Magic Stones - 27 books and stories free download online pdf in Gujarati

મેજિક સ્ટોન્સ - 27

( તમે આગળનાં ભાગમાં જોયું કે વ્હાઇટ રેડ અને બ્લૂ ને બચાવવાની કોશિશ કરે છે. પણ તેઓના ઘાવ એટલા ઊંડા હોય છે કે જાદુ પણ કામ આવતું નથી અને બંને મૃત્યુ પામે છે. બંને ને સ્ટોન ફેમિલીના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે છે. આ ઘટના પછી જસ્ટિન ડિપ્રેશનમાં આવી જાય છે. આખી ઘટના પાછળ તે પોતાને જવાબદાર ગણે છે. બીજી તરફ ગોડ હન્ટર સ્ટોનધારિઓની માહિતી મેળવવાં એના ગુપ્તચરોને ચારે બાજુ મોકલે છે. હવે આગળ)

' તમે ક્યાં આખરી રસ્તાની વાત કરો છો ?' વ્હાઇટ પૂછે છે.
' હવે આપની પાસે છેલ્લો ઓપ્શન એ છે કે આપણે થોડા સમય માટે આખી દુનિયાની નજરથી અદ્રશ્ય થઈ જઈએ.' બ્લેક કહે છે.
'તમે અત્યારની હાર માની લીધી ? હજી આપણે ચાર જીવિત છીએ અને લડી શકીએ છીએ.' વ્હાઇટ ગુસ્સામાં કહે છે.
' મે હાર નથી માની અને માનું પણ નહિ. હમણાં સમય ને માન આપવું પડશે તો જ સમય પણ આપણને માન આપશે.' બ્લેક કહે છે.
' હું સમજ્યો નહિ તમારી વાત.' વ્હાઇટ કહે છે.
' જો હમણાં આપણા બે સાથી મારી ગયા છે. આપની સેના પર જખ્મી છે માટે હમણાં આપણે કોઈ પણ યુદ્ધ લડી શકીશું નહિ. જો લડીશું તો આપણે કારમી હાર નો સામનો કરવો પડશે. આવી મૂર્ખામી તું પણ કરવા નહિ ચાહે.' બ્લેક કહે છે.
' તો તમે શું ચાહો છો ?' વ્હાઇટ પૂછે છે.
' મારું એવું માનવું છે કે આપણે એવી જગ્યાએ જતા રહીએ જ્યાં આપણને કોઈ શોધી નહિ શકે. આપણે જો ગોડ હન્ટર ની સામે નહિ આવીએ તો એ ઉન્માદમાં આવીને એવું કોઈ કામ જરૂર કરશે કે આપણને એને હરાવવાનો મોકો મળી જાય. હું ચાહું છું કે આપણે સારા અવસર ની રાહ જોઈએ. મુશ્કેલ પરિસ્થિતિમાં બળ ની જગ્યાએ બુદ્ધિ થી કામ લઈએ.' બ્લેક સમજતા કહે છે.
' તમારી વાતમાં દમ છે....' બધા સભ્યો એક સાથે કહે છે.
' આપણે ક્યાં જવું જોઈએ ?' વ્હાઇટ પૂછે છે.
' એવી જગ્યાએ જ્યાં આપણને કોઈ પણ વ્યક્તિ શોધી ન કરી શકે.' બ્લેક કહે છે.
' એવી કંઈ જગ્યા છે ?' વ્હાઇટ પૂછે છે.
' છે એક એવી જગ્યા અને તે પણ ધરતી ઉપર.' બ્લેક કહે છે.
' ઠેકાણું ?' વ્હાઇટ પૂછે છે.
બ્લેક વ્હાઇટ ને એક ઠેકાણા નું નામ કહે છે અને બચેલા સ્ટોન ધારીઓને ત્યાં લઈ જવા કહે છે.
' જસ્ટિન ને કહેજે કે તારા દોસ્ત ને કહે કે પળ પળ ની ખબર રાખે એને આપણે કોન્ટેક્ટ કરીએ ત્યારે જ ખબર આપે અને એને પણ સલામતી રાખવા કહેજે.' બ્લેક જતા જતા કહે છે.
' હું એને તમામ માહિતી આપી દઈશ.' વ્હાઇટ કહે છે અને બધા ત્યાં થી છૂટા પડે છે.
વ્હાઇટ એક મેસેજ જસ્ટિન ને છોડે છે. જસ્ટિન ને એ મેસેજ મળે છે અને એ મેસેજ ને ખોલે છે.
' આપણે થોડા દિવસ માટે અંદર ગ્રાઉન્ડ થવું પડશે. આપણે ક્યાં જવાનું છે એ હું તને મળીને કહીશ. તારા દોસ્ત વિક્ટર મે પળ પળ ની ખબર રાખવા કહેજે અને આપણે એને કોન્ટેક્ટ કરીએ ત્યારે આપણને જરૂરી માહિતી આપતો રહે.' મેસેજ પતી જાય છે.
જસ્ટિન વિક્ટર પાસે આવે છે અને કહે છે.
' વિક્ટર મારે થોડા દિવસ માટે અહીથી જવું પડશે. બ્લેક નો હુકમ છે. અમારા બધા ઉપર જીવનું જોખમ છે.' જસ્ટિન કહે છે.
' જવાનું ક્યાં છે ?' વિક્ટર પૂછે છે.
' સ્થાન ગુપ્ત રાખવામાં આવ્યું છે. મને પણ કહ્યું નથી.' જસ્ટિન કહે છે.
' ઓકે.' વિક્ટર કહે છે.
' અને હા, તને પળ પળ ની ખબર રાખવા માટે કહ્યું છે. અમે તને સામેથી કોન્ટેક્ટ કરી તારી પાસેથી માહિતી લઈશું, અને એ પણ કહ્યું છે કે તારો જીવ પણ જોખમમાં છે તો તું પણ સાવધાની રાખજે.' જસ્ટિન કહે છે.
' ઠીક છે, હું તમને અહિયાં ની બધી માહિતી આપતો રહીશ. તું પોતાનું ધ્યાન રાખજે.' વિક્ટર કહે છે.
' તું પણ પોતાનુ ધ્યાન રાખજે.' જસ્ટિન કહે છે અને એક બીજાને ગળે મળે છે. જસ્ટિન ઘરેથી નિકળતાં નીકળતા વિક્ટર ને કહે છે.
' સારા પૂછે તો કંઈ પણ બહાનું બનાવી દેજે.' જસ્ટિન કહે છે.
' એ બધું તું મારા ઉપર છોડી દે, હું બધું જોઈ લઈશ.' વિક્ટર કહે છે.
જસ્ટિન વિક્ટર ને અલવિદા કહે છે અને સ્ટોન નો ઉપયોગ કરી જસ્ટિન અંતર્ધ્યાન થઈ જાય છે.
બધા સ્ટોન ધારી ઓ એક જગ્યાએ ભેગા થાય છે.
' આપણે જવાનું ક્યાં છે ?' જસ્ટિન પુછે છે.
' જઈને જ જોઈ લેજે તું.' બ્લેક કહે છે અને એક ચપટી વગાડે છે. બધા પળ નાં પલકારામાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ ટેલીપોટ થઈ જાય છે. જગ્યા ને જોતા એમ લાગે છે કે આ પૃથ્વી ઉપરનો જ કોઈ વિસ્તાર હશે.
' આપણે પૃથ્વી ઉપર છીએ એ તો ખબર પડી ગઈ પણ કયા વિસ્તારમાં આપણે છીએ એ નથી સમજાતું.' જસ્ટિન કહે છે.
' પોતાની શક્તિ નો ઉપયોગ કરી જાણી લે.' વ્હાઇટ હસતાં હસતાં કહે છે.
જસ્ટિન જાદુનો ઉપયોગ કરી એક નક્શો ઉત્પન્ન કરે છે અને એ નક્શામાં પોતાની હાલની સ્થિતિ જુએ છે. જસ્ટિન જગ્યા જાણી જાય છે.
' કંબોજ.... આપણે કંબોજ ની ધરતી ઉપર છીએ હે ને.' જસ્ટિન કહે છે.
' હા, કેમ કે આ જગ્યાએ કોઈ ટ્રેકિંગ સિસ્ટમ કામ નથી કરતી.' વ્હાઇટ જસ્ટિન ને આંખ મારતા કહે છે.
આ તરફ ધરતી ના દરેક ખૂણે ગોડ હન્ટર એના જાસૂસ મોકલી જસ્ટિન અને એના સાથીઓની તલાશ કરાવે છે. વિક્ટર પણ એ માણસો ને ઓળખી લે છે જેઓ જસ્ટિન અને એના સાથીઓની તપાસ કરવા ત્યાં આવ્યા હોય છે.
બીજા દિવસ સારા વિક્ટર ને કોલેજમાં મળે છે.
' હાઈ વિક્ટર.' સારા કહે છે.
' હાઈ સારા.' વિક્ટર કહે છે.
' જસ્ટિન ક્યાં છે કેટલાં દિવસ થી દેખાતો નથી ? એનો ફોન પણ બંધ આવે છે.' સારા વિક્ટર ને પૂછે છે.
' એક ટેકનિકલ ઇવેન્ટ માં પાર્ટીસિપેશન માટે એને આમંત્રણ મળ્યું હતું. જસ્ટિન ત્યાં ગયો છે. એનો ફોન પણ ઘરે જ રહી ગયો છે.' વિક્ટર સારા ને જૂઠું કહે છે.
' જસ્ટિન મને કેમ કઈ કહેતો નથી ? બધું મારા થી છૂપાવે છે. તને બધું કહેવાય છે તો મને કેમ નથી કહેવાતું ? આવવા દે એને આજી વાર એની ખેર નહિ.' સારા ગુસ્સામાં કહે છે.
' હા, જસ્ટિન આવે ને ત્યારે તું એની બરાબર ની ખબર લેજે, પણ હમણાં અંદર ક્લાસમાં ચાલ, ક્લાસનો સમય થઈ ગયો છે ' વિક્ટર કહે છે.
' ચાલ ક્લાસમાં ઇડિયત.' એમ કહી વિક્ટર ને સારા ક્લાસમાં જાય છે.

આ તરફ ગોડ હન્ટર સ્ટોન ધારી ની શોધ વધુ ઉગ્ર બનાવી દે છે.

વધું આવતાં અંકે...

( ગોડ હન્ટર સ્ટોનધારિઓનું લોકેશન જાણવામાં સફળ થશે ? સ્ટોન ધારિઓ પોતાના ને ક્યાં સુધી સંતાડી રાખશે ? વધું જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ.')

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED