ધ સ્કોર્પિયન - પ્રકરણ -59 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ -59

ત્રીજો અને છેલ્લાં પેગની પહેલી સીપ લેતાં આતુર દેવને સિદ્ધાર્થે કહ્યું "દેવ હું મૂળ વાત ઉપર આવું મારી પાસે એમનાં અંગે જેટલી જાણકારી છે અને એ જાણકારી પ્રમાણે હું એમને જેટલાં જાણું છું એ પ્રમાણે ડિકલેર્ડ સ્વયંવર કદી નહીં કરે...કોઈ બીજા પ્રસંગનાં ઓઠા નીચે...”

ત્યાં વચ્ચે દેવ બોલ્યો "આટલાં મોટાં માણસને શું નડે ? શા માટે ડરે ? એમને પ્રોપર ચોઈસ મળે...”

સિદ્ધાર્થે કહ્યું “અહીંજ બધાં એમને સમજવામાં ભૂલ કરે છે કારણકે સામાન્ય પ્રમાણે બધાં આવું ના કરે રીતસરનો સ્વયંવર કરે.”

“રુદ્ર રસેલ તો રુદ્ર રસેલ છે ધનાઢ્ય તો છે જ સાથે સાથે ખુબ જ્ઞાની અને અધ્યાત્મ તરફ વળેલો માણસ છે એની એકની એક રૂપવંતી અને ગુણીયલ છોકરી માટે સ્વયંવર એટલે ના કરે કે એમનાં ઉપર સ્વયંવર રાખ્યાં પછી દબાણ આવવાં લાગે, રાજકારણ રમાવાનું શરૂ થઇ જાય... ખુબ ધનાઢ્ય પાર્ટીઓમાં ઉછલંગ દારુડીયા છોકરાઓને બોલાવવા પડે...મોટા રાજકારણીઓ એમનું દબાણ આપે... દાણચોરો અને ડ્રગ માફયાઓ એમનાં તીકડમ કરે સરવાળે તેઓ મુશ્કેલીમાં મુકાય...”

“આવાં પ્રસંગમાં એમણે બે ત્રણ પ્રસંગ ભેળવી દીધાં છે એમણે ત્યાં સનાતન સંસ્કૃતીનું ભગવાન ચંદ્રમૌલી (મહાદેવ) નું ભવ્ય મંદિર બંધાવ્યું છે એની પ્રાણપ્રતિષ્ઠાની પૂજા રાખી છે... દીકરીની 21 વર્ષ પુરા થઇ 22માં વર્ષની વર્ષગાંઠ છે એની ભવ્ય ઉજવણી સાથે સાથે મારાં મત પ્રમાણે એની લગ્નની ઉંમર થઇ ગઈ છે તો વેળાસર સારો એને લાયક છોકરો મળી જાય એની પણ શોધ હશે.”

દેવે બધું સાંભળીને હોંકારો કર્યો બોલ્યો “સર આ બધી વાતો જાણે કોઈ સ્વપ્ન સુંદરની વાતો હોય એવું લાગે છે જાણે આ દુનિયાંનાં લોકોજ નથી.” એમ કહીને હસ્યો પછી ગંભીર થઇ ગયો.

સિદ્ધાર્થે પૂછ્યું "કેમ દેવ અચાનક તું ગંભીર થઇ ગયો ? શું થયું ?" દેવે કહ્યું “સર કંઈ નહીં આ બધું સાંભળવા રસ પડ્યો પછી થયું આપણે શું ? આવતો ઘણાં અરબોપતિ હશે દુનિયામાં અને દરેકને પોતાને ઉજવવાની અજીબ રીતો હોય.”

“મનેતો એકજ વિચાર મારાં સંદર્ભ માં આવ્યો અને હું ગંભીર થઇ ગયો.”

સિદ્ધાર્થે પૂછ્યું "શું તારાં સંદર્ભમાં ?" દેવે કહ્યું "સર આવા મોટાં માણસોનાં પેગડામાં આપણો પગ ના મુકાય એક વાત. બીજું આપણે ત્યાં એક સામાન્ય મહેમાન થઈને જવાનું છે ઘનિકોનો આવો અજીબ ભપકો અમે ધનાઢ્ય હોવાનો નજારો જોવાનો એમને આપણાં જવાથી કે ના જવાથી કોઈ ફરક પણ નથી પડવાનો એલોકોને તો બસ પોતાનાં સ્ટેટ્સ ની નુમાઈશજ કરવાની હોય...”

“મારાં માટે આકર્ષણ અને ઇન્ટરેસ્ટની વાત એકજ છે કે ત્યાં કોલકોતા, પં.બંગાળની ફિલ્મી હસ્તીઓ ત્યાં આવવાની છે એમાંય મને ખુબ ગમતી હીરોઇનોને રૂબરૂ મળાશે અને મારે જે નવો પ્રોજેકટ છે એના ડિરેક્ટર ને રૂબરૂ મળાશે, બીજા પ્રોસયુસર્સ, ડિરેક્ટર્સ સાથે રૂબરૂ મુલાકાતો અંગત સંબંધો બંધાશે એમાં હું મારાં પ્રોફેશનને લગતું કામ કાઢી શકીશ.”

“મને રમાકાન્ત બારુઆએ તો ઓફર આપીજ છે ઓફર શું ? મારી પાસે એડવાન્સ પૈસા આવી ગયાં છે એમનાં મારે એમનાં મુવી "ધ સ્કોર્પીયન " માટે એમને જરૂરી છે એવાં સેટ, એવી જગ્યાઓ શોધવાની છે એ બધામાં હું વ્યસ્ત થઈશ... મારે વ્યસ્ત થઉં છે.”

“વાત છે મી. રુદ્ર રસેલની તો એમણે મને પ્રોમીસ કરેલું કે તું મને મળજે તને જંગલમાં બધે મારાં માણસોની મદદઆપીને તને શ્રેષ્ઠ લોકેશન મળી જશે. મને બસ એમાં અને એટલોજ રસ છે.”

સિદ્ધાર્થ દેવને શાંતિથી સાંભળી રહેલો એણે કહ્યું "દેવ તું પણ ખરો છે દરિયા દેવ પાસે કંઈ માંગવા જાય અથવા બીજા શબ્દોમાં મદદજ લેવાની હોય તો "મીઠું "... ખારું મીઠુંજ માંગવાનું ? યાર દરિયા દેવનાં પેટાળમાં તો ટ્રેઝર ખજાનો હોય હીરા, માણેક નીલમ અરે શું શું ના હોય ? કેમ આટલી ટૂંકી દ્રષ્ટિ રાખે છે ? હું હોઉં તો?...”

દેવે હસતાં હસતાં કહ્યું "સર ચલો હવે ઉઠીએ દારૂ માથે ચઢે પહેલાં અહીંથી નીકળીએ. હું સમજી ગયો મારી જેટલી હેસીયત એટલોજ મારો ખોબો ખુલે... પછી આપનાર ઈશ્વર હોય કે રુદ્ર રસેલ...”

સિદ્ધાર્થે દેવ સામે જોઈને કહ્યું "દેવ એવું નથી...સાચું કહું તું તારુંજ અવમૂલ્યન કરે છે. તું શું છે એ તેજ નથી ખબર..." દેવે કહ્યું સર અત્યારે દારૂ ચઢેલો છે તમને ચલો અહીંથી ઉઠીએ...”

સિદ્ધાર્થે કહ્યું “દેવ તું હસવામાં કાઢે છે બધું પૈસાથીજ માણસનું મૂલ્યાંકન નાં થાય... તું પણ ગર્ભશ્રીમંત કુટુંબનાં સંસ્કાર, હોંશિયાર પ્રવિણ અને નીડર છોકરો છે... આવા જંગલોમાં આટલાં માથાભારે અસામાજીક તત્વોનાં વિસ્તારમાં ટુરીસ્ટ લઈને કોણ આવે છે અત્યારે ? હું તને જાણું છું એ પ્રમાણે તું પણ ચુસ્ત સનાતની છે તને પણ શાસ્ત્રોની જાણ છે મને તારો શોખ ખબર છે... તારાં પર્સનલ લેપટોપમાં બધુંજ તેં રીસર્ચ કર્યું છે...”

દેવ હવે આશ્ચર્ય પામ્યો એણે કહ્યું " સર એક મીનીટ તમને આ બધી કેવી રીતે ખબર ? તમે મારુ લેપટોપ ? તમે મારી પણ જાસૂસી કરી છે ?”

સિદ્ધાર્થે હસીને આંખ મિચકારી... સિદ્ધાર્થે કહ્યું “દેવ ખરાબ ના લગાડતો હું હોઉં કે તારાં પિતા સર રાયબહાદુર રોય... પોતાનો છોકરો શું કરે છે ? કોને મળે છે ? શું ખાય છે પિએ છે ? ક્યાં રખડે છે? એનાં મિત્રો કોણ છે એને શેમાં રસ છે એ બધાની ખબર એક એક પળની રાખે છે. તું કોલકોતાથી નીકળ્યો એ પહેલાંજ તમારાં બધાનાં ડેટા અમારી પાસે હતાં.”

“તેં ચાલું વેનમાં અને હોટલમાં સોફીયા અને ઝેબાનાં ફોનની માહિતી કાઢી લીધી હતી...તારામાં તારાં પાપા જેવો સ્વભાવ છે મર્દાના... તેં બધીજ તપાસ કરી હતી જે અમને સીધી મળી ગઈ હતી અને એ અમને ખુબ કામ આવી રહી છે... સમય એટલો અમારો બચી ગયો... તારાં પાપાએ જયારે સ્કોર્પીયનનો રીપોર્ટ તૈયાર થયો ત્યારે તને મનોમન શાબાશી આપી હશે એમને તો કહેલુંજ કે મારો દેવ ખરાં સમયે કામ લાગ્યો છે દેશ માટે આખર લોહી કોનું છે ?...” પછી સિદ્ધાર્થ હસ્યો.

દેવની આંખમાં પાણી આવી ગયાં એણે કહ્યું “પાપાએ મારાં માટે એવું કહ્યું ? થેંક્યુ સર... થેંક્યુ તમે મને શેર કર્યું”. અને ત્યાં દેવનો મોબાઈલ રણક્યો...





વધુ આવતા અંકે પ્રકરણ -60