Jadui Dabbi book and story is written by yuvrajsinh Jadav in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jadui Dabbi is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જાદુઈ ડબ્બી - નવલકથા
yuvrajsinh Jadav
દ્વારા
ગુજરાતી વાર્તા
જાદુઈ ડબ્બી નામથી જ તમારા મનમાં વિચાર આવી જાય કે આ વાર્તા જાદુઈ હશે. હા મિત્રો આ વાર્તા જાદુઈ જ છે. જેમાં સૃષ્ટિના નિયમ પ્રમાણે ઇશ્વર જેને વધુ દુઃખ આપે છે, તેને જ વધુ સુખ આપે છે. એવી જ એક બાળકી જેના જન્મતાની સાથે દુઃખ પણ ભાગ લેવા આવી જાય છે અને આવતા જ તે સૌ પ્રથમ તેના સુખની ચાવી અને દુઃખની સામે ઢાલ બનીને અડગ રેહનારી તેની માતાને ગળી જાય છે. માતાના દુઃખદ અવસાન બાદ તેના ઘરે દુઃખ નવીમાંતાના રૂપમાં આવે છે. જે એ બાળકીના જીવનને દુઃખોથી ભરી દે છે. પરંતુ જે થતું હોય તે સારા માટે જ થાય છે. એ વાત હું ને તમે બધા જાણીએ જ છીએ અને એજ દુઃખોમાંથી એક મુશ્કેલીમાં ફસાયેલા વૃદ્ધ જાદુઈ સાપની મદદ કરતાની સાથે જ બાળકીના જીવનમાં સુખ “જાદુઈ ડબ્બીના” રૂપમાં આવે છે. જાદુઈ ડબ્બી કંઈ રીતે મળી અને તે ડબ્બીનો જાદૂ શું છે તે જાણવા માટે વાંચો જાદુઈ ડબ્બી.
જાદુઈ ડબ્બીલેખકયુવરાજસિંહ જાદવઆભાર• પુસ્તકને સુંદર કવર આપનાર તેમજ વાર્તામાં રહેલી ભૂલો સુધારવા બદલ નિશાબા પરમારનો આભાર.• જેમને મને લખવાની પ્રેરણા આપી છે. એબધાનો આભાર.• વાર્તા વાંચનારનો આભાર.“તમારું જીવન એક વાર્તા છે અને તે વાર્તાના નાયક તમે પોતેજ છો.”લેખક પરિચયમિત્રો, ...વધુ વાંચોયુવરાજસિંહ જાદવ. સુરેન્દ્રનગર જીલ્લાના વસ્તડી ગામનો રેહવાસી. બી. એ. (બેચરલ ઓફ આર્ટ્સ) કરીને આગળ એમ. એ. (માસ્ટર ઇન આર્ટ્સ) નો અભ્યાસ કરી રહ્યો છું. ભણતાંની સાથે મારા અંદર રહેલી સર્જન વૃત્તિ પણ બહાર આવી ગઈ છે. જેમાં હું સૌ પ્રથમ પ્રતિલીપનો આભાર માનું છું. કેમકે, આ એ સ્ટેજ છે. જ્યાં મને મારા અંદર રહેલી લેખનકલાને બહાર લાવવાની તક મળી છે.
ચોમાસાની રાતમાં વીજળી અને વરસાદના સાથમાં એક ગરીબ પ્રજાપતિને ત્યાં દિકરીનો જન્મ થયો. દિકરીના જન્મતાની સાથે જ તેની માતા મૃત્યુ પામી. એક તો દિકરી એમાંય માતાનું મૃત્યુ ! ગરીબ પ્રજાપતિ અને પાડોશી લોકો દુઃખી થયા. લોકોમાં ચર્ચા પણ થવા ...વધુ વાંચોહતી કે, જે દિકરી જન્મતાની સાથે તેની માંને ગળી ગઈ હોય એ જીવનમાં .મુશ્કેલી સિવાય બીજું કંઈ ન આપે. તેમ છતાં તે કુંભાર પ્રજાપતિ તેનો બાપ હતો એટલે લોકોની વાતો સાંભળી તો લીધી. પરંતુ તેની દીકરીને દૂધ પીતી તો ન જ કરવા દીધી. લોકોનો અભીપ્રાય હતો કે, ‘એકલી દિકરીને સાચવવા કરતા તેને મારીને બીજા લગ્ન કરી લેવાં જોઈએ.’ પરંતુ તેને
ભાગ 1માં છેલ્લે તમે જોયું કે, કુંભારની નવી પત્નીએ એક કાણી બાળકીને જન્મ આપ્યો અને કુંભારથી ચિડાયેલી તેની પત્ની એ તેની પુત્રીને રાણી બનાવવાની વાત કરી હતી. હવે આગળ શું થયું તે જોઈએ ભાગ 2માં.************************હવે, ધીમે ધીમે સમય જતો ...વધુ વાંચોઅને તેમ તેમ બંને દિકરી મોટી થવા લાગી. જેમ જેમ વૈદેહી મોટી થતી ગઈ તેમ તેમ તેની નિષ્ઠુર માતા તેને વધું હેરાન કરવા લાગી. એક તો પારકી દિકરી અને એમાં પણ કાણી કરતા સારી અને સુંદર લાગતી. જેની બળતરામાં તેની નવી માં તેને આખો દિવસ તડકામાં કામ કરાવતી. વૈદેહીને કોઈ પણ તેહવારમાં નવા કપડાં મળતા નહીં. જ્યારે કાણીને તેનીમાં રાજકુંવરી
ભાગ 2માં તમે જોયું કે, સાપની પાછળ પડેલાં મદારીથી સાપને બચાવવા વૈદેહીએ સાપને પોતાના વાળમાં વીંટળાઈ જવા કહ્યું.હવે, આગળ શું થયું તે જોઈએ ભાગ 3માં.************************ સાપને તેની યોજના ગમી અને તેની પાસે આગળ વધ્યો અને સાવ નજીક આવી પાછો ...વધુ વાંચોઅને બોલ્યો, “પણ દિકરી! મારો વજન વધારે છે. તારું માથું સ જોહન કરી શકશે?” વૈદેહી ઘણા સમયથી લાંબા વાળનો વજન ઉપાડીને હવે ટેવાઈ ગઇ હતી. એટલે કંઇ ન બોલતાં ખાલી હસીને નીચે બેસી ગઈ અને સાપને તેના વાળ ઉપર ચડી જવા કહે છે. સાપને અત્યારે પાછળ આવી રહેલાં મદારીનો ડર હતો એટલે તે પણ ઝડપથી ચડી જાય છે. સાપ ધીમે-ધીમે
ભાગ 3માં સાપને બચાવવા બદલ વૈદેહિને જાદુઈ ડબ્બી સાપે આપી. આ જાદુઈ ડબ્બી આગળ તેને કેટલી મદદ રૂપ થશે. તે જોઈએ ભાગ 4માં. ************************ હવે વૈદેહીને ગધેડાં ચારાવવામાં મજા આવવા લાગી હતી. રોજ સવારે વહેલા ઊઠીને ઘરનું કામ પૂરું ...વધુ વાંચોગધેડાં ચરાવવા નીકળી જતી. કપડાં તો સારા મળતા નહીં પરંતુ તેમ છતાં તે ખુશ રહેતી. સવારે ગધેડાં લઈને નીકળી જાય અને બપોર પડે એ પહેલાં તો એક ડબ્બી ખોલીને તળાવના કિનારે બે મોટા લીમડા નીચે બેસી જતી અને પછી સારું - સારું ખાવાનું બીજી ડબ્બી પાસે માંગતી. ક્યારેક તે તેના ગધેડાં માટે પણ સારો ઘાસ ચારો માંગતી. આવી સુખ શાંતિના