આજ્ઞા-અનંત वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આજ્ઞા-અનંત

પ્રિય....
અનંત......!
આજે ખબર નઈ પણ એક ખુશી છે,બે મહિના વીતી ગયાં તમારી સાથે પણ મને એવું લાગે છે કે આપણે મળ્યાં એને ફક્ત બે -ચાર દિવસ જ થયા હોય!કારણ કે મારું મન જ નઈ ભરાતું!તમારો સંગાથ મને ખૂબ વ્હાલો લાગેછે.તમારી સાથે એક એક સેકંડ હું ખુશ રહી ને પસાર કરું છું.હું મારા જીવનના અનુભવથી એટલું કહી શકું કે હું જીવન જીવી છું ખૂબ! પણ તમારા આવ્યા પછી એ જીવનને મે ખરેખર માણતા શીખ્યું છે.તમે મારા જીવનમાં આવી મારા જીવનને શ્વાસ આપ્યો છે.એક ઉત્સાહ આપ્યો છે.મને એવું લાગતું જ નથી કે આ માણસને આજ સુધી હું મળી જ નથી.બે મહિનાના સફરમાં આટલો પ્રેમ અને આટલો વિશ્વાસ!એક બીજા માટે આટલી લાગણી અને એક એક મિનિટ વધતો જતો સમય આપણને એટલો બાંધતો ગયો કે આપણને જાણ પણ ન થઈ કે ક્યારે આ પ્રેમ આટલો ઊંડો અને અક્ષત થતો ગયો.મને મારા નસીબથી બધું બોવ મળ્યું છે,પણ આપ મારા નસીબની સર્વોત્તમ ભેટ છો.આટલા જ સમય માં મારા મનને બદલી નાખ્યું.મારે પ્રેમ કરવો હતો એટલે મે બોવ શોધ્યો પ્રેમ.પણ ખબર નઈ દરેક વ્યક્તિ પાસે એક મતલબી વૃત્તિ જ જણાઈ,પછી મને લાગ્યું કે હું એવું કંઈ શોધી રહી છું,જેનું અસ્તિત્વ જ નથી.આવો પ્રેમ હસે જ નઈ.એટલે આ દુનિયામાંજ નહીં હોય એટલે મે બસ એટલું સ્વીકારી લીધું કે ન હોય તો નહી હોય હું એકલી જીવીશ પણ મારા જીવનમાં એક મારો પેહલો અને છેલ્લો પ્રેમ એક લાયક વ્યક્તિ માટે હશે.એવું એક વ્યક્તિ કે જેનું હું સાચા મનથી આદર કરું,ગર્વ કરી શકું,એના પાસેથી ઘણી વસ્તુઓ શીખી શકું,હું જેટલો પ્રેમ કરું છું,એવો જ પ્રેમ મને મળે.તમે મારા પ્રેમને સાર્થક કર્યો છે.મારા જેટલો નહિ પણ મારાથી પણ વધારે મને પ્રેમ કર્યો છે.મારે પ્રેમને ક્યારેય પામવો જ ન હતો.હું તો બસ ખાલી પ્રેમ જીવવા માંગતી હતી.મારા એ પ્રેમનો તમે શ્વાસ થઈને આવ્યા.દુનિયાથી લડતાં લડતાં કટાઈ ગયેલા મારા મનના પત્થરને પીગળાવી મને પોતાના તરફ એટલી પાગલ કરી દીધી કે બીજું કોઈ તો દેખાઈ જ નઈ! અને દેખાય તો પણ હું આજુ બાજુ તમને જ શોધતી હોઉં!મારે પ્રેમમાં કોઈ વસ્તુ કે કોઈ માંગણી નથી ખપતી બસ એક એવો વ્યક્તિ જોતો હતો જે મને હંમેશા પ્રેમનો એહસાસ કરાવી શકે.મારા જીવનમાં આ એહસાસ તમે લઈને આવ્યા.પ્રેમમાં પણ ઘણું બધું શીખ્યું છે,મે તમારી પાસે.મને ફક્ત પ્રેમમાં ભક્તિ દેખાતી હતી પણ તમે મને એ પ્રેમમાં એહસાસ આપ્યો.પ્રેમ હોવા માટે સતત પ્રેમને દર્શાવવું પડે નકર એક બીજાથી ધીરે ધીરે વ્યક્તિ દૂર થવા લાગે.તમે એ વસ્તુનો મોકો જ નઈ આવવા દીધો.એક એક મિનિટ એ એક એક સેકંડે એ દર્શાવ્યું છે કે આપ મને કેટલો પ્રેમ કરો છો.કદાચ તમારી આ બધી ખૂબીના લીધે હું તમારી પાસે પ્રેમ માટે હારી ગઇ.કારણ કે હું આખું ભારત ઘૂમોત ને તો પણ મને આપ જેવું શ્રેષ્ઠ વ્યક્તિ ન મળતે.એટલે હું માનું છું કે ભગવાન જ્યારે વરદાન આપવ લાગે ને ત્યારે સમજી જવું કે તમે જે માંગ્યું છે,ને એના કરતા હજારો ગણું સારું મળવાનું છે.અને મને તો મળી ગયું.એ પણ સામે થી.ખરેખર સાચા મન થી કહું છું કે મને આવું વ્યક્તિ પાછું ક્યારેય પણ ન મળતે.અને મને શોધવામાં રસ ન હતો.તમારામાં જેટલો પ્રેમ છે,ને એ તો ફક્ત નસી mબવાળા હોયને એને નસીબ થાય.બાકી આટલું સરસ જીવન મે સપનામાં પણ નહોતું વિચાર્યું.આ પ્રેમ માટે હું જેટલું કરું ને એટલું ઓછું છે.આટલો સ્નેહ અને પ્રેમનો આ સફર કદાચ બધાં માં નહીં હોય,હું જીવું છું.એટલે મને ખબર છે કે મારી સામે વાળુ વ્યક્તિ કેટલું અમૂલ્ય છે.ફક્ત મહિનાઓમાં નઈ પણ મારા વશમાં હોઈ તો હું આ જ રીતે બસો વર્ષો સુધી તમારા માટે પ્રેમમાં પાગલ થવા તૈયાર છું.અને હંમેશા આ પ્રેમનો સાથ આપવા તૈયાર છું.એટલે તો હું કહું પણ છું,ને કે હવે તમને નઈ છોડું હું.એટલો પ્રેમ આપીશ કે મને કોઈ જન્મમાં ભૂલી જ નઈ શકો.આ વખતે તો પાડી જ દીધી ને મે મારી આદત!બે મહિના નઈ હજી વર્ષો નીકળી જશે પણ આ પ્રેમ દરેક સ્થિતિમાં વધતો જ રહેશે!!!!!
આપ હંમેશા ખુશ રહો,અને મને આટલો જ પ્રેમ કર્યા રાખો હું તમને ક્યારે પણ એકલા નઈ પાડું.ક્યારે પણ છોડી ને નઈ જાવ.કારણ કે તમારા કરતા તમારી આદત મને વધારે છે,હું અને મારો પ્રેમ દરેક ક્ષણ તમારી સાથે છે.આજે ખબર નઈ પણ એક ખુશી છે,બે મહિના વીતી ગયા તમારી સાથે મને એવું લાગે છે કે આપણે મળ્યાં એને ફક્ત બે ચાર દિવસ જ થયા હોય! કારણ કે મારું મન જ નઈ ભરાતું એટલે જ કે તમારો સંગાથ મને ખૂબ વ્હાલો લાગે છે.તમારી સાથે એક એક સેકંડ હું ખુશ રહીને પસાર કરું છું.હું મારા જીવનના અનુભવથી એટલું કહી શકું કે હું જીવન જીવી છું.તમારા આવ્યા પછી એ જીવનને મે ખરેખર માણતા શીખ્યું છે.તમે મારા જીવનમાં આવી મારા જીવનને શ્વાસ આપ્યો છે.એક ઉત્સાહ આપ્યો છે.મને એવું લાગતું જ નથી કે આ માણસને આજ સુધી મળી જ નથી.બે મહિનાના સફરમાં આટલો પ્રેમ અને આટલો વિશ્વાસ!એક બીજા માટે આટલી લાગણી અને એક એક મિનિટ વધતો જતો સમય આપણ બેઉને એટલો બાંધતો ગયો કે આપણને જાણ પણ નઈ થઈ કે ક્યારે આ પ્રેમ આટલો ઊંડો અને અક્ષત થતો ગયો! મને મારા નસીબથી બધું ખુબ મળ્યું છે પણ આપ મારા નસીબની સર્વોત્તમ ભેટ છો.આટલા જ સમયમાં મારા મનને બદલી નાખ્યું. મારે પ્રેમ કરવો હતો એટલે મે ઘણે ઠેકાણે શોધ્યો,પણ ખબર નઈ દરેક વ્યક્તિ પાસે એક મતલબી વૃત્તિ જ જણાઈ.પછી મને લાગ્યું કે હું એવું કંઈ શોધી રહી છું જેનું અસ્તિત્વ જ નથી.આવો પ્રેમ હસે જ નઈ.એટલે આ દુનિયા માં જ નઈ હોય!એટલે મે બસ એટલું સ્વીકારી લીધું કે નઈ હોઈ તો નઈ હોઈ હું એકલા જીવીશ પણ મારા જીવન માં એક મારો પેહલો અને છેલ્લો પ્રેમ એક લાયક વ્યક્તિ માટે હશે.એવું એક વ્યક્તિ જેની હું સાચા મનથી આદર કરું,ગર્વ કરી શકું,એના પાસેથી ઘણી વસ્તુ ઓ શીખી શકું,હું જેટલો પ્રેમ કરું છું એવો જ પ્રેમ મને મળે.
તમે મારા પ્રેમને સાર્થક કર્યો છે.મારા જેટલો નહિ પણ મારાથી પણ વધારે મને પ્રેમ કર્યો છે.
મારે પ્રેમને ક્યારે પણ પામવો જ ન હતો હું તો બસ ખાલી પ્રેમ જીવવા માંગતી હતી.મારા એ પ્રેમનો તમે શ્વાસ થઈ ને આવ્યા,દુનિયાંથી લડતાં લડતાં થઈ ગયેલા મારા મન ના પત્થરને પીગળાવી મને પોતાના તરફ એટલી પાગલ કરી દીધી કે બીજું કોઈ તો દેખાઈ જ નઈ.અને દેખાઈ તો પણ હું આજુ બાજુ તમને જ શોધતી હોઉં!મારે પ્રેમ માં કોઈ વસ્તુ કે કોઈ માંગણી નથી જોઈતી બસ એક એવો વ્યક્તિ જોઈ તો હતો જે મને હંમેશાં પ્રેમનો એહસાસ કરાવી શકે,મારા જીવનમાં આ એહસાસ તમે લઈને આવ્યા પ્રેમ માં પણ ઘણું બધું શીખ્યું છે. તમારી પાસે. મને ફક્ત પ્રેમમાં ભક્તિ દેખાતી હતી પણ તમે મને એ પ્રેમ માં એહસાસ આપ્યો.પ્રેમ હોવા માટે સતત પ્રેમને દર્શાવવું પડે નકર એક બીજાથી ધીરે ધીરે વ્યક્તિ દૂર થવા લાગે. તમે એ વસ્તુનો મોકો જ નઈ આવવા દીધો,એક એક મિનિટ એ એક એક સેકંડ એ દર્શાવ્યું છે કે આપ મને કેટલો પ્રેમ કરો છો! કદાચ તમારી આ બધી ખૂબીના કારણે અમદાવાદ ડહોળી કાઢેત ને તો પણ મને આપ જેવું શ્રેષ્ઠ વ્યક્તિ નસીબ નઈ થાત.એટલે હું માનું છું કે ભગવાન જ્યારે વરદાન આપવામાં વાર લગાવે ને ત્યારે સમજી જવું કે તમે જે માંગ્યું છે ને એના કરતા હજારો ગણું સારું મળવા નું છે.અને મને તો મળી ગયું.એ પણ સામે થી.ખરેખર સાચા મનથી કહું છું કે નઈ મળે મને આવું વ્યક્તિ પાછું ક્યારે પણ! અને મને શોધવામાં રસ પણ નઈ રહ્યો,તમારામાં જેટલો પ્રેમ છે ને એ તો ફક્ત નસીબ વાળા હોય ને એને નસીબ થાય.બાકી આટલું સરસ જીવન મે સપનામાં પણ નતું વિચાર્યું.આ પ્રેમ માટે હું જેટલું કરું ને એટલું ઓછું છે.આટલો સ્નેહ અને પ્રેમનો આ સફર કદાચ બધાં નહીં જીવતા હોઈ,હું જીવું છું,એટલે મને ખબર છે કે મારી સામે વાળુ વ્યક્તિ કેટલું અમૂલ્ય છે. ફક્ત બે મહિના નહીં પણ મારા વશ હોય તો હું આ જ રીતે બસો વરસ સુધી તમારા માટે પ્રેમમાં પાગલ થવા તૈયાર છું.અને હંમેશા આ પ્રેમનો સાથ આપવા તૈયાર છું. એટલે તો હું કહું પણ છું ને કે હવે તમને નઈ છોડું હું. એટલો પ્રેમ આપીશ કે મને કોઈ જન્મ માં ભૂલી જ નઈ શકો.આ વખતે તો પાડી જ દીધી ને મે મારી આદત.આપ હંમેશા ખુશ રહો,અને મને આટલો જ પ્રેમ કર્યા રાખો,હું તમને ક્યારે પણ એકલા નઈ પાડવા દઉં.ક્યારે પણ છો
ડીને નઈ જાવ લ, કારણ કે તમારા કરતા તમારી આદત મને વધારે છે.હું અને મારો પ્રેમ દરેક ક્ષણ તમારી સાથે છે.
- તમારી આજ્ઞા
********************
પ્રિય...
આજ્ઞા...
ત્રીસ દિવસની આ સફર નથી.એક કવિએ પોતાની કવિતા શોધવા ત્રીસ વરસની તપસ્યા કરી છે.માત્ર ૨૯ દિવસ મારી પરીક્ષક બની તેં જે જે વાતો કરી મારો આતમો ઢંઢોળ્યો તેવી વાત અને શિખામણ કદાચ મારી જીવન સફરમાં અન્ય છોકરીઓ પાસેથી નહિ મળી કે નહિ સાંભળી.મીઠી મધૂર વાણીમાં ઓતપ્રોત બની મને રાત્રી દરમ્યાન સ્ત્રીની ભૂખના વિચાર આવતા અટકાવવામાં તું સફળ થઇ છે.સાચું કહું ૨૯દિવસમાં તેં મારી અનેકોનેક ખામીઓ અને ખૂબીઓ સાહજિક રીતે કઢાવી કઢાવી સાવ નીચોવી કાઢ્યો.મને ડર એ હતો કે આ છોકરી નહિ માને તો પણ તારી સાથે વાતો કરવા મોડી રાત સુધી જાગત.તું વારેવારે કહેતી હતી કે "હું મેરેજ કરવાનીજ નથી"તો આ છોકરી શા માટે મેરેજ નહિ કરવા માંગતી શું કોઈ ફિજિકલી તકલીફ હશે? અને તું મેરેજ નથી જ કરવાની એવી દ્રુઢતા વ્યક્ત કરતી રહી તો મને એ વાતનું વધુ ખેંચાણ થયું કે ભલે ફિજિકલી બાબતે મારે તેની પાસે અપેક્ષારહિત પ્રેમ કરવો છે.તેના શરીરને ભોગની દ્રુષ્ટિએ મારે નહિ પરંતુ તેના શબ્દ સમંદર અને અક્કલના સ્નેહસાગરમાં ડૂબવું છે,તેવા મક્કમ નિર્ધાર સાથે તારી પાસે તારો બની બધોજ સમય અર્પણ કરતો રહ્યો છું.મને ખબર ન્હોતી કે આટલી જલ્દી તું રીઝી જઈશ.અને ન રીઝત તો પણ મારું મન તારી પાસે જ રહેત.તે પણ તારા શરીરના ઉપભોગ માટેkનહિ પણ તારા ઉદાત્ત વિચાર અને અનુભવજન્ય બાબતો પર હું તારા સ્મિત વરસાવતા ઈમોજીનો કાયમ માટે કાયલ બની ગયો છું.
હું પહેલાં જ સ્પષ્ટ છું કે મેરેજને અને આપણા પરસ્પરના પ્યારને માટે એવો કોઈજ નિર્ણય નથી કરી શકતો કેમકે કોઈ મારી લાઈફમાં લાઈફ પાર્ટનર અને મારાં બાળકોને લઇ સામાજિક કે બધી રીતે હું બંધાયેલો છું તે ત્યાગ ન કરી શકું.કેમકે એણે મને મારી સાચી સહચારીણી બની બધુજ આયખું મને સોંપી દીધું છે.આજે પણ એટલીજ કૅર લે છે.એકાદ સવાલ સદાય તેના 99 ગુણને પ્રભાવિત કરે છે.હવે તો તે પણ મારે માટે ગૌણ છે.ઉંમર સાથે બધી ઊર્મિઓ આવેગો સૌ સૌને ઠેકાણે થતા જાય છે.અસંતોષ માત્ર માનસિક પૂર્તિનો હોય તેવું મેહસૂસ કરું છું.
બીજી વાત મહત્વની છે કે મારા વિચાર વર્તન તને પ્રભાવિત કરતાં હોય એ મારે માટે ગર્વની વાત છે.પરંતુ તારી ઉંમર ખુબ નાની છે.તારે સારુ જીવન જીવવા સારા વિચારો અને તંદુરસ્ત મન તારી પાસે જ મોજુદ છે. તો "કીડીને કણ અને હાથીને મણ" કહેવત અનુસાર તને પણ કોઈ સમજનાર મળી રહેશે.હવે અનેકોનેક માધ્યમ છે,તેનો સદુપયોગ કરી આ દિશા તરફ પણ વિચાર કરજે એવી મારી ખાસ વિનતી છે.કેમકે કોઈ ઠેકાણે વાચન કરતાં એક વાક્ય મળ્યું હતું "સ્ત્રી વહેલામાં વહેલી અને પુરુષ બની શકે તો મોડા લગ્ન કરવાં જોઈએ"મને આ વાક્યમાં તથ્યતા દેખાય છે.એટલે નિરાશવાદી ક્યારેય ન બનવું.જેમ મને અનેકમાં આશા દેખાઈ અંતે નિરાશાના પહાડ કૂદીને મારી અતૃપ્ત આશાઓ છૂટી નહિ એટલે જીવનના અંતિમ પડાવમાં અંતે "તું" આશાનું ઝરણું બની ને આવી છે.હું એટલો સ્વાર્થી નથી કે એ ઝરણાં ને નાથી હું મારું બનાવી રોકી દઉં.... ના. ! એ રોકવા માટે નહિ પરંતુ તેની સાથે સાથે તેની પવિત્રતાનાં વારિ પીતાં પીતાં જીવવું છે.
તે માટે તારે મારું જ બનીને રહેવું એવુ હું પાપ નહિ જ કરી શકું.આપણે બેઉ અલગ અલગ અલગ ભૂમિનાં સંતાન છીએ પરંતુ છીએ તો એકજ પરમપિતાનાં ફરજંદ!
એટલે તારી સાથે મારો સ્નેહસેતુ તું ઇચ્છીશ ત્યાં સુધી રહેશે.
બાકી તારી જિંદગી તારે જીવવાની બધીજ બાકી છે.મેં મારી જિંદગી મારી રીતે જીવી લીધી છે.અફસોસ જેવું કઈંજ બાકી નથી.હું બધી જ દુનિયા મારી બનાવી ના શકું કેમકે હું તેનો અબાધિક અધિકારી નથી.
આપણે આપણી વ્યવહારિક જિંદગી જીવતાં જીવતાં ક્યારેક કંટાળીને હસવા આ રીતે યા કોઈ વખત કુદરતની હરિયાળીમાં આંટો મારતાં રહીશું.
બાકી "તારી પાસે ખાલી થયો એનાથી વધારે ખુશીઓમાં હું ભરાઈ ગયો છું,કેમકે ખુશીઓનો તું રત્નાકર બની ને મને મળી છે"
બાકી શું લખું? રાત્રે લખવાની તક મળી છે તો લખી દીધું આડમ્બર વગર....
કોઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા કરજે.હું તારોજ છું તું ઈચ્છે તેવો પણ આકાશમાં છું તે પણ ધ્યાન રાખજે.
લી.. તારો "અનંત"
-- વાત્ત્સલ્ય