પ્રભાના કિનારાની રાહમાં - 3 vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રભાના કિનારાની રાહમાં - 3

(અગાઉના ભાગમાં આપણે જોયું કે પ્રભા વિશ્વાસને તેની ક્લાઈન્ટ કેયા ના ઘરે લઇ જાય છે અને ત્યાંથી તે લોકો ધારા અનાથાલાય જાય છે હવે આગળ...)




ધારા....... ધારા એ કરુણ સ્વંરે પૂછું... "શું વિશ્વાસ તું એનો ભાઈ છે ?"હા હું તેનો જ ભાઈ છું એ મારી મોટી બહેન મારાં કરતા 4 વર્ષ મોટી.... કેયાની આંખોમાં ઘોર બેચેની છવાઈ ગયેલી એની આંખમાંથી આંસુ નિસરતા જોઈ પ્રભાએ તેને સાંભળી અને વિશ્વાસએ પણ આશ્વાસન આપતાં કહ્યું મારાં દીદીનું સપનું હતું કે અનાથ બાળકોને પણ ઘર બને પણ એ જ સપનાને હકીકત બનતા એ જોઈ ન શકયા...



કેયાએ કહ્યું જયારે અમે કોલેજના 2nd યેર માં હતા ત્યારે પણ ધારાએ છુપાવેલું કે એને બ્લડ કેન્સર છે, પણ છેલ્લા વર્ષમાં એને મને કહ્યું હતું મને માફ કરજે હું સપના જોઈ શકું છું પણ એને પુરા કરવા મારી જોડે સમય નથી.... હા દીદી બહુ સ્ટ્રોંગ હતા ડૉક્ટરના ના કહેવા છતાં એમને ઘરે આરામ ક્યારેય ન કર્યો કારણકે એમને દિલ ખોલીને જીવવું હતું... વિશ્વાસના અવાજમાં ગંભીરતા હતી.....

પ્રભાએ કહ્યું હા વિશ્વાસ દીદી અને એમના વિચારો ખુબ જ અનમોલ હતા, એની ઝલક આશ્રમમાં જોવા મળે છે, કેયા એ વિશ્વાસનો હાથ પકડીને એને આશ્રમમાં પ્રવેશ અપાવ્યો...



આશ્રમની અંદર પ્રવેશ કરતાજ નાના બાળકોનું એક ટોળું ભાઈ ભાઈ કરતુ વિશ્વાસ જોડે આવી ગયું.... ભાઈ આટલા દિવસ પછી આવ્યા ભાઈ..... ના સ્નેહા હું ગયા રવિવારે જ આવ્યો હતો નાનકી...બધા બાળકો ખુશ થઇ ગયા.. પ્રભાએ કેયાને આશ્રમની દરેક બાબત જણાવતા કહ્યું આ વિશ્વાસ અને તેની ધારા દીદી ઉપર રહેલી લાગણી જ છે જેને આશ્રમમાં ઉમંગ ભર્યો છે....




હા ધારાને પોતાના ભાઈને લઈને ખુબ લાગણી હતી, અમે એક જ બેન્ચ ઉપર બેસતા કોલેજમાં જયારે અમે ફરવાની કે કોઈ પણ બીજી બહારની વાતો કરતા હોઈએ ત્યારે ધારા તો માત્ર એમ જ કહે મારાં ભાઈને પણ પ્રવાસે જવું બહુ ગમે છે એની દરેક વાતમાં એનો ભાઈ પહેલો આવતો પણ આજે હું વિશ્વાસની આ હાલત જોઉં છું તો બહુ દુઃખ થાય છે હું ધારાના ગયા પછી તેના ઘરે નથી જતી કારણકે મને એના વગર અધૂરું લાગતું ઘર અને વિશ્વાસને પણ 7 વર્ષ પછી જોઉં છું તો આજે ઓળખી પણ ન શકી એમાં પણ તે કહ્યું એને એક એક્સીડેન્ટમાં આંખો ગુમાવી દીધી તેનું બહુ દુઃખ છે..




પ્રભાએ તૂટેલા શબ્દોમાં કહ્યું હા બહુ દુઃખ થાય છે પણ હવે એને પોતાની કમજોરી પણ તાકાત લાગવા લાગી છે...


કેયા અને પ્રભાએ અનાથાલાયના પેઇન્ટિંગ વિભાગમાં પ્રવેશ મેળવ્યો જ્યાં એક મોટી પેઇન્ટિંગ હતી જેમાં ધારાનું આબેહૂબ ચિત્રન હતું અને નીચે લખેલુ હતું we are miss you didi.... પ્રભાએ કહ્યું આ પેઇન્ટિંગ અહીંના જ બાળકોએ ધારાની યાદગીરીમાં બનાવી છે..



પેઇન્ટિંગ હોલમાં ઘણા બધા ચિત્રો હતા જેમાં પ્રભા અને વિશ્વાસનું પણ બાંકડે બેસીને બાળકો જોડે વાત કરતુ એક ચિત્ર હતું તેને જોઈ કેયા બોલી ઉઠી પ્રભા આટલી મહેનત આ બાળકોએ કરી છે મેં આજ સુધી આવી કલાકારી નથી જોઈ...



પ્રભા એ કહ્યું હજી તો આપણે વિશ્વાસએ કરેલી પેઇન્ટિંગ જોવાની બાકી છે આગળ જતા બીજા બ્લોકમાં વિશ્વાસની પેઇન્ટિંગ જોવા મળી ખુબ અનોખી હતી જેમાં એક પેઇન્ટિંગ જોઈ કેયા સ્તબ્ધ રહી ગઈ..... શું આ વિશ્વાસ એ દોરી છે પ્રભા પણ કઈ રીતે એ દિવસ વિશે એને કઈ રીતે ખબર?



કેયા આશ્ચર્યપૂર્વક એ પેઇન્ટિંગ ને જોઈ રહેલી...


વધુ આવતા અંકમાં....



✍️ vansh Prajapati ( vishesh )