Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૪

શ્યામાએ નયન જોડે માયાની વાતો ચાલુ કરી, એણે એવી રીતે માયાની વાતો નયનને કહી કે નયનનો માયા પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો, એના મનમાં માયાની એક અલગ છાપ ઊભી થવા માંડી, એને સાવ સામાન્ય લાગી રહેલી માયા તરફ માન થયું, એ જે રીતે અલગ અલગ એનજીઓ સાથે જોડાયેલી હતી અને સામાજિક પ્રવૃત્તિ અને લોકકલ્યાણ સાથે જોડાયેલી હતી એ બધી વાતોથી નયનને એના વ્યક્તિત્વ સાથે આકર્ષણ થઈ ગયું, એ હજી માયાને મળ્યો નહોતી છતાંય એને મળવાનું અને એનામાં થયેલા બદલાવને જોવાની એને ઈચ્છા થઈ ગઈ.આગાઉ મળેલી માયા અને હમણાંની માયા જાણે સાવ અલગ છે એમ એને લાગી રહ્યું હતું.

વાત કરતા કરતાં અમરાપર આવી ગયું, સુતરિયા પરિવાર અને સૂરાણી પરિવાર એકબીજાને સહસ્નેહ મળ્યા, આગતાસ્વાગતા થઈ, લગ્નનો માહોલ હતો તો લગ્નગીતોની આછી પાતળી ઝલક પણ જામી, એનઆરઆઈ મહેમાન હોવાથી એમની સગવડતા વધારે સારી રીતે થઈ રહી હતી જેથી તેઓને ઇન્ડિયા માટે સારી છાપ ઊભી થાય.

આ બધા વચ્ચે નયન અને માયાનું નવું પ્રકરણ ચાલુ થયું, પહેલાં એકબીજા જોડે ઝઘડતા બંનેને એકબીજાનો સાથ સારો લાગવા માંડ્યો, તેઓ કોઈના કોઈ બહાને એકબીજા જોડે વાત કરવાનો પ્રયત્ન કરતા અને શ્યામા અને શ્રેણિક તેઓને એમને ખબર ન પડે એ રીતે સાથ આપતા, બન્નેનું ભૂતકાળ જે હતું પરંતુ તેઓનું ભવિષ્ય જોડે છે એમ લાગી રહ્યું હતું, નયન થોડો ઇગો રાખતો અને માયા થોડી ખચકાતી, માટે તેઓ ખુલ્લા મને એકબીજાના મનની વાત કરી શકતા નહિ પરંતુ છાનેછુપે તેઓ એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા અને કહી નહોતા શકતા, શ્રેણીક અને શ્યામા આ વાત સમજી ગયા હતા, તેઓએ બન્નેનું મિલન થાય એ રીતે ગોઠવણ કરી.

બધા બેઠાં હતા ત્યાં શ્યામાએ વાત છેડી અને નયનને માયા પ્રત્યે લગાવ હોય એમ ઉશ્કેર્યો. શ્યામાએ બધા બેઠાં હતા ત્યાં જ વાત કરી," આ માયા ક્યારે આવશે? શું જાણે શું કરતી હોય છે આખો દિવસ ઓફિસમાં?"

"લે... એ તો કઈ કામ હોય એટલે ગઈ હશે, આવી જશે..."- કૃતીએ કહ્યું.

"હા પણ આજે તો ચાર વાગે આવી જશે એમ કહીને જ ગઈ હતી, પાછી ફોન પણ નથી ઉપાડતી."- શ્યામાએ એનો ફોન જોતાં કહ્યું.

"આવી જશે, સરકારી કામમાં એવું જ હોય, હોય ત્યારે બહુ આવી જાય નહિ તો માખી મારતાં બેસી રહેવાનું!"- મયુર બોલ્યો.

આ બધું નયન સાંભળતો હતો અને મોબાઈલમાં જોઈ રહ્યો હતો, એને પણ માયાની ચિંતા થતી જ હતી, પરંતુ વ્યક્ત કરી શકે એવો એને હક નહોતો છતાંય એ આતુર જણાઈ રહ્યો હતો, ત્યાં શ્યામાના ફોનની રીંગ રણકી, ને માયાનો કોલ હતો, એની એક્ટિવા પંચર હતું તો કોઈને લેવા બોલાવવા માટે કહ્યું, શ્યામાએ વાત બેઠેલા બધા આગળ કહી તો નયન તરત જ ઊભો થઈ ગયો, શ્યામા એની સામે જાણે એણે બધી ખબર હોય એમ હસી પડી, નયન શરમાઈને હસી પડ્યો અને મયૂરને લઈને ગયો, એની ચોરી જાણે પકડાઈ ગઈ હોય એમ એ નજર નીચી કરીને ત્યાંથી નીકળી ગયો.

મયુરભાઈ જોડે નયને આવેલ જોઈને માયા ખુશ થઈ ગઈ, એની ધીમી પડેલી ધડકનમાં જાણે વીજળી વેગે ગતિ વધી ગઈ, એનું દિલ જોરથી ધડકવા માંડ્યું, મયુર એની એક્ટિવા ચાવી લઈને દોરવા માંડ્યું એને નયનને માયાને ઘરે લઈ જવા કહ્યું, ભાવતું હતું ને વૈધે કહ્યું!

"તમે બંને ઘરે જાઓ, શ્યામા ક્યારુની વાટ જોવે સે તારી...!"- મયુર બોલ્યો.

"પણ મયુરભાઈ....!"- નયને વાતને અટકાવી.

"નયન તને નહિ મળે અહી કઈ, હું સરખું કરાવીને લઈને આવું છું, તમે જાઓ...નહિ તો શ્યામા અહી દોડતી આવી પુગસે...!"- કહીને મયુર ત્યાંથી નીકળી ગયો.

"સારું ચાલો...બેસી જાઓ..!"- કહીને નયને જોડે લાવેલી બીજી એક્ટિવા સેલ લગાવ્યો.

"તમે કેમ આવ્યા?"- માયાએ નયનને ધડાક દઈને સવાલ પૂછ્યો.

"એ... એ તો હું ફ્રી હતો એટલે...."- નયન જરાક થોથવાતા કહ્યું.

"સાચે?"- માયાને એની સામે ધારદાર જોતાં પૂછ્યું.

"હા...કેમ? ના આવી શકું?"

"આવી તો શકાય...પણ તમે તો મહેમાન કહેવાઓ...માટે ના આવી શકાય!"- કહીને માયા હસી પડી, એના સ્મિત સાથે નયન પણ હસ્યો.

એક્ટિવાની ગતિ તેજ થઈ જોડે એમની વચ્ચે ચાલી રહેલી વાતોએ પણ વેગ પકડ્યો, વાત વાતમાં તેઓના મનમાં રહેલી ભાવનાઓ વ્યક્ત થઈ રહી હતી.

ક્રમશઃ