ધ સ્કોર્પિયન - પ્રકરણ -54 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ -54

દ્ધાર્થે સ્કોર્પીયન ઉર્ફે શૌનીક બાસુનાં પેપર્સ તૈયાર કરી દીધાં. મેઈલ પરથી ઓર્ડરની કોપીઓ કાઢી ફાઈલ કરી અને બાકીનાં પેપર્સ મેજરનાં માણસોને આપી દીધાં. શૌનીક બાસુને કોલકોતા મોકલવાની તૈયારીઓ પુરી કરી. શૌનીક બાસુને અર્ધ લશ્કરી દળોની નીગરાની નીચે બાગડોગરા મોકલી દીધો.

સિદ્ધાર્થે હાંશ કરી એની ચેમ્બરમાં બેઠો. આટલી બધી ઠંડક વચ્ચે પણ એને ગરમી લાગી રહી હતી અકળામણ થઇ રહી હતી એણે એ. સી. ચાલુ કર્યું અને એનાં આસીસ્ટન્ટ પવનને બોલાવે છે.

સિદ્ધાર્થે જોયું પવનને બોલવાવ્યો પણ દરવાજામાંથી ચેમ્બરમાં દેવ આવ્યો. એને આશ્ચર્ય થયું એણે કહ્યું “દેવ તારે...” એ આગળ બોલે પહેલાં દેવે કહ્યું “સર હવે તમે થોડાં ફ્રી થયાને ? પેલો ડામીસ તો કોલકોતા રવાના થઇ ગયોને અહીંથી? મારે તમારી સાથે વાત કરવી છે પ્લીઝ થોડો સમય કાઢો.”

સિદ્ધાર્થે કહ્યું “દેવ ફ્રી નથી થયો પણ બ્રેક મળ્યો છે. હજી એ શેતાનનાં અહીંના બધાં કારનામામાં એને સાથ આપનાર ઘણાંને જેલનાં સળીયા પાછળ ધકેલવાનાં છે”.

દેવે કહ્યું “સર તમે સોફીયા અંગે બધીજ ડીટેઈલ્સ મને આપવાનાં હતાં. હું મારાં મન મસ્તીકસમાંથી આ કાઢી નથી શક્યો બધું જાણીશ નહીં ત્યાં સુધી ચેઇન પણ નહીં પડે. સોફીયા અહીંજ છે તમારાં લોકઅપમાં મને રૂબરૂ મળી લેવાદો મારે એની સાથે વાત કરવી છે.”

એટલામાં સિદ્ધાર્થનો આસીસ્ટન્ટ પવન આવ્યો એણે કહ્યું “સર તૌશિક અને ચિંગા બંન્ને પકડાઈ ગયાં છે આગળની કાર્યવાહી તમે કહો એ પ્રમાણે આગળ વધારીએ.”

આવું સાંભળી સિદ્ધાર્થ ખુશ થઇ ગયો એણે કહ્યું “વાહ એલોકોને 5 નંબરની કોટડીમાં નાંખો હું આગળ નો પ્લાન સમજાવું છું.”

પછી દેવની સામે જોઈને કહ્યું “તું સોફીયાને પહેલી અને છેલ્લીવાર મળી લે એ લોકઅપમાં નથી પણ આ પોલીસ સ્ટેશનની પાછળ કવોટર્સ છે એમાં સુરક્ષા સાથે રાખી છે એ કવોટર નં. 7 માં પહેલાં માળે છે તને પવન મળવાની વ્યવસ્થા કરી આપશે મારે આ સ્કોર્પીયનનાં ગુંડાઓ અને એનાં ફોલ્ડરો પાસેથી વિગતો કઢાવી નિવેદન લેવાં પડશે”. પવનને દેવને લઇ જવાં ઈશારો કર્યો અને કહ્યું પછી તું અહીં તરત પાછો આવ.

દેવે કહ્યું “થેન્ક્સ સર...હું છેલ્લીવાર મળી લઉં અને મારાં મનનું સમાધાન કરી લઉં પછી કદી મળીશ નહીં... થેન્ક્સ અગેઇન અને સર મેં દુબેન્દુ અને જોસેફને હોટલ છોડવા કહી દીધું છે પાપા સાથે ચર્ચા કરી આગળનાં નિર્ણય લઈશ.” સિદ્ધાર્થે કહ્યું “ઓકે ડન. તું સોફીયાને મળી લે પછી નિરાંતે સાંજે હું તારાં પાપા અને તું સાથે જમીશું પછી આગળ વાત”. એમ કહી સિદ્ધાર્થ ઉભો થયો અને કસ્ટડી તરફ જવાં લાગ્યો.

પવને દેવને સાથે લીધો અને તેઓ પગપાળાજ પોલીસ સ્ટેશનની પાછળ ક્વાટર્સ તરફ જવા લાગ્યાં...

******

પવને સોફીયાને જે કવોટર્સમાં રાખી હતી ત્યાં પહોંચાડ્યો દેવે બારણે ટકોરા માર્યા અને દરવાજો ખુલ્યો. દરવાજો ખુલ્યો એટલે પવને કહ્યું “બાજુમાં ડેનીશને રાખેલો છે તમારી મીટીંગ પતી જાય એટલે મને ઇન્ફોર્મ કરજો નીચે સીક્યુરીટી છે જ.” ટેઈક કેર એમ કહી પવન જતો રહ્યો.

દરવાજો ખુલ્યો સામે લેડી પોલીસ હતી એણે કહ્યું “મી. દેવકાંન્ત ?” દેવે હા પાડી એટલે બોલી “મારાં પર સરનો મેસેજ આવી ગયો છે તમે મળી શકો છો એ અંદરનાં રૂમમાં છે.” દેવે થેન્ક્સ કહ્યું અને અંદરનાં રૂમનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો અને દરવાજો એણે ખાલી આડો કર્યો.

સોફીયા બેડ પર સૂતી હતી. દેવને જોઈને એ સફાળી ઉભી થઈ ગઈ અને ડેવ ડેવ કહેતી એને વળગી ગઈ. દેવને ગમ્યું નહીં એણે ધીમેથી એને અળગી કરતાં કહ્યું “તને કેમ છે ?” દેવનાં શબ્દોમાં ના ભીનાશ હતી ના કોઈ લાગણી એણે ફોર્માલીટીથી પૂછ્યું...

સોફીયા દેવને જોઈને એક્સાઈટ થઇ ગઈ હતી અને એની આંખમાં આંસુ આવી ગયાં... દેવે ત્યાં પડેલી ખુરશી પર સ્થાન લીધું અને સોફીયાને બેસવા કહ્યું.

સોફીયાએ કહ્યું “થેન્ક્સ ડેવ તારાં લીધે હું છૂટી છું હવે હું US જતી રહીશ બધાં ડોક્યુમેન્ટ્સ તૈયાર થાય એની રાહ જોઉં છું આઈ મિસ્ડ યુ...”

દેવે કહ્યું “તું તાજની સાક્ષી બની ગઈ બધીજ ઇન્ફોર્મેશન સરકારને આપી છે એટલે છૂટી છું મેં કોઈજ એવી ભલામણ કે એવાં પ્રયત્ન નથી કર્યા”.

સોફીયા કહ્યું “ડ્રગ પેડલરને એમ કોઈની ભલામણથી છોડે ? હું તો ડ્રગ અને બીજા વ્યસનોનો બંધાણી હતી મારુ કેરેક્ટર પણ તારાં જેવાં યુવાનને થોડું ચાલે ? હું તારે લાયક થોડી છું ? પણ તારા થકી છૂટી.. એ સમજીને બોલી છું.”

દેવ એની તરફ આશ્ચર્યથી જોઈ રહ્યો. એણે કહ્યું ‘તો મને શા માટે ક્રેડીટ આપે છે ? હું એક સંવેદનશીલ છોકરીને ઓળખતો હતો એટલોજ સંબંધ છે અને મને તારાં માટે...” પછી દેવ શબ્દો ગળી ગયો.

સોફીયાએ કહ્યું “તું બોલતો અટકી ગયો હું બધું સમજું છું મારું ક્લચર, સંસ્કાર, ઉછેર બધુંજ જુદું છે અમારી સંસ્કૃતિ અને તમારી સંસ્કૃતિમાં ખુબ ફરક છે બલ્કે અમારી તો કોઈ સંસ્કૃતિ જેવુંજ નથી...”

“તને ક્રેડીટ આપવાનું કારણ એટલુંજ કે તારી સાથે ટુરમાં આવ્યાં પછી પણ હું ડ્રીંક લેતી ડ્રગ લેતી પણ ખબર નહીં તારો ચહેરો, વર્તણુંક, ડીસીપ્લીન લગાવ, કંઈક હતું જે મને તારાં તરફ ખેંચી રહેલું... હું મને હવે આજે તારો ચેહરો જોઈ લાગે છે કે વન સાઇડેડજ તારાં પ્રેમમાં પડવા માંડી હતી મને તને જોયા કરવો, પ્રેમ કરવો કીસ કરવાની ઈચ્છાજ થયાં કરતી હતી એટલો તું મારો છું...”

સોફીયા આટલું બોલી અટકી ગઈ પછી એણે નીચે જોયું ક્યાંય સુધી ચૂપ રહી...એણે પછી ચહેરો ઊંચો કર્યો અને બોલી “ઝેબા અને હું બંન્ને તારી વૅનમાંથી નીચે ઉતર્યા... ત્યાં સુધીમાં હું તારાથીજ આકર્ષાઈ ચુકી હતી.”

“ઝેબા અને હું ઉતરી અમે ડ્રગ લીધું હતું મેં ઝેબાને કહ્યું આ ડેવ મસ્ત જુવાન છે હું એનાં પ્રેમમાં પડી ગઈ છું હું એને પ્રેમ કરીશ આ બધું છોડી દઈશ...એનામાં કોઈ એવું મેગનેટ છે કે જે મને એનાં તરફ ખેંચ્યા કરે છે ઝેબા...આઈ લવ હીમ...”

“અને ખબર નહીં ઝેબાને શું થયું ? એણે મારી તરફ ઉગ્રતાથી જોયું ડ્રગ પાવડર એણે સૂંઘયો એણે મારી તરફ ફરીથી નફરતથી જોયું અને મને એણે ધક્કો મારી દીધો અમે ઊંચાઈની કિનાર પર ઉભા હતાં અને હું ઝાડીમાં અંદર ગબડી ગઈ હું પણ નશામાં હતી હું નીચે પહોંચી ત્યારે લગભગ બેભાન જેવી હતી પછી...”



વધુ આવતા અંકે પ્રકરણ -55