દ્ધાર્થની સાથે વાત કરી રહેલો દેવ... સિદ્ધાર્થની છેલ્લી વાતોથી ઈમોશનલ થયો. આંખોમાં જળ આવી ગયાં. એને સંતોષ થયો કે એનાં પાપા એનાં માટે ગૌરવ અનુભવે છે. ત્યાં એનો મોબાઈલ રણકે છે એ જુએ છે સ્ક્રીન પર અને તરત ફોન ઉપાડે છે. એને સામેથી સાંભળવા મળે છે “ડેવ હું બાગડોગરા એરપોર્ટ છું હવે કોલકોતા જઈ રહી છું તારી યાદ સાથે લઈને જઉં છું તું જીવનપર્યત યાદ રહીશ એવી તારી યાદો છે ભલે ક્ષણિક છે પણ યાદ રહેશે. તારાં જીવનની સફળતાની કામનાં કરું છું આઈ લવ યું ડેવ... આઈ મીસ યું... બાય... ફરી કદી નહીં મળી શકું... પણ તારી આપેલી એડવાઇઝ કાયમ યાદ રહેશે અને હું સાચીજ ચોઈસ કરીશ લાઈફમાં.”
દેવ સોફીયાની લાગણીભરી ભીની ભીની વાતો સાંભળી રહ્યો એણે એટલુંજ કહ્યું “સોફીયા બેસ્ટ લક ફોર યોર જર્ની... બાય.” અને ફોન મૂકી દીધો અને થોડીવાર વિચારમાં પડ્યો.... વિચારો ખંખેરી સિદ્ધાર્થને કહ્યું “થેન્ક યું સર હું પાપાને મળવાં જઉં સર્કીટ હાઉસ થોડાં સમયમાં મોમ પણ આવી જશે. આગળનો પ્લાન જે હશે એ તમને જણાવતો રહીશ.” સિદ્ધાર્થ સાથે હાથ મિલાવ્યાં અને ત્યાંથી નીકળી ગયો.
*****
“હાય મોમ..”. એમ કહી દેવ એમનાં પગે પડી પગે લાગ્યો. એની મોમે દેવ સામે જોયા કર્યું એમની આંખો ભીંજાઈ ગઈ બોલ્યાં "દિકરા તને કેટલા સમયે જોયો... તું કેમ છે ? તારાં પાપા સાથે બધી વાત થઇ અહીંનો કોઈ ગુંડો પકડાઈ ગયો એમાં તારી માહિતી કામ લાગી મને સાચેજ પ્રાઉડ ફીલ થાય છે. લવ યુ દીકરા.”
દેવે માં ને વળગીને વ્હાલ કરીને કહ્યું “ માં તારાથી આટલો દૂર રહ્યો પણ આજે તારાં વ્હાલમાં બધું મળી ગયું તું સાચા અને યોગ્ય સમયે અહીં આવી ગઈ આપણે હવે હમણાં સાથેજ છીએ. પાપા પણ એક કામનાં બોજથી મુક્ત થયાં છે બસ એટલી આકાંક્ષાની ખોટ છે. “
ત્યાં એનાં પાપાએ વચમાં ઝુકાવતાં કહ્યું “ડોન્ટ વરી દેવ આકાંક્ષાને મેં બોલાવી લીધી છે એની ટીકીટ વગેરે મેનેજ થઇ ગયું છે... સિદ્ધાર્થે એને રુદ્ર રસેલને ત્યાં સીધી પહોંચાડશે.”
દેવ એકદમ ખુશ થઇ ગયો. “પાપા વોટ એ સરપ્રાઈઝ ? આપણે બધાં સાથે તો એમને ત્યાં એટેન્ડ કરીશું તો આપણે અહીજ રોકાઈને આકુને સાથે લઈનેજ જઈએને ?”
રાય બહાદુરે કહ્યું “દીકરા કાલે તો આપણે અહીંથી નીકળવું પડશે મેં એમને અમે પહોંચીયે છીએ નો સંદેશ મોકલી દીધો છે આકુ સિદ્ધાર્થ સાથે ત્યાં આવી જશે. મેં એનાં માટે સ્પેશિયલ પરમીશન પણ લઇ લીધી છે”.
*****
કલીંપોંન્ગ અને દાર્જીલીંગ વચ્ચેનું સુંદર સ્થળ ચારેબાજુ ચા નાં બગીચાઓ, નયનરમ્ય લીલોતરી જંગલ... ડુંગર,ખીણ અને પહાડોની વચ્ચે રુદ્ર રસેલનું સામ્રાજ્ય કૂરસેઓંગ... નદી,પહાડ,ઝરણાં, પાણીનો ધોધ અને કુદરતી સૌંદર્યથી છલોછલ સ્થળ... બુદ્ધિસ્ટ લામાઓનાં મઠ, મંદિરો, એમાંય ભગવાન શિવ, ચંદ્ર મૌલીનું વિરાટ મંદિર એમાંય દેવાધી દેવ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે.
હીલ સ્ટેશન તરીકે જાણીતું અને અનેક પ્રવાસીઓનું પ્રિય સ્થળ કૂરસેઓંગ (Kurseong) આજે ખુબ રમણીય લાગી રહ્યું છે. મહેલ જેવાં બંગલાને ફૂલો અને લાઇટથી ખુબ સરસ રીતે શણગારવામાં આવ્યું છે. ઠંડી ઠંડી આબોહવા ખુબ આલ્હાદ્ક લાગી રહી છે.
રુદ્ર રસેલનાં કુટુંબમાં માત્ર ત્રણ જણાં છે રુદ્રરસેલ એમની પત્નિ સુરમાલિકા અને દીકરી દેવ માલિકા... એમનાં શ્વસુરપક્ષનાં ચંદ્રમૌલી અને ઉમામાલિકા અહીં હાજર છે તેઓ હિમાલયની પહાડીઓમાં એમનાં નિવાસ સ્થાનેથી ખાસ પધારેલાં છે. આજે મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા છે એનું અનેરું શુશોભન છે. વિખ્યાત ખુબ જ્ઞાની પ્રવીણ સનાતની ઋષિઓ, બ્રાહ્મણો હાજર છે.
રુદ્ર રસેલ મહાદેવ મંદિર અને એમનાં વિશાળ અને અત્યંત આધુનિક અને આપણી ગૌરવ વંત ધરોહર પ્રમાણે બાંધકામ કરાવ્યુંને ત્યાં નજીક ફાર્મ હાઉસ છે ત્યાં સનાતન ધર્મની સંસ્કૃતિ અને સંસ્કાર પ્રમાણે યજ્ઞશાળ, મહેમાનો માટે બેઠક વ્યવસ્થા, સીક્યુરીટી બધું ધ્યાનમાં રાખીને આયોજન થયું છે બધાં મોંઘેરાં મહેમાનોને આવકારવા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. બધાને એમનાં પદ પ્રતિષ્ઠા અને મોભા પ્રમાણે સ્થાન મળે એવી સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે.
દેશનાં અગ્રગણીય રાજકારણીઓ, મુખ્યપ્રધાનો , અન્ય પ્રધાનો, ઉદ્યોગપતિઓ, ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝની સેલીબ્રીટીઓ બધાં માટે આગવી વ્યવસ્થા છે. વેપારી અને મિત્રો માટે અલાયદી વ્યવસ્થા છે. દેશનાં પ્રાઈમ મીનીસ્ટરનાં હસ્તે પ્રાણપ્રતિષ્ઠા થવાની છે તેઓ માત્ર 3 કલાક માટે આવશે. આમ સીઆરપીએફ અને રુદ્ર રસેલની આગવી સીક્યુરીટી વ્યવસ્થા છે... સુરક્ષાનો કડક અને પાક્કો બંદોબસ્ત છે બધી તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે અને વ્યવસ્થા પર છેલ્લી નજર રુદ્ર રસેલ પોતે કરી રહ્યો છે.
દેવ રાય બહાદુર અને એમનાં પત્નિ અવંતિકા રોય પ્રાઇવેટ જેટથી રુદ્ર રસેલનાં પ્રાઇવેટ હેલિપેડ પર ઉતરાણ કરે છે. રુદ્ર રસેલનો ખાસ માણસ ગણપત ગોરખા એમને લઇ જવા માટે ત્યાં હાજર છે. બધાંને હારતોલા કરીને સન્માન પૂર્વક કાળા રંગની મર્સીડીઝમાં બેસાડે છે અને કહે છે “સર આપ સહુને સીધા પૂજા સ્થળે લઇ જવાનો હુકમ છે ત્યાં અમારાં પ્રાઇવેટ ફાર્મ હાઉસમાંજ આપનો ઉતારો છે.”
રાય બહાદુર, દેવ અને એમનાં પત્નિને કારમાં બેસે છે અને ગણપતનો આભાર માને છે. દેવ તો આ વ્યવસ્થા જોઈને આશ્ચર્ય પામે છે. એમની કારની આગળ પાછળ બીજી કાર સીક્યુરીટીની છે.
અવંતિકા રોયે કહ્યું “રાયજી આતો જાણે કોઈ અલગજ દુનિયામાં આવી ગયાં હોય એવું લાગે છે. ખુબ સુંદર છે હું જીવનમાં પહેલીવાર આવું જોઈ રહીં છું આકુ પણ હવે આવી પહોંચશે... આપણે બધાં સાથે છીએ એનો મને વધુ આનંદ છે.”
દેવે તો કારમાંથીજ કુદરતી સૌંદર્ય જ જોવામાં લીન થઇ ગયો હતો એણે કહ્યું “પાપા અહીં તો જાણે સ્વર્ગ છે આવો અદભુત વિસ્તાર આપણાં ભારતમાં છે ? કહેવું પડે અહીં રહેનારા નસીબ વાળા છે શું સુંદર જંગલ, વૃક્ષો, ઝરણાં, ધોધ, પહાડ આંખો જ્યાં જ્યાં નજર કરે છે ત્યાં સ્વર્ગનો એહસાસ થાય છે.”
દેવને બોલતો સાંભળી ગણપતે કહ્યું "સર આ અમારાં માલિકની દેન છે. ઉપરવાળા માલિકે આ શ્રુષ્ટિ બનાવી પણ એની રક્ષા અમારાં બોસ કરે છે ક્યાંય કોઈ શ્રુષ્ટિને નુકશાન નથી કરી શકતું ગમે તેટલાં દેશ પરદેશનાં પ્રવાસી આવે ક્યાંય ગંદકી નથી થવા દેતાં ખુબ કડક નિયમો છે.”
“અને એમાંય આપણે પસાર થઇ રહ્યાં છે એ બધો વિસ્તાર નોટીફાઈડ છે અહીં ખાસ મહેમાન સિવાય કોઈને પ્રવેશ મળતો નથી ફક્ત અમારાં સર, એમનાં કુટુંબીઓ અને આમંત્રિત મહેમાનો તથા મિત્રો માટેજ છે.”
દેવ આશ્ચર્યથી જોઈ રહેલો અને ગણપતને સાંભળી રહેલો પણ એ તો કુદરતમાંજ ખોવાઈ ગયેલો. થોડે આગળ જઈને ગણપતે કહ્યું “હવે મહાદેવનું ક્ષેત્ર આવશે અને ફાર્મ હાઉસ.” દેવની નજર પડી એ તો આશ્ચર્યથી સાવ જાણે બાઘો અવાચક થઇ ગયો...
વધુ આવતા અંકે પ્રકરણ -61