ધ સ્કોર્પિયન - પ્રકરણ -32 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ -32

            દેવે સિદ્ધાર્થનો ફોન પતાવીને સોફીયાની સામે જોયું અને જોતોજ રહી ગયો એનાં મુખેથી અનાયસેજ નીકળી ગયું ‘યુ આર વેરી બ્યુટીફૂલ... જસ્ટ ગોર્જીયસ...વાઉં સોફીયા તું આ ડ્રેસમાં અસ્સલ ઈંડિયન લાગે છે...’

     સોફીયાએ ઇન્ડિયન ટ્રેડીશનલ ડ્રેસ પહેરેલો...લાલ ગુલાબી અને જરીકામ કરેલો પાર્ટીવેરમાં ગણાતો સુંદર ડ્રેસ અને નીચે મખમલી મેચીંગ ક્રીમ કલરનો પાયજામો...હાથમાં કાચની લાલ લીલી બંગડીઓ...એનાં સુંદર ઘાટીલાં ગોરાં ચહેરાં પર લાલ બીંદી માંજરી ભૂરી હસતી આંખો...સોનેરી ખભા સુધી આવતાં ઘાંઢા વાળ...આબેહૂબ જાણે અપ્સરા...

દેવે ક્યાંય સુધી જોયાંજ કર્યું સોફીયા શરમાઈ અને બોલી ‘થેન્ક્સ દેવ...મને ઇન્ડિયન ડ્રેસીસ ખુબજ પસંદ છે આજે એજ પહેરી લીધાં...”

દેવે કહ્યું “તું સાચેજ ખુબ સુંદર લાગે છે અહીંની હીરોઇનો પાણી ભરે..”.એમ કહી સોફીયાનાં કપાળે કીસ કરીને એનાં બોલેલાં સંવાદ પર સિક્કો માર્યો.

સોફીયાએ કહ્યું “ચાલો પાર્ટીમાં જવા તૈયાર નીકળીએ ?” દેવે કહ્યું “યપ, ચાલ હમણાં સિદ્ધાર્થ સર પણ આવી જશે.” સોફીયાએ દેવનો હાથ પકડી લીધો અને દેવની સાથેજ રૂમની બહાર આવી. નર્સ અને બીજો સ્ટાફ સોફીયાને જોતાંજ રહ્યાં. નર્સે વિચાર્યું બે દિવસ પહેલાંજ આ છોકરી...કેવી દર્દથી પીડાતી ચીસો પાડતી આવી હતી બેભાન થઇ ગઈ હતી અને આજે...

ત્યાં સિદ્ધાર્થની જીપ આવી ગઈ...અત્યારે સિદ્ધાર્થ બંધ જીપ લાવ્યો હતો. દેવે સિદ્ધાર્થની જીપ આવતી જોઈનેજ સોફીયાને કહ્યું “સર પણ આવી ગયાં...દેવે નર્સને પાછા વળીને કહ્યું ડોકટર સાહેબને કહેજો સોફીયા અમારી સાથે છે...જોકે સિદ્ધાર્થ સરે ડોક્ટરની રજા લીધી છે છતાં કહી દેજો પ્લીઝ.”

સોફીયાએ નર્સને પણ એવું સ્માઈલ આપ્યું કે નર્સ બોલી...”બેસ્ટ લક એન્જોય” એમ કહી આંખ મારી. સોફીયા જવાબમાં હસી પડી.

સિદ્ધાર્થ જીપમાંથી ઉતર્યો અને દેવ અને સોફીયાને આવતાં જોઈજ રહ્યો એને પણ સોફીયાને જોઈને ઘણું આશ્ચર્ય થયું અને મનમાં કંઈક વિચારમાં પડ્યો.

સિદ્ધાર્થે સોફીયાને જોઈને કહ્યું “વાઉ...યુ આર લુકીંગ વેરી બ્યુટીફૂલ...આઈ થીંક યુ આર વેલ... નાઉ...તને સારું લાગે છે. નર્સની પાસેથી દવાઓ લઇ લીધી છે ને ?” સોફીયાએ સિદ્ધાર્થને થેન્ક્સ કહ્યું અને દેવની સામે જોઈને કહ્યું “દેવ સાથે છે હવે હમણાં દવાઓની કે દુઆઓની જરૂર નથી.”

સિદ્ધાર્થે દેવ સામે જોયું બંન્ને હસી પડ્યાં. દેવે કહ્યું “એ ખુબ આનંદમાં છે પાર્ટીમાં જવાનું છે કહ્યું ને એટલે.” સિદ્ધાર્થે સોફીયાને કહ્યું “તું જે રીતે ઇન્ડિયન પરીધાનમાં તૈયાર થઇ છું એ પ્રમાણે પાર્ટીનું કેન્દ્રબિંદુ થઇ જવાની...”

દેવે સોફીયા સામે જોયું એને લાગ્યું સોફીયા કેન્દ્રબિંદુ શબ્દ નથી સમજી એટલે કહ્યું "પાર્ટીનું સેન્ટર ઓફ એટ્રેકશન તું બની રહેવાની...યુ વીલ બી સ્ટાર ઓફ ધ પાર્ટી" સોફીયાએ હસીને કહ્યું "વી બોથ વીલ બી"... અને દેવને આશ્ચર્ય થયું.

સિદ્ધાર્થે કહ્યું “દેવ કોઈક સીક્યુરીટી કારણસર મેં બુલેટ પ્રુફ જીપ મંગાવી હતી જે અમે એન્ટીડ્રગ ઝુંબેશ ચલાવી રહ્યા છે એનાં માટેની જીપ છે જે સરકારે ખાસ આપી છે આપણી સીક્યુરીટી માટે જરૂરી હતું કારણકે પાર્ટીમાં હસ્તીઓ આવશે સાથે સાથે ન્યુસન્સ પણ આવશે એટલે તકેદારી જરૂરી છે... ચાલો અંદર આવી જાવ.” સિદ્ધાર્થે એનાં ખાસ આસીસ્ટન્ટને પણ સાથે રાખેલો પવન અરોરા... સિદ્ધાર્થે મીરરમાંથી દેવ સામે સિદ્ધાર્થ અને પવન આગળ બેઠાં અને પાછળ દેવ અને સોફીયા બેઠાં...પછી સિદ્ધાર્થે દ્રાઇવ કરવાનું શરૂ કર્યું...સોફીયા ખુબ ખુશ હતી એણે દેવનો હાથજ પકડી રાખેલો અને બહાર ગ્લાસમાંથી જોઈ રહી હતી. દેવનું ધ્યાન સિદ્ધાર્થ તરફ હતું.

સિદ્ધાર્થે દેવની સાથે બંગાળીમાં વાત કરવાનું શરૂ કર્યું બંન્ને બંગાળીમાં વાત કરી રહ્યાં હતાં...સિદ્ધાર્થે કહ્યું “આજે સોફીયામાં પરીવર્તન લાગે છે એ જાણે તારાં પ્રેમમાં પડી ગઈ હોય એવું લાગે છે...ટેઈક કેર..” એમ કહીને હસ્યો.

દેવે કહ્યું “ડોન્ટ વરી સર...હું એકદમ એલર્ટ છું એ હમણાંજ સારવાર કરાવી ઉઠી છે આગળ જ્યાં એની પાસેથી જાણકારી મેળવવાની છે એટલે રીસ્પોન્સ આપી રહ્યો છું પણ સાચું કહું તો એ ખુબ સુંદર છે”. એમ કહી આંખ મારી...

સિદ્ધાર્થે મીરરમાં દેવ સામે જોઈને આંખ મારીને કહ્યું “યપ યુ આર રાઈટ એન્ડ એન્જોય કોઈ વાર એકદમ નિર્દોષ લાગે છે.” એમ કહીને હસ્યો. પછી એનો ચહેરો ગંભીર થઇ ગયો અને બોલ્યો “દેવ મેં મામલતદાર શૌમીક બાબુને ઇન્વાઇટ કર્યો છે ખાસ કારણસર... એ અહીંનો ડોન જેવો જ છે ભલે સરકારી ખાતે મામલતદાર હોય...અને એ છોકરીઓનો શોખીન છે અને ખુબ ડેરીંગ અને નાગો છે એ સોફીયાને જોઈને હરકત પણ કરી શકે...પેલી બીજી બે છોકરીઓ છે ને ?થોડું ધ્યાન રાખજે...”

દેવે કહ્યું “તો એલોકોને કેમ ઇન્વાઇટ કર્યા છે ?” સિદ્ધાર્થે કહ્યું “તારાં માટે..”. દેવે પૂછ્યું “મારાં માટે એટલે ?” સિદ્ધાર્થે કહ્યું “તારી ટુર અને ટુરીસ્ટ પર એની નજર છે એ અહીંના જંગલનાં બધાં કાળા ક્ળતુતોનો ભાગીદાર છે સ્કોર્પીયન સાથે પણ સાંઠગાંઠ છે એ બધું શું છે એ ઉજાગર કરવા મેં ઇન્વાઇટ કર્યો છે એનાં આવ્યાં પછી જોઈએ શું રંધાય છે? મને ચોક્કસ વિશ્વાસ છે કે એલોકો પણ આવશે પેલો તૌશિક...”

સિદ્ધાર્થે જોયું અને દેવે મેહસૂસ કર્યું કે તૌશિક...સ્કોર્પીયન બધાં નામ બોલ્યો અને સોફીયાએ દેવનો જે હાથ પકડ્યો હતો એ એણે બળપૂર્વક પકડ્યો જોર દેવા લાગી એનાં શરીરમાં ધ્રુજારી આવવા લાગી એ થરથર કાંપી રહી હતી એનાં કપાળે પરસેવો વળવા લાગ્યો હતો...

દેવે સિદ્ધાર્થને બંગાળીમાં કહ્યું “હમણાં કંઈ વાત ના કરો ...અહીં..” પછી સોફીયા સામે જોઈને કહ્યું “સોફીયા...સોફીયા ...તને શું થાય છે ?”. સોફીયાએ આંખો બંધ કરી લીધી હતી થર થર કાંપી રહી હતી.

સોફીયાએ કહ્યું “દેવ...આ બધાં પાર્ટીમાં આવવાનાં છે ? મને તમારી ભાષા સમજાતી નથી પણ તમે લોકો નામ બોલો છો એ ખબર પડે છે પાર્ટીમાં તમે આવા લોકોને બોલાવ્યાં છે ?એ લોકો મને જોશે એવી...મને મારી નાંખશે પ્લીઝ મારે પાર્ટીમાં નથી આવવું ક્યાંક બીજે બહાર જઈએ.” દેવે સોફીયાની સામે જોયું...

દેવને સોફીયાની દયા આવી ગઈ એણે કહ્યું “ડોન્ટ વરી... તારે ડરવાની જરૂર નથી ટ્રસ્ટ મી ...અહીં પોલીસ અને અર્ધ લશ્કરી દળોનો બંદોબસ્ત છે કોઈ નથી આવવાનું જસ્ટ ચર્ચા ચાલે છે...” એમ કહી એનાં હાથ રૂમાલથી એનાં કપાળે પરસેવો લૂછ્યો અને એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં...

 

વધુ આવતા અંકે -પ્રકરણ 33