અનુબંધ - 12 ruta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુબંધ - 12

                                                                                   પ્રેમ-મુલાકાત-મિલન-ઝરૂખેથી 

 

 

આગળ વાંચો 

પછી મેં બાજુની ખીંટીમાં પપ્પાની લટકાવેલી છબીને નમન કર્યા.કેવું છે આપણું જીવન...ખીંટી વર્ષોથી એક જ સ્થાને છે....અને તેના પર લટક્યાં કરે છે નવા તારીખિયા .....અને તેની સાથે બદલાય છે આપણું જીવન અને વ્યવસ્થા પણ....એવામાં કયારે ઉઠ્યો જગ્ગા ....?મમ્મીએ ઘરમાં પ્રવેશતાં જ પૂછ્યું. બસ અડધો કલાક થયો....મેં મમ્મીને કહ્યું.દેવદર્શને જય આવી..?હા...જઇ આવી અને પાછા ફરતા કંકુકાકીના ઘરે થઈને આવી...?પણ...કંકુકાકીના ઘરે કેમ ...?મારાથી પૂછાઇ ગયું....બેટા,વાત તો કરવા તારે માટે છોકરી જોવાની,પણ તને ખબર પડી કે તેની ધની નાસી ગઈ છે,મમ્મીએ મોં મચકોડીને રસોડામાં ચ્હા મૂકવા ગઈ....ચ્હા લઈને આવ્યા પછી પાછું મમ્મીએ વાત શરૂ કરી...આ તો બેટા,તું ગઇકાલે રાત્રિના મોડેથી આવ્યો હતો ને એટલે કદાચ તને ખબર હોય...?ના...મને ખબર નથી....મેં રાહ જોયા વિના જ જવાબ આપી દીધો ...પછી મેં પણ અનજાણ બનવાનું નાટક કર્યું અને પુછ્યું ...કોની સાથે નાસી ગઈ...?મતલબ ...કયા છોકરા સાથે....મમ્મીએ જવાબ તો ના આપ્યો,પણ કહ્યું,હવે તું આ બધી લપ છોડ અને આજના દિવસે દેવદર્શને જઇ આવ જા...પછી તારી બહેનો અને જીજાજીઓ આવી જશે ...મામ્મી જાણે મને ઠપકો ન આપતી હોય એવા સૂરમાં કહ્યું...મારે ચાર બહેનો હતી.એમાંથી એક બહેને લવમેરિજ કર્યા હતા...જેની સાથે મમ્મીએ કોઈ સબંધ રાખ્યો નહોતો,પણ મારો એ બહેન અને જીજાઈ સાથે બોલાચાલીનો વ્યવહાર હતો....... ચંપલ પહેરીને ઝાંપાની બહાર નીકળ્યો...ધનીના વિચારોએ મને આખા રસ્તે ઘેરી રાખ્યો હતો....મારી સામે આવી સમસ્યા આવીને ઉભે રહી તો...

         શું મારે પણ ધની જેવું જ પગલું ભરવું પડશે અને જો ભરવું પડ્યું તો શું ઋત્વિ એ માટે તૈયાર થશે ....?ના....ના...મનમાં બાબડ્યો ભગવાન મારી સામે આવા સંજોગો ઊભા ન કરે....નહીંતર હું ઋત્વિ વગર જીવી નહીં શકું....આવી પ્રાર્થના કરતો હું મંદિરના પગથિયાં ચઢી રહ્યો હતો.ઇષ્ટ દેવની સામે આંખો બંધ કરીને ઊભો રહ્યો ત્યારે મનની તીવ્ર બેચેની ઓછી થતી લાગતી હતી....દસ મિનિટ સુધી એજ અવસ્થામાં રહ્યો...પછી આંખ ખોલી અને છેલીવારના ભગવાનને નમન કરીને નીચે ઉતર્યો..... લગ્નના વિચારમાત્રથી ભયભીત બની રહ્યો હતો....ઘર તરફ જવાની ઇચ્છા નહોતી,પણ જીજાજીઓ અને ભાણિયાઓ આવી ગયા હશે એ વિચારે મારા પગ ઘર તરફ વળ્યા....ઘરના ઝાંપામાં પ્રવેશ કર્યો ત્યાં જ સ્નેહીજનો બેઠા હતા.મેં નીચે નમીને એકએકને નમન કર્યા અને પછી અમે બધા વાતોએ વળગ્યા....એવામાં મારા સૌથી મોટા જીજાજીએ લગ્નની વાત કરવાની કોશીષ કરી,પણ મેં તેમને  આ પોઈન્ટ પર અટકાવી દીધા અને કહ્યું કે,એક વર્ષ સુધી મારે લગ્ન કરવાનો વિચાર નથી અને મેં સ્પષ્ટતા પણ આપી દીધી.....                                           

        શું કહ્યું જગ્ગા ...મમ્મી રસોડામાંથી બોલી....ત્યારે મેં મમ્મીને કહ્યું મેં જે જીજાજીને કહ્યું તે વળી,એમાં શું થઈ ગયું....મારાથી મમ્મીને જરા ઊંચા અવાજથી બોલાઈ ગયું....પણ તરત મારો ટોન બદલીને પ્રેમાળ ભાવે મમ્મીને કહ્યું ,મમ્મી હું હમણાં એક વર્ષ સુધી લગ્ન કરવા માંગાતો નથી....પણ એમ કેમ ......મેં મમ્મીના વાક્યને તોડતાં કહ્યું .....મમ્મી મારે હજી શહેરમાં સેટ થવાનું બાકી છે ....મારા ચહેરા પરના ભાવ જોઈને મોટા જીજાજીએ કહ્યું હા...હા...અમને વાંધો નથી અને ત્યાં જ મારી અકળામણ દૂર થઈ...મેં શાંતિથી હાંસકારો લીધો અને સામેની ખુરશીમાં જઈને બેઠો.હાંશ...બે દિવસની મથામણ બાદ આજે બધું ઠારે પડ્યું હોય એવું મને લાગ્યું.....તનમનની અંદર રાહત પણ લાગતી હતી.....બપોરનું ભોજન લઈને અમે બધા થોડોક આરમાં કરવ ગયા......પણ ભાણિયાઓની કિલકિલાટને કારણે ઊંઘ નહોતી આવતી.....છતાં પણ ઘરની શાંતિમાં ક્યારેક આવી ઉથલપાથલ ગમતી પણ હતી.....સાંજે બહેનોએ અને જીજાજીઓએ વિદાઇ લીધી.....સંધ્યાટાણું હતું એટલે મેં અગરબત્તી કરી.જેની સુવાસ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી.....મમ્મી દિવાળી હોવાથી પાડોશીના ઘરે ગઈ હતી......હું બેઠો બેઠો વિચારતો હતો કે,ખરેખર આવતીકાલના ઋત્વિના આગમન પહેલાં જ સઘળું થાળે પડી ગયું .....ખરેખર ઋત્વિના પગલાં .....આગમન...ચે શુકનિયાળ ......                                           હું તો જાણે ખુશીની ઉડાન ભરતો હોય એમ ફ્રી થઈને બોલવા લાગ્યો કે,નાઉ ....નો પ્રોબ્લેમ....ઓપરેશન ઈઝ સક્સેસ .....સુખદ ચિત્તે હું પાછો ખુરશીમાં બેઠો તો ખરો ....પણ સાથે ભાવિનો ઓથાર પણ લાગતો હતો.....મારી આશાના ચૂરેચૂરા તો નહીં થઈ જાય ને ......એ પ્રશ્ન હજુ પણ કાળાપાણીની જેમ ઘૂઘવી રહ્યો હતો....અંદરથી એવો ભાસ થતો હતો કે,ભવિષ્યરૂપી પવન અનુકૂળ નથી લાગતો .....દિલનો દાવાનળ પણ હજુ શાંત નથી પડ્યો.....ઘૂઘવતાં વિચારો અને દિલનો દાવાનળ .....કોણ કોની સાથે અથડાશે અને પરિણામ શું આવશે .....એની મને કશી જ ખબર નથી ......બસ અત્યારે તો દિલના પ્રજવલિત પ્રેમની મને અનુભૂતિ થાય છે.......                     

       ઓ વિશ્વવિધાતા .....જેમ જીવનના ટુકડા નથી થયા એમ અમારા પ્રેમના ટુકડા ન કરતો.....લાગણીઓના વેલાઓ નાગફેણમાં લપેટાઇ રહ્યા હતા....ત્યાં જ મે ઝાંપલી ખુલવાનો અવાજ સાંભળ્યો મેં તે દિશા તરફ કાન સરવા કર્યા........  ચું....ઉ .....ચું ......ઉ અવાજ સંભળાયો....કોણ છે મેં અંદરથી જ પુછ્યું ....એ ....હું છું જગ્ગા .....મમ્મીએ બહારથી જવાબ આપ્યો....મેં બેઠા-બેઠા જ કાંડા ઘડિયાળમાં નજર નાખી.....રાતના નવ વાગ્યા હતા.મમ્મીએ અંદર આવીને મને થાળી પીરસવાનું પુછ્યું .....બપોરે સનેહીજનો સાથે હેવી ભોજન લીધા બાદ અત્યારે તો ભોજન લેવાની ઇચ્છા તો નહોતી થતી તેથી મમ્મીને થાળી પીરસવાની ના પાડી.શિયાળો જામ્યો હતો એટલે થોડુંક ગરમ લેવાની ઇચ્છા તો થઈ,પણ ......ખચકાટ સાથે મમ્મીને થોડુંક ગરમ દૂધ બનાવી આપવા કહ્યું. આમ પણ શહેરમાં મને રોજ દૂધ પીવાની આદત જો હતી....આ બાજુ મમ્મી રસોડામાં ગઈ ત્યાં સુધી મેં પથારી પણ પાથરી લીધી.....પછી ટીવી ઑઁ કરીને બેઠો....શહેર જેટલી મળતી ચેનલો હજુ ગામડાઓ સુધી પહોંચી  નહોતી......આમ છતાં અમુક ચેનલોનું પ્રસારણ જોવા મળતું હતું....હું ચેનલો ફેરવવામાં વ્યસ્ત હતો એવામાં મમ્મી ગરમ દૂધનો પ્યાલો લઈને આવી...

           પ્યાલાને મને હાથમાં સોંપતા પુછ્યું જગ્ગા આવતીકાલે પેલી બે છોકરીઓ કેટલા વાગે આવવાની છે ....મેં મમ્મીને ઋત્વિ અને કુંજલિકાની  આવવાની વાત તો કરી હતી ....પણ હજુ પણ દિલ ગભરાતું હતું....કે મારી ચુપકીદી પકડાઈ ન જાય.....એટલે એને વાસ્તે થઈને મારે મમ્મી સાથે ખૂબ જ સાવચેતીથી વાત કરવી પડતી હતી....એની ચકોર નજર અને મને પારખવાની  શક્તિ એનામાં જો હતી ....અને તેથી જ મમ્મી સાથે ......બહુ વાતો કરતાં ગભરાતો હતો એટલે જે આ વખતે હું મમ્મી સાથે બહુ લાંબી વાત કરી શક્યો નહોતો,જેનો મને અફસોસ પણ થતો હતો,પણ સાથે પ્રેમભર્યા જીવનનું સપનું પણ સાકાર કરવાનું હતું એનું  શું ..... અલ્યા જગ્ગા કયા વિચારમાં ખોવાઈ ગયો....ન જાણે આ વખતે જ્યારે જોઉં  છું ત્યારે વિચારોની વચ્ચે જ સપડાયેલો  હોય છે....ખબર નહીં એને શેની ઉલઝણ છે ......મમ્મી બબડાટ કરતી હતી અને મેં તેની બબડાટને તોડતાં કહ્યું સમયની મને ખબર નથી,પણ જ્યારે તેઓ બસમાં બેસશે ત્યારે તે વખતે મને ફોન કરશે....પછી હું અને દર્પણા તેઓને બસસ્ટેન્ડ પર લેવા જઈશું .....મેં દૂધનો ઘૂંટ ભરતાં કહ્યું ત્યારે મમ્મી મારી સામે આશ્ચર્યથી જોયું અને પછી પુછ્યું ....કે શું દર્પણા ....હા...તે વહેલી સવારે તેના મામાને ઘરેથી આવી જવાની છે... ટૂંકમાં મમ્મીને વિગતે સમજાવી દીધું અને ગળે પણ ઉતારી દીધું ......   

          હું ચૂસકી લેતાં ચેનલોની મજા માણી રહ્યો હતો ....મમ્મી .....મારી બાજુના ઢાળેલા ખાટલામાં સૂતી હતી.....મારી નજર તેના પર ગઈ .....તેનું વ્યક્તિત્વં ભાવવાહી લાગતું હતું ,તેના વાળની સફેદી,આછી ઊંડી ઉતરેલી આંખો,બંધ પોપચાં ....જોઈને મને ન સમજાય એવી લાગણી થઈ આવી.. સતત મુશ્કેલીઓ વેઠીને છોકરા -છોકરીઓને ડાળે વળગાડનાર માની મમતાની લાગણીમાં હું અત્યારે તણાઇ રહ્યો હતો...નિરંતર એ ક્ષણે .....જગ્ગુ .....મમ્મીએ પડખું ફેરવતાં બૂમ મારી.મારા વિચારો વિખેરાઈ ગયા.શું ....ટીવી બંધ કર અને સૂઈ જા....આવતીકાલે વહેલી સવારે તારે જવાનું છે....જી મમ્મી....માના કહયાગરાની જેમ મેં ટીવી બંધ કરી દીધું અને પથારીમાં આડો પડ્યો...બારીની તિરાડમાંથી આવી રહેલી આવી રહેલા ઠંડા પવનનો સ્પર્શ મને ખૂબ ગમ્યો....શરીરને આહલાદક લાગ્યો.....હું સૂતા સુતા મનુભાઈ પંચોળી લેખિત નવલિકા પ્રેમ -પૂજા વાંચી રહ્યો હતો....માંડ 5 થી 6 પાનાં વાંચ્યા હશે ને મારી આંખો ઘેરાવા લાગી.....મેં ઊભા થઈને લાઇટ બંધ કરી અને પાછો પથારીમાં જઈને ઊંઘી ગયો....આ સમયે પણ મારા મનમાં મારી પ્રેમિકા ઋત્વિનું ચાંદની જેવું સૌંદર્ય ખીલી ઉઠ્યું....                 ચાંદ જેવી મારી ઋત્વિનું આવતીકાલે આગમન .....જેની ઝંખના હતી એ દિવસ .....આખરે આવી ગયો .....અને અનેરા ઉત્સાહભર્યા વિચારોની સાથે જ મારા લોચનિયા  બિડાઈ ગયા....બીજે દિવસે સવારે ઉઠ્યો ત્યારે તોડલા પર કાગડો કા...કા....કરી રહ્યો હતો..... હા .....કાગભાઈ,ખબર છે તમે મોંઘેરા મહેમાનોનો સંદેશો લઈને આવ્યા છો....જાણ કરવા બદલ આભાર....હજુ મારા શબ્દો ગળે ઉતર્યા નથી ત્યાં તો કાગાભાઈ ઊડી ગયા....જાણે મને ઉઠાડવા ન આવ્યા હોય?હું પરવારીને એ લોકોના ફોનની રાહ જોતો બેઠો હતો....મનની આતુરતા એટલી બધી વધી રહી હતી કે ફોનની ઘંટડીના રણકાર વાગતા હોય તેવું લાગતું હતું.....આજે તો છાપું પણ હાથમાં લેવાની ઇચ્છા થતી નહોતી....હજુ સુધી ફોન....!તેમણે કયાંક પોગ્રામ તો કેન્સલ ......અનેક વિચારો મૂંઝવી રહ્યા હતા.....ખયાલોએ મને અજગરની જેમ ભરડામાં લીધો હતો.....ના....એવું તો ન બને,નહિતર ગઇકાલે ......અનેક શંકા-કુશંકાઓની વચ્ચે ઘેરાઈ ગયો હતો.....ત્યાં અચાનક જગ્ગાભાઈ.....હું અવાજ ઓળખી ગયો....દર્પણા મને બૂમ પાડી રહી હતી......મનમાં થયું કે આવી નથી કે જણાઈ નથી.....અરે,ઓ જગ્ગાભાઇ અમદાવાદથી તમારો ફોન છે....                               

            હું એકદમ બેબાકળો બનીને ભાગ્યો....અને દર્પણાના ઘરમાં ગયો.....ફટાફટ રિસીવર હાથમાં લીધું અને જવાબ આપ્યો કે સારું,હું બસ સ્ટેન્ડ પર તમારા લોકોની રાહ જાઉં છું.....આવી પહોંચો.....રિસીવર મૂકી દીધું અને દર્પણાને બૂમ મારી.....તે રસોડામાંથી બહાર આવી અને કહેવા લાગી શું જગ્ગાભાઈ,સવારના તો એવું શું કામ આવી પડ્યું છે કે તમે બૂમ પાડતા રોકાતા નથી અને કેટલા હરખપદુલા થઈ ગયા છો.....શું વાત છે ....?મેં તેને અટકાવીને કહ્યું કે,આપણે બસ સ્ટેન્ડે જવાનું છે.....કેમ તમને એકલા જતાં દ......ડર લાગે છે....કોઈ રૂપસુંદરી તમારું અપહરણ કરી જશે તો....કેમ ......હવે બેસ ચાંપલી ....પછી મને ન કહેતી કે,મને કેમ ન પુછ્યું ....પણ વાત શું છે તે તો કહો.....દર્પણાએ કહ્યું...... અમદાવાદથી ફોન હતો.....તો તેનું શું જગ્ગાભાઇ .....નવાઈની વાત નથી આ તો.....દર્પણાએ મજાકના સ્વરમાં કહ્યું. પણ ....આગળ તો સાંભળ ..... ઋત્વિ અને કુંજલિકા બંને સાડા અગિયાર વાગે બસ સ્ટેન્ડ પર આવી પહોંચશે .....તો એમાં આટલી બધી કૂદાકૂદ કરવાની જરૂર નથી.....દર્પણાને ગમ્મત સૂજી હતી.....તો પછી મેં પણ જરા નાટક કર્યું ......સારું તારે સાથે નથી આવવું તો હું એકલો જઈશ બસ સ્ટેન્ડ પર.....બીજું શું ....ઘણા લોકો આંટી એવા હોય છે ને કે,વાયદા કર્યા પછી તોડવા માટે તત્પર હોય છે ....એ લોકોને ખબર નથી હોતી કે વાયદા નિભાવવા માટે હોય છે....સારું,ચાલો આંટી હવે,હું અહીંથી પ્રસ્થાન કરું છું .......નહિતર સાડા અગિયાર મારા અહિંયા જ વાગી જશે....     

                    સારું,તારે એ લોકોને મળવું હોય ત્યારે આવી જજે ....પાછી ન કહેતી કે તમે ક્યાં કહ્યું હતું મળવાનું જગ્ગ્ભાઈ ....? પછી આમ બોલતો ઘરની બહાર નીકળ્યો ....ત્યાં દર્પણાનો અવાજ સંભળાયો ....કેમ....મારા વીરા રિસાઈ ગયા તમે....ખોટું લાગી ગયું તમને .....હું ઝાંપે ઊભો રહી ગયો અને પાછું વાળીને જોયું તો દર્પણાનો દયામણો ચહેરો જોવા મળ્યો.એટલે મેં વધુ નાટક ન કરતાં કહ્યું તું આવી રહી છે મારી સાથે....?હા પણ મમ્મીને .....તું એની ચિંતા ન કાર....હું આંટી સાથે વાત કરી લઉં છું....તું બસ ફટફટ ફુટકડી લાગે તેવી રીતના તૈયાર થઈ જા....દર્પણા જેવી અંદર તૈયાર થવા ગઈ એવી જ હું આંટી...આંટી બૂમો મારતો  રસોડામાં જઇ પહોંચ્યો ..... આંટીને સઘળી વાત જણાવી અને રજા મંજૂરી લીધી .....પછી હું અને દર્પણા બસસ્ટેન્ડ પર ગયા.....દિલમાં અનેરો ઉત્સાહ હતો જે સમાતો નહતો ....લાગતું હતું કે હમણાં જ આ ઉભડકો બહાર આવી જશે અને રંગોની જેમ વિખેરાશે અને પ્રેમનો રંગોત્સવ મનાવીશ....બસ સ્ટેન્ડ પર એક પછી એક બસો જેટલી આવતી તે બધી બસોમાં હું એકવાર તો દોડીને તેની અંદર ઝાંખવાનું ભૂલતો નહોતો....તો આ બાજુ દર્પણા મારી આ હરક્તોને એકીટશે નિહારી જતી હતી .....મારા ચહેરા પરની નિરાશા પણ તે પારખી ગઈ હતી અને એટલે જ એને મને કહ્યું,ભૈયા આટલી બધી શી ઉતાવળ છે ....કહ્યું છે તો આવી જશે .....આટલા બધા બેબાકળા ન બનો.... જુઓ પેલી બસ આવી રહી છે ને તેમાં બંને જરૂર અંદર હોવા જોઈએ....કેમ તું મોટી ભવિષ્યવેત્તા છું કે તને ખબર છે કે એ બસમાં બંને બેઠા છે ......સારું ....તમારી સાથે મારે માથાકૂટ કરવી નથી ....તમે બસ આવે એટલે તેમાં તપાસ કરી જુઓ .....   

                  એવામાં બસ આવી ગઈ.... હું બસ તરફ દોડતો ગયો....એક પછી એક મુસાફરો બસમાંથી ઉતરી રહ્યા હતા અને આ બાજુ મારા હ્રદયના ધબકારા કંટ્રોલ બહાર જતાં હતા....મેં બસની અંદર નજર નાખી તો મારી આંખ ત્યાં ની ત્યાં જ સ્થિર થઈ ગઈ.....ઋત્વિ અને કુંજલિકાને જોયા....મોઢામાંથી એક શબ્દ નીકળવા માટેના સાંસા પડતાં હતા....કશું સૂઝતું નહોતું.....હું ઋત્વિના ચહેરા સામે જોઈ રહ્યો....એનું લાવણ્ય તો દિવસે દિવસે વધુ ચમકતું હોય તેવું લાગતું હતું.....એવામાં ઋત્વિ હસી,જઈશું પ્રથમેશ .....કે પછી....અમને અહીં જ મહેમાનગતિ કરીને પાછા વળાવવા છે ......હું એકદમ ભોંઠો પડી ગયો .....ના....ના....મિત્રો મળી જાય ત્યારે ઘણું સારું લાગે છે અને એમાં આવા સુંદર મિત્રોની રંગત સૌ કોઈને ગમતી હોય છે ....મેં મારી ભોંઠપ છુપાવવા માટે કહ્યું .......દર્પણા દૂરથી બધું નિહાળી રહી હતી અને અનુમાન પણ લગાવી રહી હતી....એટલે જ તે ધીમે-ધીમે બસની પાસે આવી....મેં બંને સાથે દર્પણાની મુલાકાત કરાવી....અમે વાતો કરતાં ઘર તરફ ચાલી રહ્યા હતા ,ત્યાં રસ્તામાં એક પાનબીડીની દુકાનમાં મોટા વોલ્યૂમે રેડિયો વાગી રહ્યો હતો ...જે ગીતના શબ્દો હતા....

                                        "આને સે ઉસકી આઈ બહાર 

                                          જાને સે ઉસકી જાતી બહાર 

                                           બડી મસતાની હૈ મેરી દિલરુબા 

                                           બડી મતવાલી હૈ મેરી મહેબૂબા ....."

                 મેં ગીત સાંભળતાની સાથે જ ઋત્વિ તરફ નજર ફેરવી .....સૂર્યના કિરણોથી એની સફેદ પૂણી જેવી ચામડીનો રંગ ચમકી રહ્યો હતો.....તે વધુ સુંદર લાગી રહી હતી....ક્ષણાર્થ સુધી એના ચહેરા પરથી દ્રષ્ટિ હટાવી શક્યો નહીં....હું ઋત્વિના ચહેરા પરના ભાવ વાંચવાની કોશિષ કરી રહ્યો હતો.....તે સમયે જ મારી અને તેની નજર એક થઈ.....તેની આંખોની ભાષા અને ચહેરા પરની લિંપાયેલી લિપિની લાલીએ મને જવાબ આપી દીધો હતો અને તેને હું સમજી ગયો....અમે બન્નેએ એકબીજા સામે સ્મિત કર્યું....આવું અચાનક બની જાય છે ત્યારે દિલમાં ઉથલપાથલ મચી જતી હોય છે ....એમ વિચારીને હું ફિક્કું હસ્યો .....એવામાં કેમ ચૂપ થઈ ગયો પ્રથમેશ .....કુંજલિકાએ સવાલ કર્યો ....હું ચૂપ નથી થઈ ગયો પણ તમારી .....મેં થોડુંક અટકીને જવાબ આપ્યો....મેં કુંજલિકાને પૂછ્યું તું અત્યારે શું કરે છે ....?હું  આગળ એમએસસી કરવાનું વિચારી રહી છું .....તો પછી જર્નાલિઝમ .....એનું શું ....?પ્રથમેશ સાચું કહું તો શૈક્ષણિક લાયકાતની જરૂર છે અને આ લાઇનમાં સફળતા કરતાં નિષ્ફળતા વધારે છે ....અહીં અમદાવાદમા પ્રોગ્રેસ નથી આ લાઇનમાં ....મહેનત વધારે અને મની કમ....સમજ્યો .....કુંજલિકાએ પોતાનો વિચાર મને કહ્યો.....

              એવામાં મારું ઘર આવી ગયું.....અને અમારી વચ્ચેની વાત પડતી મુકાઇ ગઈ....મમ્મી રાહ જોઈને બેઠી હતી....મેં મમ્મી આગળ ઋત્વિ અને કુંજલિકાની ઓળખાણ કરાવી.....બંને મમ્મીને નતમસ્તક નમ્યા.....તેઓના આ સંસ્કારો .....હું દંગ જ રહી ગયો.....પછી અમે પલંગ પર ગોઠવાયા....દર્પણા પાણીના ગ્લાસ લેવા રસોડામાં ગઈ....પાણીના ગ્લાસ ભરેલી ટ્રે લઈને પાછી આવી અને બંને બહેનપણીઓ તરફ ધરી.....ઋત્વિ અને કુંજલિકાએ પાણી ભરેલા ગ્લાસ ઉઠાવ્યા અને પીવા લાગ્યા ત્યારે મારાથી નજર ઋત્વિ જે રીતના પાણીના ઘૂંટ ભરતી હતી તેના તરફ ગઈ ..... તેની ગાળાની પારદર્શક નસો દેખાતી હતી.....તેને થોડુંક પાણી પીધું અને બાકીનો અડધો ગ્લાસ ટ્રેમાં પાછો મૂકી દીધો....મને એ વખતે અંદાજ આવી ગયો કે,ઠંડુ પાણી પીવા ટેવાયેલી ઋત્વિને આ પાણી જરૂરથી ગરમ લાગ્યું હશે અને એટલે જ તેને આમ....અડધો ....હું મૂંઝવણ અનુભવતો હતો .....કે પોતે ઋત્વિનો સત્કાર પણ બરોબાર કરી શકતો નથી.....એવામાં મમ્મીએ રસોડામાંથી બહાર આવીને ચ્હા .....કોફી..... શું લેશો તમે લોકો ....એમ પૂછ્યું ....જમવાની ઉતાવળ નથી ને ....?મમ્મીએ સત્કાર શબ્દમાં કહ્યું......ના .....આંટી અમારે કશું જ જોઇતું નથી અને જમવાની પણ ઉતાવળ નથી........બંનેએ સાથે કહ્યું ..... એમ તો વળી ચાલતું હશે ....મમ્મીએ કહ્યું.....ચાલો એક કામ કરું બધાને ચ્હા ફાવશે તો હું અંદર જઈને ચ્હા મૂકું છું તમે લોકો વાતો કરો.....                    

 

                                       .....                                                                                                                          ક્રમશ: