Jadui Dabbi - 9 - last part books and stories free download online pdf in Gujarati

જાદુઈ ડબ્બી - પ્રકરણ 9 - અંતિમ

ભાગ 8માં “ઘૂમટો તાણું તો રાજકુમાર પણ ન ઓળખી શકે.” વૈદેહીને આ વાતનો મેલ જાણવામાં મોડું થઈ ગયું. હવે આગળ શું થયું તે જાણવા વાંચો ભાગ 9.

************************

બીજે દિવસે રાજકુમારના તેડા આવ્યા અને સિપાઈઓ તેડવા આવ્યા. ત્યારે કાણીની ચતુરમાં એ સિપાઇઓને કહ્યું, “મારી દીકરીએ વ્રત લીધું છે કે, જ્યાં સુધી તે માં નહીં બને ત્યાં સુધી તે કોઈને પણ મોઢું નહીં બતાવે.”
તેની વાતને માન્ય રાખીને સિપાઈઓ કાણીને લઈ ગયા અને કાણી રાજમાં રહેવા લાગી. કેટલાય વૈદિક ઉપચાર કરીને કાણી ધોળી થઈ હતી. એટલે તેના હાથ કે પગથી તેને ઓળખવી મુશ્કેલ હતી.

કાણી દર બે દિવસે તેની માને સંદેશો મોકલતી અને સાથે સાથે 10 સોના મહોર પણ મોકલતી. કાણી અને તેની માંને જેવું જોવતું હતું, તેવું જ મળી ગયું. થોડા સમયબાદ કાણીને વૈદેહીની જગ્યાએ રસોઇ કરવા કહ્યું કાણી પાસે તો જાદુઈ ડબ્બી હતી નહીં અને તેને રસોઈ બનાવતા પણ નહોતું આવડતું. કેટલીય મહેનત બાદ તેને રસોઈ બનાવી. પરંતુ તેમાં કોઈ સ્વાદ જ ન હતો. તેથી લોકોને તેની રસોઈ બિલકુલ ન ગમી. કાણી પણ ખૂબ જ દુઃખી થઈ. રાજકુમારને પણ થોડી શંકા થઈ. પરંતુ તેને કઈં કહ્યું નહીં.

એક દિવસ રાજકુમારના સપનામાં સાપ આવ્યો અને તેને જણાવ્યું, “અત્યારે રાજ્યમાં જે સ્ત્રી વૈદેહીની જગ્યાએ આવી છે. તે તેની નાની અને દુષ્ટબહેન કાણી છે. તેને અને તેની લોભી માતાએ તારી રાણી વૈદેહીને કૂવામાં ધકેલી દીધી હતી. તે હજું પણ જીવીત છે અને એ જ કૂવામાં દડો બનીને તરી રહી છે. તો જલ્દીથી આવીને તેને રાજ્યમાં પાછી લઈ જાવ.”

બીજે દિવસે રાજકુમાર જાણી ગયો કે આ વૈદેહી નહીં પરંતુ તેની નાની બહેન કાણી છે એટલે તેને કાણીની ઈર્ષાળુ માતાને પત્ર લખ્યો અને ઉપરથી સો સોનામહોર મોકલ્યા. પત્રમાં લખ્યું હતું કે, “તમારી દીકરી વૈદેહી માં બનવાની છે. તે તમારા ઘરે પાછી આવી રહી છે. તેને આ ખુશી આપી એ માટે હું તમને દસ કોઠી સોનામહોર ભેટ સોગતે મોકલી રહ્યો છું.” ત્યારબાદ રાજકુમાર સિપાઈઓને કાણીને તેના ઘરે મૂકી આવવા આદેશ આપે છે અને કોઠીની વાત પણ કરે છે.

પત્ર મળતાંની સાથે જ કાણીની માંએ એક રૂમમાં દસ કોઠી મૂકી. પરંતુ હજુ તેની ભૂખ મટી નહીં એટલે તેને કોઠીનીચે દસ ખાડા કરી નાખ્યાં. જેથી કોઠીમાં વધું સોનું ભરી શકે. તેની આખી રાત ખાડા કરવામાં જ વીતી ગઈ.

કાણીને ઘરે મૂકી આવ્યાબાદ સિપાઈઓએ જણાવ્યું, “રાજકુમારનો આદેશ છે કે, તમારું બધું જૂનું સોનું અમને સોપી દો. તેના બદલે અમે એક કોઠી ભરીને નવું સોનું આપીશું. તેમનો બીજો આદેશ પણ છે કે, અમે કોઠીઓ ભરીને નીકળીએ પછી બીજો દિવસે સવારે તમારે સોનુ લઈ લેવું. પરંતુ, અત્યારે તે જોવાનું પણ નહીં. ત્યારબાદ સિપાઈઓ કોઠી ભરીને નીકળી ગયા.

બીજી બાજુ રાજકુમાર વૈદેહીને લેવા તે કુવા પાસે આવી પહોંચ્યો અને આવીને કૂવામાં જોયું. તેમાં એક દડો સાચે જ તરી રહ્યો હતો. રાજકુમારે વૈદેહીને અવાજ લગાવ્યો, “વૈદેહી... વૈદેહી... તું કૂવામાં છે!”

એ જ સમયે દડામાંથી રડતા અવાજે વૈદેહી બોલી, “હા હું અહીં જ છું. મને બચાવો. મને મારી નાની બહેને કૂવામાં ધકેલી દીધી.”
ત્યારબાદ રાજકુમારે કૂવામાંથી દડો બહાર કાઢ્યો. થોડીક જ ક્ષણોમાં તે દડામાંથી વૈદેહી બહાર નીકળી. એ જોઈ રાજકુમાર ખુશ થઈ ગયો. તે બંને સાપનો આભાર માનવા લાગ્યા.
એટલે સાપ બોલ્યો, “દિકરી એક દિવસ તે મારો જીવ બચાવ્યો હતો અને આજે મે મારું ઋણ ઉતાર્યું.”
ત્યારબાદ બંનેએ રજા લીધી અને રાજમહેલ પાછા આવ્યાં.

બીજે દિવસે સવારે કાણીની માતાએ રૂમ ખોલ્યો અને એકદમથી કોઠીઓ જોવા લાગી. પહેલી કોઠી જોઈ ત્યાં તો તેની આંખો ફાટી જ રહી અંદર જોયું તો તેમાં પથ્થર જ પથ્થર હતા.
“તેને થયું કદાચ કોઈ સિપાઈ નઠારો હશે એટલે થોડું સોનું તેમને વેંચી ખાધું હશે. હું તેઓની ફરિયાદ રાજકુમાર સામે કરીશ. પહેલા બીજી કોઠીઓ તો જોઈ લવ.”

તેને બીજી કોઠી જોઈ તેમાં પણ પથ્થર હતા, ફરી વિચાર્યું સિપાઈઓ વધુ લાલચી હશે. ત્રીજી કોઠી ખોલી એમાં પણ પથ્થર જ નીકળ્યા. હવે તે ગુસ્સે થઇને બોલી, “બધા જ સિપાઈઓને ફાંસીને માંચડે ન ચડાવ રાવું તો હુંય પ્રજાપતી નય!”
આમને આમ તેને બધી કોઠી ખોલી પણ બધી જ પથ્થરોથી ભરેલી હતી. તેના ક્રોધનો પાર ન રહ્યો અને જોર જોરથી બધું ભટકાડવા લાગી. એટલે કાણી પણ ત્યાં આવી પહોંચી. કાણીના આવતા જ તેણે સિપાઈઓની આપેલી એક વધુ કોઠી યાદ આવી અને તેને રૂમના દરવાજા પાસે રાખેલી કોઠી ખોલી તેમાં એક પત્ર હતો. તેને હાથમાં લીધો અને વાંચ્યો. તેમાં રાજકુમારે લખ્યું હતું. 'તમારી પાસે રહેલ બધું જ સોનું માત્ર વૈદેહિના માટે જ આપવામાં આવ્યું હતું. જેમ તમે સારી બદલીને કાણી આપી એમ અમે પણ સોનું બદલીને પથ્થર મોકલ્યા.”

“એમાં શું લખ્યું છે માં?” માંને પત્ર વાંચતી જોઈ કાણી બોલી.
એટલે માંથે હાથ મૂકી તેની માં બોલી, “અરે રે.... મારી કાણી, તું તો ચય નો સમાણી.”

*** સમાપ્ત


નોંધ : જીવનમાં કોઈનું સારુ ન કરી શકો તો ખરાબ પણ ન કરશો. પછી તે પારકી દીકરી જ કેમ ન હોય.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED