જાદુઈ ડબ્બી - પ્રકરણ 4 yuvrajsinh Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાદુઈ ડબ્બી - પ્રકરણ 4

ભાગ 3માં સાપને બચાવવા બદલ વૈદેહિને જાદુઈ ડબ્બી સાપે આપી. આ જાદુઈ ડબ્બી આગળ તેને કેટલી મદદ રૂપ થશે. તે જોઈએ ભાગ 4માં.

************************

હવે વૈદેહીને ગધેડાં ચારાવવામાં મજા આવવા લાગી હતી. રોજ સવારે વહેલા ઊઠીને ઘરનું કામ પૂરું કરી ગધેડાં ચરાવવા નીકળી જતી. કપડાં તો સારા મળતા નહીં પરંતુ તેમ છતાં તે ખુશ રહેતી. સવારે ગધેડાં લઈને નીકળી જાય અને બપોર પડે એ પહેલાં તો એક ડબ્બી ખોલીને તળાવના કિનારે બે મોટા લીમડા નીચે બેસી જતી અને પછી સારું - સારું ખાવાનું બીજી ડબ્બી પાસે માંગતી. ક્યારેક તે તેના ગધેડાં માટે પણ સારો ઘાસ ચારો માંગતી. આવી સુખ શાંતિના લીધે ગધેડા પણ તાજા-માજા થઈ ગયા. વૈદેહીના સોટી જેવા હાથમાં હવે ચરબી ચડવા લાગી હતી. મોઢાંની ચમક તેની આજબાજુ ચાલનારાઓનું ધ્યાન તેના તરફ ખેચી લેતી. વૈદેહી ફરી એકવાર રાજકુમારી જેવી લાગવા લાગી હતી. તે પહેલા તેને રાજકુમારી કહેવાવાળી તેની નવી માં એક જ હતી અને હવે કોઈ રાજકુમાર પણ જોઈ જાય તો કોઈ શંકા નથી કે તેને રાજકુમારી ન માને. કોઈ મહેલની રાજકુમારી જંગલમાં ખોવાઈ ગઈ હોય તેવી લાગી રહી હતી.

વૈદેહીના રૂપને જોઈ હવે કુંભારના ઘરે આજુબાજુના ગામનાં મોટા મોટા કુંભારોના દીકરાના માંગા આવવા લાગ્યાં હતાં. પરંતુ તેની નવી માં વૈદેહીનું એટલું બધું સુખ જોઈ નહોતી શકતી. તેને તો વિચાર હતો કે, કોઈ ઘર જમાઈ મળી જાય તો બંને આજીવન અમારા નોકર બનીને રહે. એટલે કુંભારોને ઘર જમાઈ જવામાં રસ ન હતો. જેથી, વૈદિહિની લગ્નની ઉંમર પણ વીતવા લાગી. ‘વૈદેહીને ખાલી રાખ્યાનો રોટલો આપવા છતાં આટલી તાજી માજી શાને થવા લાગી?’ કાણીની માંને શંકા ગઈ. એટલે તેને તેની કાણીને ચડાવી અને કીધું, “કાલે તારી બેન વૈદેહી ગધેડાં ચરાવવા જાય એટલે તારે પણ એની સાથે જવાની જીદ કરવાની. પછી ત્યાં જઈને જોવાનું તે શું કરે છે, શું ખાય છે અને કયા જાય છે?”

કાણી તેની માતાની વાત સાંભળી માની ગઈ. બીજે દિવસે વૈદેહી ઘરનું બધું કામ પૂરું કરી રહેવા આવી ત્યાં કાણીની માંએ તેને જગાડી અને ઝ્ટ્ટ (જલ્દી) તૈયાર થવા કહ્યું. કાણી તૈયાર થઈને આવી અને વૈદેહી હજું ગધેડાં લઈને નીકળી રહી હતી ત્યાંજ કાણી ખોટું ખોટું રડવા લાગી.. “મારે બેન સાથે ગધેડાં ચરાવવા જવું છે જવા દેને માં.”

તેની માં પણ નાટક કરવા લાગી..“ના ત્યાં નો જવાય એ તો જંગલમાં જાય છે. ત્યાં તો બવજ ભયંકર પ્રાણીઓ પણ હોય ત્યાં નો જવાય.”

એમની વાતો સાંભળી વૈદેહી બોલી, “માં આવવા દેને એને. હું છું ને એની સાથે તેને કંઈ નય થવા દવ બસ.” એટલે વૈદેહીની જવાબદારીએ કાણીની માં તેને જંગલમાં જવા દે છે અને સાથે સાથે કાણીને અલગથી ભાતું ભરી દે છે. જેમાં અથાણું, રોટલી, ગોળ બધું જ એને ભાવતું ભરીને મોકલે છે. પછી બંને બહેનો જંગલ તરફ નીકળી જાય છે.

આજે સવારથી જ એક ગધેડું આમ તેમ નાસી રહ્યુ હતું. જંગલ પહોંચતા બપોર ચડી ગઈ. કાણી તો તડકાની ત્યાં પહોંચતા જ થાકી ગઈ અને તડકાની લાલ ચોળ થઈ ગઈ. ગધેડાં પણ થાકીને છાયો ગોતવા લાગ્યાં. ત્યાંથી થોડેક દૂર જ તળાવ હતું, એટલે વૈદેહી ત્યાં રોકાયા વગર આગળ ચાલવા માંડી. તેની પાછળ પાછળ બધા ચાલવા લાગ્યાં અને દૂરથી જ તળાવ જોઈ કાણી દોડવા લાગી. તેની પાછળ ગધેડાં પણ દોડવા લાગ્યાં. અને જોત જોતામાં તે તળાવ પાસે પહોંચી ગયા. વૈદેહી પણ ધીરે ધીરે ત્યાં પહોંચી. હવે ગધેડાં ધરાઈને પાણી પી'ને ઝાડના છાયે જઈ ચરવા લાગ્યાં. પછી બંને બહેનો પણ છાયે બેસી જમવા લાગી.

વૈદેહી તો આજે જાદુઈ ડબ્બી ખોલી ન શકે. એટલે તેને આજે રખ્યાં સાફ કરીને રોટલો ખાવાનું શરું કર્યું. ઘણાં સમય બાદ તે ફરીથી સુકો રાખ્યાનો રોટલો ખાઈ રહી હતી. એક બટકું ગળા નીચે ઉતરતા તેની આંખમાંથી આંસુની ધાર વહેવાં લાગી. વૈદેહીની આંખમાં આંસુ જોઇ કાણી બોલી, “શું થયું દીદી કેમ રડે છે?” એટલે વૈદેહી બોલી, “બસ એમ જ આંસુ આવી ગયું.”

સાંજે બંને બહેનો ઘરે આવી. તે સમયે કાણીની માં તરત જ તેના માટે પાણી ભરી લાવી. વૈદેહી તો આવીને પાછી કામ પર લાગી ગઈ. રાત્રી ભોજન કર્યા બાદ કાણીની માંએ તેને પૂછ્યું, “શું થયું શું ખાય છે તારી બેન?”

એટલે કાણી બોલી, “ના મમ્મી એ તો બિચારી સુકો રોટલો જ ખાય છે. આખો દિવસ એ તડકામાં ગધેડાં ચરાવે છે. એમાંય આજે તો એક ગધેડાં એ બવ હેરાન કરી.” એટલું કહી કાણી સુવા ચાલી ગઈ.

આમ જ થોડા દિવસ કાણી પણ વૈદેહી સાથે રોજ જંગલમાં ગધેડા ચરાવવા આવતી. તડકામાં ચાલીને કાણી વધુ કાળી પડી ગઈ. વૈદેહી પણ દુબળી પડતી ગઇ. કાણી હવે જંગલમાં જઈને થાકી હતી. એક દિવસ તેની માતા તેણે સવારે જગાડવા ગઇ. એટલે કાણી એ તરત ના પાડી દીધી અને કહ્યું, “મારે નથી જવું તેની સાથે.”

***

વાંચતા રહો મારી સાથે...