પ્રભાના કિનારાની રાહમાં - 7 vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રભાના કિનારાની રાહમાં - 7

ગત અંકથી શરુ



પ્રભાની આંખ અચાનક ખુલી ડરથી ભરેલી આંખોએ બાલ્કનીમાંથી આવતા ઠંડા પવનને મહેસુસ કરવા બાલ્કનીમાં લાગેલા હિંચકામાં બેસી ઘરની આગળ સોસાયટીની અવર - જવર જોઈ લગભગ સાડા છ વાગ્યાં હોય એવુ વાતાવરણ સૂર્યના આંશિક કિરણો દ્વારા રજુ થઇ રહ્યું હતું...




સાત વાગ્યાં ફ્રેશ થયાં પછી પ્રભાએ નાસ્તો કરવા ડાઇનિંગ ટેબલની ખુરશી ખસેડી અને ત્યાં નાસ્તો કર્યા બાદ ક્લાઈન્ટના ઘરે જવા નીકળી, શહેરથી લગભગ 5km દૂર આવેલા એક નાનકડા ગામમાં પ્રભાએ પોતાની કાર પ્રવેશ કરી પૂછ પરછ કર્યા પછી ઠેકાણે પહોંચાયું, ઘરની બહાર એક નાનકડી બાળકી રમી રહી રહી લગભગ 3 વર્ષની હોય એવુ પ્રભા અનુમાન લગાવી શકતી હતી એટલામાં તે બાળકીની મમ્મી બહાર આવી અને કહ્યું ઓ આવો પ્રભા મેડમ તમારી જ રાહ જોઉં છું, પ્રભાએ ઘરમાં પ્રવેશ મેળવ્યો અને ઘરની હાલત કબાડીના કબાડ ખાના જેવી હતી, વ્યાજે ધિરાણ ઉપર લીધેલા પૈસાનું ચકર્વતી વ્યાજ ગણી જમીનદારે એક ખેડૂત પરિવારની જમીન હડપી દીઘી આ સવાલનો જવાબ આપવા પ્રભાએ આશ્વાસન આપતાં ક્લાઈન્ટને કહ્યું આવતી કાલે એ જમીનદાર તમારી જમીન સાથે સાથે સુદ સમેત ચકવૃત્તિ વ્યાજ પણ પાછુ આપશે...




પ્રભાએ એ નાનકડી બાળકીને ઊંચકી એના માથા ઉપર વહાલ ભરેલા હાથથી કહ્યું શું નામ છે તારું? એની મમ્મીએ જવાબ આપ્યો પંક્તિ.... પ્રભાએ વહાલથી કહ્યું અરે વાહ આજે તો પ્રભાએ પંક્તિ જોડે વાત કરી... પંક્તિ ખીલખીલાટ હસવા લાગી અને પ્રભાને ટાટા કર્યા બાદ કાલી ગેલી ભાષામાં બોલી દિંદુ ચોકલેટ લેતા આવજો... પ્રભાએ એક સ્મિત સાથે કહ્યું હા નાની નાની પંક્તિ માટે હું મોટી ચોકલેટ લાવીશ, પ્રભાએ કારણે ગામમાંથી પાસેના હાઈવે ઉપર લીધી શોર્ટ કટ રોડ ઉપર કારએ ગતિ પકડી થોડીવારમાં કાર ઓફિસ આગળ આવીને ઉભી રહી... અને પ્રભા પોતાના કેબીનામાં પ્રવેશી ત્યાંજ વિશ્વાસ પણ બ્રેઈલ લિપિમાં જુના કેશ સ્ટડી કરી રહ્યો હતો એને ધીરજ પૂર્વક પૂછ્યું કેવી રહી ક્લાઈન્ટ અને નાની પંક્તિ સાથેની મુલાકાત? પ્રભા આશ્ચર્ય અને આતુરતાથી કહેવા લાગી ક્લાઈન્ટ તો બરાબર પણ તું પંકિતને કઈ રીતે ઓળખે, વિશ્વાસએ કહ્યું જયારે તું કોર્ટમાં હતીને 2 દિવસ પહેલા કાકા સાથે કેશની બારિકી જાણવા ગયેલી એ દિવસે જ આ પંક્તિ અને તેની મમ્મી કવિતા બહેન આવેલા અને મેં એને ચોકલેટ આપી હતી ત્યારે એને પોતાનું નામ જણાવેલું..




પ્રભા પણ મનમાં હસવા લાગી એને એક મુસ્કાન સાથે કહ્યું વિશ્વાસ તું પણ અતરંગી છે, ન હું ન જોઈ શકું એ તું મને બતાવી દે છે તારી આ ફિલોસોફી જ મને બહુ શીખવે છે...



વિશ્વાસે ફરીથી ફાઈલમાં હસતા હસતા પોતાના હાથ દ્વારા કેશની બારીકાઇ જાણવાની કોશિશ કરી અને પ્રભાએ પણ આવનારી કાલ માટે ગવાહી માટે ગવાહો એકત્રિત કરવાનું શરુ કર્યું,



કેશને વધુ બારીકાઇથી જાણવો અત્યંત જરૂરી છે પ્રભા મારે આજે મોડું થશે, તું હવે જઈ શકે હું uncle સાથે આવીશ એ મને મૂકી જશે ઘરે,.. પણ વિશ્વાસ મારે પણ હજી 2 ગાવાહોને કોલ કરવાનાં બાકી છે જેમનો નંબર લાગતો નથી એટલે મારે પણ થોડી વાર થશે. પ્રભાના અવાજમાં ચિંતા હતી વિશ્વાસ તેને આભાસી શકતો હતો પણ તે ચૂપ રહ્યો..



રાતનો સમય થવા લાગ્યો પ્રભાના ગાવાહો વાળી વાત ત્યાંજ અટકી અને આખરે બંને એ ગાડીમાં ઘરે જવાનુ નક્કી કર્યું, વિશ્વાસને ઘરે મૂકી બપોરે કોર્ટમાટે હું તને અહીં જ લેવા આવીશ તું દલીલો સાથે તૈયાર રહેજે, પ્રભાની વાતમાં હા કહી વિશ્વાસ ઘરમાં સ્ટિક દ્વારા પહોંચ્યો , રાત્રે જમ્યા પછી વિશ્વાસે વિચારોના વાયરમાં ઘેરાતા ખુદને મહેસુસ કર્યો બેડ ઉપર જ આવતી કાલે સત્યની જય અસત્યની પરાજયમાં મારો કેટલો ભાગ હશે એ કલ્પના સાથે તે ગાઢ નિંદ્રામાં ખીવાયો......



વધુ આવતા અંકમાં.......


રેટ કરો અને રિવ્યુ આપો

Khyati Pathak

Khyati Pathak 4 માસ પહેલા

GIRISH AHIR

GIRISH AHIR 4 માસ પહેલા

vansh Prajapati ......vishesh ️

vansh Prajapati ......vishesh ️ માતૃભારતી ચકાસાયેલ 4 માસ પહેલા

શેયર કરો