ધ સ્કોર્પીયન
પ્રકરણ -53
રાયબહાદુર રાય અમન ગુપ્તાનાં મોઢે એમનાં વખાણ સાંભળી રહેલાં એમણે પુરી નમ્રતા સાથે કહ્યું “તમારો ખુબ આભારી છું થેન્ક્સ મેજર પણ મારાં પ્લાનીંગ સાથે સાથે સિદ્ધાર્થની ટીમનો ઘણો મોટો હાથ છે આ સમયે એનાં જાસૂસ, ખબરી, સોલ્જર્સ બધાં ખુબ સતર્ક હતાં અને તમે કીધું એમ પેલો વધુ પડતો નિશ્ચિંન્ત...પણ જે થયું સારું થયું અંતે એ પકડાઈ ગયો”.
“પણ...મેજર હવે એને ખુબ આકરી સજા થવી જોઈએ સરકારી મીશનરીમાં એનાં ઘણાં માણસો છે ખાસ કરીને અહીં એટલે એને પણ પ્લેન દ્વારા અથવા ખાસ હેલિકોપ્ટર દ્વારા કોલકોતા મોકલવો જરૂરી છે એને બાગ ડોગરા તમારાં સ્ટાફની નીગરાનીમાં મોકલ્યે ત્યાંથી એને કોલકોતા મોકલી દઈએ. એનાં ગયાં પછીજ હું કોલિંગપોંન્ગ છોડીશ.”
એલોકો વાતો કરી રહ્યાં હતાં અને રાય બહાદુરનાં ખાસ મોબાઈલમાં રીંગ વાગી એમનો અંગત ફોન હતો જેનો નંબર ખાસ માણસો પાસેજ હતો એ નંબરની વિગત કુટુંબીઓ પાસે પણ નહોતી એટલે રાય સરને આશ્ચર્ય થયું એમણે એક્સક્યુઝ મી " કહીને કોટનાં અંદરનાં ખીસામાંથી ફોન કાઢી જોયું રુદ્ર રસેલનો ફોન હતો.
એમનાં હોઠ પર સ્માઈલ આવી ગયું એમણે ફોન તરતજ રીસીવ કરતાં કહ્યું “યસ સર...ફરમાવો આપની સેવામાંજ છું” આવું કહીને શબ્દોમાં બહુમાન કરી લીધું. રુદ્રરસેલને મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાનથી માંડી રાજ્ય અને કેન્દ્રનાં પ્રધાનો વડાપ્રધાન સુધી બધાં સાથે અંગત સબંધો હતાં.
રુદ્ર રસેલે કહ્યું “તમારું રોકાણ કોલિંગપોંન્ગ હવે વધારે દિવસનું થયું છે એવાં સમાચાર મળ્યાં છે. હમણાંજ મને જાણ થઇ”. રાય બહાદુર તો આશ્ચર્ય પામી ગયાં...એમને થયું હજી મારાં ઉપર કોઈ સંદેશ નથી એમને કેવી રીતે ખબર પડી ગઈ? જોકે એમને નવાઈ ના લાગી.
રુદ્ર રસેલે કહ્યું “સર તમારું રોકાણ હમણાં અમારી સામેજ છે મેં ઇન્વીટેશન આપવા અને અહીંની સુરક્ષા માટે ગૃહ મંત્રી હોમમીનીસ્ટર સાથે વાત કરી તો એમણે કહ્યું મને કે રાય બહાદુર સરને અમે હમણાં ત્યાંનો બંદોબસ્ત જોવા અને સ્કોર્પીયનના વિદાય પછીની ત્યાં બધીજ ગુનેગારોની સાફસફાઈ કરવા માટે કહેવાનાં છીએ વળી તમારે ત્યાં એ આવી શકે...” એમ કહી હસી પડેલાં એટલે મેં આપને ફોન કર્યો છે.
રાય બહાદુર રોય હસતાં હસતાં કહ્યું “વાહ તમે છેવટે તમને અનુકૂળ બધું ગોઠવી દીધું...વાહ તો તો અહીંનો બંદોબસ્ત જોઈને ગોઠવ્યાં પછી તમારે ત્યાંજ હું આવી જઉં અને મિત્ર સાથે થોડો સમય ગાળું...”
રુદ્ર રસેલે કહ્યું “સરજી તમે મારાં મોઢાની વાત કહી દીધી મારાં કેવાં સારાં નસીબ તમારાં જેવાં મિત્ર મારાં ત્યાં રોકવા આવે...બસ ક્યારે આવો છો એ જણાવો તો તમારાં આગમનની ખુશીમાં પાર્ટી ગોઠવી દઉં આપણે બંન્ને મિત્રો સાથેજ રહીશું.”
રાય બહાદુરે કહ્યું “ભલે ભલે હું તમને જાણ કરીશ પણ મારાં ઉપર હજી સરકારી સંદેશ અહીં રોકવા અંગે હજી આવ્યો નથી...પણ આવી જશે તમને જાણ કરી એટલે પાકુંજ હશે.”
રુદ્ર રસેલે કહ્યું “પણ સરજી...તમારે એકલાએ નથી આવવાનું તમારો દીકરો દેવ પણ ત્યાં છે એને સાથે ખાસ લાવવાનો છે એ ના ભૂલતાં...”
રાય બહાદુરે કહ્યું “ચોક્કસ અમે બંન્ને સાથેજ આવીશું ભલે ત્યારે મળીએ હું અગાઉથી જાણ કરીશ.” અને ફોન મુકાયો.
મેજરે કહ્યું “સર તમારો ચહેરો એકદમજ ખીલી ગયો...લાગે છે ખાસ નજીકનાં મિત્રનો ફોન હતો.”
રાયબહાદુરે કહ્યું “યસ મેજર હી ઇઝ માઇ બેસ્ટ ફ્રેન્ડ હી ઇઝ મી. રુદ્ર રસેલ...આઈ થીંક યુ નો હીમ...”
મેજરે હસતાં હસતાં કહ્યું “યસ સર એમને કોણ ના ઓળખે...અહીંથી અર્ધ લશ્કરીદળ એમનાં ત્યાંજ ગોઠવાયું છે એમને ત્યાં કોઈ મોટું ફંક્શન છે અને બધાં રાજનેતાઓ, અભિનેતાઓ, ફોરેનર ઘણાં બધાંને ઇન્વાઇટ કરેલાં છે મારાં ઉપર સંદેશ આવી ચુક્યો છે હું ત્યાંજ ડ્યુટી પર છું ત્યાંથી બાંગ્લા બોર્ડર સીક્યુરીટી ફોર્સને પણ એલર્ટ કરવાની છે.”
રાયબહાદુરે કહ્યું “યસ...હું હવે હમણાં અહીંજ છું એમનાં ત્યાંજ ઉતારો લઈશ. એમણે દેવને ખાસ સાથે લઈને આવવા જણાવ્યું છે.”
“મેજર...આટલો મોટો માણસ છે પણ ડાઉન ટુ અર્થ છે ખુબ આસ્થાવાન અને મહાદેવનો ભક્ત છે એ ખુબ આનંદ ની વાત છે”. મેજર અમને કહ્યું "સર ખુબ ધાર્મિક કુટુંબ છે મેં એમનાં વિશે ઘણું જાણ્યું છે...પણ સર એક વાત પૂછું ?”
રાય બહાદુરે કહ્યું “બોલો શા માટે અચકાવ છો ? પૂછો ?” મેજરે કહ્યું “સર મને ઘણી માહિતી મળી છે એમનાં વિષે એમનાં કુળ અને ધર્મ પંથ અંગે તેઓ ચુસ્ત સનાતની બ્રાહ્મણ છે અને તેઓ શંકરની ઉપાસના કરે છે તેઓ સૂર્ય ચંદ્રને ઈશ્વરનાં રૂપ માને છે બંન્નેની ભક્તિ કરે છે એ પ્રમાણે હવનયજ્ઞ નિયમિત કરાવે છે...પણ...”
રાય બહાદુરે આશ્ચર્યથી પૂછ્યું” કેમ શું થયું પણ...? એટલે? તમને શેમાં સંદેહ છે ? હું પણ પૂછું છું ?”
મેજરે કહ્યું “અહીંથી હિમાલયન રેન્જનાં...હિમાલયનાં પહાડોમાં જે સૂર્યવંશી અને ચંદ્રવંશી સાધુઓની જે જમાત કે અખાડા છે તેઓ સામ સામે ઉગ્ર શાસ્ત્રાર્થ કરે છે અને ઘણીવાર હિંસક બની જાય છે આ વાતમાં કેટલો દમ છે ? અને રુદ્ર રસેલ ક્યા પક્ષમાં છે ? આ બધું ઘણીવાર મારાં ધ્યાનમાં આવ્યું છે.”
રાય બહાદુરે કહ્યું “અમારી જાણમાં પણ આવ્યું છે પણ હજી સુધી એની કોઈ ફરિયાદ કે FIR પણ નથી થઇ ધાર્મિકવાડાઓની હુંતાતુસી છે બીજું કંઈ નહીં. એકજ ઈશ્વરનાં બાળકો છે પણ આમાં જે ઉગ્રવાદી હિંસક સાધુઓ છે તેઓ માહોલ બગાડે છે અને મારી જાણમાં આવ્યું છે કે એમાંનાં ઘણાં વ્યસની છે એમાં કોઈ અસામાજિક તત્વો ભળી ગયાં છે જે હિંદુ નથી પણ વેશ હિન્દુઓનો કાઢ્યો છે બનાવટ કરી રહ્યાં છે એની શોધ કરવાની છે એમાંનાં ઘણાં તો આ સ્કોર્પીયન સાથે ભળેલાં છે જેની તપાસ ચાલુ છે.”
મેજર અમનતો આશ્ચર્યથી સાંભળી રહ્યો એને ત્યાં ફરીથી રાય સરનો મોબાઈલ રણક્યો સામે સિદ્ધાર્થ હતો એણે કહ્યું “સર અહીં બધી ગોઠવણ થઇ ગઈ છે તમે કહો ત્યારે સ્કોર્પીયનને મોકલવાની વ્યવસ્થા કરીએ કોર્ટમાંથી જજમેન્ટ અને હુકમની કોપીઓ લઇ લીધી છે હવે તમારાં ઓર્ડરની રાહ જોવાય છે”.
રાય બહાદુરે સિદ્ધાર્થને બધી માહિતી આપી અને સૂચનાઓ ઓર્ડર આપ્યા પછી કહ્યું “અહીંથી તમને બધાં ઓર્ડરની કોપી મેઈલમાં મળી જશે.”..અને સિદ્ધાર્થે “ઓકે સર” કહી ફોન મુક્યો.
વધુ આવતા અંકે પ્રકરણ -54