ણપત પોતે કાર દ્રાઇવ કરીને ધીમે ધીમે મહાદેવનાં ક્ષેત્ર તરફ આગળ વધી રહેલો અને સ્થાનકનું મહત્વ સમજાવી રહેલો. દેવ આશ્ચર્યથી અવાચક થઇ ગયો એણે જોયું શેષનાગ ભગવાનની મોટી મોટી મૂર્તિઓથી દરવાજા બનાવેલાં... જ્યાં જુઓ ત્યાં પૌરાણીક મૂર્તિઓ, ચિત્રોનાં દર્શન થઇ રહેલાં. વિરાટ મંડપ દૂરથી દેખાઈ રહેલો અને ત્યાંથી પસાર થયો ત્યારે જોયું કે કેવો ફૂલોનો શણગાર હતો, તોરણો અને સેરોથી સુંદર સુશોભન કરવામાં આવેલું હતું આ એક મેદાન જેવો વિસ્તાર હતો.
ગણપતે હવે કાર ઊંચાઈ તરફ લેવાં માંડી... ઢોળાવો ગોળ ગોળ ચઢીને એમનાં ફાર્મ હાઉસ તરફ ગાડી જઈ રહી હતી અને થોડીક ઊંચાઈ ઉપર ઘનઘોર જંગલની વચ્ચે ખુલ્લું મેદાન અને ખુબ સુંદર લાકડાનું આખું ફાર્મ હાઉસ નક્શી અને કોતરણી કરેલું રંગબેરંગી રંગોથી રંગાયેલું ઉપર ભગવો અને અન્ય રંગની ધજાઓ હતી એમાં શેષનારાયણ નો ફોટો હતો.
રાયબહાદુર, અવંતિકા રોય, દેવ બધાંજ આશ્ચર્ય અને આનંદથી જોઈ રહ્યાં હતાં. ત્યાં કાર વિશાળ ગેરેજ જેવાં સ્થાને ઉભી રહી. અને ગણપતે તરતજ ઉતરી રાયબહાદુરનાં તરફનો દરવાજો ખોલી સન્માન પૂર્વક આવકાર્યા. દેવે ગાડીનો દરવાજો ખોલી ઉતરી માં તરફનો દરવાજો ખોલ્યો. બધાં ઉતર્યા એમનો સામાન લેવાં માથે કેસરી પાઘડી પહેરેલાં સેવકો દોડી આવ્યાં. પાઘડી કોઈ જુદીજ રીતની પહેરેલી હતી. અદબ પૂર્વક નમસ્કાર કર્યા અને સામાન અંદર કોઠીમાં લઇ ગયાં.
ગણપતે કહ્યું “સર આપનો ઉતારો અહીં છે આપ અહીં પધારો હમણાં થોડીવારમાં સર અહીં પધારશે.”
રાયબહાદુરે ખુશ થતાં કહ્યું “વાહ ખુબ સુંદર જગ્યાં છે કહેવું પડે આવાં સુંદર પવિત્ર સ્થાન પર આવ્યાનો આનંદ છે”. તેઓને બધાને ગણપત અંદર લઇ ગયો. મોટાં વિશાળ દિવાનખંડમાં અંદર બેસાડ્યાં અને કહ્યું સર અહીં ફક્ત આપનોજ ઉતારો છે. સેવકો હાજર છે આપની બધીજ સેવા કરવા માટે આતુર છે.
દેવે આગસ્તા અને આશ્ચર્યથી ખુશ થઈને કહ્યું “થેંક્યુ વેરી મચ.” અને ત્યાં બહાર એક મોટી લાલ રંગની ગાડી આવી એમાંથી રુદ્ર રસેલ અને એમનાં પત્નિ સુર માલિકા ઉતર્યા અને અંદર પ્રવેશ્યાં.
રુદ્ર રસેલ અને એમનાં પત્નિ રાયબહાદુર ફેમીલી પાસે પહોંચ્યાં અને રુદ્ર રસેલ રાય બહાદુરને વહાલથી ભેટ્યાં અને આવકાર આપતાં કહ્યું “આપ લોકો આવી ગયાં ખુબ આનંદ થયો.
નાગ નાગેશ્વર અને દેવાધીદેવ મહાદેવની ભૂમિ પર આપનું હાર્દીક સ્વાગત છે”. પછી રુદ્ર રસેલે દેવ સામે જોઈને કહ્યું... “દેવ તારું નામ સાર્થક છે એવો વ્હાલો યુવાન છું તને કલીંપોંન્ગમાં મળ્યો છું ત્યારથીજ તને ઓળખી ગયો છું સાહસીક અને હુંશિયાર છોકરો છું.”
રુદ્ર રસેલે કહ્યું “અનેક મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો આવી રહ્યાં છે પણ આપને મળવાં ખાસ આવ્યો છું આપ ફ્રેશ થાવ પછી ગણપત આપને ત્યાં મહાદેવનાં ક્ષેત્રમાં લઇ આવશે આપનાં માટે અહીં બધીજ વ્યવસ્થા છે કોઈ તકલીફ નહીં પડે અને પૂજા સ્થળે તમારી રાહ જોઈશું પછી સાથેજ હોઈશું.”
રાય બહાદુરે કહ્યું “રસેલજી અહીંતો નાગેશ્વર અને એમનાં ઈશ્વર મહાદેવ સદેહે હાજર હોય એવોજ એહસાસ છે અહીં જરૂરિયાત કરતાં વધું વ્યવસ્થા છે તમે ખુબ ચીવટ રાખી છે આપનો ખુબ ખુબ આભાર. આપ આપનાં નિયત કાર્યક્રમમાં રહો અમે આવી જઈશું.”
રુદ્ર રસેલ અને એમનાં પત્નિ એમને મળીને પાછા મહાદેવનાં ક્ષેત્ર જવા માટે નીકળી ગયાં. એમનાં સેવકો અને ગણપત પણ બહાર નીકળ્યાં ત્યાંનાં સેવકો જળપાન અને ગુલાબનું શરબત, કેસરનું શરબત લઈને આવી ગયાં.
બધાએ જળપાન અને શરબત પીધાં અને બોલી ઉઠ્યાં “આવું અદભુત પીણું આજ સુધી નથી પીધું આખાં શરીરમાં જાણે એનેર્જી આવી ગઈ મન પ્રફુલ્લિત થઇ ગયું”.
સેવકોએ એમનાં રૂમ બતાવ્યાં અને કહ્યું “આપનો સામાન અંદર મુકેલો છે. કાંઈ પણ જરૂર પડેતો ઘંટડી વગાડજો હાજર થઇ જઈશું” એણે ઘંટડી આપી એ દેવે વગાડીને જોઈ એવી મધુર ધ્વની પ્રસરી ગઈ. વ્યવસ્થા જોઈને ખુશ થઇ ગયો. બંન્ને રૂમમાં બધીજ વ્યવસ્થા હતી. દેવ એનાં રૂમમાં ગયો... વાહ કેવું સુંદર રાચ રચીલું રજવાડી પલંગ કુશન સુંદર અલંકારીક બારીઓ અટારી પડદાં અને બહાર નજર કરો તો કુદરતી સૌંદર્ય... બારીમાંથી નજારો જે નજરે પડ્યો વાહ બોલી ઉઠ્યો... કેટલાં વૃક્ષો ઝરણાં ધોધ બધું દેખાઈ રહ્યું હતું ડુંગરાઓની વચ્ચેથી નાની નાની મીઠાં જળની નદીઓ ખળ ખળ વહી રહી હતી. નીરવ શાંતિ અને ફક્ત પ્રકૃતીનો ધ્વનિ હતો. અફલાતૂન સૌંદર્ય જોઈને દેવ બોલી ઉઠ્યો... ‘પાપા આતો સાચેજ સ્વર્ગ છે અહીં ના આવ્યો હોત તો મીસ થાત બધું કહેવું પડે.”
રાયબહાદુરે કહ્યું “આ માણસ ખરેખર ખુબ ધનીક હોવા છતાં ધાર્મિક અને જમીન પર પગ રાખીને જીવે છે ક્યાંય અભિમાન કે ઘમંડનો અંશ નથી સાચેજ મહાદેવનાં એનાં ઉપર ચાર હાથ છે”. અવંતિકા રોય કહે “આવું તો સૌંદર્ય ક્યાંય નથી જોયું અને આથિત્ય કહેવું પડે.”
રાયબહાદુર અને અવંતિકા રોય એમનાં રૂમમાં ગયાં. દેવ એનાં રૂમમાં એકલો પડ્યો. એતો દરેક બારી, ઝરુખાની બહાર આવીને બધું સૌંદર્યજ લૂંટી રહેલો અને આહ કહી રહેલો મનોમન ઈશ્વરને વંદી રહેલો કે તારી આવી પણ શ્રુષ્ટિ છે રાત્રે તો કેવી દેખાતી હશે ? અહીં રહેતાં લોકો કેવાં હશે ?
જોકે રુદ્ર રસેલને જોઈને અંદાજ આવી ગયેલો કે આટલાં ઐશ્વર્ય અને સુખમાં આળોટતાં માણસો આટલાં સારાં પણ હોય એ ઊંડા વિચારોમાં પડી ગયો.
******
રાય બહાદુર રોય અને દેવ બંન્નેએ સીલ્કનાં પીતાંબર પહેર્યા અને જરી કલરનાં કુર્તા માથે કેસરી પાઘડી પહેરી પગમાં મોજડીઓ... આ બધુંજ રુદ્ર રસેલે એમનાં રૂમમાં મૂકેલું. આશ્ચર્ય ની વાત એ છે કે કપડાં માપો માપ ક્યાંય કોઈ ફીટ કે ઢીલું નહીં ગણપતે વિનંતી કરી હતી કે આપનાં વસ્ત્રો રૂમમાં મૂકેલાં છે ખાસ પૂજામાં પહેરવાનાં છે.
અવંતિકા રોય માટે સુંદર સાડીઓ હતી એમની બધીજ કાળજી સુરમાલિકાએ લીધી હતી બધાં તૈયાર થઈને બહાર દિવાનખંડમાં આવ્યાં.
રાય બહાદુરે કહ્યું “દેવ તું તો રાજકુમાર જેવો લાગે છે.” ત્યાં અવંતિકા રોયે આવીને દેવનાં ગળામાં મોતીની માળા પહેરાવી અને દેવ આ જોઈ...
વધુ આવતા અંકે પ્રકરણ -62