સફર તુ કરીશ…! થી તે કરી લીધુ…! Tejas Rajpara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર તુ કરીશ…! થી તે કરી લીધુ…!

        વાક્ય નાના પણ છે અને બોલવામાં સહેલા પણ છે, પણ જ્યારે સમજવાનો પ્રયાસ કરીએ તો તેનો અર્થ મોટો થાય છે. આ બે વાક્ય સાંભળતા માણસ જૂનુનમાં આવીને કાર્ય કરી જાય છે કાં તો આ વાક્યનું પરીણામ ‘હાર’ બનાવી પહેરી લે છે. સમજવાનો પ્રયાસ કરીએ બન્ને વાક્યને.

        તુ કરીશ…! દરેકે આ વાક્ય જીવનના નાનામા નાના ખુણે એક વાર તો સાંભળેલુ હશે. કોઈ વાર મિત્ર દ્વારા તો કોઈ વાર માતા-પિતા દ્વારા તો કોઈ વાર સગા-સંબંધી દ્વારા, બસ સ્વરૂપ અલગ હશે. વાક્યનો ભાવ તો એક જ હશે. જ્યારે પણ એક નવી શરૂઆત થાય ત્યારે તે શરૂઆત નાની જ હોય છે અથવા તો એ શરૂઆતની પહેલ સહેલી નથી હોતી. સમાજ એક એવી જગ્યા છે જ્યાં લોકોને શરૂઆત કરવા બદલ શાબશી આપવા કે પ્રોત્સાહન આપવાને બદલે હકીકતના નામે નિરાશા આપે છે. લોકો કહે છે તુ કરીશ… આ આપણુ કામ નથી, આ આપણાથી ના થાય.

        જો કોઈ માણસ આવા વાક્યો નો વિરોધ કરે કે જવાબ આપવાનો પ્રયાસ કરશે તો તેને ધમંડી, પપ્પાના રૂપિયા બગાડનાર, માતા-પિતાએ માથે ચડાવી રાખ્યો છે જેવા કેટલાક શબ્દોના તીરોનો સામનો કરવો પડતો હોય છે. “કોણ એવુ કહે છે કે ડગલેને પગલે સમાજ તમારી સાથે છે જ્યારે ડગલેને પગલે એ જ સમાજ ઉતારી પડવા તૈયાર છે” માત્ર છોકરા જ નહીં પણ છોકરીઓ સાથે પણ આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે.

        કેટલાક એવા લોકો હોય જે સામે જવાબ આપી પોતાનો રોષ ત્યાં ઠાલવી દેતા હોય છે, પણ કેટલાક લોકો પોતાના રોષને પોતાની હિંમત બનાવી તે લક્ષ્ય તરફ વધુ ઝડપ થી દોડ મુકે. જ્યારે આવા લોકોની વાતો અને ટોનની અસર તો એવા લોકો પર થાય છે જે પહેલાથી પોતાના નિર્ણયને લઈ પોતાની જાત અને પરીવાર સાથે સંધર્ષ કરતા હોય છે તો પણ સમાજના આવા તીખા મરચા કરતા પણ આકરા ટોન સહન કરી શકતા નથી. પોતાની હિંમત હારી જાય છે અને સમાજ નામના ધેટાના જૂન્ડમાં ચાલવા લાગે છે. બીજા લોકો જે આવા ટોનથી હાર માની લીધી હોય તે પોતાના લક્ષ્યને ધુધરુ જોઈ ખુદને વીલ્લીન કરી લેતા હોય છે.

        જ્યારે એ માણસ આ બધા સામે જજૂમીને પોતાના લક્ષ્યના અંત શુધ્ધી પહોંચે અથવા પહોંચવા આવે ત્યારે કહેશે તે કરી લીધુ…!

        લડાઈ જીવનનો એક અભ્ભિન અંગ બની ગઈ છે જેનાથી નાતો પીછો છોડાવી શકીયે નાતો તેનાથી ભાગી શકીયે. જ્યારે એવુ  થાય કે હવે હું બધાને સાબીત કરી બતાવીશ “મેં કરી લીધુ”. પણ સમાજ ની ટેવ કહો કે નસીબ વાંક કહો. હકીકત એ છેકે આપણે કોઈ પણ હાલતમાં સંધર્ષતો કરવો જ પડે છે. જ્યારે આપણે સફળતાની ટોચ પર પહોંચવા આવ્યા હોય ત્યારે લોકો નુ કહેવુ એવુ થાય. જરૂર કોઈ તિકડમ લાગાવ્યો હશે. લાગે છે ચોરી કરીને પાસ થયો હશે બાકી આ ક્યાં કરી શકે તેમ છે…જેવા કેટલાય ટોન લક્ષ્ય પ્રાપ્તિ પછી પણ આપણે સાભંળવા પડે છે. પણ જ્યારે આપણ એક સિધ્ધીની પ્રાપ્તિ કરી એક સારી જગ્યા પર હોઈએ ત્યારે આશ્ચર્યથી બોલે છે. “તે કરી લીધુ એમ…”ત્યારે પણ એ લોકો આપણા માટે ખુશ થતા નથી.

        આ બે વાક્યો જે સાંભળવાનો સફર છે એ જ્યારે આપણે પાર કરી લઈએ ત્યારે સમાજની આંખો ચાર થઈ જાઈ છે. પહેલુ કહેવાય છે ને કમાંન્ડ માંથી નીકડેલ તીર અને મોઠા માંથી નીકડેલા શબ્દો ફરી પાછા આવતા નથી. અને તે નીશાના પર લાગીને જ રહે છે. પણ એ તીર કે શબ્દની અસર આપણા પર સારા કે ખરાબ સદ્રભમાં થવા દેવી તે આપણા હાથમાં હોય છે.