ધ સ્કોર્પિયન - પ્રકરણ -52 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ -52

ધ સ્કોર્પીયન

પ્રકરણ -52

 

       આટલું મોટું ચા અને ઇમારતી લાકડાનું સામ્રાજ્ય અનેક કંટુરીંગ જમીનો વિશાળ ચાનાં બગીચા. સુખ સમૃદ્ધિમાં આળોટતું કુટુંબ રુદ્રરસેલ એક ચુસ્ત સનાતની હિંદુ વેપારી હતાં. એમની રગ રગમાં હિંદુ સંસ્કૃતિ અને સંસ્કાર દોડી રહેલાં. આટલો ધન વૈભવ સત્તા હોવા છતાં ખુબ સરળ, વિનયી અને જમીનથી જોડાયેલાં હતાં.

એમનાં કુટુંબમાં ખુદ પોતે એમનાં પત્ની સુરમાલિકા અને એની એક ખુબ સુંદર પુત્રી દેવમાલિકા..આટલો નાનો કુટુંબ સંસાર અને કુબેરને શોભે એવા ધન વૈભવ.

રુદ્ર રસેલનાં  વડવાઓ પણ ખુબ ચુસ્ત સનાતની સૂર્યની આરાધના કરનારાં અને ભગવાન શંકરને પુજનારાં એમનો વંશ રુદ્રવંશ કહેવાતો અને દરેક પુરુષોનાં નામ પહેલાં રુદ્ર અચૂક બોલાતું લખાતું એવીજ રીતે આખું કુળ સાથે જોડાયેલું રહેતું...એમનાં કુટુંબ વિશે લોકમોઢે અનેક કથાઓ બોલાતી અને આજે પણ લોકો યાદ કરતાં. હવે જાણવા જેવી એવી વાત છે કે એમનાં સ્વસુર પક્ષે એમનું કુળ ચંદ્રમાંને માનતું તેઓ સૂર્ય અને ચંદ્રને એક પ્રેમ યુગલ તરીકે પૂજતાં માનતાં અને જોતાં...એમના સ્વસુર ચંદ્રમૌલી અને સાસુ ઉમામાલિકા. ઉમા શિવનાં નામજ જાણે ધારણ કરેલાં.

રુદ્ર રસુલે પણ દીકરીનું નામ રુદ્રવંશમાં જન્મી હોવાં છતાં દેવમાલિકા નામ રાખ્યું હતું તેઓ ઉમાશીવને માનનારાં એટલે ચંદ્ર વંશની સ્ત્રીઓ જેવું માલિકા નામ રાખ્યું હતું...બંન્ને કુટુંબમાં ઉમાશિવનાં આશીર્વાદને કારણે ખુબ સારું બનતું...સંસ્કાર અને પ્રતિષ્ઠા બંન્નેની ખુબ વખણાતી ઉપરથી કુબેરનો પૈસો જાણે આ કુટુંબો પાસેજ હતો.

રુદ્ર રસેલે એમનાં આ વ્યાપારી અને જમીનો તથા ચા નાં બગીચાઓ, બંગલાઓ બધાં જંગલો જે કાંઈ એમની મિલ્કતો હતી એનું રક્ષણ કરવા એક આખી આગવી સેના ઉભી કરી હતી અને એનો વડો ગણપત ગોરખાં હતો. જે સ્વયં રુદ્ર રસેલ અને એમનાં કુટુંબનું હરઘડી રક્ષણ કરતો અને એની સેનાને સતત તૈયાર રાખતો. આખું સામ્રાજ્ય એનાંથી સાચવતું અને એની ઘણી મોટી સેના હતી લગભગ 500 માણસોનો સ્ટાફ હતો. રુદ્ર રસેલ હંમેશા ધંધાકીય કામોમાં વ્યસ્ત રહેતાં. એમનાં ઉપર કુદરત અને મહાલક્ષ્મીની અપાર કૃપા હતી.

એમની દિકરી દેવ માલિકાનાં 20 વર્ષ પુરા થયાં હતાં અને 21મુ વર્ષ બેસવાનું હતું એની ભવ્ય ઉજવણી કરવાની હતી. એમાં અનેક સેલીબ્રીટી, મુખ્ય પ્રધાનો, પ્રધાનો તથા મોટાં મોટાં સરકારી અધિકારીઓ, ચા નાં  દેશનાં પરદેશનાં વહેપારીઓ અને અંગત મિત્રોને આમંત્રણ અપાઈ ચૂક્યાં હતાં. એવી તૈયારીઓ ચાલી રહી હતી.

રુદ્ર રસેલનું આમંત્રણ મળે એવી બધાંજ ખેવનાં રાખતાં એમનું આમંત્રણ મળે એ સેલીબ્રીટી બની જતો ગણાતો. કોલકોતા અને ફીલ્મજગતનાં મુંબઈ બોલીવુડનાં સ્ટાર, અભિનેતા અભિનેત્રી એમનાં આ અવસરમાં આવવાં થનગની રહ્યાં હતાં. એમાં કોલકોતાની પ્રસિદ્ધ અને ખુબ સુંદર અભિનેત્રીઓ, અભિનેતા તથા બૉલીવુડમાંથી માત્ર પસંદીદા અભિનેતા -અભિનેત્રીને આમંત્રણ પાઠવેલાં.

રુદ્ર રસેલનાં આ વૈભવી અને ખુબ મોટાં અવસરમાં આવવા માટે બધાં થનગની રહેલાં એવી અહીં તૈયારીઓ પણ મહીનાઓથી ચાલી રહી હતી એમાય સીક્યુરીટી ખુબ ચુસ્ત બનાવવામાં આવી હતી એનાં અંગે રાજ્ય અને દેશની પોલીસ, અર્ધ લશ્કરી દળો બધાની મદદ માંગવામાં આવી હતી જેનાં અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને એ સેવા અંગે જે તે વિભાગમાં ચૂકવણીઓ થઇ ચુકી હતી.

દેશ અને પરદેશનાં ડેકોરેટર્સને કેટરર્સ રોકવામાં આવેલાં ડેકોરેશન, શણગાર અંગે અલગ અલગ થીમ નક્કી કરવામાં આવી હતી... આ અવસરને ઉજવવા માટે રુદ્ર રસેલનાં બંગલાથી લગભગ 25-30 કિમી દૂર આવેલાં વિશાળ ફાર્મ પર રાખવામાં આવ્યું હતું કહેવા માટે ફાર્મ હતું પણ એક નહીં 5-10 ગામડાંની જગ્યાં ભેગી કરી હોય એટલો વિસ્તાર હતો એકદમ લીલોછમ...ખુબ સુંદર જેમાં લેન્ડસ્કેપથી માંડીને બીજા અનેક ડેકોરેશન કોન્ટ્રેક્ટ અપાયાં હતાં.

ત્યાં જવા આવવાનાં રસ્તા સડકો સરસ બનાવીને એને શોભાવવામાં આવી હતી...એની પાછળ પૈસો પાણીની જેમ વાપરવામાં આવ્યો હતો ખુદ મહાદેવનીજ પુત્રીની વર્ષગાંઠ ઉજવવાની હોય મોટાં મોટાં પવિત્ર હવનયજ્ઞ થવાનાં હોય...અને રુદ્ર રસેલ જાણે કોઈ આશ્ચર્યજનક રહસ્ય દાબી રાખ્યું હોય અને પછી સર્વની સામે ઘટસ્ફોટ કરવાનાં હોય એવાં પણ ઘણાંને આવી તૈયારીઓ જોઈ વિચાર આવેલાં...

                   **********

રાય બહાદુર રોય મેજર અમન ગુપ્તા સાથે ખાનગી મીટીંગ રાખી હતી સાંજે તો એમને ખાનગી વિમાનમાં કોલકોતા પાછા ફરવાનું હતું મેજર અમને કહ્યું “સર આ સ્કોર્પીયનનાં નામે કુખ્યાત થયેલો સોનીક બસુ ખુબ ભયંકર અને બધી રીતે પહોંચી વળે એવો શેતાન છે એને અહીંથી કોલકોતા મોકલવો એ પણ જોખમ છે.”

રાય બહાદુરે કહ્યું “આટલાં વર્ષોની જહેમત પછી એ હાથમાં આવ્યો છે...પણ એ જે રીતે પકડાયો છે એ જાણીને આશ્ચર્ય થાય છે કે આવું છટકું તો સાવ સામાન્ય છે એ જાણીને જાતે પકડાઈ ગયો છે ?”

અત્યાર સુધીતો એણે પોલીસ અને સેનાને ધોળા દિવસે તારાં બતાવી દીધાં હતાં અને અચાનક...”

મેજર અમને કહ્યું “ના સર એવું નથી પણ એ નિશ્ચિંન્ત થઇ ગયો હતો. આજ સુધી એને પોલીસ કે સેના પકડી નહોતી શકી એનાં બે કારણ છે એક તો પોતે મામલતદારનાં મોહરાં હેઠળનો શેતાન એટલે કોઈને કલ્પના નહોતી આવતી. બીજી ખાસ વાત કે એનું નેટવર્ક... એ એટલો સતર્ક રહેતો કે એને પકડી ના શકાયો એનાં ખબરી અને જાણભેદુ આપણાં સ્ટાફ કરતાં વધુ સતર્ક અને ચબરાક. બીજું એલોકો અહીંના લોકલ એટલે જંગલ અને બીજી બધી વાતોમાં માહિતગાર...”

“સર તમને અને તમારાં દીકરાને યશ મળવો હતો એ અહીં આ વિદેશીઓને લઇ આવ્યો અને તમે એનાં પર વોચ ગોઠવી...અહીં તમે ખુબ ભરોસેમંદ એવાં સિદ્ધાર્થને ડ્યુટી પર મુક્યો એલોકોની ખુબ ચુસ્ત કામગીરી અને આ બધાં ઉપર કમનસીબે એનાં કમનસીબે સ્કોર્પીયન વધુ પડતો નિશ્ચિંન્ત થઇ ગયેલો.”

“મને લાગે છે સિદ્ધાર્થ પાર્ટી ગોઠવી છટકું બનાવ્યું એ આખા કાર્યક્રમની માસ્ટર કી છે એ નપાવટ અહીં પાર્ટીમાં આવ્યો અને દારૂ પીને વિદેશી છોકરીઓને જોઈને કામાંધ થયો અને ભૂલ કરી બેઠો. આપણાં ચપળ સિપાહીઓએ એને અંદર અને બહાર બધેથી ભીંસ આપી એનાંજ બંગલામાં એને કેદ કરીને ધરપકડ કરી...અંતે યશ તો તમનેજ છે સર...”

 

વધુ આવતા અંકે પ્રકરણ 53