ખોખલી હકીકત Tejas Rajpara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોખલી હકીકત

          લાઈટોથી ઘર ઝગારા મારતું હતું. ફુલોનો શણગાર એમ શોભતો હતો જાણો કોઈ ઘર નહી બાગ-બગીચામાં હરીયાળી ખીલી હોય. કપડાની ઘડી સરખી રીતે તૂટી ન હતી. એવામાં ઘરના વહુ એટલેકે મોદી પરીવારના વહુ ઉર્મીલા મોદી તેમના સાસુ એટલે જમના મોદીને કહે “બા મીઠાઈવાળાને ત્યાથી પાચ કીલો દૂધની મીઠાઈનો ઓર્ડર આપી દવ”. ત્યાં બાના તીખા વેણનો વરસાદ થાય છે, “ઉર્મીલા વહુ આપણે ત્યાં ક્યારથી દૂધની મીઠાઈ આવવા લાગી”. વહુ ને બોલતા અટકાવી બા કાજુ કેસરની મીઠાઈ માગાવે છે અને વહુને કહે છે “વહુ મારા એકલોતા પૌત્રની સગાઈ છે કોઈ પણ ઠીલ હુ ચલાવી નય લવ આખરે આપણે ખાનદાની પરીવાર છીએ સસ્તી કોય પણ વસ્તુ આપણને ના શોભે વહુ બેટા”.
સગાઈનો પ્રસંગ હતો. શાનો શોક્તથી મોદી પરીવારના એકલોતા ચીરાગ એટલેકે ભાવેશ મોદી અને ઉર્મીલા મોદીનો દીકરા રાજ મોદીની સગાઈ દેસાઈ પરીવારની દીકરી પૂજા દેસાઈ સાથે થવાની હતી. સગાઈમાં આવેલા મહેમાનોની આંખો ચાર થઈ ગઈ હતી. પરીવારનુ નામ અમદાવાદ જેવા મોટા શહેરમાં નામચીન વેપારીઓ માંથી ગણાતુ. સામે પક્ષે દેસાઈ પરીવાર નામ પણ નામચીન વેપારીઓ માંથી હતુ. આમ તો દેસાઈ પરીવાર અને મોદી પરીવાર વેપાર-ધંધામાં એક બીજાની સામે ઈંટનો જવાબ પથ્થર સમાન ગણાતા પણ વર્ષોના વેપારી સંબંધને તેમને પારીવારીક સંબંધ બનાવાનુ નક્કી કર્યુ.
          એ હકીકત કોઈ નક્કારી ના શકે કે ભાવેશ મોદી ધંધાની બાબતે કોઈને પણ આગળ ન જવા દે. પણ આ હકીકતનુ બરણુ ખોલી થોડા આગળના સમયમાં નજર કરીએ તો...
વાત ત્યારની થાય છે, જ્યારે મોદી પરીવાર અને દેસાઈ પરીવારના સંબંધ જોડાયા ના હતા. જ્યારે ભાવેશ મોદી જમીનનો એક સોદો પાડવા જઈ રહ્યા હતા. ભાવેશને ખબર ન હતી, આ એક સોદો સમયની સાચી તાકાત બતાવી દેશે. આ સોદા કેટલાકના જીવનમાં તૂફાન લાવીને જીવન જનજોડીને રાખી દેશે.
          ભાવેશને સોદો કરતા પહેલા તેના સલાહકારે સલાહ પણ આપી હતી. આ સોદામાં નુકસાન વધારે અને ફાઈદાની તક ખુબ ઓછી છે. સોદો આપણા માટે બરાબર સાબિત ના પણ થાય. આ સાંભળ્યા હોવા છતા ભાવેશ કહે આપણે તકની તલાસ નથી કરતા, આપણે ફાઈદાના પ્રમાણથી વ્યાપાર કરીએ છીએ. ભાવેશે સલાહકારની વાત નક્કારી જમીનનો સોદો કર્યો.
જમીનનો સોદો પુર્ણ પણ થયો અંતે એ કરોડોની જમીન ભાવેશના નામે થઈ. આ જમીન પાછળ ભાવેશને એટલો વિશ્વાસ હતો કે તેને પોતાના જીવનની સંપૂર્ણ મૂળી માંથી લગભગ ભાગ ખર્ચી નાખ્યો હતો. થોડા સમય બાદ જમીન પર યોગ્ય બાંધ કામ કરાવાની શરૂઆત થઈ ત્યારે ભાવેશને ખરબ પડે છે કે આ જમીનની નીચેના ભાગમાં પોલાણ છે જેથી ત્યાં કોય પણ જાતનું બાંધકામ થઈ શકે તેમ ન હતું. અંત ભાવેશની લગભગ મૂળી ખોખલી જમીનમાં ફસાય ગઈ.
          વાતની જાણ વાયુ વેગે ફરવા લાગી હતી. પત્રકારો સગાસંબંધીઓ ભાવેશના આગળના વિચારો જાણવા માટે ત્તપર હતા. ત્યારે ભાવેશને પોતાની ઈજ્જત અને માન મર્યાદા બચાવા માટે અસત્યનો સહારો લેવાનું બારાબર લાગ્યુ. ભાવેશ વાયુ વેગે ફરતી હવાને રોક લાગવતા કહ્યુ કે મને એ જમીન વિશેની હકીકત ખબર હતી છતાં મે એ સોદો કર્યો છે કેમ કે એ જમીન પર મારા એક ડ્રીમ પ્રોજેક્ટ માટેનું આયોજન કરી રહ્યો છુ.
          ભાવેશે ખોખલી જમીનની હકીકતની ઉડતી અફવાને તો રોકી લીધી પણ. મુશીબતના વંટોળને ભાવેશ કેમ રોકી શકે. ભાવેશે વધતી આગને હવા નાખી આગતો ઠંડી પાડી, પણ એજ હવાથી ઉઠતા કાળા ધૂવાણાની ભાવેશને ખબર ના હતી.
          ભાવેશના આ ઈન્ટરવ્યુની ચર્ચા આખા અમદાવાદમાં થવા લાગી હતી. દેસાઈ પરીવારના કર્તાહર્તા અવિનાશ દેસાઈને વાતની જાણ થતા. તેમણે પોતાની દિકરીનુ સારુ ભવિષ્ય જોઈ પૂજાનો સંબંધ મોદી પરિવારના દિકરા સાથે કરવાનું નક્કી કર્યુ. તેમને સંબંધની વાત આગળ વધારી આ બધી વાતથી અજાણ મોદી પરિવારના વડીલ જમના મોદીએ સંબંધનો ખુસી ખુસી સ્વીકાર કર્યો.
          સગાઈની તારીખ નક્કી થાય છે. સગાઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. પણ આ બધાથી આગળ મોદી પરિવારની શાખ બચાવા માટે ભાવેશ કઈ રીતે પૂરુ કરતો હતો તેનો કોઈ અંદાજ પણ ના હતો. ભાવેશ પ્રસંગમાં એટલો ખુશ હતો કે જાણે એની ખુશીનો પાર નથી પણ તે અંદરથી એટલો જ દુખી હતો.
આ પરિસ્થિતીનો જવાબ ભાવેશનું એક મીડિયા સામે આપેલુ સંબોધન હતું. જેની જાણ ભાવેશને સગાઈના પ્રસંગમાં થાય છે. મનથી તો આમ પણ હારી જ ગયો હતો ભાવેશ પણ જ્યારે વાતની જાણ થાય છે. ત્યારે તે બહારથી પણ તૂટી જાય છે. એક ખોટો જવાબ એક દિકરીના જીવન પર મોટો સવાલ બનીને રહી ગયો હતો. ભાવેશ પોતાની જાતને સંભાળે છે. પ્રસંગ આગળ વધારે છે.
પ્રસંગ આનંદ મંગલથી ચાલી રહ્યો હતો. સગાઈની વીધી પૂર્ણ થઈ હતી. જમણવારમાં રાવણની લંકાનો એક વિભીષણ બહાર આવે છે. ભાવેશની હકીકતનો ખુલાસો થાય છે. પ્રસંગના ઘરમાં જાણે રણભૂમીનો શંખ ફૂંકયો હોય તેવુ લાગી રહી હતુ. ફુલો અને લાઈટોની લરી જાણો આરોપ અને પ્રત્યારોપની લરીઓ જેવા બની ગયા હતા. પ્રસંગના ફટાકડા જણો અણુબોમ્બ બની ફુટતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
          આ દ્રશ્યોનો એક માત્ર જવાબદાર ભાવેશ બન્યો હતો. ત્યારે ભાવેશ બધાને રોકતા કહે છે કે વાંક મારો હતો. ભાવેશ પોતાનો વાંક સ્વીકારે છે. ખોખલી હકીકતના ચાદરને હટાવી હકીકતનો દરવાજો ખોલે છે.આ સમયે ભાવેશને સમજાય છે કે હંમેશા જીવનમાં હકીકતને ખોખલી બનાવાવાનો પ્રયાસ કરાઈ નહી. જીવનમાં સચાઈનો માર્ગ એક માત્ર સુખનો માર્ગ છે.ભાવેશે હકીકતનો સામનો કરવાને બદલે તેના થી ભાગવાનો ઉપાય શોધ્યો. આમ મોદી પરીવાર ખાનદાનીતો હતુ જ પણ તેની હક્કીકત ખોખલી હતી જેને અંતે ભાવેશનો સાથ છોડી દીધો.
          જ્યારે હકીકત અને ભ્રમ વચ્ચે ઘર્ષણ થાય ત્યારે હંમેશા માણસની પસંદગીતો હોય હકીકત પણ! જ્યારે માણસ મુંજવણમાં આવે છે, ત્યારે પરિસ્થિતીની સામે લડાવાને બદલે તેનાથી ભાગવાનો પ્રયાસ કરે છે. સચ્ચાઈ એ છેકે આપણે કોઈ પણ પરિસ્થિતી સામનો કરવો જોઈએ. આપણે હકીકત ઠાંકવાની જગ્યા પર હકીકતનો સ્વીકાર કરવો જોઈએ.