"ઘણીવાર માણસમાં રહેલી સરળતા તેનું ભવિષ્ય નક્કી કરતી હોય છે '"
(પ્રભાની કાર આવી એટલે કેયાથી બોલાયું અરે જોવો કેયા આવી ગઈ અને પાછળથી કોઈએ કહ્યું અને હું પણ... )
અને હું પણ..... કેયા દીદી...
અરે આ પંક્તિ છે ને જેના વિશે વિશ્વાસ અને tu કહી રહ્યા હતા એજ છે ને? હા દીદી આ એજ નટખટ પંક્તિ છે પ્રભાએ હામી ભરતા કહ્યું...
થોડીવારમાં બધા બાળકો સાથે પંક્તિ રમવા લાગી....
આશ્રમમાં પહેલા ધોરણથી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા બાળકો હતા પણ આશ્રમમાં 1 થી 10 સુધીના જ વિદ્યાર્થીઓ હતા અને તે 11માં ધોરણમાં આવશે એટલે આશ્રમમાં high secondery school ખુલશે એવુ ત્યાંના અઘ્યપક ગણ અને આચાર્યનું કહેવું હતું..
પ્રભાએ બાળકો પાસે થોડો સમય વિતાવ્યો અને ત્યારબાદ કેયાને આશ્રમના બગીચાની મુલાકાત કરાવી.... બગીચામાં જાત જાતના ફૂલો હતા.. ખાસ કરીને ગુલાબ મુખ્યતવે પોતાની સુગંધ ફેલાવી રહ્યા હતા... આ જોઈ એકાએક કેયા બોલી ઉઠી અરે વાહ આ ગુલાબનો ગુલાબી મિજાજ ખુબ જ આનંદનીય છે અને સુસોભીત રીતે અહીંનું વાતાવરણ ખુબ જ આનંદનીય છે શું કહેવું તારું પ્રભા?... પ્રભાએ હામી ભરતા કહ્યું હા કેયા દીદી તમારી સાચી વાત છે પરંતુ આ બધી બાબતો અને અહીંનું વાતાવરણને ગુલાબી કરનાર આ બાળકો જ છે એમને જ આનો શ્રેય મળવો જોઈએ...
કેયાએ આતુરતા પૂર્વક પ્રભાની આંખમાં એક મુસ્કાન મહેસુસ કરી ત્યારબાદ પેઇન્ટિંગ વિભાગના વિદ્યાર્થીઓઓ પાસે આશ્રમમાં પ્રભાએ કેયાનું ધ્યાન આબેહૂબ દોરેલી ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા જોઈ અને ત્યાં જ તે આશ્ચર્ય ચકિત થઇ ગઈ... એને ભગવાન શ્રીકૃષ્ણ ની મૂર્તિ એ રીતે બનાવી હતી જેમાં દરેક અક્ષર રાધેશ્યામ નામના હતા રાધેશ્યામ નામથી ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીનું આબેહૂબ નિરૂપણ તેમાં કરેલું કેયાએ જોયું અને તેણે પ્રભાને કહ્યું જો પ્રભા આ પ્રતિભા કેટલી અમર છે.... પ્રભાએ કહ્યું આનું નામ કેશવ છે દીદી.... અરે વાહ કેશવ એ રાધેશ્યામની પ્રતિમામાં ખુદ કેશવરૂપી મનમોહન ક્રિષ્ના અને રાધાજીનું નિરૂપણ કર્યું છે.... હા દીદી આવતી વખતે હું તમારું પણ આજ રીતે પેઇન્ટિંગ કરીશ... થોડો વધારે સમય લઈને આવજો દીદી... અરે વાહ આ છે ને મજાની વાત તારું શું કહેવું પ્રભા... હા દીદી આપણે આવીશું . પ્રભાએ ખુશી પૂર્વક કહ્યું..
થોડી વારમાં જમવાનું ટેબલ ઉપર ગોઠવાઈ ગયું પ્રભાએ જમતી પહેલા શ્લોક બોલવાનું શરુ કર્યું...થોડીવારમાં બધા બાળકો સાથે કેયા અને વિશ્વાસે પણ શ્લોક બોલી જમવાનું પ્રારંભ કર્યું..
ॐ शान्ति: शान्ति: शान्ति:: ॥
જમવાનું પૂરું થયાં પછી આશ્રમના બાળકો જોડે એક મુલાકાત થઇ ત્યારે વિશ્વાસે કહ્યું સંગીત અને બીજા સપોર્ટ ટીમના બાળકો અત્યારે એક શિબિરમાં ગયેલા છે એ આવતા અઠવાડિયે આવશે એટલે તમને માલાવીશું કેયા દીદી
કેયાએ પ્રભાની સામે જોઈ એક મુસ્કાનથી કહ્યું હા જરૂર હું અને પ્રભા ઉત્સાહથી આવીશું... કેમ તમે જ દીદી હું પણ આવીશ પંક્તિ ત્યાં બેઠેલી બોલી, અરે હા નાનકી ગુડિયા તને પણ લાવીશું.... પંક્તિ ખુશ થઈને ફરીથી રમવા લાગી...
આશ્રમમાંથી ઘરે જવાનો સમય થયો અને બધા કરમાં બેઠા પંક્તિ પ્રભા સાથે પહેલા ઘરે જલ્દી પહોંચવા ગાડીમાં બેઠી પ્રભાની કાર આગળ ચાલવા માંડી પાછળ પાછળ કેયાએ વિશ્વાસની કાર ચલાવવાનું શરુ કરી ચોમાસુ પૂરું થતા જ કડકડતી ઠંડીમાં ગાડીના કાચ ઉપર ઓસની બૂંદો જમી જતી હતી એકાએક વિશ્વાસએ કહ્યું નેક્સ્ટ વીકમાં દીદી તમારે ફેમિલી કોર્ટમાં જવાનુ છે ડિવોર્સની ફાઈલ તૈયાર છે આપણે જરૂર કોશિશ કરીશું કેશ આપણા પક્ષમા આવે પણ ત્યાં વકીલને દલીલો માટે મનાઈ હોય છે પરિવાર અદાલતના નિયમો અલગ હોય છે તેથી તમારા ફેમિલી મેમ્બર તરીકે હું સાથે આવીશ.... પણ આ નિયમો કેવા આવે વિશ્વાસ? Tell me વિશ્વાસ....
વધુ આવતા અંકમાં