વાંક કોનો? Tejas Rajpara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાંક કોનો?

જીવનમાં આમતો લોકો આત્મનિર્ભરની માળા રટે છે. પણ ક્યાંક આત્મનિર્ભર થવામાં જીવનના કેટલાક મહત્વના ભાગને ભૂલી જઈએ છીએ. આત્મનિર્ભર થવું સારું છે,પણ આપણા જીવનના અમુક ભાગ એવા હોય છે, કે જેને આપણે ક્યારેય નથી ભૂલી શકતા. એવો એક અભિન્ન ભાગ છે આપણાં જનેતા, આપણા મા-બાપ.

આજ કાલના લોકો ફેશન કે ટ્રેન્ડના ચક્કરમાં પોતાના અને મા-બાપની વચ્ચેના જનરેશન ગેપ નામનો મોટો પુલ બનાવીદે છે. જે પુલને બાળકો માતા-પિતાને ઓળંગવા દેતા નથી અને પોતે ઓળંગવા માંગતા નથી. જ્યા બાળકોને એટલી સમજ નથી કે ક્યારેક જીદ અને જુનૂનમાં આપણે કોને શું કહીએ છીએ એનુ ભાન નથી હોતુ, ક્યાં અને કોણ આપણું સારું વિચારે છે, કે કોણ આપણું ખરાબ વિચારે છે એનો કોઈ વિચાર કરતા નથી.

આ વાત ૧૮ વર્ષીય વરુણની છે. જે આમતો સારો માણસ છે. અત્યાર સુધી પોતાના પરિવાર એટલે કે માતા-પિતા અને બહેન સાથે જીવન સુખથી પસાર કરતો હતો. પણ હવે વરુણ મોટો થઈ રહ્યો હતો. એટલે માતા-પિતા પોતાની ફરજ સમજીને પુત્ર વરુણને એક સારો ફોન લઈ આપે છે. જે એમના પરિવાર માટે મોટો વણાંક લઈ આવે છે. હવે વરુણના અભ્યાસ માટે વરુણને બહારગામ મોકલે છે. માતા-પિતા પોતાના પુત્રના સારા ભવિષ્ય માટે તેને બહારગામ મોકલે છે. હવે વરુણ એક મોટા શહેરની હોસ્ટેલમાં રહે છે. જ્યાં કોઈ તેનુ જાણીતું નથી. શરૂઆતમાં વરુણને એકલું લાગે છે, પણ ધીમેધીમે વરુણ પોતાની ઓળખ ઉભી કરે છે, અને હોસ્ટેલમાં ચહીતો બની જાય છે.

થોડા જ સમય બાદ વરુણના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો. વરુણ હવે પરિવાર સાથે ઓછો અને ફોન સાથે વધારે સમય વીતાવા લાગ્યો. વુરુણ હવે ફેશન અને ટ્રેન્ડને ફોલો કરતો થઈ ગયો છે. હવે વરુણને એવુ લાગી રહ્યુ છે,કે એને દુનિયાદારીની સમજ આવી ગઈ, પણ એ ખોટો હતો. વરુણ એના રસ્તા પરથી ભટકી ગયો હતો. એના સ્વભાવમાં જીદ અને જૂનુન દેખાતુ હતુ. એ નાની વાત પર ચીડાઈ જતો હતો. જ્યારે પહેલા નાની વાત પર માતા-પિતાની સલાહ લેતો હતો, ત્યારે હવે એ વાત પૂછવા પર પણ છૂપાવતો હતો.

આમ કરતાં કરતાં બે વર્ષ પસાર થઈ ગયા અને હવે વરુણ પૂરી રીતે બદલી ગયો હતો. માતા-પિતા અને વરુણ વચ્ચે લાંબો પુલ બંધાઈ ગયો હતો. જે ટુંકો થવાની બદલે લાંબો થતો જતો હતો. જયારે વરુણ હવે પોતાના સંસ્કારની વિરુદ્ઘ કામ કરવા લાગ્યો હતો.

વરુણ હવે મોર્ડન થવાની સાથે તેના વિચાર પણ મોર્ડન થઈ ગયા હતા. એ સમય ગાળામાં વરુણના જીવનમાં એક નવા પાત્રએ પોતાની અનોખી જગ્યા બનાવી. તેનુ નામ નિશા હતુ. આમ દેખાવમાં સાદી-સરળ પણ વિચાર અને કપડાથી મોર્ડન. થોડા સમયમાં તેને વરુણના જીવનમાં જગ્યા બનાવા સાથે વરુણને પોતાની આંગળી પર ચલાવાનુ શરૂ કરી દીઘુ હતુ. આના પરિણામ સ્વરૂપ વરુણ તેના માતા-પિતા થી એટલો દૂર થઈ ગયો હતો કે જેની કોઈ સીમા ન હતી. હવે વરુણ પોતાના માતા-પિતા સાથે ભાગ્યે જ વાત કરતો હતો. સાથે તેમના ફોન પણ અનદેખા કરતો હતો. દિકરાની ચિંતામાં પિતા વરુણને મળવા માટે તેને ઘરે બોલાવે છે. પણ વરુણ નિશાના કહેવાથી ઘરે આવવાની ના કહી દે છે.

દિકરાની ક્રુરતા ભરી ના સાંભળીને પિતાનુ દિલ ચિંતામાં વ્યાકુળ થઈ ગયુ. પિતા તેના કુશળ મંગલ સમાચાર પુછવા તેની હોસ્ટેલ પહોંચે છે. ત્યારે વરુણના પિતાને વરુણના કુ-લક્ષણોની ખબર પડે છે. ત્યારે પિતા સામે નિશાની સચ્ચાઈ પણ આવે છે. સલાહના ભાગ રૂપે પિતા વરુણને, નિશાને સમજવા માટે સમય લેવાનુ કહે છે કેમકે નિશાને જોઈ તેના પિતાને શંકા ઉદભવે છે. આ વાતની નિશાને જાણ થતા તે વરુણને વાત ન માનવા સમજાવે છે. સાથે એવુ કહે છે કે તેમને આપણા સંબંઘથી આપત્તિ છે જેના પરિણામ સ્વરૂપ વરુણ તેના પિતાથી વઘારે ચિડાય છે. વરુણ અને તેના માતા-પિતા વચ્ચેનુ અંતર વઘી જાય છે.

આમ કરતા છ મહીના વીતી જાય છે અને આવે પ્રેમનો મહીનો એટલે કે ફેબ્રુઆરી. જ્યારે બઘા પોતનો પ્રેમ વ્યક્ત કરતા હોય. ત્યારે વરુણ છ મહીના પછી તેનો પ્રેમ વ્યક્ત કરવાનુ મન બનાવી લે છે. પણ વરુણને ખબર ન હતી કે આ મહીનો તેના જીવનમાં નવો વણાંક લાવવાનો હતો. વેલેન્ટાઈનના એક અઠવાડિયા પહેલા નિશા વરુણની નાની બહેનને મળવાની જીદ પકડે છે. નિશાની વાત માની તે પોતાની નાની બહેનને પોતાને ત્યાં ફરવા બોલાવે છે. ત્યારે વરુણ એ પોતાના ઘરે વાત સાચવી લીઘી હતી એમ કહીને કે હવે તે નિશા જોડે વાત નથી કરતો.

તેના બે દિવસ પછી વરુણની નાની બહેન ચાર-પાંચ દિવસ માટે રોકાવા આવે છે. ત્યાં પ્રશ્ન એ ઉભો થાય છે કે વરુણની નાની બહેન પ્રાચી રાત્રીવાસો ક્યાં કરશે. હોશિયાર નિશા તેનો તોડ બતાવતા કહે છે કે પ્રાચી મારા ઘરે રોકાઈ જશે. વરુણ અને નિશા નક્કી કરે છે કે પ્રાચીને નિશાનું નામ બીજુ કહીશું.

પ્રાચી વરુણ પાસે પહોંચી ગઈ હતી અને તેનો આ પ્રવાસ ખૂબ આનંદ દાયક હતો. જોત-જોતામાં ચાર દિવસ પસાર થઈ ગયા હતા. પ્રાચીનો આ છેલ્લો દિવસ હતો. આ દિવસ એટલે ૧૪ ફેબ્રુઆરી, જેના પર બઘાની નજર હતી. જ્યારે વરુણને એમ હતુ કે તેના માતા-પિતા એ પ્રાચીને તેની પાસે ફરવા માટે મોકલી છે, પણ હકીકતનો દરવાજો ખોલીએ તો ચાર દિવસ પહેલા વરુણના માતા-પિતાએ પ્રાચીને કહ્યુ હતું કે બેટા ત્યાં તારો ભાઈ કોની સાથે રહે છે, કોની સાથે વાત કરે છે, એની એક-એક માહિતી આપજે. જોકે તેમની પાસે નિશાનો ફોટો ન હતો તેઓ નિશાને માત્ર નામથી જ ઓળખતા હતી.

જ્યારે આ વાતથી અજાણ વરુણ-નિશા પોતાની મસ્તીમાં અને બહેનની આવવાની ખુશીમાં મગ્ન હતા. પણ ૧૪ ફેબ્રુઆરીએ રાતે જ્યારે વરુણ એના દિલની વાત કહેવા માટે તૈયાર થઈ નિશા પાસે જઈ રહ્યો હતો. ત્યારે બીજી બાજુ નિશા પણ તૈયાર થઈ, પ્રાચીને તૈયાર થવાનુ કહેવા માટે તેના રૂમ પાસે પહોંચી ત્યારે નિશાએ પ્રાચીને કોઈક સાથે ફોને પર વાત કરતા સાંભળી ત્યારે નિશા સમજી ગઈ કે પ્રાચી અહીં ફરવા માટે નહિ પણ તેના ભાઈની જાસૂસી કરવા માટે આવી છે. નિશા જેટલી દેખાવમાં શાંત દેખાતી હતી એટલી જ અંદરથી ગુસ્સેલ સ્વભાવની હતી. આવી વાત સાંભળી નિશાને પ્રાચી પર ગુસ્સો આવ્યોકે વરુણના માતા-પિતા અને પ્રાચી તેમને કેમ અલગ કરવા માંગે છે.

સંસારનો આ નિયમ છે કે જયારે માણસ ગુસ્સામાં હોય ત્યારે કોઈ દિવસ સાચા નિર્ણય લઇ શકતો નથી. એવી જ રીતે નિશા પણ ગુસ્સા અને આવેશમાં આવી બદલો લેવાનું નક્કી કરે છે. તેને વિચારી લીધું કે આજે પાર્ટીમાં તે તેનો બદલો લઈને રેહશે. બીજી બાજુ પાર્ટીની વાત સાંભળતા વરુણના માતા-પિતા વિચારે છે કે વાત હાથમાંથી નીકળેતે પહેલા આપણે ત્યાં જઈ વાતને સાંભળી લઈએ. પાર્ટી શરૂ થવાને થોડા સમયની વાર હતી. બધા પોતપોતાના સબંધ માટે એક લડાઈ લડી રહ્યા હતા. વરુણ નિશા અને પ્રાચી પાર્ટી હોલ પહોંચી ગયા હતા. પ્રાચીને તેના માતા-પિતાના આવવાની જાણ હોતી. તેથી તેણે જેમ-તેમ કરીને પાર્ટીને રોકી રાખી હતી. બીજી બાજુ નિશા પોતાના પ્રેમની વચ્ચે આવનારને હટાવવાની તૈયારી કરી રહી હતી.

પાર્ટી શરૂ થતાં જ પ્રાચી પાર્ટીની મજા લેવાનું નાટક કરી રહી. હતી વરુણ પોતાની વાત કહેવા સાચા સમયની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે નિશાને એક ફોન આવે છે જેમાં વાત કરતા કરતા નિશા એક ખાલી ખૂણામાં ચાલી જાય છે. થોડા સમય સુધી નિશા નજર સામે ન દેખાતા વરુણ તેને ગોતવા લાગે છે,અને નિશાની પાછળ પહોંચે છે. ત્યારે તે સંભાળે છે કે નિશા તેની બહેનને નુકશાન પહોંચાડવાની તૈયારી કરી રહી હતી. આ સાંભળી વરુણ આશ્ચર્ય ચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે મારા માતા- પિતા સાચા હતા. મારા જીવન માટે આ છોકરી બરાબર નથી. વરુણ નિશા સામે જાય તો છે, પ્રેમ વ્યક્ત કરવા નહિં પણ તેની સાચે સંબંધ તોડવા.આ વાત સાંભળી નિશાને ભાન થાય છે કે તે ખોટી હતી. બદલાની ભાવનામાં તે પોતાનો કીમતી સંબંધ ખોઈ બેઠી. નિશા પોતાની ભૂલ સમજતા ભૂલની માફી માંગે છે. ફરી પાછુ આ કૃત્ય નહિ કરે તેવું વચન પણ આપે છે. ત્યારે વરુણના માતા-પિતા પાર્ટીની જગ્યા પર પહોંચે છે. તે આવા દ્રશ્ય જોય તેઓને સમજાય છે,કયાંકને ક્યાંક તેના દીકરા વરુણ ની વાત સાચી હતી. જો તે લોકો કોઈ કાવતરું ના કરત તો તેની દિકરી પર સંકટ ના આવત.

આ રીતે બધા પોત-પોતાનો થોડો થોડો વાંક સમજી એક બીજાની માફી માંગે છે, પણ પરિવાર માંથી કોઈને એ સમજાતું નથી કે ખરેખર વાંક હતો કોનો?