લગ્નની શહેણાયો વાગી રહી હતી. આ બાજુ વરઘોડીયા પોતાના વટમાં ખુશ હતા, તો બીજી બાજુ માંડવીયા પોતાની મહેમાન ગતીમાં વ્યસ્ત હતા. ધામેધુમે વરઘોડીયાઓએ પોતાના લગ્ન જીવનમાં પ્રભુત્વના પગલા પડ્યા. વહુ હરખભેર ઘરે આવે છે સાસુ સસરા તેને ખુબ સાચવે છે. વહુને દિકરીનું સ્થાન આપે છે. વહુ પોતાના પિહર જાવાનું ભુલી જાય એવુ દેવના વરદાન જેવું વહુને સાસરુ મળ્યું. અહીં વાત થાય છે ઉપાદ્યાય પરિવારની જેમા દિકરા ચિરાગ ઉપાદ્યાયના લગ્ન હેતલ સાથે થાય છે. પરિવારમાં આમતો ત્રણ લોકો હતા માતા એટલેકે રીટા ઉપાદ્યાય પિતા એટલેકે બિપીન ઉપાદ્યાય પણ વહુ આવતા હવે પરિવાર પૂર્ણ થાય છે.
લગ્ન જીવનને થોડો સમય થયો હતો ત્યારે નાની વાત પર સાસુ વહુ એક બીજા સામે-સામે આવે છે. ત્યારે ચિરાગ પત્ની સાચી હોવા છતા માતાના પક્ષમાં બોલ્યો અને ઘરમાં વિરોધનો વંટોળ ફરી વળ્યા. પહેલુ કહેવાયને કે ‘વાસણ હોય તો અવાજતો આવાનો જ છે.’
સમય વીત્યો ઘરમાં બઘુ બરાબર હતુ પણ એ નાની વાતને લઈ પતી પત્ની વચ્ચે થોડો તણાવ રહેવા લાગ્યો.પતી પત્ની એકબીજા સાથે સંબંધ વિતાવતા ન હતા. પણ ઘરનો સુખી સંસાર ચાલી રહ્યો હતો.
થોડો સમય બાદ વહુ હેતલ નોકરી કરવાની છૂટ માંગે છે. સાસુ સસરા નોકરી કરવા માટે હા પણ પાડે છે. થોડા દિવસોમાં હેતલની એક માર્કેટીગની કંપનીમાં નોકરી પણ લાગી જાય છે. હેતલ ઘર સાથે પોતાની નોકરી સારી રીતે સાચવે છે.
કરીના થોડા જ સમયમાં હેતલ સારી પ્રગતી કરે છે. એક દિવસ હેતલ પોતાની મિટીંગ માટે એક હોટલ પર ગઈ હતી જ્યાંથી ઉપાદ્યાય પરિવારના જીવનમાં એક નવો વણાંક આવ્યો હોટલમાં ચિરાગ કોઈ છોકરી સાથે એક રૂમાંથી બહાર આવી રહ્યો હતો. સમયે એવું ચક્ર ફેરવ્યું કે હેતલ જે હોટલમાં ગઈ હતી એજ હોટલમાં ચિરાગ કોઈ બીજી યુવતી સાથે રૂમ માંથી બહાર આવતો જોવા મળ્યો.
સમયનું ચક્કર ફર્યું સુખનો સમય વીત્યો દુખનો આભ તૂટ્યો, લગ્ન જીવનની નાજુક દોરી તૂટી. ચીરાગ-હેતલે અલગ થવાનો નિર્ણય કર્યો. સમયની સાથે પરિવારે દુખી મનથી નિર્ણયને અપનાવ્યો. દિકરા ચીરાગે પોતાના જીવનમાં આગળ વધવાનો નિર્ણય કર્યો. ચિરાગ પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવાની વાત આગળ વધારી. ઘરમાં ધીરે-ધીરે બધુ બરાબર થઈ રહ્યું હતું, જીવનનું ચક્ર ફરી પાછુ ફર્યું પણ દુ:ખ ઉપાદ્યાય પરિવારનું સરનામુ ભુલ્યુ નહીં.
ચિરાગના ફરી લગ્ન લખાય છે હોશે હોશે અધેડ વયનો ફરી વરરાજો બને છે. નવી વહુ ઘરે આવે છે ઘરમાં આમ તો વાતાવરણ શાંત હોય છે. પણ ખબર નય કેમ લગ્નની પહેલી રાતથી ચીરાગ ગુમસુમ રહેવા લાગ્યો. ઘરમાં કોઈ સાથે વાતચીત ન કરે ઓફીસથી મોડી રાત્રે આવે. થોડા દિવસોમાં નવી વહુએ પોતાના રંગ બતાવ્યા. વહુએ ઘરના કામ કરવાની ના પાડી દીધી વહુ અભ્યાસ કરે તે વાતથી ઘરમાં કોઈ વાંધો ન હતો પણ વહુએ બે-બે દિવસ સુધી ઘરે આવવાનું પણ બંધ કરી દીધુ હતું. નાની-નાની વાત પર સાસુ-સસરા સાથે ઝગડા કરે. વાત વઘતી જતી હોવાથી રીટાએ પોતાના દિકરાને ફરીયાદ કરી. ત્યારે પરિવારને મોટો જટકો લાગે તેવી વાતનો ખુલાશો થયો કે સુહાગની સેજ પર વહુ પોતાના પતિને ભાઈ બનાવી લીધો છે. પરિવારને વાત મળતાની સાથે પરિવારમાં શોક અને આશ્ચર્યોનો માહોલ છવાય જાય છે.
ધીમે ધીમે હક્કીકતનો પદડો ખુલે છે. વહુ પોતાના સ્વાર્થ સાથે ઘરમાં પગ મુકવાની વાત બહાર આવે છે. એટલા જ સમયમાં ચિરાગ પોતાની સારા ભવિષ્યને જોતા નવી નોકરી મેળવે છે. ત્યાં તેની મુલાકાત પોતાની પહેલી પત્ની પોતાની સહકર્મીના રૂપમાં થાય છે. સમયની સાથે પહેલી પત્નીની ચિરાગને કદર થાય છે. ત્યારે ચિરાગ ફરી એક વાર તેને મનાવે છે અને પોતાનો ભૂતકાળ ભૂલી સાથે રહેવા પ્રાર્થના કરે છે.
એક વાર ભરોસાને હારી ગયેલી હેતલ ફરી ભરોસો કરી શકતી નથી. પણ સમયની સાથે હેતલ માની જાય છે ને ઉપાદ્યાય પરિવાર ફીર એક વાર રાજી ખુશીથી સાથે રહેવા લાગે છે.
કેટલીક માણસને થોડાક સમયનો વહેમ થાય છે જેને માણસ પ્રેમ સમજી બેસે છે. એવું નથી દરેક સમયે ટુંકા ગાળાનો પ્રેમ એક વહેમ હોય માણસ પણ માણસ એક બીજાને સમજે એને કહેવાય પ્રેમ માણસ એક બીજાનો ઉપયોગ કરે તેને કહેવાય વહેમ. પણ જે વસ્તું કે વ્યક્તી આપણી પાસે હોય તેની આપણ કદર કે કિંમત નથી કરતા, જ્યારે તે કોવાય જાય અને વહેમ વંટોળ ઠંડો પડેને ત્યારે જે દેખાય છે તેને કહેવાય સાચો પ્રેમ......