The Scorpion - 30 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ-30

સ્કોપીર્યન

પ્રકરણ-30

ઝેબાનાં રૂમનો દરવાજો ફરી નોક થયો અને માર્લોએજ દરવાજો ખોલ્યો જોયું તો સામે દુબેન્દુ ઉભો હતો સ્મિ કરતો. દુબેન્દુએ કહ્યું હાય માર્લો તું અહીં છે? વેલ... હું કહેવાં આવ્યો છું કે આજે રાત્રે અહીંની ફેમસ રેસ્ટોરન્ટ -બાર ડાયમન્ડ રેસ્ટોરન્ટમાં ડીનર પાર્ટી છે અને પાર્ટી સિધ્ધાર્થ સર તરફથી છે એમાં તમને છ એ જણને આમંત્રણ છે. સરે દેવ અને મને જ બોલાવેલાં... એમ કહીને અટક્યો માર્લો ઝેબા તરફ જોઇ રહેલો. ઝેબા બેડ પરજ બેસી થઇ ગઇ હતી.. પછી કહ્યું દેવની રીકવેસ્ટથી એમણે બધાંને ઇન્વાઇટ કર્યા છે. જેથી બધાંને મજા આવે.

રાત્રે મોડામાં મોડાં 9 વાગે રેડી રહેજો જોસેફ આપણી વાનમાં બધાને ડાયમન્ડ રેસ્ટોરાંમાં લઇ જશે. બીજું કે કાલે સવારેજ આપણે જંગલની ટુર માટે પણ નીકળવાનાં છીએ એ રીતે સામાન અને તમે પ્રીપેર રહેજો ઓકે ? બાય…” કહીને ત્યાંથી નીકળી ગયો ત્યાં માર્લોએ બૂમ પાડીને પૂછ્યું જ્હોન-ડેનીસ બધાંને... એનું બોલેલું અધરૂ રહ્યું અને દુબેન્દુએ કહ્યું બધાને જાણ કરી દીધી છે ડોન્ટવરી.. ત્યાં પાછળથી ઝેબા દોડી આવી અને બોલી દુબેન્દુ....

ઝેબાનો અવાજ સાંભળી દુબેન્દુનાં પગ અંટકી ગયાં એણે ફરી પાછળ જોયું અને બોલ્યો યસ ઝેબા ? ઝેબાએ કહ્યું દુબેન્દુ... સોફીયા ? એને કેવું છે ? એ આવશે ? દુબેન્દુએ કહ્યું એને હવે સારું છે અને એ આવશે દેવ અને સિદ્ધાર્થ સર સાથે આવશે અને તમે બધાં એ સમયે એને મળી શકશો. તું કેમ છે?” એમ કહી આંખ મારી..

ઝેબાએ કહ્યું ઓહ ઓકે થેંકસ... એમ કહીને એ અંદર રૂમમાં ગઇ અને દુબેન્દુ લીફ્ટમાં બેસી ગયો.

દુબેન્દુ ગયો પછી માર્લોએ કહ્યું ઝેબા શું વાત છે ? તું તો એકદમ એની ફ્રેન્ડ હોય એમ વાત કરતી હતી.. અને સોફીયા સાજી થઇ ગઇ ? આટલી જલ્દી ? કંઇક રહસ્ય તો નથી ને ? ઠીક છે જે હશે એ રાત્રે બધી ખબર પડી જશે. ઝેબા સવારે જંગલની ટૂરમાં જવાનું છે.. બી પ્રીપેર... હવે તારી કોઇ ભૂલ ના થવી જોઇએ. ડ્રગ હોય કે વ્હીસકી એનો નશો કરીને કોઇ નાટક કે ધતીંગ ના કરીશ નહીંતર હવે સીધી ગોળી મારી દઇશ... એમ કહી ચાલ્યો ગયો.

ઝેબા માર્લોને જતાં જોઇ રહી.. એ વિચારમાં પડી ગઇ એણે વિચાર્યું હું અને સોફીયા આ શું કરી રહ્યાં છીએ ? અમે અહીં ફરવા આવ્યાં છીએ ? બોસે કીધેલું એ રીતે બધો ટ્રેક સાચવવો પડશે.. અહીં આવીને અમે બધુંજ ભૂલી ગયાં થોડાં દિવસમાં બોસ પણ આવી જશે અહીં પહેલાં બધી પૂર્વતૈયારીઓ કરવાની છે. નહીંતર મારો નાનો ભાઇ લોબો હેરાન થઇ જશે... સોફીયા એવી સાજી થઇ ગઇ ? રાત્રે મળીશું બધી ખબર પડી જશે... અને એ ઉભી થઇ પોતાનો લગેજ જોવા લાગી....

******************

દેવ નહાઇ ધોઇ તૈયાર થઇને બધુજ પહેરતો હતો અને ત્યાં એનાં મોબાઇલ પર સિધ્ધાર્થનો ફોન આવ્યો અને દેવે ફોન હાથમાં લીધો એણે સક્રીન પર જોયું એં માટે ઘણાં મેસેજ અને મેઇલ છે. એણે પહેલાંજ સિધ્ધાર્થ નો ફોન રીસીવ કર્યો. હાં સર દેવ બોલ્યો એમ કહીને સિધ્ધાર્થ જે કહી રહેલો એ ધ્યાનથી સાંભળી લીધૂં. અને પછી બોલ્યો "ઓકે સર ડન... તમે સરસ વિચાર્યુ હું એ પ્રમાણેજ કરીશ.. હું દુબેન્દુને બોલાવીને બધી સૂચના આપી દઊં છું અહીનું બધુ ગોઠવાઇ જાય પછી હું ત્યાં તમારી અને સોફીયા પાસે આવું છું દુબેન્દુ જોસેફ બંન્ને આ બધાંને લઇને રેસ્ટોરન્ટ આવી જશે. ઓકે સર…” થેંક્સ કહીને એણે ફોન મૂક્યો.

દેવે તરતજ દુબેન્દુએ પોતાની પાસે બોલાવ્યો. થોડીવારમાં દુબેન્દુ આવી ગયો એટલે દેવે સિધ્ધાર્થ સાથે વાત કરી હતી. એ પ્રમાણે દુબેન્દુને બધી સૂચના આપી અને દુબેન્દુએ કહ્યું સરસ ગોઠવાયું બધુ યાર સિધ્ધાર્થ સર મસ્ત પ્રોગ્રામ ગોઠવ્યો. જંગલમાં જતાં પહેલાં થોડું મંગલ કરી લઇએ એમ કહીને હસ્યો પછી બોલ્યો "પણ દેવ સોફીયા ઓકે છે ? એ રેસ્ટોરન્ટ આવી શકશે ?

દેવે કહ્યું હાં ચોક્કસ, સિધ્ધાર્થ સરે ડોક્ટર સાથે વાત કરી લીધી છે ડોક્ટરે હાં પાડી છે હવે એ ઓકે છે એને આપવાની દવાઓ વગેરે હું હમણાં ત્યાં જઊં છું સમજી લઊં છું સોફીયાને પણ મળી લઊં છું પછી અમે લોકો સીધા રેસ્ટોરેન્ટ પહોચીશું તું આ બધાને લઇને આવી જજે.

દુબેન્દુએ દેવ પાસેથી બધુ સમજ્યાં પછી હાથ મિલાવ્યાં અને બોલ્યો. ચલ યાર.. થોડાં ટેન્શન પછી આજે થોડાં હળવા થઇશું પણ સિધ્ધાર્થ સરે આવું ગોઠવ્યું છે એની પાછળ ચોક્કસ કોઇ કારણ તો હશેજ.

દેવે કહ્યું જે હશે તે આપણાં માટે સારુંજ છે મોટી વાત એ છે કે સોફીયાને સારું છે. ટુર આગળ વધારીએ હું હમણાં રમાકાન્ત બરુઆજી સાથે વાત કરી લઊં છું મારાં ફોનમાં મેસેજ અને ઘણાં મેઇલ છે મારે ચેક કરવા બાકી છે હું એ બધું પહેલાં જોઇ લઊં પછી હું હોસ્પીટલ જવા નીકળીશ તું અહીંનું બધુ જોઇ લેજે અને જોસેફને સૂચના આપી દેજે.. જોસેફને શાંતિથી મળાતું નથી બધાં ટેન્શનમાં કંઇ નહીં રાત્રે મળી લઇશ.

દુબેન્દુનાં ગયાં પછી દેવે બધાં મેસેજ જોયાં એમાં મંમી પાપાનાં મેસેજ -દેવકાન્ત રૃઆનો મેસેજ એટલો મેઇલ કર્યા છે એ અત્યારેજ જોઇ લેવાં કહ્યું છે દેવે વિચાર્યુ અત્યારે બધું જોઇ લઊં કરી લઊં પછી જંગલમાં ગયાં પછી કોઇ કોમ્યુનીકેશન નહીં થાય માત્ર સેટેલાઇટ ફોનનોજ આશરો રહેશે.

દેવે લેપટોપ ચાલુ કર્યુ અને બધાં મેઇલ ચેક કરવા માંડ્યા. ટુરીઝમ ઓફ બેંગાલ સ્ટેટનાં હતાં બીજાં બધાં જોયાં બેંકનાં, કલબનાં, પછી એણે દેવકાંત બરૂઆનો જોયો બરૂઆ પ્રોડક્શન " નો એમાં એને લોકેશન શોધવા નક્કી કરવાનો કોન્ટ્રાક્ટ કન્ફર્મ કરી દીધો હતો “ધ સ્કોર્પિયન” મૂવી માટેની આખી સ્ક્રીપ્ટ સમજાવતો પેરા હતો અને આ કામ અંગે એડવાન્સ આપવા અંગે દેવ પાસે બેંક ડીટેઇલ્સ મંગાવી હતી.. આ મેઇલ જોઇ દેવ ઉછળી પડ્યો અને જવાબમાં કોન્ટ્રાક્ટ સ્વીકાર્યો અને બેંક ડીટેઇલ્સ મોકલી દીધી અને અંદર લખ્યુ કે કાલથી એ જંગલમાં ટુરીસ્ટ સાથે નીકળવાનો છે એટલે પછી લોકેશન સીલેક્ટ કરીને જ્યારે ઇન્ટરનેટ સપોર્ટ કરશે ત્યારે બધી માહિતી મોકલતો રહેશે એણે મેઇલ "SEND" કર્યો.

મેઇલનું કામ પતાવીને દેવ તૈયાર થવા લાગ્યો. તૈયાર થઇને આવીને જોયું કોઇ નોટીફીકેશન છે એણે મેસેજ જોયો બરૂઆ પ્રોડક્શન તરફથી એને 3 લાખનું એડવાન્સ પેમેન્ટ થઇ ચૂક્યું હતું અને દેવ આ જોઇ....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-31

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED