Magic Stones - 29 books and stories free download online pdf in Gujarati

મેજિક સ્ટોન્સ - 29

( તમે આગળનાં ભાગમાં જોયું કે ગોડ હન્ટર થી બચવા બધા સ્ટોન ધારી ઓ જંબોજ માં જઈને સંતાઈ જાય છે. જસ્ટિન ત્યાં રહીને કંટાળી જાય છે એટલે વ્હાઇટ એને જૂની લડાઈઓના કિસ્સા સંભળાવી દિવસ વિતાવે છે. બીજી બાજુ ગોડ હન્ટર ને એક પણ સ્ટોન ધારી વિશે માહિતી ન મળતાં ધરતી ઉપર તબાહી મચાવાનું ચાલુ કરી દે છે. હવે આગળ)

વ્હાઇટ અને જસ્ટિન ટેલીપેથી થી વિક્ટર ને કોન્ટેક્ટ કરે છે. વિક્ટર જોડે જોડાણ થાય છે.
' કેમ છે વિક્ટર ?' જસ્ટિન પૂછે છે.
' હું સારો છું. તમે બધા કેમ છો ?' વિક્ટર પૂછે છે.
' એમાં બધા પણ સારા જ છીએ. બસ અહીંયા એકલાં રહીને કંટાળી ગયો છું. તું સાથે હોત તો સારું થાત.' જસ્ટિન કહે છે.
' મને પણ તારી સાથે આવવું હતું પણ અહીંયા રહીને તમને માહિતી આપવા માટે કોઈ તો જોઈએ ને.' વિક્ટર કહે છે.
' ચાલ છોદ એ બધી વાત, ત્યાં ગોડ હન્ટર ની કોઈ ગતિવિધિ ચાલે છે ?' જસ્ટિન પૂછે છે.
' ગતિવિધિ ? અરે, એને કોઈ પણ સ્ટોન ધારી વિશે માહિતી ન મળતાં એ અકળાઈ ગયો છે અને તમને લોકોને બહાર કાઢવા માટે પૃથ્વીના લોકો ઉપર દમન ગુજારવામાં શરૂ કરી દીધું છે. રોજ પૃથ્વી ના કોઈ ને કોઈ દેશમાં એનો હુમલો ન થયો હોય એવું બનતું નથી.' વિક્ટર કહે છે.
' શું વાત કરે છે ?' વ્હાઇટ વચ્ચે ટપકે છે.
' તું અને સારા તો સલામત છે ને ?' જસ્ટિન પૂછે છે.
' હા અમે સલામત છીએ. મારા બોડીમાંથી મે ટ્રેકર હટાવી દીધુ છે એટલે ગોડ હન્ટર મને નય ટ્રેસ કરી શકે અને સારા નું તું ટેન્શન ના લે, મે સારા ની ફેસ આઈડી બદલી નાખી છે.' વિક્ટર કહે છે.
' વાહ, ખરેખર તું બહુ સ્માર્ટ છે.' જસ્ટિન કહે છે.
' યસ, આઈ એમ.' વિક્ટર અભિવાદન ઝીલતા કહે છે.
' ગોડ હન્ટર નું એવું કોઈ ઢીલું કામ જેનાથી આપણે ફાયદો ઉઠાવી શકીએ એવું કંઈ જણાય તો મને તરત જાણ કરજે અને પોતાનું અને સારા નું ધ્યાન રાખજે.' જસ્ટિન વિક્ટર ને કહે છે.
' ઠીક છે.' વિક્ટર આટલું કહે છે અને સ્ક્રીન બંધ થઈ જાય છે.

ગોડ હન્ટર પૃથ્વી ઉપર હુમલાઓ વધુ વધારી દે છે. વિવિધ દેશની ડિફેન્સ એજન્સી પણ ગોડ હન્ટર ની સેના ને ટક્કર આપી શક્તિ નથી. પૃથ્વી ના ખૂણે ખૂણે મૌતનું તાંડવ ખેલાય છે. ગોડ હન્ટર ની સાથે સાથે કમાન્ડર બેન, ડ્રેગન મેન, સાયન્તિસ્ત એન બધા જ મળીને ધરતીને ધમરોદી નાખે છે.

પૃથ્વી ઉપર વધતાં હુમલા અને માનવ સંહાર નેં કારણે જસ્ટિન નો ગ્રીન સ્ટોન એને ચિન્હિત કરે છે. જસ્ટિન બધું જાણતો હોવા છતાં પણ પોતે કંઈ કરવા માટે મજબૂર છે એમ વિચારી પોતાની જાત ને કોસે છે. જસ્ટિન પોતાના ઉપર ગુસ્સો થાય જાય છે અને બધા પાસે આવીને કહે છે.

' હું કાયરો ની જેમ મો છૂપાવીને નહિ બેસી શકું. ત્યાં મારા માણસો મરાય રહ્યા છે અને હું અહીંયા સંતાતો ફરી છું. થું છે મારા જીવન ઉપર.' જસ્ટિન ગુસ્સામાં કહે છે. ગુસ્સામાં એના ધબકારા વધી જાય છે.
' કોણે કહ્યું તું કાયર છે ? આપણાં માંથી કોઈ પણ કાયર નથી બસ આપણે સમય ને માન આપીએ છે. આપણો સમય આવશે ત્યારે આપણે બધું સુદ સાથે વસૂલ કરીશું.' બ્લેક કહે છે.
' મારા થી લોકોની મૃત્યુ બોજ નહિ વેઠાય. જોવ આ સ્ટોન ક્યારનો મને મેસેજ આપે છે.' જસ્ટિન ગ્રીન સ્ટોન બતાવે છે.
' તો તમે જ વિચારો ત્યાં શું હાલત થઈ હશે અને ત્યારે થતી હશે.' જસ્ટિન નિસાસો નાખતાં કહે છે.
' તું ધીરજ રાખ, ગોડ હન્ટર નાં પાપનો ઘડો ભરાઈ ગયો છે. ટૂંક સમયમાં જ એનો અંત થશે. બસ તું ધીરજ રાખ.' વ્હાઇટ જસ્ટિન ને કહે છે.
બધા જેમ તેમ કરીને જસ્ટિન ના ગુસ્સાને શાંત પાડે છે.જસ્ટિનનો ગુસ્સો શાંત થતાં બધા થોડી રાહત અનુભવે છે.
થોડા દિવસ પછી તેઓ ફરીથી વિક્ટર નો સંપર્ક કરે છે.
' વિક્ટર , ત્યાંની શું સ્તિથી છે ?' જસ્ટિન પૂછે છે.
' હાલત તો દિવસે દિવસે ખરાબ થતી જાય છે. તેઓ માણસો ને જાનવરોની માફક મારી રહ્યા છે.' વિક્ટર કહે છે.
' ત્રણેવ એક સાથે એક જગ્યા એ હુમલો કરી કરવા શું માંગે છે એ ખબર નથી પડતી મને.' જસ્ટિન કહે છે.
' નાં, પહેલાં તેઓ જ્યાં પણ જતા એક સાથે જતા હતા, પણ હમણાં તો તેઓ ટુકડી બનાવીને અલગ અલગ જગ્યાએ જઈને તબાહી મચાવે છે.' વિક્ટર કહે છે.
' આ વાત તારે મને પહેલાં કેવી જોઈતી હતી. આપણે જે તક ની રાહ જોઈ રહ્યા હતા એ તક આપણને મળી ગઈ છે.' વ્હાઇટ કહે છે.
' કંઈ તક.' વિક્ટર પૂછે છે.
' એ અમે તને મળીને કહીશું.' એમ કહી વ્હાઇટ જોડાણ કાપી નાખે છે.

બધા સ્ટોન ધારીઓને વ્હાઇટ ફરી ભેગા કરે છે.
' શું થયું કેમ આમ બધાને ઉતાવળમાં ભેગા કર્યા ?' બ્લેક પૂછે છે.
' હું ખબર જ એવી લાવ્યો છું કે તમે પણ સંભળીને ખુશ થઈ જશો.' વ્હાઇટ કહે છે.
' હવે જીજ્ઞાશા થાય મને પણ. જલ્દી બોલ.' બ્લેક કહે છે.
' ગોડ હન્ટર તરફ થી આપણે જે ભૂલ ની રાહ જોઈને બેઠા હતા એ તક આપણને મળી ગઈ છે." વ્હાઇટ કહે છે.
' આ તો સરસ સમાચાર છે, શું ભૂલ કરી એણે ?' બ્લેક કહે છે.
' ગોડ હન્ટર હવે જૂથમાં એક સાથે હુમલો કરવાને બદલે ટુકડીમાં હુમલાઓ કરવી રહ્યો છે. કમાન્ડર બેન, ડ્રેગન મેન, અને સાયન્તિસ્ટ એન ને અલગ અલગ જગ્યાએ મોકલી હુમલો કરાવે છે. જેનો આપણે ફાયદો ઉઠાવી શકીએ છીએ.' વ્હાઇટ કહે છે.
' કંઈ રીતે ?' બ્લેક પૂછે છે.
' આપણી સંખ્યા ઓછી છે. જો આપણા ઉપર એ લોકો જૂથમાં હુમલો કરશે તો આપણે ખતમ થઈ જાશું. પણ જો તેઓ અલગ અલગ હશે તો આપને પણ અલગ અલગ એક એક કરી એમની સાથે લડી શકીશું અને એમને મારી શકીશું. ગોડ હન્ટર ની તાકાત છે એની સાથેના માણસો. જો એજ નહિ રહે તો ગોડ હન્ટર ને તો આપણે પળમાં હરાવી શકીશું.' વ્હાઇટ કહે છે.
' તારી વાત ખરી છે. તો પછી તૈયાર થઈ જાઓ યુદ્ધ માટે.' બ્લેક કહે છે.

બધા ભેગા મળીને એક રણનીતિ બનાવે છે. એ રણનીતિ કોણ કોની સાથે લડશે એ નક્કી કરે છે.
' કમાન્ડર બેન વધુ શક્તિ શાળી છે માટે હું અને વ્હાઇટ એને રસ્તે થી હતાવિશું.' બ્લેક કહે છે.
' યેલો ડ્રેગન મેન સાથે બે બે હાથ કરશે એને એને પછાડશે.' વ્હાઇટ કહે છે.
' હું અને વિક્ટર સાયન્તિસ્ટ એન ને યમલોક નો રસ્તો બતાવી દઈશું.' જસ્ટિન કહે છે.
' બધા એ બળ ની જગ્યાએ બુદ્ધિ થી લડવું પડશે અને હા, જે પણ વ્યક્તિ યુદ્ધમાં જીતશે તે વ્યક્તિ બીજાની મદદ કરવા તરત ત્યાં પહોંચશે, સમજ્યાં બધા ?.' બ્લેક કહે છે.
' હા અમે સમજી ગયા.' બધા એક અવાજમાં જોરથી કહે છે.

વધું આવતાં અંકે...

( સ્ટોન ધારી ઓ એમની યોજના પ્રમાણે એક પછી એક ગોડ હન્ટર ના બધા માણસો ને રસ્તે થી હટાવવામાં કામયાબ થશે કે ગોડ હન્ટર ના માણસો તેઓના ઉપર ભારી પડશે ? જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ).)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED