Magic Stones - 19 books and stories free download online pdf in Gujarati

મેજિક સ્ટોન્સ - 19


( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન સારો થઈ હોસ્પીટલ થી ઘરે આવી જાય છે. ત્યારબાદ વ્હાઇટ ના કહેવા પ્રમાણે જસ્ટિન ને સભામાં બોલાવવામાં આવે છે. જસ્ટિન સભા જાઈ છે અને બ્લેકના બધા સવાલોના જવાબ આપે છે. બ્લેક ગ્રીન ની ખુરશી ઉપર બેસવા જસ્ટિન ને અનુમતિ આપે છે. ગેલેક્સી - એસ ના ટાઇટેનિયમ ગ્રહ ઉપર હુમલા ની જાણ થતાં વ્હાઇટ અને જસ્ટિન ત્યાં પહોંચી જાય છે. કમાન્ડર બેન અને વ્હાઇટ ની લડાઈમાં વ્હાઇટ જખ્મી થાય છે. વ્હાઇટ ને બચાવવા જસ્ટિન જખ્મી હાલતમાં વ્હાઇટ ને લઈને ત્યાં થી ભાગી જાય છે. હવે આગળ)

જડીબુટ્ટી અને જાદુની મદદથી સ્ટોન ધારી ઓ વ્હાઇટ ને બચાવી લે છે. વ્હાઇટ થોડા સમયમાં સારો થઈ જાય છે.

ગ્રહોની ચાલમાં બદલાવ થઈ રહ્યો હતો. ગ્રહોની યુતિ બદલાઈ રહી હતી. એનો પ્રભાવ કદાચ પૃથ્વી ઉપર પણ થવાનો હતો.

આ તરફ સભા ફરી ભરાય છે. જેમાં આજે અત્યંત અસરકારક વાત પર વાતચીત થવાની હોય છે. બધા આવીને પોતાની જગ્યાએ ગોઠવાઈ જાય છે. વ્હાઇટ બ્લેક ની પરવાનગી લઈ બોલવાનું ચાલુ કરે છે.
' ગ્રહો પોતાનું સ્થાન બદલી રહે છે. સ્થાન ની અદલા બદલી ને કારણે બ્રહ્માંડ માં ઉથલ પાથલ થવાની શક્યતા બની શકે છે. આવા સમયે બુરાઈઓનું જોર વધી શકે છે. આપણે તકલીફ માં મૂકાઈ શકીએ છે. હું બધા સ્ટોન ધારીઓને નમ્ર અરજી કરું છું કે પોતાની સુરક્ષાનું પોતે ધ્યાન રાખવું પડશે. સમય કપરો છે પણ આપણે એમાં થી બહાર નીકળી જઈશું, બસ બધાએ થોડી સાવચેતી રાખવી પડશે.' વ્હાઇટ બધાને સંબોધીને કહે છે.

' તને ખબર છે વ્હાઇટ જ્યારે આવી સ્થિતિ પહેલા બની હતી ત્યારે શું થયું હતું ?' બ્લેક વ્હાઇટ ને પૂછે છે.
' હું એ સમય કંઈ રીતે ભૂલી શકું બ્લેક, એ સમય સ્ટોન ધારીઓ માટે કપરો હતો. નેક્રોમેન આપણાં લોકોની પાછળ હાથ ધોઈને પડ્યો હતો. આપણે છુપાઈ છુપાઈને રહેતા હતા. નેક્રોમેન ની તલવાર બ્લેક સ્વોર્ડ એ બ્રહ્માંડ માં તબાહી મચાવી મૂકી હતી યાદ છે ને.' વ્હાઇટ કહે છે.

' હા બધું યાદ છે. ભૂલવા ચાહું તો પણ ભુલાતું નથી.' બ્લેક કહે છે.
' અમને પણ એ કપરાં દિવસો યાદ છે.' બધા સ્ટોન ધારીઓ કહે છે.

વર્ષો પહેલાં....

બ્રહ્માંડ માં નેક્રોમેને તબાહી મચાવી દીધી હતી. નેક્રોમેન પાસે રહેલી બ્લેક સ્વોર્ડ નાં લીધે નેક્રોમેને બ્રહ્માંડ ના સારા સારાં યોદ્ધાઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. બ્લેક સ્વોર્ડ માં આસુરી શક્તિ રહેલી હોય છે. બ્લેક સ્વોર્ડ વ્યક્તિને લલચાવી તેના તરફ આકર્ષિત કરે છે. બ્લેક સ્વોર્ડ સામે વાળા વ્યક્તિને અમરત્વ નું સપનું બતાવે છે અને વ્યક્તિ ભોળવાઈ જાય છે. બ્લેક સ્વોર્ડ ને એક વાર હાથમાં લીધા પછી ધારણ કરનારા ને સારું ખરાબ નું કંઈ ભાન રહેતું નથી. અને એ એજ કરે છે જેવું બ્લેક સ્વોર્ડ એની પાસે કરાવે છે. બ્લેક સ્વોર્ડ ની મદદ થી નેક્રોમેને કેટલાય નાના નાના ગ્રહ તબાહ કરી દીધા હતા.
બ્રહ્માંડ ના બધાજ યોદ્ધાઓને હરાવ્યા બાદ નેક્રોમેન ની નજર સ્ટોન ધારી ફેમિલી ઉપર હતી. નેક્રોમેન સ્ટોન ધારી ઓ ઉપર હુમલો કરે એ પહેલાં સ્ટોન ફેમિલી એ નેક્રોમેન ને ટાઈટન ગ્રહ ઉપર જ ઘેરી લીધો હતો. નેક્રોમેન પાસે રહેલી
બ્લેક સ્વોર્ડ નાં લીધે તે એક સાથે સો દુશ્મનો સાથે પણ લડી શકતો હતો. નેક્રોમેન જે પણ ગ્રહ ઉપર જતો ત્યાં લાશોના ઢગલા ખડગી દેતો. ટાઈટન ગ્રહ નો નજારો પણ કઈક એવી જ હતો ચારે તરફ બસ લાશો જ પડેલી હતી. લાશો માંથી આવતી દુર્ગંધ માથું કપાવી નાખે એવી હતી.
બ્લેક અને એની ટીમ માટે નેક્રોમેન રોકવો એટલે લોઢાના ચણા ચાવવા જેવું હતું. તો પણ બધાએ હિમ્મત હાર્યા વગર
નેક્રોમેન સાથે ટક્કર લીધી. બધા એક એક કરી નેક્રોમેન ઉપર વાર કરી રહ્યા હતા પણ બ્લેક સ્વોર્ડ નાં લીધે બધા વારો નિષ્ફળ જતાં હતાં. નેક્રોમેન બ્લેક સ્વોર્ડ ની મદદ થી ટાઈટન ગ્રહ ને પણ નષ્ટ કરવાની તૈયારીમાં હતો. બ્લેક વિચારે છે કે એને રોકવા માટે બધાની શક્તિ એક સાથે લગાવવી પડશે. બ્લેક અંતિમ યુક્તિ તરીકે પોતે ગોબ્લેટ ધારણ કરે છે અને સૌ કોઈ પોતાની મરજી થી સ્ટોન ગોબ્લેટ માં મૂકી દે છે. હવે બધા સ્ટોન ની શક્તિ ગોબ્લેટ માં આવી જાય છે. એના જોરે બ્લેક ફરી નેક્રોમેન ને ટક્કર આપવા પહોંચી જાય છે. બંને વચ્ચે બહુ જ ભારે થી અતિ ભારે જંગ ખેલાય છે. ખૂબ લાંબી લડાઇ ચાલ્યા બાદ બ્લેક અંતિમ યોજના તરીકે બધા સ્ટોન ની ફૂલ પાવર નો ઉપયોગ કરી નેક્રોમેન ને જોરદાર જટકો આપે છે. ઝટકા નો પ્રભાવ એટલો જોરદાર હોય છે કે બ્લેક સ્વોર્ડ નાં ટુકડા થઈ જાય છે. આ તકનો લાભ લઈ બ્લેક નેક્રોમેન ને બંધી બનાવી લે છે.બ્લેક સ્વોર્ડ નાં ટુકડા સ્ટોન ટીમ પોતાની પાસે રાખી લે છે જેથી બ્લેક સ્વોર્ડ ફરી કોઈ ખોટા વ્યક્તિ નાં હાથમાં આવી જાય ને બ્રહ્માંડ માં તબાહી ના ઊભી થાય.

વર્તમાન સમયમાં....

' ત્યારબાદ આપણે એને લુસિયસ નાં હવાલે કરી દીધો હતો. લુસિયસે પછી નેક્રોમેનને બ્રહ્માંડની સૌથી મજબૂત જેલ ગણાતી નોવાની જેલમાં કેદ કરી દીધો હતો.' બ્લેક કહે છે.
' પણ આ બધી વાતો હમણાં કેમ કાઢી છે.' સિલ્વર પૂછે છે.
' આ વાત એટલા માટે કાઢી છે કેમ કે હમણાં આપણી પાછળ જે હાથ ધોઈને પડ્યો છે, એ ગોડ હન્ટર નેક્રોમેનનો માનેલો છોકરો છે.' વ્હાઇટ કહે છે.
' નેક્રોમેનની જેલમાં જ મૌત થઈ ગઈ હતી. પણ ગોડ હન્ટર એ એના બાપની મોતનો બદલો લેવા આખી જેલ ને જ નષ્ટ કરી નાખી હતી. જેલમાં રહેલા ખતરનાક હત્યારાઓને જેલમાંથી છોડાવી પોતાની ટીમ માં શામિલ કરી દીધા હતા.' બ્લેક કહે છે.
' ગોડ હન્ટર પાસે ભલે બ્લેક સ્વોર્ડ નથી પણ એ એના બાપ કરતા વધુ બુદ્ધિસાળી અને લડાઈમાં નિપૂણ છે. ગોડ હન્ટર અત્યારે જ એટલો શક્તિશાળી છે તો એની પાસે બ્લેક સ્વોર્ડ આવી જાય તો એ આપણા ને પણ પાણી ભરાવી શકે છે માટે બધા એ સાવધાન રહેવાની જરૂર છે. " વ્હાઇટ કહે છે. થોડીવાર બાદ સભાનો અંત આવે છે.

આ તરફ પૃથ્વી ના વાતાવરણ માં એક ફાઇટર પ્લેન દાખલ થાય છે. પૃથ્વી ના વાતાવરણ માં દાખલ થતાં એ સેટેલાઈટ ની નજરમાં ન આવે એ માટે એને પાઈલટ અદ્રશ્ય કરી દે છે. પ્લેન આવીને સીધું એમેઝોન ના જંગલમાં જઈને લેન્ડ કરે છે. રડારમાં એક વાર વાયુસેના ને કોઈ પ્લેન હોવાનું દેખાય છે પણ એ સિગ્નલ આવતું પણ બંધ થઈ જાય છે. સિગ્નલ વાળા લોકેશન પર વાયુસેના તપાસવા માટે એક જેટ મોકલે છે. તેને પણ કોઈ પણ વસ્તુના નિશાન મળતાં નથી.

વધું આવતાં અંકે...

( શું ગોડ હન્ટર બ્લેક સ્વોર્ડ ને હથીયાવી લેશે ? બ્લેક સ્વોર્ડ હાથમાં આવ્યા પછી ગોડ હન્ટર બધા સ્ટોન પણ છીનવી લેશે ? ફાઇટર પ્લેન કોનું હશે, ગોડ હન્ટર નું હશે કે પછી કોઈ અજાણ્યા વ્યક્તિ નું હશે જે કોઈ મુખ્ય કારણ થી ધરતી ઉપર આવ્યો હોઈ શકે ? જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ'.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED