કલ્મષ - 2 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલ્મષ - 2

પ્રકરણ 2

પ્રયાગરાજથી પાછા ફર્યાને બે દિવસ વીતી ચૂક્યા હતા . વિના કોઈ કારણ અગમ્ય બેચેની ઘર કરી ગઈ હોય તેવું પ્રતીત થતું રહ્યું વિવાનને. તે પાછળનું કારણ શોધવા કેટલો પ્રયાસ કર્યો પણ મન હાથથાળી દેતું રહ્યું અને અચાનક મનમાં પ્રકાશ પડ્યો.

હા, કદાચ સ્વામીજીએ સાવધાન રહેવાની જે વાત કરી એ વાત સુષુપ્ત મગજમાં કોઈ ખૂણે ઘર કરી ગઈ હતી એ સિવાય નવું તો કશું વિશેષ થયું નહોતું.
ફોનની રિંગે વિવાનની વિચારધારામાં ભંગ પડ્યો.
સામે છેડે રાજેન ગોસ્વામી હતો.

'તો કેવું રહ્યું પ્રયાગરાજ , વિવાન?'
રાજેન ગોસ્વામી સાથેના સંબંધો જ એવા હતા કે ગોસ્વામી વિવાનને તુંકારે સંબોધન કરી શકતા.
'એઝ યુઝઅલ , ગ્રેટ ' વિવાને ટૂંકો જવાબ વાળ્યો.
ગોસ્વામીને સુપેરે ખબર હતી કે આ પ્રકારના પ્રાચીન,ધાર્મિક,આધ્યાત્મિક સ્થળ માટે વિવાનને કોઈક અદમ્ય ખેંચાણ રહેતું હતું. કદાચ એ જ કારણ હતું વિવાનના પુસ્તકોમાં આવતી ગહેરાઈનું. ઇન્ડિયન માયથોલોજી પર વિશદ છણાવટ કરતા પુસ્તકોનું પ્રદાન.

'મેં ફોન કર્યો છે તમને સાંજના ફંક્શનની યાદ અપાવવા, યાદ તો છે ને કે ભૂલી ગયો? '

વિવાનનો હાથ આકસ્મિક રીતે જ માથા પર ગયો. : અરે હા, સાવ ભૂલાઈ ગયેલું એ તો.

પણ એ વાત કબૂલવાને બદલે વિવાને તરત વાળી લીધું : હા , યાદ તો હતું જ પણ તમારા ફોનની રાહ પણ જોતો હતો. આખરે હવે તો કહી દો કે વાત શું છે ?' વિવાનની વાતમાં કુતુહલતા ડોકાતી હતી.

'વિવાન, આટલી રાહ જોઈ જ છે તો વાત માત્ર થોડાં કલાકની છે. રાહ જો. તને પણ લાગશે કે ગોસ્વામી દર વખતે કરે છે એમ બધી વાતમાં વિલંબ નથી કરતો. ' જરા સરખા વ્યંગ સાથે ગોસ્વામીએ કહ્યું : તો મળીયે છીએ સાંજે ,ઓકે ?

રાજેન ગોસ્વામીનો ફોન મૂકી દીધા પછી વિવાનને સમજાયું કે બે દિવસથી ઉદભવી રહેલા ઉચાટનું કારણ સ્વામી નિર્ભયાનંદે કરેલી ચેતવણી જ નહીં સાથે આ વાત પણ ખરી જ. જે પાંચ દિવસના પ્રયાગરાજના રોકાણ દરમિયાન પોતે સાવ વિસરી જ ચૂકયો હતો.

સાંજ પડવાને ઝાઝા કલાકો પણ બાકી નહોતા. વિવાને ફરી એકવાર વિચારી જોયું : શું હશે આ પ્લાન ? ગૉસ્વામીએ આટલી સિક્રેટ રાખી છે તો હશે તો કઇંક મોટી વાત. પણ, ત્રાવણકોર ટ્રેઝરના પ્રમોશનને સમય વીત્યો નહોતો. પુસ્તક ઊપડ્યું પણ હતું. આ સમયે કોઈ પ્રમોશનની જરૂર પણ નહોતી તો પછી ?

વિવાને દરિયા સામે પડતી બાલ્કનીમાં જઈ સિગરેટ જલાવી.
બે ત્રણ દમ માર્યા પછી મનમાં જરા સ્પષ્ટતા થઇ: ઠીક છે , આખરે ગોસ્વામીને જે કરવું હોય તે કરે. બુક પ્રમોશનનો ફાયદો તો પોતાને જ થવાનો હતો ને....

*************
સાંજે વિવાન ફંક્શન માટે તૈયાર થઇ નીકળ્યો. સ્કાય બ્લુ ડેનિમ ઉપર વ્હાઇટ શર્ટ અને ગ્રે બ્લેઝર , વિવાને સવારે જ ટ્રીમ કરેલી દાઢી પર હાથ ફેરવ્યા. શેમ્પૂ કરેલા વાળ થોડા વધી ગયા હતા પણ એમાં એ વધુ આકર્ષક લાગી રહ્યો હતો. સામાન્યરીતે લેખકોમાં હોય તેવા અવ્યવસ્થિત વસ્ત્ર અને લૂક્સ સામે વિવાનને ગંભીર વાંધો હતો. જયારે સ્ટ્રગલ કરતો હતો ત્યારે પણ સુઘડતા એની સાથી હતી. હવે ફર્ક પડ્યો હતો બ્રાન્ડેડ કપડાં અને ચીજવસ્તુનો. તૈયાર થઈને વિવાને એક દ્રષ્ટિ આયનામાં નાખી. પોતાનો દેખાવ સંતોષજનક હતો. એણે ડ્રેસિંગ પર પડેલી બલ્ગેરી એકવાની બોટલ હાથમાં લીધી. એ પણ એક વળગણ હતું. બસ, ઓલ સેટ તો ગો ..... વિવાને સ્વગત જ કહ્યું .

ફંક્શન સાડા છનું હતું એટલે ઘરેથી દોઢ કલાક પૂર્વે નીકળવું જરૂરી હતું. મુંબઇનો ટ્રાફિક શ્રાવણના વરસાદ જેવો હોય છે. ન જાણે ક્યારે ઘેરી વળે.
ધાર્યું હતું એમ ટ્રાફિક પુષ્કળ હતો. વિવાનની એસયુવી પચાસ સાંઠથી વધુ સ્પીડ પકડી શકતી નહોતી . બાકી હોય તેમ એક જોરદાર ઝાપટું ભીંજવવા આવી ગયું ,જેને કારણે ટ્રાફિક લગભગ ઠપ્પ જેવો થઇ ગયો.
વિવાને તો વિચારી રાખ્યું હતું કે કાર્યક્રમના સમય પૂર્વે પહોંચી જવાય તો ગોસ્વામી સાથે બે વાત થઇ શકે પણ રસ્તા પર રહેલા ટ્રાફિક અને વરસાદને ગણતરીમાં લેતા લાગતું હતું કે પોતે સમયસર પહોંચી શકે તો પણ ઘણું.
કારમાં રહેલી ડિજિટલ વોચ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરે જતી હતી. છ થઈ રહ્યા હતા. અને વિવાન ટ્રાફિક વચ્ચે ઘેરાયેલો હતો. ગોસ્વામીના ફોન પર ફોન આવવાના શરુ થઇ ગયા હતા.

આખરે વિવાનની કાર જયારે કિતાબખાના પહોંચી ત્યારે વૉચ સાતનો સુમાર દર્શાવી રહી હતી. ગોસ્વામી સાથે વાત કરવાનો સમય રહ્યો જ નહોતો.
ડ્રાઈવર અહેમદે કાર બરાબર કિતાબખાના સામે જઈ ઉભી રાખી. કારમાંથી ઉતરીને વરસાદથી બચવા વિવાન ઝડપભેર કિતાબખાના સ્ટોરમાં દાખલ થયો.
કિતાબખાના એક વિશાળ સ્ટોર હતો પુસ્તકોનો, જે નજીવા સમયમાં પુસ્તકપ્રેમીઓના હૃદયમાં અનેરું સ્થાન બનાવી ચૂક્યો હતો.
ત્યાં રહેલી પુસ્તકોની ગોઠવણ હોય કે કાફેટેરિયા હંમેશ લોકોની ઉપસ્થિતિ મોટી સંખ્યામાં રહેતી.
અને આ તો વળી ઇવેન્ટ હતી માતબર લેખક વિવાન શ્રીવાસ્તવ સાથે.
એ વિવાન જેના નામના સિક્કા પડતા હતા. તેમાં પણ એક ઉપર એક એમ સાત પુસ્તકોની સિરીઝે ઇન્ડિયામાં જ નહીં વિદેશમાં પણ રેકોર્ડ કર્યો હતો.

કિતાબખાનામાં પ્રવેશતાંની સાથે જ વિવેકની નજર સ્ટોરના પ્રવેશ પર મુકાયેલા પોતાના કટઆઉટ પર ગઈ.
કોઈ ફિલ્મનું પ્રીમિયર હોય તેમ વિવેકના એક નહિ ત્રણથી ચાર કટઆઉટ સ્ટોરના વિવિધ ખૂણે મુકાયેલા હતા.
એ જોતાં જ વિવાન ઘડીભર માટે ચોંકી ગયો.: આ વળી ગોસ્વામીએ પ્લાન શું કર્યું છે ?

વિવાનના પ્રવેશ સાથે જ તેના ચાહકો તેને ઘેરી વળ્યાં . દૂર રાજેન ગોસ્વામી કોઈક સાથે વાતચીતમાં પરોવાયેલો હતો. ટોળાની ધમાચકડી જોઈને એને ખ્યાલ આવી ગયો કે વિવાન શ્રીવાસ્તવની પધરામણી થઇ ચૂકી છે.
' વિવાનજી , પધારો પધારો ' કહેતા રાજેન ગોસ્વામી દોડતો આવ્યો અને તેનો હાથ પકડી લીધો.
પાછળ આવી રહેલી એક કન્યા પોતાની ઊંચાઈ જેટલો જ મોટો બુકે લઈને દોડતી આવી.
વિવાનને ખ્યાલ તો આવી ચુક્યો હતો કે આ કાર્યક્રમ કોઈક પ્રમોશનના ભાગરૂપે જ હતું પણ શેના એ હજી પણ સમજાતું નહોતું.
રાજેન ગોસ્વામીએ પુષ્પગુચ્છ આપ્યા પછી વિવાનને સ્ટેજ તરફ દોર્યો.

નાના સરખા ઓડિટોરિયમની વચ્ચોવચ્ચ બે ફુટ ઊંચું એક સ્ટેજ બનાવાયેલું હતું અને તેની પર હતું એક માઈક , ન ખુરશીઓ , એક નાનું અમસ્તું ટેબલ હતું જેની પર હતી એક આઈસ બકેટ અને તેમાં શોભી રહી હતી શેમ્પેઈન, પાછળ રહેલા ડ્રોપ પર પણ વિવાનનો ફોટો હતો. જે ફોટો અખબારમાં છપાયો હતો એ જ, અને લખાણ પણ એ જ. : એક સાંજ , વિવાન શ્રીવાસ્તવને નામ.

કદીય ભીડથી અકળામણ ન અનુભવતો વિવાન આજે અજબ અકળામણ અનુભવી રહ્યો હતો.
એનું કારણ હતું , પોતાના પ્રોગ્રામમાં પોતે જ મુખ્ય મહેમાન તરીકે હતો અને તે પણ વિના કોઈ રૂપરેખા વિના.

વિવાનને સ્ટેજ સુધી દોરી જઈને રાજેન ગોસ્વામીએ માઈક પર કબ્જો કરી લીધો.

'લેડીઝ એન્ડ જેન્ટલમેન , તો આજે આપના ઇંતેઝારની ઘડી પૂરી થાય છે. જયારે આ જાહેરખબર અખબારમાં છપાઈ ત્યારે તમે સહુએ આ કયું પુસ્તક છે , શું કાર્યક્રમ છે એ પૃચ્છા કરતા કોલ કર્યા, ઇમેઇલ કર્યા , વોટ્સએપથી પૃચ્છા કરી પણ આપ સહુને અમે જણાવ્યું હતું કે એ માટે રહસ્ય પરથી પડદો માત્ર ને માત્ર આપણા પ્રિય લેખક વિવાન શ્રીવાસ્તવ જ ઊંચકશે. આજે હવે એ ઘડી આવી ચૂકી છે. અહીં તમારા ઈન્તઝારનો અંત આવે છે .... તો અહીં પ્રસ્તુત છે આત્મકથા , ધ કલર ઓફ લાઈફ , આ આત્મકથા બીજા કોઈની નહીં ખુદ વિવાન શ્રીવાસ્તવની છે. આજે આપ સમક્ષ મૂકી રહ્યા છે આપણા લાડીલા લેખક પોતે.."

એ સાથે જ એક ફ્લડ લાઇટનો આંખ આંજી દેતો પ્રકાશ વિવાનની આંખોનું વિઝન ધૂંધળું કરતો આવી ગયો. પગના અંગૂઠાથી લઈ માથાના વાળ ધ્રુજી જાય તેવી અસાધારણ કંપારી વિવાનને છૂટી ગઈ.
આ કઈ આત્મકથા ? કોની આત્મકથા? પોતાની આત્મકથા ? કોણે લખી ? ક્યારે લખી ? રાજેને મને પૂછ્યા વિના આ ફંક્શન રાખી કઈ રીતે દીધું ?

પોતાનું વ્યક્તત્વ પૂરું કરવાની સાથે રાજેન ગોસ્વામીએ તાળી પાડી એ સાથે જ આખું ઓડિટોરિયમ તાળીના ગડગડાટ સાથે ગુંજી ઉઠ્યું હતું . એ તાળીઓનો ગડગડાટ અને આંખો આંજી દેતો પ્રકાશ વિવાનના સાનભાન ભુલાવી ગયા.
ખરેખર આ થઇ શું રહ્યું છે તેનો ખ્યાલ વિવાનને આવી તો ચુક્યો હતો પરંતુ , દિલ ને દિમાગ હજી માનવા તૈયાર નહોતા કે આ આખું આયોજન રાજેન ગોસ્વામીએ કઈ રીતે , કોના કહેવાથી કર્યું છે.

રાજેન ગોસ્વામીએ પોતાની સ્પીચ પૂરી કરીને માઈક વિવાનના હાથમાં આપી દીધું।

વિવાન ...વિવાન ....વિવાન... વિવાન ......જમા થયેલી મેદની તો પોતાના પ્રિય લેખકના બે શબ્દો સાંભળવા આતુર થઇ ગઈ હતી.
વિવાન હજી અસમંજસમાં હતો.
પહેલીવાર એવું લાગી રહ્યું હતું કે શબ્દો સાથ નથી આપી રહ્યા.
પણ. ચાહકોની વિનંતીને મન આપીને એમને સંબોધવા પણ એટલું જ જરૂરી હતું.

'મિત્રો ,આ કલર ઓફ લાઈફને વાંચવાની તત્પરતા તમને છે એટલી જ મને છે. અલબત્ત, આ વાતના સૂત્રધાર છે મારા પરમ મિત્ર અને પબ્લિશર રાજેન ગોસ્વામી.. એમણે તમારી જેમ મને પણ સરપ્રાઈઝ જ આપી છે. હું અહીં આવ્યો ત્યાં સુધી મને પોતાને જ ખબર નહોતી કે મને આટલું મોટું સરપ્રાઈઝ મળવાનું છે. આશા રાખું છું કે તમે મને આ પુસ્તક ધ કલર ઓફ લાઈફથી નહીં બલ્કે મારા લખાયેલા પુસ્તકોથી જ મૂલવો. થેન્ક યુ. '
વિવાન પાસે શબ્દો ખૂટી પડ્યા હતા બોલવા માટેના.

રાજેન ગોસ્વામીના આશ્ચર્યનો પાર નહોતો. એને થયું હતું કે વિવાન તો એ જ પોતાની આગવી શૈલીમાં મેદનીને ડોલાવી નાખનાર વ્યક્તત્વ આપશે તેની બદલે આ તો ઉલટું થયું. રાજેન ગોસ્વામી જોઈ શકતો હતો કે બાજુમાં ઉભા રહેલા વિવાનના કપાળ પર પ્રસ્વેદની બુંદ બુંદ જામી રહી હતી. એનો જમણો હાથ જાણે હૃદયને થામી રાખવું હોય તેમ છાતીની ડાબી બાજુ હતો. ડાબા હાથની હથેળી સહેજ કંપી રહી હતી. અચાનક વિવાનને શું થઇ ગયું ? રાજેનના મનમાં આ પ્રશ્ન તો ઉદ્ભવ્યો પણ એનો જવાબ શોધવા માટે મગજે કામ કરવાને બદલે એને કામ પ્રસંગ સાચવી લેવાનું કર્યું.

સમય હતો કાર્યક્રમની નજાકતને સાચવી લેવાનો. રાજેન ગોસ્વામીએ આઈસ બકેટમાં મુકેલી શેમ્પેઇનની બોટલ વિવાન સમક્ષ ધરી. વિવાન પાસે કોઈ વિકલ્પ પણ નહોતો. એણે શેમ્પેઇનની બોટલ ખોલી અને એક અવાજ સાથે શેમ્પેઈન ઉછળીને બહાર પડ્યો. બ્લેક કલરના યુનિફોર્મ સાથે વ્હાઇટ ગ્લવ્ઝમાં સજ્જ વેઇટર્સ ગ્લાસ ભરવા મંડ્યા અને ભીડ થોડી વિખરાતી ગઈ. હળવું મ્યુઝિક શરુ થઇ ચૂક્યું હતું. શેમ્પેઈનના ગ્લાસ લઈને ફરતાં વેઇટર્સ સ્ટાર્ટર્સ લઈને ફરવા લાગ્યા હતા. થોડા લોકો વિવાનને હજી ઘેરી રહ્યા હતા. જયારે મોટાભાગના લોકો શેમ્પેઈન ને સ્ટાર્ટર્સને ન્યાય આપવામાં ગુંથાયા હતા.વિવાનને ઘેરીને ઉભા રહેલા લોકોમાં મોટાભાગના તો પત્રકારો હતા.

'સર, આઈ એમ કામિની શ્રોફ ફ્રોમ અબ તક , તો એ એ કહો કે તમે હજી અર્લી ફોર્ટીઝમાં છો તો તમે આ સમયે પોતાની આત્મકથા લખવાનું કેમ વિચાર્યું ? તમને નથી લાગતું કે એ બહુ જલ્દી લેવાયેલું પગલું છે ?'
વિવાન જવાબ આપવા હજી શબ્દો ગોઠવે એ પહેલા જ તો રાજેન ગોસ્વામી વચ્ચે આવી ગયો,
'મેડમ , તમારા પ્રશ્નો જવાબ હું આપું. આ વિવાનની આત્મકથા છે પણ સંપૂર્ણ નથી. તમને સહુને તો ખબર છે કે વિવાન શ્રીવાસ્તવ સિરીઝ રાઇટર છે. તો તમે કઈ રીતે ધરી લીધું કે એમની આત્મકથા એક જ પુસ્તકમાં પૂરી થતી હશે ?'
'ઓહ આઈ સી ' રિપોર્ટર કામિનીના ચહેરા પર પ્રશ્નાર્થ તરી આવ્યો: એટલે આ આત્મકથા પણ સિરીઝમાં હશે ? એમ ?
'બિલકુલ, આ પુસ્તક વિવાનના જીવનનો પૂર્વાર્ધ છે. તમે પહેલા વાંચો તો ખરા.' રાજેન શ્રીવાસ્તવ કામિનીથી પીછો છોડાવવા માંગતો હોય તેમ બોલ્યો. અને હા, વધુ ડીટેલ માટે આ ફોલ્ડર જરૂર જોજો એમાં લગભગ તમામ પ્રશ્નોના જવાબ મળી જશે.
બીજા એક બે પ્રશ્ન પૂછીને કામિની તો ગઈ પરંતુ બીજા પત્રકારોનું ધાડું એમ પીછો છોડે તેમ નહોતું.
પૂરા એક કલાક પછી વિવાન એમનો પીછો છોડાવી શક્યો.
હવે વારો હતો રાજેન ગોસ્વામીની. ખરેખર તો એને પૂછવું રહ્યું કે આ આખી વાત પાછળ છે શું ?

શેમ્પેઈનના દોર પછી ચાલ્યો દોર પુસ્તક પર સિગ્નેચરનો,
હાજર રહેલા લોકો વિવાનનું પુસ્તક ખરીદી સિગ્નેચર કરાવવા લાઈન લગાવીને ઉભા હતા. વિવાનને આ બધી વાતો અતિશય પ્રિય હતી. પણ આજે પરિસ્થિતિ જૂદી હતી. આજે એનું માથું ચકરાઈ રહ્યું હતું. પોતાની આત્મકથા પોતે તો લખી નથી તો લખનાર કોણ ? અને એમાં શું છે એ જાણ્યા પહેલા એ કોપી પર સિગ્નેચર કરવી એ પણ કેવી બાલિશતા.

'ગોસ્વામી , આઈ એમ નોટ ફીલિંગ વેલ. ..મારે ઘરે જવું પડશે' વિવાને કોઈ ઔપચારિકતા વિના સીધું જ કહ્યું.

'અરે , આમ અચાનક શું થઇ ગયું ?' રાજેન ગોસ્વામીને સમજાતું નહોતું કે દર વખતે આવા કાર્યક્રમો મનથી માણતો વિવાન અચાનક કેમ આમ વર્તે છે.
વધુ કોઈ વાતચીત કાર્ય વિના વિવાને નીકળી જવું વધુ યોગ્ય સમજ્યું.

'હા, મને મારા પુસ્તકની એક કોપી મળી શકે ?' વિવાને જરા વ્યંગથી પૂછ્યું.

'શું વાત કરે છે વિવાન, તારી જ તો પ્રોપર્ટી છે આ ' કહી ગોસ્વામીએ એક કોપી એના હાથમાં આપી.

'થેન્ક યુ વેરી મચ ..... હું ઘરે પહોંચી તમારી સાથે વાત કરું છું.'
વિવાન ઝડપભેર કિતાબખાનાના દરવાજા પાસે આવીને ઉભો રહ્યો. સાથે રાજેન ગોસ્વામી પણ વળાવવા આવ્યો હતો,

'વિવાન , આર યુ ઓકે? ' રાજેન ગોસ્વામીના સ્વરમાં ચિંતાનો ભાવ હતો. એને આજે વિવાન કોઈ અપરિચિત જેવો લાગી રહ્યો હતો.

ઉડી ગયેલા નૂર સાથે વિવાનનો ચહેરો ફિક્કો પડી ચૂક્યો હતો. એની ભાવવિહીન આંખમાં કોઈક વિચિત્ર ચિત્ર ઝીલાતું હતું. એનું મૌન ભારે બોલકું હતું.
'હું ઘરે જઈને ફોન કરું છું ગોસ્વામી ' વિવાન મંદ સ્વરે આટલું પણ માંડ બોલી શક્યો ને પોકેટમાથી મોબાઈલ ફોન કાઢી ડ્રાઈવરને ફોન લગાવ્યો।
ગણતરીની મિનિટમાં જ ડ્રાઈવર અહેમદ કાર લઈને હાજર થઇ ગયો.
તેના આવવા સાથે જ વિવાન પાછલી સીટમાં ગોઠવાયો.
દરવાજા સુધી છોડવા આવેલા ગોસ્વામીએ જમણો હાથ ઊંચો કરીને આવજો કહ્યું પણ વિવાને તે પણ ન જોયું.

***********
કારમાં બેઠા પછી બેકલાઈટ ઓન કરીને વિવાને પુસ્તકને વ્યવસ્થિત રીતે પહેલીવાર જોયું. ધ કલર ઓફ લાઈફ , અતિશય આકર્ષક જેકેટ, પોતાના ફેવરિટ કલરમાં હતું , આકાશી, સ્કાય બ્લુ પોતાનો માનીતો કલર અને એમાં વ્હાઇટ ટાઇટલ , સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ હતી કે પોતે જ આ કન્સેપટ ડિઝાઇન કર્યો હતો , આ જ નામે. જયારે હતું કે વર્ષો પછી જો કોઈવાર આત્મકથા લખવાનો વિચાર આવશે તો ટાઇટલ પણ આ જ વિચાર્યું હતું.
એ જ કલર સ્કીમ , એ જ ટાઇટલ, હવે મુખ્ય વાત તો એ હતી કે અંદર શું છે? ક્યાંક એવું ન હોય કે પોતાના ભૂતકાળની વિગતો પણ આ લખનાર જાણતો હોય ' પોતાના વિચારથી જ ડર લાગ્યો હોય તેમ વિવાને પુસ્તક બંધ કરી દીધું.
આ વિષે પોતે જાહેરમાં જ ગળું ખોંખારીને બોલવા જેવું હતું , એ પોતે કેમ ન કર્યું ? વિવાનને પોતાની જાત પર ચીડ ચઢી રહી હતી.
રાજેન ગોસ્વામીએ કોઈ રમત રમી હતી ? પણ એ વાતમાં દમ નહોતો. રાજેન ગોસ્વામી માટે પોતે તો સોનાનાં ઈંડા આપતી મરઘી હતી, રાજેન ન તો એટલો મૂર્ખ તો હરગીઝ નહોતો કે એવી બેવકૂફી કરે. તો પછી ? પોતાના મનના વિચારો ચોરી લેતું આ પુસ્તક લખ્યું કોને ?

ક્રમશ: પ્રકરણ 2

ક્રમશ: