પ્રભાના કિનારાની રાહમાં - 4 vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રભાના કિનારાની રાહમાં - 4

અગાઉના ભાગમાં આપણે જોયું કે કેયા પેઇન્ટિંગ રૂમમાં આવે છે અને વિશ્વાસએ કરેલી પેઇન્ટિંગને જોઈને સ્તબ્ધ થઇ જાય છે હવે આગળ.....

આ ધારાના જન્મદિવસની વાત રજુ કરતી પેઇન્ટિંગ છે ક્યારે અમે કોલેજના ફર્સ્ટ યરમાં હતા અને હું અને ધારા નવા ફ્રેંડ્સ બન્યા હતા, થોડા દિવસોમાં એનો જન્મદિવસ હતો અને મેં એને ગિફ્ટમાં પિન્ક ટેડી બેર આપેલું આ પેઇન્ટિંગમાં પણ આબેહૂબ રજુઆત કરી છે, હા પ્રભા તને નવાઈ લાગશે કોલેજમાં હતી તો પણ એને એવી બધી વસ્તુઓ જે બાળકોને ગમે એવી ખુબ ગમતી એને પોતાના સોકેશમાં એ ટેડીને રાખેલું મને આજે પણ યાદ છે જયારે હું તેના ઘરે ગયેલી ત્યારે એને બતાવ્યું હતું, સોકેશમાં ઘણી બધી વસ્તુઓ હતી જે આપણને જોતા જ ગમી જાય...... પ્રભાએ નીખલાસતાથી કહ્યું હા આજે પણ વિશ્વાસના ઘરે છે આ ટેડી પણ મેં ક્યારેય પૂછ્યું નહિ કે કોને આપેલું આ મને તો એમ કે વિશ્વાસ લાવેલો હશે દીદી માટે....


પ્રભાએ એક મુસ્કાન સાથે કહ્યું કેયા દીદી ચાલો આપણે હજી બાળકો સાથે વાતો કરવાની છે, અરે થોડી મિનિટો પહેલા તો હું તારી ક્લાઈન્ટ હતી અને અત્યારે તારી દીદી બની ગઈ? બંનેએ પેઇન્ટિંગ રૂમામાથી નીકળતા જ વિશ્વાસને બાળકોના ટોળાં વચ્ચે જોયો.... અને ત્યાં તે લોકો પણ ગયા..


વિશ્વાસ મારી મુલાકાત નહિ કરાવે તારા નાના નાના મિત્રો થી? હા કેયા દીદી આ બધા મારાં જ નહિ તમારા પણ એટલા જ મિત્રો છે જેટલાં મારાં અને પ્રભાના છે... કેમ પ્રભા સાચી વાત ને? હા.. હા દીદી પ્રભાએ ખુશી પૂર્વક કહ્યું...

વિશ્વાસએ બધાથી મુલાકાત કરાવી એટલામાં બપોરના ભોજનનો સમય થઇ ગયો અને બધાએ બાળકો સાથે આશ્રમમાં ભોજન કર્યું અને ત્યાં થોડો સમય વિતાવ્યો... વિશ્વાસએ આશ્વાસન આપતાં કહ્યું કેયા દીદી હવે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તમારો કેશ પ્રભા લડી રહી છે અને હું એને આસિસ્ટન્ટ તરીકે હેલ્પ કરું છું... ખોટ્ટું દીદી વિશ્વાસ મજાક કરે છે એ મારો બોસ છે મારાં કરતા en

સાંજ આમજ થઇ ગઈ અને હવે ઘરે જવાનો સમય થયો બાળકોએ ફરીથી વિશ્વાસને જોડે ટોળું બનાવીને ગળે લાગવા મંડ્યા અને બધાએ ત્યાંથી વિદાય લીધી....

પ્રભાએ કાર સ્ટાર્ટ કરી અને ધીરી ગતીએ રિવર્સ કરી આશ્રમના બહાર હાઈવે ઉપર ગાડી રવાના થઇ, થોડી વાતો થઇ અને કેયા બોલી વિશ્વાસ અને પ્રભા આજે તમે તો મને એક નવી ખુશી આપી હું બહુ ખુશ છું મારી બેસ્ટ ફ્રેન્ડનો ભાઈ મને મળ્યો અને ધારાનું સપનું પણ પૂરું થતા હું જોઈ રહી છું બસ ખોટ છે તો ધારાની..... કેયાના સવારમાં દુઃખ હતું વધારે કાયદામાં વધારે ખબર પડે છે દીદી.... મારાં દરેક કેશ માટે હું જાસૂસી એની જોડે જ કરવું છું દીદી...... પણ કઈ જાસૂસી પ્રભા અને કઈ રીતે.... કેયા દીદી એની ચતુરાઈ મને આજે પણ પહેલાની જેમ તાજુંબમાં લાવી દે એવી છે.... કેયા ફરીથી હસવા લાગી હા ચતુર તો હોય જ ને કારણકે મારો ભાઈ છે... સાચી વાત છે દીદી વિશ્વાસએ મુસ્કાન પૂર્વક કહ્યું...

ગાડી આગળ વધતી ગઈ અને કેયાને પોતાના ઘરે મુક્યા પછી પ્રભાએ કારને વિશ્વાસના ઘર નજીક લાવી તેને છોડતાં કહ્યંકે કેમ ડીટેકટીવ વિશ્વાસ જલ્દી મળીશું પણ એટલામાં તું મારી સપના વાળી પરી વિશે મને કહાની સંભળાવવા તૈયાર રહેજે અને આ વખતે તો કેયા દીદીને પણ કહેવું છે તારી સપનાની પરી વિશે ..... પ્રભા મજાકમાં બોલતી રહી અને વિશ્વાસ તેને સાંભળતા સાંભળતા હસ્તો રહ્યો...

ગાડી આગળ ચાલવા માંડી અને પ્રભાએ એક કવિતા ગાવાનું શરુ કર્યું

તું રહદાર છે તો શું ગમ છે ભલે જીવનમાં મુશ્કેલીઓ થીડી જ કમ છે.... તારી રહદારીનો મને ભ્રમ છે કે પછી તું જ નમ છે......

વધુ આવતા અંકમાં.......