મેજિક સ્ટોન્સ - 15 Nikhil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેજિક સ્ટોન્સ - 15


લેગોલાસ અને જસ્ટિન વચ્ચે બરાબર નો જંગ ખેલાય રહ્યો હોય છે. લેગોલાસ જસ્ટિન ઉપર પોતાની બધી જ તાકાત નો ઉપયોગ કરી જોર જોર થી ભાલા થી પ્રહાર કરે છે. જસ્ટિન પોતાની જાતને માંડ માંડ એનાં પ્રહારથી બચાવીને લડતો રહે છે.

જસ્ટિન વિચારે છે કે લેગોલાસ ને સીધી રીતે લડીને હરાવવો મુશ્કેલ છે માટે એને હવે કોઈ બીજી રીતે જ હરાવવો પડશે.

જસ્ટિન સ્ટોનની રિયલ પાવર નો ઉપયોગ કરવાનું વિચારે છે. જસ્ટિન આંખો બંધ કરીને ધ્યાન મગ્ન થઈ જાય છે. એકાએક ત્યાંનું વાતાવરણ બદલાવા લાગે છે. આકાશ માં વીજળીઓ થવા લાગે છે. કાળા કાળા વાદળ ઘેરાવા લાગે છે. ધૂળની ડમરી ઓ ઉડવા લાગે છે. એકદમ અંધકાર છવાઈ જાય છે. ધીમો ધીમો વરસાદ પણ શરૂ થઈ જાય છે.

લેગોલાસ જસ્ટિનની ચાલ સમજી જાય છે.


' તારા જાદુની અસર મારા ઉપર નથી થવાની.' લેગોલાસ એલ્વિસ ભાષામાં બોલે છે.

' જોઈશ...' જસ્ટિન એક જૂઠી સ્માઈલ આપી કહે છે.


લેગોલાસ અને જસ્ટિન ફરી લડવાનું ચાલુ કરે છે. જસ્ટિન આ વખતે જોરની જગ્યાએ બુદ્ધિ ની ઉપયોગ કરે છે. પોતાની કુદરતી તાકાત નો ઉપયોગ કરે છે. ઘડીક માં જસ્ટિન હવા ની જેમ આવીને લેગોલાસ પર તૂટી પડે છે. ઘડીકમાં અદ્રશ્ય થઈ જમીનમાંથી નીકળી ને તેના ઉપર હુમલો કરે છે. ઘડીકમાં વાવાઝોડું બનીને તેના ઉપર હુમલો કરે છે. જસ્ટિનની આ યુદ્ધ પદ્ધત થી લેગોલાસ હેરાન પરેશાન થઈ જાય છે અને જોર જોર થી ગુસ્સામાં ગર્જના કરવા લાગે છે.


આ તક ની લાભ લઈ જસ્ટિન એને આસમાની વીજળીનો એક જાતકો આપે છે પણ લેગોલાસ ત્યાં થી હતી જાય છે. ત્યાં થી હટવાનાં ચક્કરમાં તેનો ભાલો દૂર ફેંકાઈ જાય છે. જસ્ટિન આ ઉચિત લાગ જોતા જ તલવાર લઈ એના ઉપર કૂદીને આવી ચઢે છે. જસ્ટિન લેગોલાસ ઉપર તલવાર નો પ્રહાર કરે છે પણ તલવાર પેટ માં જવાને બદલે એની બાજુમાં ઘુસી જાય છે. લેગોલાસ દર્દથી કણસવા લાગે છે અને એક લાત મારી જસ્ટિન ને ફેંકી દૂર ફેંકી દે છે.લેગોલાસ નાં શરીર માંથી લોહી ની જેવું ભૂરું પ્રવાહી નીકળવા લાગે છે. લેગોલાસ માં લડવાની તાકાત રહેતી નથી. લેગોલાસ સરકતો સરકતો એના ભાલા પાસે પહોંચે છે અને જેમ તેમ બેઠો થાય છે. જસ્ટિન એના ઉપર દૂર થી તલવાર નો ઘા કરવાનું વિચારે છે અને નિશાન લે છે. લેગોલાસ ભાલા ને ત્રણ વાર જમીન પર થોડે છે. જસ્ટિન એના તરફ તલવાર ફેકે છે પણ એટલામાં એક પ્રકાશ પેદા થાય છે. પ્રકાશ બંધ થતાં જસ્ટિન જુએ છે તો લેગોલાસ ગાયબ થઈ ગયો હોય છે અને જસ્ટિનની તલવાર ત્યાં જ પડી હોય છે.

જસ્ટિન વિક્ટર પાસે આવે છે અને જસ્ટિન વિકટરને જોઈને રડવા લાગે છે.

બીજા દિવસે જસ્ટિન કોલેજ પહોંચે છે. જસ્ટિન ને જોતા સારા એની પાસે આવે છે જાણે એની રાહ જ જોઈને બેઠી હોય.

' જસ્ટિન...' સારા પાસે જઈને બૂમ પાડે છે.

' હાઈ સારા.' જસ્ટિન કહે છે.

' કાલે તું ગુસ્સામાં વિક્ટર નો હાથ પકડી એને ક્યાં લઇ ગયો હતો ?' સારા જસ્ટિન ને પૂછે છે.

' અરે એમાં કઈ ગભરાવા જેવું નથી. અમારા બેવ વચ્ચે તો નાની મોટો લડાઈ ચાલ્યાં કરે તારે બહું વિચારવાની જરૂર નથી.' જસ્ટિન સારા ને કહે છે.

' હું તો ડરી જ ગઈ હતી. મને એમ કે કંઈ મોટી વાત હશે.' સારા કહે છે.

' નાં તું વિચારે છે એવું કંઈ નથી.' જસ્ટિન કહે છે.

' વિક્ટર ક્યાં છે ? દેખાતો નથી આજે.' સારા જસ્ટિનને પૂછે છે.

' વિક્ટર પહેલાં જે સ્કૂલ માં હતો ત્યાંના ફાધર બીમાર છે. ફાધર એના પિતા સમાન છે, કેમ કે એમણે જ વિક્ટર ને ઉછેર્યો હતો. માટે વિક્ટર નું એમની ખબર લેવા જવું જરૂરી હતું.' જસ્ટિન સારાને જૂઠું બોલે છે.

' વિક્ટરે સારું કર્યું. કેટલા દિવસ પછી વિક્ટર આવશે ?' સારા કહે છે.

' ચોક્કસ સમય તો એણે કીધો નહોતો પણ ફાધર ની તબિયત પર આધાર રાખે છે. જો સમય સામાન્ય બીમાર હશે તો વિક્ટર તરત આવી જશે, જો બીમાર કોઈ મોટી હશે તો એને દિવસો વધુ લાગશે.' જસ્ટિન કહે છે.

' બરાબર..' સારા કહે છે

' હવે થોડું ભણી પણ લઈએ ?' જસ્ટિન કહે છે.

' હા ચાલ ક્લાસમાં જઈએ.' સારા કહે છે અને બંને હસતાં હસતાં ક્લાસમાં જાય છે.


આ તરફ ફરી સ્ટોન ફેમિલી ની એક સભા ચાલી રહી હોય છે જેમાં સામન્ય મુદ્દાઓ ઉપર વાત થઈ રહી હોય છે. એટલામાં સિલ્વર સ્ટોન હવામાં ઉડતો ઉડતો આવે છે અને આવીને ગોબલેત માં સમાઈ જાય છે. બધા આ દ્રશ્ય જોઈ ચોકી જાય છે. બધાની આંખો ફાટી જાય છે. બધા સમજી જાય છે નક્કી હવે સિલ્વર રહ્યો નથી.


' ક્યાં છે સિલ્વર.' બ્લેક બધાને સંબોધીને ગુસ્સામાં પૂછે છે.


કોઈ બ્લેક ને જવાબ આપતું નથી. બધા મૂંગા બેસી રહે છે.


' કોઈ મારી પ્રશ્ન નો જવાબ કેમ નથી આપી રહ્યું. ક્યાં છે સિલ્વર ? જેને ખબર હોય એ જવાબ આપે નહીં તો બધાને દંડ આપીશ.' બ્લેક ગુસ્સામાં કહે છે.

' સિલ્વર ફીયાસ પ્લેનેટ ઉપર થોડી જરૂરી જડીબુટ્ટી લેવા ગયો હતો, બસ મને એટલું જ ખબર છે.' બ્લૂ ડરતાં ડરતાં કહે છે.


તરત જ બધા સ્ટોન ધારીઓ ધ્યાન લગાવે છે. બધાને જાણ થઈ જાય છે કે બ્લૂની વાત સાચી છે. સિલ્વર ફિયાસ પ્લેનેટ પર હોવાના પુરાવા મળે છે.


બધા સ્ટોન ધારીઓ પાવરનો ઉપયોગ કરી ફિયાસ પ્લેનેટ ઉપર પહોંચી જાય છે. ત્યારબાદ તેઓ સિલ્વરના હોવાના પુરાવા આપતી જગ્યાએ પહોંચે છે. ત્યાં જઈને જુએ છે તો ત્યાં ગોડ હન્ટર ના સૈનિકોની લાશો પડેલી દેખાય છે. આજુ બાજુ નજર કરતા વ્હાઈટ ને એક સિલ્વર કપડું દેખાય છે. ત્યાં જઈને જોતા એક સિલ્વર કપડું પડેલું મળે છે જેના નીચે રાખ પડેલી હોય છે. રાખ ને જોતા તે સમજી જાય છે કે આ રાખ સિલ્વરની છે. વ્હાઇટ બધાને સિલ્વર રાખ બતાવે છે. ત્યાંનું વાતાવરણ દુઃખદ બની જાય છે. ફિયાસ પ્લાનેટ હવે સ્ટોન ધારીઓ માટે હવે સુરક્ષિત ન હોવાથી બ્લેક બધાને ત્યાંથી લઈને ફરી સભામાં પહોંચે છે.

સભાનું વાતાવરણ ગમગીન બનેલું હોય છે.કોઈના મુખ માંથી એક પણ શબ્દ નીકળતો નથી. વ્હાઇટ પોતાનો ગુસ્સો દબાવવાની કોશિશ કરે છે પણ એનો ગુસ્સો બહાર આવી જાય છે. વ્હાઇટ સભામાં ઉભો થઈ જાય છે અને સભાની વચ્ચે આવીને ઊભો રહે છે


' મેં તમને બધાને પહેલાં જ ચેતવણી આપી હતી કે ગોડ હન્ટર આવી રહ્યો છે અને એનો મુખ્ય ટાર્ગેટ આપણે જ છે. પણ મારી વાત કોણ સાંભળે. બધા મોટા છે એટલે આ નાના ની વાત કોણ સાંભળે, તો પછી હવે ભોગવો. આવું ને આવું રહ્યું તો બધા જ મરીશું યાદ રાખજો." એટલુ કહીને વ્હાઇટ સભામાંથી અદ્રશ્ય થઈ જાય છે.


વધું આવતાં અંકે...


( ગોડ હન્ટર એક પછી એક બધા સ્ટોન ધારીઓને મારી નાખશે ? વિક્ટર ખરેખર મરી ગયો ? લેગોલાસ શું ફરી બદલો લેવા આવશે ? જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ '.)