મેજિક સ્ટોન્સ - 13 Nikhil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેજિક સ્ટોન્સ - 13

વિક્ટર કૉલેજ માં જવાને બદલે સીધો ઘરે જ આવે છે. ઘર ની એક ચાવી જે જસ્ટિને વિક્ટર ને આપી હોય છે તેના થી વિક્ટર દરવાજો ખોલી ઘરમાં પ્રવેશે છે. વિક્ટર ઘરમાં ઘૂસતાં ની સાથે ગ્રીન સ્ટોન શોધવા લાગી જાય છે. ઘરના બધી જ વસ્તુંઓની તલાશી લેવા માંડે છે. કબાટ, પલંગ, ટેબલ નાં ખાના, વગેરે બધામાં જ શોધખોળ કરવા છતાં પણ વિક્ટર ને ગ્રીન સ્ટોન મળતો નથી. ગ્રીન સ્ટોન ના મળતાં વિક્ટર લાલ પીળો થઈ જાય છે, એના ગુસ્સો હદની પાર જતો રહે છે.
વિક્ટર તરત જ એક યત્ર બહાર કાઢે છે અને કમાન્ડર બેન ને સંપર્ક કરે છે. સિગ્નલ મળતાં જ કમાન્ડર બેન જોડે જોડાણ થાય છે.
' બોલ વિક્ટર.' સામેથી બેનનો અવાજ આવે છે.
' જસ્ટિન નું કામ તો મે તમામ કરી દીધું પણ જસ્ટિન પાસે કે એના ઘરમાં ક્યાંય ગ્રીન સ્ટોન નથી. હવે બીજે તો હું ક્યાં શોધું ?' વિક્ટર કમાન્ડર બેનને કહે છે.
' જો વિક્ટર બોસ બહું ગુસ્સામાં છે, તને એમને કેટલો સમય આપ્યો, મહિનાઓ નીકળી ગયા તો પણ તે કામ પતાવ્યું નહિ. એક કામ કર્યું એમાં પણ તું કહે છે કે તને સ્ટોન નથી મળતો ? સાંભળ તારો પાસે હજી કાળ સુધી નો સમય છે સ્ટોન શોધી કાઢ નહિ તો બોસ બીજાને કામ આપી દેશે. પછી તારું શું થશે એ તો તને ખબર જ છે.' કમાન્ડર બેન ગુસ્સામાં કહે છે.
' ઠીક છે, હું કઈ પણ કરીને કાલ સુધીમાં સ્ટોન શોધી લઈશ.' એટલું કહેતાં ની સાથે જોડાણ કપાય જાય છે.
વિક્ટર મનમાં વિચારે છે કે સ્ટોન અહીંયા પણ નથી તો હશે ક્યાં ? વિચારવામાં આખો દિવસ નીકળી જાય છે.
વિક્ટર જસ્ટિન ના બધા જ અંગત મિત્રો ને પૂછી જુએ છે પણ તેઓ પાસે પણ ગ્રીન સ્ટોન કે એને લગતી કોઈ માહિતી મળતી નથી.
વિક્ટર બીજા દિવસે કૉલેજ જેને સૌથી પહેલા સારાં ને જઈને મળે છે. સારા એની મિત્રો સાથે વાત કરી રહી હોય છે.
' સારા, જરા બાજુમાં આવને મારી તારી સાથે થોડી અંગત વાત કરવી છે.' વિક્ટર કહે છે. સારા એની મિત્રો પાસે પરવાનગી લઈ વિક્ટર સાથે એકતરફ આવીને વાત કરે છે.
' સારા, તને જસ્ટિન કોઈ વસ્તુ મૂકવા આપી છે ? કોઈ બોક્સ કે કોઈ ગ્રીન ચમકદાર સ્ટોન વાળું કોઈ બ્રસ્લેટ કે કોઈ હાર એવું કંઈ ?' વિક્ટર સારા ને પૂછે છે.
' નાં, એને મને કોઈ પણ વસ્તુ મને મૂકવા નથી આપી. એ બધી તો વાત દૂર એને મને હજી કોઈ ગિફ્ટ પણ નથી આપી.' સારા ખુલાસો કરતા કહે છે.
' ઓકે.' વિક્ટર નિરાશ વદને કહે છે.
' પણ જસ્ટિન છે ક્યાં ? કાલ નો દેખાતો નથી ? ' સારા વિક્ટર ને પૂછે છે.
' મને પણ નથી ખબર. બે દિવસ થી ઘરે પણ નથી આવ્યો અને એનો ફોન પણ બંધ આવે છે.' વિક્ટર કહે છે.
' હા, મે પણ એને ઘણાં ફોન કર્યા પણ એનો ફોન બંધ આવે છે. કદાચ આગળ ની જેમ એનો ફોન ફરી લો બેટરી ના કારણે બંધ થઈ ગયો હશે.' સારા કહે છે.
' હા બની શકે છે. જસ્ટિન કશે મોટા કામમાં હશે એટલે ફોન પણ નથી કરતો. એનું ટેન્શન લેવાની જરૂર નથી એ આવી જશે.' વિક્ટર કહે છે.
' પણ એવું કોઈ વાર આવું નથી બન્યું કે એક દિવસ થી વધારે થયું હોય ને જસ્ટિને મારી સાથે વાત ન કરી હોય. મને કંઈ સારું નથી લાગી રહું.' સારા વિક્ટરને કહે છે.
' તું વધારે દિમાગ ઉપર ભાર ના આપ. જસ્ટિન જલ્દી આવી જશે.' વિક્ટર સારા ને કહે છે.
' કદાચ તું સાચો હોઈશ.' સારા વિક્ટર ને કહે છે.
' ક્લાસનો સમય થાય ગયો છે. ચાલ ક્લાસમાં જઈએ.' વિક્ટર સારા ને કહે છે
' હા, ચાલ.' સારા કહે છે.

સારા અને વિક્ટર ક્લાસમાં જઈ લેક્ચર ભરે છે. બે લેક્ચર પત્યા બાદ ત્રીજો લેક્ચર ચાલુ થાય છે. ચાલુ લેક્ચર માં એક છોકરો ક્લાસમાં આવે છે.
'મે આઈ કમ ઈન સર ?' પેલો છોકરો કહે છે.
' આવી જા જસ્ટિન.' સર કહે છે.
જસ્ટિન નું નામ કાન ઉપર પડતાં જ વિક્ટર દરવાજા તરફ જુએ છે. વિક્ટર ને જસ્ટિન ક્લાસમાં આવતો દેખાય છે. વિક્ટર ને પોતાની આંખો ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. પોતે જેને મારીને ધોધમાં ફેંકી દીધો હતી તે એની આંખો ની સામે જીવંત અવસ્થામાં હતો.વિક્ટર હવે સમજી જાઈ છે કે એની પોલ હવે ટૂક સમયમાં ફૂટવાની છે. જસ્ટિન વિક્ટર ની પાસે આવીને બેસી જાય છે. સારા ની નજર જસ્ટિન તરફ હોય છે જસ્ટિન પણ સારા તરફ જોઈને જૂઠી સ્માઈલ આપે છે. વિક્ટર કંઈ પણ બોલ્યા વગર છાનો માનો બેસી રહે છે.
લેક્ચર પત્યા બાદ તરત જ સારા જસ્ટિન પાસે આવી જાઈ છે.
' તું બે દિવસ ક્યાં જતો રહ્યો હતો. તને કેટલા ફોન કર્યા અમે. તારો ફોન આગળની જેમ સ્વીચ ઓફ આવતો હતો.' સારા જસ્ટિન ને કહે છે.
' હું તને તારી બધી વાતોનો જવાબ આપીશ હમણાં નહિ.' જસ્ટિન સારા ને કહે છે.
' તું ચાલ મારી સાથે મારે તારું કામ છે.' એમ કહી જસ્ટિન વિક્ટર નો હાથ પકડી ક્લાસની બહાર લઈ જાય છે.
' થયું શું છે ? તું આમ વિક્ટર ને ક્યાં લઇ જાય છે ?' સારા જસ્ટિન ને પાછળ દોડતાં દોડતાં પૂછે છે.
' તું જા અહીંયાથી, હમણાં હું તારા કોઈ સવાલનો જવાબ આપવા નથી માંગતો.' જસ્ટિન સારાને ગુસ્સામાં કહે છે.
જસ્ટિન વિક્ટર ને કાર માં બેસાડીને એક સુની જગ્યા તરફ ગાડી લઈ જાય છે. એક સૂમસામ જગ્યા જોઈ જસ્ટિન ગાડી ઉભી કરી દે છે. જસ્ટિન વિક્ટર ને હાથ પકડી બહાર કારની બહાર કાઢે છે.
' હવે તું મને પૂછ્યા વગર બધું સાચે સાચું કહીશ .' જસ્ટિન વિક્ટર ને પૂછે છે પણ વિક્ટર મૌન રહે છે.
' તું કોણ છે ? તને મને મરવા માટે કોને મોકલ્યો છે ? મને મરવા પાછળ તારો શું સ્વાર્થ છે ?' જસ્ટિન વિક્ટર ને પૂછે છે.
' મારું નામ વિક્ટર છે. હું યુનિવર્સ નો એક યોદ્ધા છું મતલબ કે એક સોપારી કિલર છું. મને તને મારવાં અને તારી પાસે થી ગ્રીન સ્ટોન લાવવા માટે સોપારી આપવામાં આવી હતી.' વિક્ટર જસ્ટિન ને ચોખવટ કરતા કહે છે.
' મને મારવા માટે તને સોપારી કોને આપી ?' જસ્ટિન વિકટર ને પૂછે છે.
' ગોડ હન્ટરે.' વિક્ટર જસ્ટિનને કહે છે.
જસ્ટિન વિક્ટર નું ગળું પકડી કારના બોનેટ પર પટકે છે.
' તું સાચું બોલે છે ?' જસ્ટિન ગુસ્સામાં વિક્ટર ને પૂછે છે.
' હું સાચું બોલું છું.' વિકટર જસ્ટિન ને પોતાનું ગળું છોડાવતા કહે છે.

વધું આવતાં અંકે...

( જસ્ટિન શું કરશે વિક્ટર ને મારી નાખશે ? શું વિક્ટર જસ્ટિન ને ફરી ચકમો આપવામાં સફળ થશે ? શું જસ્ટિન વિક્ટર ની સચ્ચાઈ સારા ને જણાવી દેશે ? જાણવા માટે વાચતા રહો 'મેજિક સ્ટોન્સ'.)