Prem Asvikaar - 19 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અસ્વીકાર - 19

પછી બીજા દિવસે હર્ષ તૈયાર થઈ ને કોલેજ જવા નીકળી જાય છે. અને જુએ છે તો ઈશા ક્લાસ માં બેઠી હોય છે અને ફોન માં કોઈક ને વાત કરી રહી હોય છે. ત્યાં ક્લાસ માં કોઈ નથી હોતું પણ ઈશા જ્યારે હર્ષ ને જુએ છે એટલે ઈશા ફોન મૂકી દે છે અને હર્ષ ને બોલાવે છે.
હર્ષ અચકાઈ ને ત્યાં ક્લાસ માં જાય છે અને ઈશા ને મળે છે અને બંને વાતો કરે છે. ત્યાર પછી અજય પણ ત્યાં આવે છે અને ધીમે ધીમે ...બધા સ્ટુડન્ટ ત્યાં આવવા લાગે છે.
હર્ષ ત્યાં બેઠો હોય છે તો એ એકજ વિચાર કરવા લાગે છે કે હમણાં જે ઈશા કૉલ પર વાત કરતી હતી એમાં કોણ હશે? અને હું ગયો તો તેને કૉલ ને મૂકી કેમ દીધો હશે? એવા બધા ખ્યાલ આવવા લાગે છે.
ત્યાર પછી ક્લાસ ચાલુ થઈ જાય છે અને બધા ક્લાસ ભરવા કરવા લાગે અને જ્યારે બધા છૂટે છે તો બધા ફરી થી આગળ નાં દિવસ નાં જેમ ગાર્ડન માં બેસે છે....અને ખૂબ એન્જોય કરે છે.
હર્ષ એ વખતે ઈશા ની બધીજ અદાઓ ને નિહાળી રહ્યો હતો... એ વાત વાત માં એને ઘણું બધું પૂછી લેતો...એને એના ઘરના વિશે પણ પૂછ્યું હતું...
પછી ત્યાં નિધિ પણ આવે છે અને બધા ખૂબ એન્જોય કરે છે...
નિધિ ને બધી ખબર હતી કે હર્ષ ઈશા ને કેટલો પ્રેમ કરે છે પણ એ ઈશા ને બોલી નતી રહી....
થોડી વાર રહી ને બધા ઘરે જવા નીકળી ગયા અને રોજ નાં જેમ હર્ષ બસ સ્ટેન્ડ માં બસ ની રાહ જોવા માટે બેસી ગયો....
ત્યાં થોડી વાર પછી...ઈશા પણ બસ સ્ટેન્ડ માં આવી અને બોલી કે હજુ સુધી બસ નથી આવી?
હર્ષ બોલ્યો કે " ઓહ તમે અહીંયા?, તમે અહી ક્યાંથી? " ઈશા બોલી કે હા મારે તમારું કામ હતું એટલે હું અહીંયા આવી છું " " હા હા બોલો ને? " " એમાં કેવું છે કે આજે જે ક્લાસ માં ચલાવ્યું એ મે નોટ નથી કર્યું એટલે હું તમારી નોટ લેવા માટે આવી છું.." " ઓહ હા હા લઇ જાઓ કઈ વાંધો નહિ " " મને પેલા કીધું હોય તો હું તમને દુકાને આપુ જવા હતો ને...તમારે અહીંયા ધક્કો ખાવા ની ક્યાં જરૂર હતી...." " નાં નાં એવું નથી મને હમણાજ યાદ આવ્યું અને તમારો નંબર પણ ન હતો એટલે ....હું તમને કહી પણ નાં સકી "
હર્ષ ને ખબર પડી ગઈ કે ઈશા ને બુક ની નહિ પણ તેના નંબર ની જરૂર છે...
પછી હર્ષ જવાબ આપે છે કે....અરે હજુ સુધી તમને મારો નંબર નથી ....કોલેજ માં બધા નાં જોડે નંબર છે....એવું હોય તો નિધિ ને કીધું હતો તો એ આપી દે....
" નાં નાં એવું નથી પણ ...નિધિ ને ક્યાં હેરાન કરું..એટલે હું અહીંજ તમને રૂબરૂ મળવા આવી ગઈ "
" ઓહ કઈ વાંધો નહિ....લો આ મારી બુક ને .. મારો નંબર લખી લો ....કોઈક વાર કામ લાગશે.."
" અરે નાં નાં ....નંબર તો ચાલશે...એતો હું ...નિધિ જોડે થી હવે લઇ લઈશ...તમે કીધું ને એટલે...."
એટલું કહી ને ચાલવા લાગે છે.....
પછી હર્ષ નિરાશ થઈ જાય છે અને એ ત્યાં બેસી જાય છે...
ઈશા જતાં જતાં હસવા લાગે છે અને બોલે છે...કે બોલો તમારો નંબર....
હર્ષ એક દમ ઉભો થઈ જાય છે અને એ નંબર બોલે છે...
પછી ત્યાં થી...
ઈશા ચાલવા લાગે છે અને ...હર્ષ ની બસ પણ ત્યાં આવી જાય છે....

( મિત્રો આ વાર્તા માં ...પ્રેમ ની એક એક પળ મેહસૂસ થાય એના માટે ...વાર્તા તે રીતે રજૂ કરવા માં આવી છે...તો...જોઈશું મિત્રો આવતા ...ભાગ માં....)

બીજા રસપ્રદ વિકલ્પો