અમતો જીવનનો સફર લાંબો હોય છે, પણ આખા જીવનમાં સૌથી મોટો અને મહત્વનો સફર સ્કૂલ બેગથી ઓફીસ બેગ સુધીનો હોય છે.
આમ જોવા જઈએ તો સ્કૂલ બેગ કરતા ઓફીસ બેગનો ભાર ખુબ ઓછો હોય છે. જ્યારે આ ભારેને જવાબદારી સાથે તોલીએ ત્યારે આપણે સચ્ચાઈનું ભાન થાય છે. સ્કૂલ બેગમાં તો પુસ્તકનો ભાર હોય છે. તેની સામે ઓફીસ બેગમાં માત્ર માત્રને એક લોપટોપનો ભાર હોય છે.
બાળપણમાં હંમેશા નાના બાળકોની એક ફરિયાદ રહેતી હોય છે, કે પાપ્પા કેમ થોડા વજનથી ભરેલુ બેગ લઈ જાય છે અને હુ કેમ આટલુ ભારે ભરખમ પુરસ્તોકોથી ભરેલુ બેગ લઈ જાવ છુ? ત્યારે હંમેશા માતા એવુ કહે છે કે બેટા તુ મોટો થય જા આજે અભ્યાસમાં ઘ્યાન આપીશ તો કાલે તારા બેગનો ભાર પણ ખુબ ઓછો હશે.
ત્યારે સ્કૂલ સમય વિતી ગયો સમયનો ચક્ર ફર્યો અને જવાબદારી સંભાળવાનો સમય આવ્યો. અભ્યાસ પૂર્ણ પણ નહતો થયો. સમજણનું પુસ્તક સામેથી ખોલવાનો કોઈ ઈરાદો નહતો પણ જેમ અભ્યાસમાં કોઈ પણ વિષયની પરિક્ષા હોયને તેમ સમયે પરિક્ષાનો દોર શરૂ કરી દીધો હતો. આ બંને પરિક્ષા આમ એક સમાન હતી પણ ફરક એટલો હતો કે સમય કોઈ પણ વિષયનું પુસ્તક વાંચવાનો સમય ન આપે અને સ્કૂલમાં પુસ્તક વાંચી પરિક્ષા આપવાનું હતુ. સ્કૂલમાં હંમેશા કંઈક નવુ શીખીને પરિક્ષા આપવાની હતી અને સમયની પરિક્ષા આપ્યા બાદજ કંઈક શીખવા મળે છે.
સ્કૂલની પરીક્ષાતો આરામથી સમજમાં આવી જતી જ્યારે આ સમયના ચક્રની પરીક્ષામાં જીવન કેવું હોય અને કેવુ બની જતુ હોય તે નક્કી નથી હોતુ. કોઈ પરીક્ષામાં સંયમ રાખી પાસ થઈ જતા હોય કોઈ વલખા મારી પાસ થવાનો પ્રયાસ કરતા હોય. સમયની સૌથી મોટી પરીક્ષાતો જવાબદારીની હોય છે. કમાલની હોય છે જવાબદારી શરીરના મજબૂત ખંભાને નીચા નમાવી રાખીદે છે.
જવાબદારીનું જ્યારે ભાન થાય છે ત્યારે આપણ બેગમાં નાતો પુસ્તકનો ભાર હોય છે નાતો વાંચી અને સમજવાની સમય સીમા હોય છે, હોય છે તો ખાલી જવાબદારી! આ સમય એવો હોય છે કે આપણે ખુદ પણ સ્કૂલ લાઈફ યાદ કરતા હોય પણ આ સમયે ફરીયાદ પણ કરી શકતા નથી. નાનપણમા તો જેમ આપણે ફરીયાદ કરી મનની ભડાશ ઉતારી દેતા હતા તેમ મોટા થઈ આપણી ભળાશ કાઠી શકતા નથી. આ જ સૌથી મોટો ફરક હોય છે સ્કૂલ બેગ થી ઓફીસ બેગનો !
આપણે નાના હોય ત્યારે આપણે હાથમાં ઘડીયાર પહેરતા હોઈએ કેમક એ આપણો શોખ હોય પણ જ્યારે એજ ઘડીયારનું ચક્ર ફરે ત્યારે એકાએક લોકોના પ્રશ્નોના જવાબ આપવાનો પણ સમય નથી હોતો. પ્રશ્ન હોયતો સીધો સાદો પણ કેમ એ પ્રશ્ન સમયના ચક્રની જેમ ગોળ ગોળ ફરતો રહે છે. જ્યારે નાના હોઈએ ત્યારે આપણા મિત્રો પરીવારથી વઘુ કોઈ પ્રિય નથી હોતુ પણ જ્યારે સ્કૂલ બેગનો ભાર ઓછો થાય છે ત્યારે આપણને પૈસાથી પ્રિય કોઈ નથી હોતુ. મહત્વ હોય બધાનું પણ જવાબદારીની ભાર નીચે ક્યાંકને ક્યાંક દબાઈ જતુ હોઈ છે. ત્યારે આપણને ભાન થાય છે કે એ જુના ફાટેલા સ્કૂલ બેગ ભાર વધુ સારો હતો. જ્યારે હાથમાં નાતો ઘડીયાર પહેરવાનો ટાઈમ હોય કે નાતો સમય જોવાનો સમય હોય.
આમ જો આ હકીકત કોઈ દિવસ નહી બદલાય સ્કૂલ બેગ કરતા ઓફિસ બેગનો ભાર વઘારે હોય છે પણ જો આ કડવા સત્યને સ્વીકારવુ હોય તો પોતાના જવાબદારીના ભારને જીવનનો ભાર ન બનાવી લેતા. જ્યારે તમે તમારા પ્રશ્નોથી ભાગવાનું શરૂ કર્યુ ત્યારથી આ ઓફિસ બેગનો ભાર ધીરેધીરે કરી ખોખલો બનાવી દેશે. પ્રશ્નો અને સમયની પરીક્ષા નસીબ પર છોડનારને હારનો જ સામનો કરવાનો વારો આવે છે.