"
ચૂટણી આવી ભાઈ ચુંટણી આવી ". હવે ગુજરાતની ચુંટણી આવી, મતદાન માટે પડાપડી, ખોટા લોભામણા વચનો, ભાજપ કોઈ કે કોંગ્રેસ હોય કે AAP દરેક માટે ચુંટણી અગત્યની? 🤔.
પાંચ વર્ષ સુધી કોઈ નહીં દેખાય, શું તમને યાદ છે તમારી બેઠક પર છેલ્લા ઉમેદવાર ચુંટણી પછી પ્રજા વચ્ચે ક્યારે દેખાયાં? 🤔,
તમારા શહેરમાં વિકાસ થયો? 🤔. ફલાણી સરકાર આવી, ફ્લાણી સરકાર તેવી, આ બધું જવા દો તમે છેલ્લી ચુંટણીમાં મત આપવા ગયા હતા? 🤔. જો હા તો સરસ, એક દેશના ઉત્તમ નાગરિક તરીકે તમારી ફરજ નિભાવી, નથી ગયા? તો પછી સરકારે આમ કર્યું, આ સરકાર આમ નથી કરતા, આમ કરે છે, ફલાણી વસ્તુ સાચી છે, આ ખોટી છે, વિરોધ કરવો એ બધાનો તમને અધિકાર નથી. શું કહ્યું જી હા "
તમારો મૂળભૂત અધિકાર તમે નિભાવતા નથી, તો પછી વિરોધ શેના માટે ભાઈ? 🤔"
કોઈ સરકાર નથી ગમતી, વાંધો નઈ અમને એય ક્યાં ગમે છે, કોઈને vote નથી દેવો, વાંધો નઈ
NOTA( ઉપર પૈકી એક પણ નહીં) ને આપી દો,
NOTA એટલે એક પણ નહીં,. એટલે આ પાર્ટી ને બીજી પાર્ટી વચ્ચે તમને માથાકૂટ હોય કોને વોટ આપવા તો આ સારો રસ્તો છે, એક વાત કહું પુણે માં એક વખતે
86% vote
NOTA ને મળ્યો, એટલે ટૂંકમાં કહું તો વોટ આપજો ભાઈ, છેલ્લે NOTA તો NOTA. તમને ખબર છે તમારો વોટ કેટલો કીમતી છે? 🤔 ક્યાંથી ખબર હોય. જાણકાર હોય તો વોટ દેવા માટે જતા હોય 😅, તમને એમ થાય કે ભાઈ હું એક જઈશ કે નહીં જવ શું ફરક પડે? પણ તમારી જાણકારી માટે કહી દવ કે "
હિટલર જર્મનીની ચુંટણીમાં એક વોટથી જીત્યો હતો અને પછી શું થયું એ તો આપ જાણો છો". આથી આળસ મૂકી વોટ આપવા જાવ. આતો કહેતા કહેવાય ગયું
પછી કહેતા નહીં કે કીધું નહોતુ 😅.
વોટ આપ્યો એટલે વાત પૂરી? 🤔 એમ?, ના ભાઈ જો કામ ના થાય તો વિરોધ કરવાનો ભાઈ. મેં જોયું કે દરેક સિટી ના લોકો કહે છે કે 'ભાઈ આ કામ નથી થયું, ભાઈ રસ્તા સારા નથી, પણ તમે એને માટે રજૂઆત કરી? 🤔. 1000 લોકો કહેશે આમ નથી સારું તેમ નથી સારું પણ ભાઈ સારા બનાવવા આગળ આવો. ઘરે લાઇટ જાય તો કેવી ફરિયાદ પર ફરિયાદ કરે છે, કેમ? 🤔 એ તો ઘર છે city? 🤔 ત્યાં તો કહેશે ભાઈ આપણે શું?., ભાઈ તમારા આપણે શું ના લીધે જ એ લોકોને ફાવતું જડે છે. જ્યાં એકતા બતાવાની ત્યાં બતાવો. કામ કેમ ના કરે.?
ચુંટણી છે એ કાર જેવી છે 😅. ડ્રાઇવરને પોતાની ગાડી સંભાળવા આપો છો, કેટલા ધ્યાન રાખો છો, ભાઈ સામે ખાડો છે, સામે રસ્તો ખરાબ છે, ભાઈ ધ્યાનથી મોટું વાહન આવે છે, ભાઈ ધ્યાનથી સ્પીડ વધુ છે. તો તમારી city પણ એક કાર જ છે, ને તમે એના પેસેન્જર, હવે તમારે પેસેન્જર બનીને રહેવું છે કે એના ચાર ટાયર. એ તમારે જોવાનું. ( સમજદાર કો ઈશારો કાફી).
આતો થઈ ડ્રાઇવરની વાત, પણ કારની વાત કોણ કરશે ભાઈ? કાર પણ સિલેક્ટ કરવી એ પણ એક અગત્યની વાત છે (સમજો છોને શું કહેવા માંગુ છું 😊). હવે કારમાં બે પ્રકારની આવે, એક મસ્ત અંદરથી સારા-સારા ફીચર વાળી, દેખાવમાં પણ સુંદર લાગે પણ મજબૂતાઈમાં ઝીરો. આવી કારનો ફાયદો એ છે મજા આવે પણ અકસ્માતમાં બચાવી ના શકે. હવે વાત કરું બીજા ટાઇપની કારની જેમાં ફીચર બહુ સારાના મળે પણ મજબૂતાઈમાં કોઈ બાંધ છોડ નહીં, એટલે તમારે સિલેક્ટ કરવી કે કઈ કાર પસંદ કરવી.
ચુંટણી એ પત્ની સિલેક્ટ કરવી જેવી હાર્ડ પ્રક્રિયા છે 😅, નસીબ પણ એટલા જ સારા જોઈએ, ખોટું પગલું ભરાઈ જાય તો જીવવું મુશ્કેલ થઈ જાય. હવે પત્ની વિશે મારાથી બહુ ના બોલાય, વિષય જ એવો છે શું કહેવું, લાગણીશીલ છો, સમજી જાવ 😅.
એટલે જીવનની ગાડી અને ઘરની ગાડી જેમ safe & સલામત વ્યક્તિના હાથમાં હોય એવું જરૂરી છે, એમ જ ચુંટણીમાં પણ એવુ જ છે, તમારી પાસે તો દર 5 વરસે તક મળે કે બદલી શકાય, બિચારા પરણેલા પુરુષો ને પૂછો જિંદગીની ચૂટણી એક વાર આવી એટલે પૂરું પછી જીતી કે હારી શું ફરક પડે, એટલે જ્યાં તમને મોકો મળે છે choice કરવાનો ત્યાં જાવ વોટિંગ કરો,. અને " કોઈ ના આવેગ કે લોભામણી વાત કે થોડીક ગિફ્ટ મળતી હોય એવી બધી વાતથી દૂર રહેવું હો 😅
" છેલ્લે મત આપો પણ કોઈ ને કહેવાનું નહીં".
નોંધ :-અહીંયા રજૂ કરવામાં આવી વાત એ માત્ર મનોરંજન ના હેતુ સાથે મતદાન કરવું જરૂરી છે એ સમજવવા માટે છે, કોઈ પક્ષ તરફી vote આપવો એવો કોઈ ઉદ્દેશ નથી, કે પછી કોઈની લાગણી દુભાવાનો કોઈ પ્રયત્ન નથી 😅.
🖊️ JAY DAVE