ધ સ્કોર્પિયન - પ્રકરણ -31 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન - પ્રકરણ -31

ધ સ્કોર્પીયન

પ્રકરણ -31

 

         બરુઆ પ્રોડકશન તરફથી 3 લાખનું તાત્કાલિક પેમેન્ટ પણ ટ્રાન્સફર થઇ ગયું જોઈને દેવ આનંદીત થઇ ગયો. હવે મૌખિક કે મેઈલ પર વાતચીત નહીં કોન્ટ્રાકટ કન્ફ્રર્મ થઇ ગયો છે એણે એ વિશે વિચારવા માંડ્યું કે ક્યાંથી ક્યાં નો ટ્રેક પકડું કે ટુરીસ્ટને પણ જંગલમાં ફરવાની મજા આવે અને મને આ મુવી માટે એકદમ જબરજસ્ત ફિલ્મનાં વિષય પ્રમાણે લોકેશન મળી જાય...

દેવે વિચાર્યું આ તો સાઈનિંગ એમાઉન્ટ થઇ પણ જયારે કામ ચાલુ કરીશ ત્યારે બીજું પેમેન્ટ માંગી લઈશ... લોકેશન સીલેક્ટ કરી એલોકોને બતાવવું કન્વીન્સ કરવા... એમની સ્ટોરી સાથે મેચ થતું લોકેશન આપવું બહુ ખંત અને જવાબદારીનું કામ છે મી. બરુઆએ એની આખી સ્ટોરી -સ્ક્રીપટ પણ મોકલી છે જે નવરાશે વાંચીશ... દેવ એમનાં વિઝન પ્રમાણે લોકેશન આપવાનો હતો... જેવું લોકેશન સચોટ મળે એટલો એમને ખર્ચ ઓછો થાય સેટ એટલાં ઓછા તૈયાર કરવા પડે અને આવાં જંગલમાં સેટનાં કામ કરવા અઘરાં અને લગભગ અશક્ય છે એમાં કુદરતીજ એવું લોકેશન મળી જાય... ડાઈરેકટર પ્રોડ્યુસર બંન્ને ખુશ થઇ જાય... એમ વિચારતાં વિચારતાં તૈયાર થઈને પોતાનાં કેમેરાં અને બીજાં ડીવાઈસ લઈને સોફીયા પાસે જવા નીકળ્યો.

સોફીયા સવારથી ઉઠી ત્યારથી ફ્રેશ હતી એને ડ્રગ અને સ્કોર્પીયનનાં ઝેર સામે જે એન્ટીબાયોટિક્સ દવાઓ ઇન્જેક્સન અને સારવાર તાત્કાલિક મળી ગઈ એનાંથી એને આજે ઘણું સારું લાગી રહેલું એણે નર્સને બોલાવીને પૂછ્યું કે  “ દેવ રોય અહીં આવેલાં ? છેલ્લે ક્યારે આવેલાં ?”

ત્યારે નર્સે કહ્યું “તમને દાખલ કર્યા ત્યારથી એમણેજ બધી સંભાળ લીધી છે અહીં તમારી પાસેજ હતાં તમને ભાન આવ્યાં પછી તમે મળ્યાંજ છો એ થોડા વખત પહેલાંજ એમની હોટલ પર ગયાં છે પણ અહીં સિદ્ધાર્થ સર અને એમનાં આસીસ્ટન્ટ પવન અરોરા તમારાં અંગે પૂછી ગયાં છે...”

સોફીયા એની સામે જોઈ રહી અને વિચારતી રહી...નર્સ પછી બહાર નીકળી ગઈ સોફીયાને બે દિવસ પહેલાની બધી સ્થિતિઓ યાદ આવી ગઈ...એનાંથી સહેવાયું ના હોય એમ એણે આંખો મીંચીને હાથ કાન પર દબાવી દીધાં.

*****

     “હાય સોફીયા...ગુડ મોર્નીંગ...કેમ આમ આંખ બંધ કરીને કાને હાથ રાખ્યાં છે ? શું જોવા અને સાંભળવા નથી માંગતી ? ક્યાં ખોવાઈ ગઈ છે ? “

સોફીયાએ જાણે સાંભળ્યું ના હોય એમ કંઈજ રીએક્ટ ના કર્યું કોઈ પ્રતિભાવ ના આપ્યાં.. ‘હેય સોફીયા...આર યુ ઓકે ?”

ત્યારે સોફીયાએ ધીરે રહીને આંખો ખોલી એણે જોયું સામે દેવ ઉભો છે એને પૂછી રહ્યો છે...એણે દેવને જોયો એવોજ એનાં ચહેરાં પર હાસ્ય આવી ગયું એણે દેવને પોતાની તરફ ખેંચીને કીસ કરી લીધી...દેવ અચાનક આવા રીએક્શનથી થોડો ઓઝપાઈ ગયો...દેવે પૂછ્યું “આર યુ ઓકે ?”

સોફીયાએ કહ્યું "યસ નાઉ આઈ એમ"...દેવ મને નર્સે હમણાંજ બધું કીધું કે તે મારી કેવી કેટલી કેર લીધી છે થેન્ક્સ દેવ..”. એમ કહી આભારવશ આંખે એની સામે જોઈ રહી...સોફીયા બોલી “દેવ આઈ એમ ઓકે નાઉ...મને જ્યાં સ્કોર્પીયને ડંખ માર્યા છે ત્યાં થોડુંક પેઈન છે પણ એ હું સહન કરી શકું છું.”

સોફીયા બોલી "દેવ શું સુંદર સાંજ છે એમાંય આ ક્લિંગપોંન્ગ તો બ્યુટીફૂલ છે મને ક્યાંય બહાર લઈજાને પ્લીઝ...અને મારી સાથેનાં ફ્રેન્ડ્સ ક્યાં છે ?”

દેવે કહ્યું “બધાંજ મઝામાં છે બધાંને તારી હેલ્થની ચિંતા હતી હવે તને સાજી થયેલી જોશે એટલે હાંશ થશે. બીજું કે અત્યારે આપણે અહીની ફેમસ રેસ્ટોરેન્ટમાં પાર્ટી કરવા જઈએ છીએ...તારાં બધાં ટુરીસ્ટ ફ્રેન્ડ્સ પણ આવે છે. એ લોકો સીધા ત્યાં પહોંચે છે આપણે અહીંથી જવાનું છે ઇન્સ્પેકટર સિદ્ધાર્થ સાથે...”

સોફીયા ખુશ થઇ ગઈ અને બોલી...”વાઉ... પાર્ટી...” પછી થોડી ગંભીર થઇ ગઈ અને બોલી “દેવ તે મારી આટલી કેર લીધી થેન્ક્સ પણ હવે તને કોઈ તકલીફ પડે કે મુશ્કેલીમાં મુકાય એવું કઈ નહીં કરું...તેં મને જે અગાઉ પ્રશ્નો કરેલાં એનાં પણ સાચાં જવાબ આપીને તારો મારી સંભાળનો બદલો વાળી દઈશ..”.

“દેવ આઈ લાઈક યુ...આઈ લવ યુ..” કહીને એણે દેવને ફરીથી કીસ કરી અને વહાલથી એનો હાથ પકડીને એનો ચહેરો એને સ્પર્શીને મૂકી દીધો...

દેવે એને કહ્યું “એ મારી ડ્યુટી અને રીસ્પોન્સીબીલીટી હતી પણ તું સાજી થઇ ગઈ એટલે બધું વસુલ...આઈ એમ હેપ્પી. હું તારું લગેજ અહીંજ લઇ આવ્યો છું પણ હવે તું પાર્ટીમાં જવાં માટે તૈયાર થઇ જા... પછી આપણે નીકળીએ ત્યાં સુધી હું સિદ્ધાર્થ સર સાથે વાત કરી લઉં.”

સોફીયા ઉભી થઇ ગઈ એની ભૂરી માંજરી આંખોથી એણે આંખો ચમકારી અને ફ્લાઈંગ કીસ આપીને કહ્યું “યસ દેવ હું તૈયાર થઇ જઉં હું પાર્ટીવેર પહેરું અને પછી આપણે જઈએ...”

દેવે કહ્યું “ભલે તું તૈયાર થઇ જા ત્યાં સુધી હું બહાર જઇ વાત કરી લઉં...સિદ્ધાર્થ સર હમણાં આવશેજ.” સોફીયાએ એને કહ્યું “ નો... નો...રૂમનો દરવાજો બંધ કર અને તું મારી સામેજ રહે...હું તૈયાર થઉં કેવી લાગું છું એ કહેજે...હું આજે...” પછી બોલતી અટકી અને એણે એની બેગ ખોલી અને એમાંથી ડ્રેસ કાઢ્યો (પાર્ટીવેર)

દેવે કહ્યું “ઓકે......એમ કહી એણે સોફીયા તરફથી દ્રષ્ટિ હટાવી અને મોબાઈલમાં જોઈ નંબર લગાવ્યો...સામેથી ફોન ઊંચકાયો...દેવે કહ્યું “સર હું સોફીયા પાસે છું એ તૈયાર થઈ જાય એટલે આપણે નીકળીશું તમે આવો છો ને ?”

સિદ્ધાર્થે સામે જવાબ આપતા કહ્યું “દેવ હું હમણાં આવું છું રેસ્ટોરન્ટ પરથી હમણાંજ મેં રીપોર્ટ લીધો ત્યાં બધું ઓકે છે અને તારાં ફ્રેન્ડ દુબેન્દુ હમણાંજ તારાં બધાં ટુરીસ્ટને લઈને પહોંચ્યો છે...અને દેવ એક વાત ખાસ...મેં સમજીને એક વ્યુહનાં ભાગ રૂપે આ પાર્ટી એરેન્જ કરી છે એમાં તારો સાથ જોંઈશે...બધી વાત રૂબરૂમાં કરીશ મેં એક ચીફ ગેસ્ટ પણ બોલાવ્યાં છે જે તારી ખુબ ખબર લઇ રહ્યાં છે.. એમ કહીને હસ્યો પછી કહ્યું તને કંઈ ના સમજાય તો ગૂંચવાતો નહીં રૂબરૂ સમજાવીશ...ચાલ હું હમણાં આવું છું” કહી ફોન મુક્યો.

સિદ્ધાર્થનો ફોન......એની વાતચીત સાંભળીને દેવ વિચારમાં પડી ગયો...કોણ ચીફ ગેસ્ટ? કોણ મારી ખુબ ખબર રાખે છે ? કંઈ નહીં સિદ્ધાર્થ સર આવે ત્યારે વાત...

દેવે પછી સોફીયા તરફ નજર કરી...અને એની નજર સોફીયા ઉપરજ સ્થિર થઇ ગઈ...એ સોફીયાને જોતોજ રહ્યો. આશ્ચર્ય અને સુખદ આશ્ચર્યથી એનાં મોઢેથી બોલાયું...”ઓહ યુ લુક સો બ્યુટીફૂલ જસ્ટ ગોર્જીયસ...”

 

વધુ આવતા અંકે - પ્રકરણ -32

રેટ કરો અને રિવ્યુ આપો

Hemal nisar

Hemal nisar 16 કલાક પહેલા

Vilas Dosi

Vilas Dosi 4 અઠવાડિયા પહેલા

name

name 2 માસ પહેલા

Seema Shah

Seema Shah 6 માસ પહેલા

Rajni Dhami

Rajni Dhami 7 માસ પહેલા