ધ સ્કોર્પિયન - પ્રકરણ -51 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ -51

ધ સ્કોર્પીયન

પ્રકરણ -51


દેવને હવે બધું જાણ્યાં પછી એક એક વાત જાણવાનું કુતુહલ હતું એ જેમ જાણતો જતો હતો તેમ તેમ વધુ પ્રશ્ન કરી રહેલો. એણે એનાં પાપાને કહ્યું “પાપા સોફીયા સાક્ષી બની ગઈ એનાં માટે અને સરકાર માટે પણ સારું થયું પણ મને એક પ્રશ્ન હજી સતાવે છે કે એની સાથે શું થયું હતું ? મેં અનેકવાર એને પ્રશ્ન કરેલાં પણ એ કાયમ કોઈક કારણે અટકતી હતી ખબર નથી કેમ ?”

“પાપા...એકવારતો એ લગભગ કહેવા પરજ આવી ગઈ હતી પણ ત્યારે..”.એમ કહી ચૂપ થઇ ગયો સિદ્ધાર્થ સામે જોઈ રહ્યો . સિદ્ધાર્થ અને રાય બહાદુરની આંખો એક થઇ.

રાય બહાદુરે કહ્યું "દેવ મારે આગળની કાર્યવાહી પુરી કરાવી કોલક્તા જવાનું છે મેજર અમન ગુપ્તા સાથે ચર્ચા કરી હોમ મીનીસ્ટર ઓફ સ્ટેટ સાથે અગત્યની વર્ચ્યુઅલ મીટીંગ છે ઘણાં કામ છે સમય ઓછો છે. જતાં પહેલાં તને હું ફોન કરીશ.”

“તું જે પૂછી રહ્યો છે એનાં બધાં જવાબ સિદ્ધાર્થ તને વિગતવાર આપશે હવે એને કહેવા છૂટ કારણકે મીશન સફળતા પૂર્વક પૂર્ણ થયું છે”. એમ કહી ઉભા થયાં.

દેવે સંતોષકારક સ્મિત કરતાં પાપા સામે જોયું અને બોલ્યો “પાપા તમારી વાતો અને તમારાં કામથી ફક્ત હું નહીં આખું નેશન પ્રાઉડ ફીલ કરતું હશે અને તમારાંમાંથી પ્રેરણાં લઇ આવા કામ કરવા પ્રેરીત થશે”.

રાય બહાદુરે સ્મિત કરતાં દેવને ગળે વળગાવ્યો સિદ્ધાર્થ સાથે વાત કરીને એમનાં અંગરક્ષકો સાથે ત્યાંથી બહાર નીકળી ગયાં.

સિદ્ધાર્થ, દેવ અને દુબેન્દુ એમને જતાં જોઈ રહેલાં. એમની કાર વિદાય થઇ પછી સિદ્ધાર્થે કહ્યું “દેવ તને ઘણાં પ્રશ્નો છે મને ખબર છે પણ અત્યાર સુધી હું મારી ફરજમાં બંધાયેલો હતો એ સમયે હું બધુંજ જાણતો હોવાં છતાં તને કંઈજ કહી શકું એમ નહોતો. સોરી યાર...પણ હવે મારાં બોસે એટલેકે તારાં પાપાએ જ તને શેર કરવા કહ્યું એટલે બધુંજ જણાવીશ”.

દેવે કહ્યું “થેંક્યુ સર...તમારે સોરી કેહવાનુંજ ના હોય અને તમે તમારી ફરજને આધીન હતાં...સોરી તો મારે કહેવાનું હોય કે હું કોઈ પુખ્તતાં વાપર્યા વિના તમને નાહક પ્રશ્નો કરી તકલીફમાં મુકતો હતો.”

સિદ્ધાર્થે કહ્યું “દેવ તું અને દુબેન્દુ હોટલ પર પાછા જઈ શકો છો મારે અહીં સોફીયા અને ડેનીશની બાકીની કાર્યવાહી કરી પેપર્સ તૈયાર કરવાનાં છે. એમને હવે મુક્ત કરીને સીક્યુરીટી આપવાની છે પછી તેઓ કોલકોતા પોલીસ સ્ટેશન હાજર થશે એમનાં પાસપોર્ટ વીઝા તથા અન્ય ડોક્યુમેન્ટ સીઝ કરી દેવામાં આવેલાં છે તેં બધાં હવે રીલીઝ કરીને એમને પાછા આપી એમનાં દેશ પાછા મોકલી દેવામાં આવશે હવેની કાર્યવાહી કોલકોતાથી થશે. “

દેવ બધું સાંભળી રહેલો એણે કહ્યું “અહીં ક્યાં સુધી છે ? એલોકોને હું મળી શકું ?”

સિદ્ધાર્થે કીધું “ચોક્કસ પણ બે દિવસ પછી હમણાં બધી કાર્યવાહી ચાલશે અને વચ્ચે કોઈ જરૂર પડશે હું તને જણાવીશ તું આવીને મળી લેજે.”

દેવે કહ્યું “એને મળવાં પહેલાં તો માહીતી લેવી છે તમારી પાસે કે શું થયું હતું એની સાથે ?”

સિદ્ધાર્થે કહ્યું “દેવ અત્યારે હું એટલું કહું કે સોફીયા બેભાન અવસ્થામાં મળી પછી એને હોસ્પીટલમાં દાખલ કરી ત્યાં સુધી તું સાથે ને સાથે હતો. પછી તમને બધાંને એનાં સાથીદારો સહિત હોટલમાં રોકાવ્યાં પછી બીજી બાજુ અમારું કામ ચાલુ થઇ ગયું હતું...”

દેવ આશ્ચર્યથી હવે સિદ્ધાર્થની સામે જોવા લાગ્યો. સિદ્ધાર્થે કહ્યું “તમે હોટલમાં ગયાં એજ રાત્રે સોફીયાની ટ્રીટમેન્ટ ચાલું થઇ ગઈ હતી અહીંના ડોક્ટરની મદદમાં કોલકોતાથી પણ ડોક્ટર બોલાવ્યાં હતાં. સોફીયાને ઝેરની ખુબ અસર થઇ ગઈ હતી આખી રાત્રીની જહેમત બાદ વહેલી પરોઢે એણે આંખો ખોલી હતી...”

દેવ એણે આંખો ખોલી અને પહેલ વહેલી પીડાયુક્ત ચીસ પાડી અને પછી પૂછ્યું “વેર ઇઝ દેવ ?” આવું કહીં સિદ્ધાર્થ દેવનાં ચહેરાં સામે જોવાં લાગ્યો.

દેવે પૂછ્યું “સર મારુ નામ ? કેમ ? ઓહ એ મારી ટુરમાં હતી મારી સાથે હતી એટલે મને યાદ કર્યો હશે.”

સિદ્ધાર્થે કહ્યું “ના દેવ તારી સાથે ટુરમાં તો હતીજ પણ એણે તારું પૂછ્યા પછી એવી ચીસો નાંખી દેવ...દેવ...સેવ મી...દેવ પ્લીઝ...દેવ.”

“આઈ એમ સોરી...દેવ...આઈ..”.અને સિદ્ધાર્થ અટકી ગયો. દેવ અને દુબેન્દુ એકબીજા સામે જોઈ રહેલાં અને પછી સિદ્ધાર્થની સામે જોયું...સિદ્ધાર્થે કહ્યું “એ અર્ધ બેભાન અવસ્થામાં જ હતી સંપૂર્ણ ભાનમાં આવીજ નહોતી એ રીતસર લવારી કરી રહી હતી. મેં એ સમયે ડોક્ટરની પરમીશન લીધી કે હું આ સસ્પેક્ટર સાથે વાત કરી પ્રશ્નોથી માહિતી કઢાવું મેં ડોક્ટરને કન્વીન્સ કરવા ખુબ પ્રયત્ન કર્યો...કેટલાય સમયની એ સમજાવટ પછી એમણે મને પરમીશન આપી.”

“દેવ મેં એની સાથે એવી રીતે વાત કરવાં માંડી કે હું જ દેવ છું હું એ સમયે રાત્રે સીવીલ ડ્રેસમાં હતો માથે તારાં જેવી કેપ પહેરી હતી એની અર્ધ બેહોશ અવસ્થાનો મેં ફાયદો ઉઠાવ્યો અને...”

દેવે કહ્યું “પણ સર તમને એવી શું જરૂર પડી ? એ મારુ નામ દઈ શું કહેવાં માંગતી હતી ?” ત્યાં સિદ્ધાર્થનો મોબાઈલ રણક્યો...એણે સ્ક્રીન જોયો અને બોલ્યો “દેવ સોરી બીજી વાત પછી મારે તાત્કાલિક જવું પડશે ટેઈક કેર.” કશું જણાવ્યાં વિના સિદ્ધાર્થ ત્યાંથી જવા નીકળી ગયો.

*****

વિરાટ ચા નાં સામ્રાજ્યનાં માલિક રુદ્રરસેલનાં મહેલ જેવાં બંગલામાં સજાવટનું કામ ચાલી રહેલું આ ઉત્તરપૂર્વની પહાડીઓ અને ચાનાં વિશાળ કુદરતી મેદાનોમાં આવેલો એમનો બંગલો...

ખુબ ઊંચાઈ પર આવેલાં પહાડનાં સપાટ ભાગમાં પૂર્વીય હિંદુ સંસ્કૃતિથી અંકિત એવું ખુબ સુંદર આર્કીટેક્ચરથી બનેલો બંગલો...કોતરણી મૂર્તિઓ, કંડારેલી હતી બધેજ અલંકારીક ગોખલા અને પથ્થરથી જડેલી દિવાલો, વિશાળ પ્રવેશદ્વાર, બાગ, બગીચા જાણે કોઈ રાજા મહારાજા માટે સજાવેલો મહેલ...

આર્યન અને હિંદુ સનાતન સંસ્કૃતિનું બેજોડ પ્રદર્શન હતું જ્યાં જ્યાં આંખ નજરે કરે ત્યાં ત્યાં સંસ્કૃતિ સંસ્કાર અને કલાકૃતિનાં દર્શન થતાં હતાં. જોઈનેજ આંખ ઠરી જાય એવો માહોલ હતો.

રુદ્ર રસેલની એકની એક દિકરી દેવમાલિકાની વર્ષગાંઠ હતી એનાં નિમિત્તે મોટી પૂજા હવનયજ્ઞ અને પાર્ટી રાખી હતી એમાં દેવ રાય બહાદુરને આમંત્રણ હતું...


વધુ આવતા અંકે પ્રકરણ -52