પ્રભાના કિનારાની રાહમાં - 1 vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રભાના કિનારાની રાહમાં - 1

પ્રભાના કિનારાની રાહમાં (ભાગ -1)

"  પ્રણય હંમેશા પ્રેરણા લેવા લાયક હોય છે, જાણે કોઈ અનકહ્યા સપનાની જેમ ઓચિંતા આવીને ભીજવી દે છે,"

આ કહાની પણ કંઈક એવી જ છે  પ્રણાયના પ્રયત્નોથી સપનાઓ સજાવતી પ્રભા અને તેની કલ્પનાની મંજિલની કહાની....

પહાડોથી ઝરણાં રૂપે નીકળેલી નદીઓ દરિયારૂપે પોતાના મોજા સાહીલ ઉપર ભીજવી રહયાનો અહેસાહ હતો, ગુલાબી ઠંડીમાં એક યુવાન  બાધાનો માણસ આગને પણ પીગાલી નાંખે એવી કડકડતી ઠન્ડીમાં દરિયા કિનારે સ્ટિક લઈને ફરી રહ્યો છે, ધીમે ધીમે તેના આવવાનો અવાજ વાતાવરણમાં ફેલાઈ ગયો, દરિયા કાંઠા નજીક આવેલા વિઘ્નહર્તા મંદિરમાં સવારના 6:18 એ તેને પોતાની પ્રાર્થના કર્યા પછી ઘર તરફ પ્રયાણ કર્યું,

હજી ઘરે આવતા આવતા સવારના 6:45 થઇ ગયા અને અહીં પ્રભાએ પોતાના સ્વપ્નમાં એક અનોખું દ્રશ્ય જોઈ એનાથી બોલાઈ જવાયું વિશ્વાસ......... પ્રભા તું ઠીક છે ને તેની મામીએ  એના માથે હાથ ફેરવતા કહ્યું..... હા ધીરા અવાજે પ્રભાથી બોલાયું.... તેના મામીના આશ્વાસન ભરેલા શબ્દો કંઈક આવા હતા" જો પ્રભા જે થવાનું હતું એ થઇ ગયું અને જે થશે એ પણ સારા માટે જ થશે..... પણ મમ્મી વિશ્વાસ.... અરે વિશ્વાસ ઠીક છે એને જીવનમાં સંઘર્ષ સાથે જીવવું પસંદ છે અને એ તારી પસંદ છે બસ તું પણ એના જેમ હિમ્મત રાખ જીવન હંમેશા અનમોલ છે ડર કરતા આશા અમર છે..... હા મમ્મી'  આટલુ કહી પ્રભાએ દિવસની શરૂઆત કરી...

પ્રભાએ  ફ્રેશ થઈને રોજની જેમ પોતાના પગ ઓફિસમાં જવા માટે અનુસર્યા, ઓફિસમાં જતા એ વિચારોમા ખીવાયેલી હતી  પણ ઠંડીના વાયરમાં એને ઘણી ચિંતાઓ સતાવી રહી હતી પણ એટલામાં ઓફિસે એ પહોચી ગઈ અને એના ટેબલ ઉપર  એક diworce પપેર્સની ફાઈલ આવી ગઈ.. અને એ પોતાના કામમાં લાગી ગઈ.... બપોરે કેન્ટીનમાં એને બ્રન્ચ કરતા કરતા ઓફિસની તેની ફ્રેન્ડ સુનિતા મળી અને બંનેએ ઘણી વાતો કરવા માંડી વાતમાં એને કહ્યું શું કરે છે વિશ્વાસ? એ બ્રેઈલ શીખી ગયો? હા એને ઘણી અનોખી શરૂઆત કરી એ અકસ્માત પછી એને મને પણ ઘણું આશ્વાસન આપ્યું છે...પણ તે હજી એ દીવસે એ કઈ રીતે એ અકસ્માતનો ભોગ બન્યો એ હજી ન જણાયું? સુનિતા બીજાને અજવાળું આપનાર દીવાની નીચે હંમેશા અંધકાર જ હોય છે  એ દિવસે......

જીવન આવું જ હોય છે હંમેશા અનેક કડીઓ આગળ એવી મૂકી દેતું હોય છે જેને સમજવી આપણી માટે બહુ જ મુશ્કેલ હોય છે, પ્રણયથી લઈને અગ્નિ સુધીનો સફર કઈ ઘડીએ આખરી બને એ જાણવું ખુબ જ મુશ્કેલ બની રહેતું હોય છે, કારણકે આ જીવનની ફિલોસોફીને સમજવી ખુબ જ મુશ્કેલ  છે,

ઘણીવાર દિવસે જોયેલ ખુલે આંખેના સપના પણ સાચા લાગતા નથી અને ઊંઘમાં આવતા કલ્પિત સપનાઓ આપણને   ભૂતકાળની વાસ્તવિકતા સાથે  જકડી રાખતા હોય છે, આનું નામ જ લાઈફ છે, હંમેશા કંઈક અલગ જ વાસ્તવિકતા નજરે મૂકતી હોય છે એટલે જ આ જીવન અગત્યનું છે, જાણે સત્યની ખોજ જેવું,

આવી જ ફિલોસોફી આ કહાનીમા છે, જેને તમે દુનિયામાં શોધતા હોવ એ ક્યાંક તમારી નરી આંખે ન જોઇ શકો તમે, એજ રીત છે અને એજ આ દુનિયાની વાસ્તવિકતા બતાવે છે, કારણકે  કોણ ક્યારે રંગ બદલે ક્યારે છળ કરે એ જાણવું ખુબ જ મુશ્કેલ છે, કોઈને જાણવું અઘરું એટલું જ છે જાણે મીઠાના ઢગલામાં  ખાંડના દાણાને, પણ આખરે સત્ય બદલાતું નથી, સત્ય એ સામે ઉભું રહી પ્રશ્ન મૂકતું જ હોય છે, એજ વાસ્તવિકતા છે જીવનની જાણે અનોખી પહેલી.......

વધુ આવતા અંકમાં....

Vansh prajapati (vishesh )