પ્રભાના કિનારાની રાહમાં - 5 vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રભાના કિનારાની રાહમાં - 5

ગત અંકથી શરુ



વીજળીના ચમકારા સાથે વરસાદમાં ભીંજાતી એક યુવાન યુવતી ફલરફુલ છત્રી સાથે ઘોર ગેલા થયેલા વાદળોના ટંકારાથી પોતાને છત્રી નીચે પણ ભીંજાવતી હવા સાથે દરિયા કિનારે જઈ રહી હતી હજી આ કલ્પના માત્ર કલ્પના જ હતી એવુ સાબિત કરી શકાય એ પહેલા અચાનક વાદળની ગર્જના થઇ અને બધી જ ભ્રમણા દૂર થતા એક લાંબા સ્વપ્ન સાથે વિશ્વાસે ઊંડા અને ડરથી ભરાયેલા શ્વાસે આંખો ખોલી....





બહાર બાલ્કનીમાં લગાવેલ કુંડામાના છોડોને ધીરે ધીરે વરસાદ પોતાની ભીનાશ આપી રહ્યો હતો, જમીન ભીંજાયેલી હોવાથી માટીની મહેક આખા ઘરમાં પ્રસરી રહી હતી, સવારના 5 વાગીને 18 મિનિટ થયાં એવુ સ્માર્ટ વોચએ બટન દબાવતા સંભળાવી લીધું, આગલી રાતે આવેલું સ્વપ્ન કઈ એમ જ ન હતું પરંતુ એ પહેલા પણ આ સ્વપન વિશ્વાસએ એની મનની આંખોથી જોયેલું એનો એને હજી પણ આભાસ હતો.




ઓફિસનો સમય થઇ ગયો હતો વિશ્વાસે પ્રભાના આગ્રહથી પ્રભાની હેલ્પ કરવા એક મર્ડર કેસના મુવકીલ બનવા તૈયાર થયેલી પ્રભાનો સાથ આપવા વિશ્વાસે હા પાડેલી કારણકે એ વિશ્વાસ અને પ્રભાનો ક્લાસમેટ હતો કોલેજમાં ભેગા દિવસો વિતાવેલા આજે વિશ્વાસ પ્રભાની ઓફિસમાં ગયો ઓફિસના ઓનર પ્રભાના કાકા જ હતા એટલે ઓળખાણનો કોઈ પ્રશ્ન જ ન હતો, અદાલતની સુનવાઈનો સમય 11 વાગ્યાનો હતો, એટલે પ્રભા અને વિશ્વાસએ જરૂરી કાર્યવાહી માટે બધા સબૂત એકત્રિત કર્યા હતા..



અદાલતની સુનવાઈનો સમય થઇ ગયો અને કોર્ટમાં જજએ પ્રવેશ કર્યો કેશ સેશન કોર્ટમાં જ હતો અને પ્રોસિક્યુટર પાસે કઈ સબૂત ન મળતા કેશની આંગલી તારીખ આપવામાં આવી કોર્ટમાં ડિફેન્ટ વકીલ તરીકે પ્રભાએ વિશ્વાસને કેશની માહિતી જણાવવાનું કહ્યું જેથી વિશ્વાસ પોતાની નવી શરૂઆત કરી શકે અને વિશ્વાસએ પહેલા જ પ્રશ્નથી પ્રોસિક્યુટરને સ્તબ્ધ કરી દીધા કે અમારા મુવકીલ ના બોસના dna રિપોર્ટ્સ માંથી કોકેન મળ્યું છે અને મૃત્યુ થવાનું કારણ પણ ડ્રગ્સનો high ડોઝ છે ના કે મારાં મુવકીલ અનિરુદ્ધના સાથે થયેલા ઝગડાથી આત્મહત્યા કરી છે એમને cctv ફોટેઝ માં પણ અનિરુદ્ધ પોતાના ટેબલ ઉપર બેસીને vfx ડિઝાઇન કરી રહ્યો છે ઝગડો તો એ પહેલા થયેલો આ ઉપરથી સાબિત થાય છે કે મારો મુવકીલ નિર્દોષ છે અને અમુક આજરાક તત્વો તેને ફસાવવા ખુબ આતુર બની રહ્યા છે એમની ઉપર પણ એકશન લેવામાં આવે સર.. જેથી કોઈ નિર્દોષને સજા ન મળે અને સજા અયોગ્ય રીતે ડ્રગ્સ આપવા વાળા માણસને યોગ્ય માણસને મળે જેને અનિરુદ્ધના બોસની કોફીમાં ડ્રગ્સ ઉમેર્યું... ટક ટક અવાજ આવ્યો અને જજ એ 15 દિવસ પછીની તારીખ આપતાં કહ્યું કોઈ નિર્દોષને ક્યારેય સજા નહિ મળે એ ન્યાયની ફરજ છે ત્યાર સુધી ડીટેકટીવની ટીમ અને ડિફેન્સ લોયરની ટીમ સાથે ખોજ કરશે સબૂતની આ આજનો નિર્ણય છે, સત્ય મેવ જયતે..



અદાલતમાંથી બહાર નીકળતા જ અનિરુદ્ધ વિશ્વાસને ભેટી પડ્યો અને એની આંખોમાં આંસુ આવી ગયા એ જોઈ પ્રભા બોલી હવે તું ટેન્શન મુક્ત છે અનિરુદ્ધ તારા મિત્ર વિશ્વાસએ તને કચેરીના ચક્કરમાંથી બચાવી લેવા રાત દિવસ એક કર્યા છે છેલ્લા અઠવાડિયાથી માત્ર આશ્રમ જ ગયો છે એ યોગા કલાસને પણ સમય આ કેશની સ્ટડી માટે અફસોસ ન આપી શક્યો પણ એની મહેનત જરૂર રંગ લાવી હવે નેક્સ્ટ વાર અદાલતમાં મારી કલમ બોલશે અને તું બા ઈજ્જત bari👍થઇ જઈશ આ ખોટા કેશથી..


ત્રણેય કારમાં બેઠા અને ધીરે ધીરે કોલેજના દિવસો યાદ કરવા લગતા અનિરુદ્ધએ કહ્યું બાસ્કેટબોલ રમવામાં વિશ્વાસ જેવો પકેયર મેં હજી સુધી નથી જોયો કોઈ બીજો પણ યાર એક્સીડેન્ટ પછી મેં પણ મારાં ભાણીયાને બાસ્કેટ બોલ શીખવવા તારી જોડે ન મોકલ્યો અને હવે એને ન ચાહવા છતાં છોડવું પધ્યું પોતાનું dhreem, ના હજી સપનું પૂરું થશે એને મારી જોડે દર રવિવારે આશ્રમમાં મોકલ હું એને શીખવાડીશ, આટલા વાક્યથી પ્રભાએ કારની બ્રેક મારી અને પૂછ્યું પણ કઈ રીતે વિશ્વાસ? એજ સાથે અનિરુદ્ધ પણ ઓચિતો ચોકી ઉઠ્યો પણ પણ વિશ્વાસ તું... જોઈશ કઈ રીતે...?

વધુ આવતા અંકમાં ✍️

✍️vansh prajapati (vishesh )