધ વ્યક્તિ રૂમ માં આવે છે અને આંખ બંધ કરી જમીન પર હાથ લાંબો કરે છે. એવામાં જમીન ખસકે છે. જયાં એક બોક્સ હોય છે. એ વૃધ્ધ વ્યક્તિ બોકસ ખોલે છે એમાં એક ગોબલેટ હોય છે જેને એ વ્યક્તિ ફરી બોક્સ માં મૂકી દે છે. ફરી જમીનમાં મૂકી દે છે અને ફરી હાથ લાંબો કરી જમીન જેવી હતી એવી કરી દે છે.ત્યારબાદ એ પોતાના બેડ ઉપર આવીને સૂઈ જાય છે..

સમાપ્ત

વાર્તા કેવી લાગી ? વાચક મિત્રો પોતાનો અભિપ્રાય આપવાનું ચૂકતા નહિ કેમ કે તમારા અભિપ્રાય લેખકોને સારું લખવા પ્રેરિત કરતા હોય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED