Magic Stones - 25 books and stories free download online pdf in Gujarati

મેજિક સ્ટોન્સ - 25

( તમે આગળનાં ભાગમાં જોયું કે સ્ટોન સમુદાય પોતાની સેના સાથે આર્ગો - એસ ગ્રહ પર ગોડ હન્ટર ની રાહ જુએ છે. ગોડ હન્ટર પોતે આવવાના બદલે એના સૈનિકો ને મોકલી આપે છે. ગોડ હન્ટર ત્યાં ન આવતાં વ્હાઇટ અને જસ્ટિન નિરાશ થાય છે. તેઓ પ્લાનિંગ બનાવી ગોડ હન્ટર ની પ્રેમિકા માઇરા ને મારી નાખે છે. જે જોઈ ગોડ હન્ટર રાતો પીળો થઈ જાય છે. હવે આગળ)

' તે જ કહ્યું હતું ને કે માઇરા બધા ને પહોંચી વળશે. જો એની શું હાલત કરી છે એ લોકોએ.' ગોડ હન્ટર કમાન્ડર બેન નેં કહે છે.
' પણ બોસ, ખરેખર માઇરા આ લોકોથી મરે એમ નહોતી. આ લોકો એ પ્લાનિંગ કરીને એને મારી છે.' કમાન્ડર ગાલ પર હાથ રાખીને કહે છે.
' શિપ ને આર્ગો - એસ ગ્રહ ઉપર લઇ જા. હવે હું એમને બતાવીશ કે ગોડ હન્ટર સાથે પંગો લો તો કેવી હાલત થાય.' ગોડ હન્ટર કહે છે.
' ઓકે બોસ.' કમાન્ડર બેન કહે છે અને શિપ ચાલુ કરી એને
આર્ગો - એસ ગ્રહ તરફ હંકારે છે.

આ તરફ જસ્ટિન અને વ્હાઇટ વાતચીત કરે છે.
' તને શું લાગે છે ગોડ હન્ટર આવશે ?' વ્હાઇટ જસ્ટિન ને પૂછે છે.
' મને વિશ્વાસ છે ગોડ હન્ટર જરૂર આવશે. આપણે એનો ઈગો હર્ટ કર્યો છે. એ ન ચાહતા પણ આપણી પાસે આવશે.' જસ્ટિન કહે છે.
' આપણી પાસે પૂરતા સિપાહીઓ નથી એનું શું ?' વ્હાઇટ કહે છે.
' આપણે ગોડ હન્ટર નું કામ છે સિપાહીઓ ની શું જરૂર છે ? આપણું લક્ષ્ય એક છે એ છે ગોડ હન્ટર નો ખાત્મો. એના માટે આપણે મરવું પડે તો પણ મરી જઈશું પણ એને રાખ બનાવીને જ જંપીશું.' જસ્ટિન જુસ્સામાં કહે છે. આ સાંભળી બધામાં નવી ચેતના આવી જાય છે.

ગોડ હન્ટર પોતાની સેના સાથે આર્ગો - એસ ગ્રહ ઉપર આવી ચઢે છે.
વ્હાઇટ ને એક શિપ પુર ઝડપે એમની તરફ આવતું દેખાય છે.
' લાગે છે ગોડ હન્ટર આવી ગયો.' વ્હાઇટ જસ્ટિન સાથે હાથ મિલાવી ને કહે છે.
ગોડ હન્ટર આકાશમાંથી સ્ટોન સમુદાય ની સેના ઉપર આગ વરસાવતો વરસાવતો આવે છે. વ્હાઇટ ની સેના જાદુથી એક મોટું કવચ બનાવી સૌને ગોડ હન્ટર ના હુમલાથી બચવાની કોશિશ કરે છે. ગોડ હન્ટર શિપ ને પર જડપે જમીન પર ઊભી કરી સીધો લડાઈના મેદાનમાં કૂદી પડે છે. ગોડ હન્ટર પોતાની સાથે બે મુખ વાળી તલવાર એને ઢાલ લઈ વ્હાઇટ ની સેના તરફ આગળ વધે છે. ગોડ હન્ટર ની પાછળ કમાન્ડર બેન અને એની સેના હોય છે. જેમાં મોટા મોટા જાનવરો અને દાનવો હોય છે. જસ્ટિન અને વ્હાઇટ આ દ્રશ્ય જુએ છે અને મનમાં તેઓ સમજી જાય છે કે આટલી મોટી સેના સામે ટકવું મુશ્કેલ છે. તો પણ વ્હાઇટ પોતાની સેના ને જુસ્સો આપી લડવા માટે પ્રોત્સાહિત કરે છે.
બંને જૂથોની સેનાઓ વચ્ચે ઘમાસાણ યુદ્ધ શરૂ થાય છે. બધા પોત પોતાની શક્તિ અને હથિયારોનો ઉપયોગ કરી લડે છે. ગોડ હન્ટર અને કમાન્ડર બેન પણ વ્હાઇટની સેના ઉપર કાળ બની તૂટી પડે છે. વ્હાઇટ અને બીજા સ્ટોન ધારી ઓ પણ ગોડ હન્ટર ની સેના ઉપર આક્રમણ કરે છે.
બંને તરફના યોધ્ધાઓ સામેના પક્ષના સૈનિકો ને ગાજર મૂળા ની જેમ કાપવા માંડે છે. ગોડ હન્ટર વ્હાઇટ ના સૈનિકોનો ખાત્મો કરી રહ્યો હોય છે. એવામાં રેડ ગોડ હન્ટર ના સૈનિકોને મારતો મારતો એક દમ ગોડ હન્ટર ની સામે આવી જાય છે. ગોડ હન્ટર અને રેડ સામ સામે થઈ જાય છે.ગોડ હન્ટર પોતાની બે મુખ વાળી તલવાર લઈને રેડ પર પ્રહારો કરવાનું શરૂ કરી દે છે. રેડ પણ પોતાના હેમર વડે ગોડ હન્ટર ના વારનો પ્રતિકાર કરે છે અને વળતી ટક્કર આપે છે.
બીજી તરફ કમાન્ડર બેન અને બ્લૂ એક બીજાની સામે ટકરાય જાય છે. કમાન્ડર બેન બ્લૂ ઉપર હુમલો કરે છે. બ્લૂ પણ પોતાના પરશુ વડે એના વાર ને રોકે છે અને સામે એને પણ જવાબ આપે છે.
ગોડ હન્ટર અને રેડ એકબીજાને બરાબર ની ટક્કર આપે છે. રેડ પોતાના સ્ટોન ના જાદુ અને હેમર નું મિશ્રણ કરીને ગોડ હન્ટર ઉપર જોરદાર હુમલાઓ કરે છે. ગોડ હન્ટર પણ પોતાનું મેજિક અને ગોડ સ્વોર્ડ ઉપયોગ કરે છે. ગોડ હન્ટર પોતાના બ્લેક મેજિક નો ઉપયોગ કરી ને ઘણા બધા રૂપ બનાવી લે છે અને રેડ ને કુંડાળામાં ઘેરી લે છે. રેડ નું કોણ અસલી ગોડ હન્ટર છે એ જાણવું મુશ્કેલ બને છે. બધા જ ગોડ હન્ટર મળીને રેડ ઉપર હુમલો કરે છે. રેડ બધા સાથે લડતાં લડતાં ખૂબ જખ્મી થાય છે. ત્યાં વ્હાઇટ આવી જાઈ છે અને રેડ ને ત્યાંથી કાઢી ને લઈ જાય છે.
બીજી તરફ બ્લૂ અને કમાન્ડર બેન ની લડાઈમાં કમાન્ડર બેન બ્લૂ ઉપર ભારે પડે છે. બ્લૂ લડાઈમાં ખૂબ જ જખ્મી થાય છે. જસ્ટિન કમાન્ડર બેન ને ચકમો આપી ને બ્લૂ ને ત્યાં થી કાઢીને લઈ જાય છે.
રેડ અને બ્લૂ ને બંને એક જગ્યાએ લાવીને બેસાડે છે.
' આ બંને ખૂબ જખ્મી છે આપણે જો એમનો ઈલાજ નહિ કરીએ તો તેઓ નો જીવ જાઈ શકે છે. આપની સેના ગોડ હન્ટર ની સેના ના મુકાબલે બહુ ઓછી છે માટે આપણે પીછે હટ કરવી પડશે નહિ તો આપણે વધું નુકશાન વેઠવું પડશે.' વ્હાઇટ જસ્ટિન ને કહે છે.
' તમે સાચું કહો છો. આપણે આપણી સેનાને લઈને જતી રહેવું જોઈએ. જીવતા રહીશું તો બીજી વાર પણ ગોડ હન્ટર ને હરાવી શકીશું.' જસ્ટિન કહે છે.
વ્હાઇટ પોતાની સેના ને પીછે હટ કરવા કહે છે. વ્હાઈટ જાદુનો ઉપયોગ કરી રેડ, બ્લૂ અને જસ્ટિન ને પોતાના ચિકિત્સાલયમાં ટેલિપોટ કરી દે છે.
જસ્ટિન અને વ્હાઇટ બ્લૂ અને રેડ ને અલગ અલગ ખાટલામાં સુવાડે છે.
' જસ્ટિન ફટાફટ પેલી લાલ બોટલ લઈ આવ.' વ્હાઇટ જસ્ટિન ને કહે છે.
' જી.' જસ્ટિન ફટાફટ લાલ બોટલ લઈ આવે છે.
વ્હાઇટ એમાં થી ઔષધિઓ કાઢીને વાટે છે અને એનો લેપ રેડ ના શરીર ઉપર જેટલા ઘા હોય છે એના ઉપર લગાડવા લાગે છે. રેડ દર્દ થી કણસવા લાગે છે.
' તું એમ કર પેલો બ્લૂ બોટલ લાવ અને એમાં રહેલી ઔષધિઓ વાટીને બ્લૂ ના ઘા ઉપર લગાવ, જલ્દી.' વ્હાઇટ કહે છે. જસ્ટિન તરત જ બ્લૂ બોટલ લાવે છે. એમાંથી ઔષધિઓ કાઢીને વાટે છે અને એનો લેપ બ્લૂ ના ઘા ઉપર લગાવે છે.
ઔષધિઓ લાગવા છતાં પણ રેડ અને બ્લૂ બંનેના ઘાવ ભરાતા નથી. લોહી સતત વહેતું જ રહે છે. બંને ની આંખો મિચાવા કહે છે વ્હાઇટ હવે અંતિમ માર્ગ તરીકે મેજિક વાપરવાનું વિચારે છે. વ્હાઇટ સંસ્કૃત માં અમુક મંત્રો નો જાપ કરે છે અને એના માંથી નીકળતી ઊર્જા રેડ અને બ્લૂ ના શરીરમાં નાખે છે.

વધું આવતાં અંકે...

( મંત્ર જાપ ની શક્તિ થી રેડ અને બ્લૂ બચી જશે ? બંને ફરી સારા થાય જશે ? માઇરા ની મૌત નો બદલો લેવા ગોડ હન્ટર હવે કયું પગલું ભરશે ? જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ'.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED