Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને કૃષ્ણ વાંસળી - 11 - કાન્હાને માફી અને રાસ

કાન્હાનેમાફી

“કેમ કાન્હા?? કેમ? આટલા શુભ દિવસે... તમારા જન્મ ના દિવસે, આવી
નિરાધાર ઉદાસી કેમ આપી દીધી? કેમ ના આવ્યા મને મળવા કેમ?”
“પ્રિયે... કદાચ હું માફીનો હકદાર તો નથી પણ મને માફ કરી દેજો. હા ના આવી
શક્યો. કોઇક ખાસ કારણોમાં સંડોવાયેલો હતો. રાધાની અપાર વહેતી ધારાએ
રોકી રાખ્યો હતો.”
“માફી?” “તમે પણ દેવ??” 
“તમે પણ માફી જ માંગશો?? તમે પણ નહિ સમજશો?”
“સમજુ છું પ્રિયે સમજુ છું પણ…”
“પણ શું, દેવ?”
“નિયતી પ્રિયે નિયતી... જેણે બધાને માત્ર સમજણની જ ફરજ પાડી છે અને
સ્વીકારની”
“હા દેવ જાણુ છું અને એટલે જ તડપુ છું. મારાથી કેમ સ્વીકાર નથી થતો? કેમ હું
કોઈ પણ વ્યક્તિને તમારી નજીક નથી જોઈ શકતી. કે પછી નથી આવા દેવા
માંગતી”
“હા..હા..હા..હા.. કારણ કે, તમે પણ રાધા જ તો છો” “ડરે છે એ કે કોઈ એની
નજીક મારા કરતા વધારે ચાલ્યું જશે તો મારી રેખાઓ

ભૂંસાય જશે. મારું અસ્તિત્વ તૂટી જશે, ભાંગી જશે, હું ભાંગી જઈશ આખરે તો
સ્ત્રી જ છો ને. ઈર્ષ્યાનો મોહ લાગે જ છે” 
“ડરો નહી, તમારો હક, તમારું સ્થાન, તમારા જેવો પ્રેમ મને કોઈ નથી કરી શક્યું.
અને કદાચ કરી પણ લે તો પણ હું તમારા જેવ સમ્માન કોઈનું નથી કરી શકવાનો”

“તમારી દરેક વાત પર વિશ્વાસ છે કાન્હા. પણ, કેમ હું આટલુ જલદી માફ નથી
કરી શકતી? આટલા બધા વિચારોના તોફાનો કેમ છે? મનની અંદર વ્યથાઓ કેમ
છે? કેમ તમારા જેવો સહર્ષ સ્વીકાર નથી? કેમ દેવ કેમ? કેમ હું મારા જ
વિચારોમાં રમુ છું? કેમ હું કોઈને સજા પણ નથી આપી શકતી અને માફ પણ નથી
કરી શકતી?? કેમ આટલી બધી દુવિધાઓ છે... કેમ??”
“કારણ કે, તમે રાધા છો અને હું કાન્હો. તમે રિસાઈ જવા ટેવાયેલા છો. ચિંતા
કરવા ટેવાયેલા છો અને હું... હું રમત રમવા ટેવાયેલો છું. તમારી દરેક ફરીયાદ સર
આંખો પર અને તમારો પ્રેમ પણ, તમારો મોહ પણ અને તમારો ક્રોધ પણ... હવે
તો સમજો મારી વ્યથાને, મારી મજબૂરીને, મારી રાધાએ ક્યારેય મને મારી ફરજ
નિભાવવા થી નથી રોક્યો. હા ગુસ્સો કર્યો છે, નારાજ થય છે. મને જતી વખતે
રોકવાની કોશિશ પણ કરી છે અને દરેક પરિસ્થિતિમાં માફ પણ કર્યો છે”
“અને એટલે જ આજે તમારો સમય છે. આજે ખરેખર અર્થમાં તમારામાં રાધાનું
દર્પણ દેખાય આવે છે. અને એટલે આજે તમારી માફી જાંખુ છું. બોલો પ્રિયે, માફ
કરશો ને મને?”
અને મારા મુખમાંથી નીકળી જાય છે. "જે તમારી ઈચ્છા દેવ...."

 

રાસ

દેવ આવીને બેઠા... “કેમ પ્રિયે ક્યાં ખોવાયા છો, આજે??” અને મારાથી જવાબ
અપાય ગયો. “વિચારો દેવ વિચારો” “ફરી પાછો એ જ સવાલ સતાવે છે શું છે
દેવ? પ્રેમ શું છે? કોઇ વ્યથા...ખુશી, તકલીફ, આનંદ, શોખ કે પછી તમે?”
“હા..હા..હા..હા.. પ્રેમ આમાથી કંઈ નથી પ્રિયે. એ એક દિશા માત્ર છે. મને
પામવાની દિશા. મારી શોધની દિશા અથવા તો તમારી અંદર જે કંઈક સારું છે
એની શોધની દિશા.”
“પણ એ કોઇ નો સાથ છે કે પછી વાત. એમાં સાથે ચલાય છે કે અલગ અલગ??
એક બીજા ને અનુકૂળ થવાય છે કે પ્રતિકૂળ…”
“પ્રિયે અનુકૂળ થવુ કે પ્રતિકૂળ એ બધુ જ આપણા વિચારો નો વૈભવ છે. પ્રેમ
મિત્રને પણ કરી શકાય છે. એટલે સાથે ચાલવાની જરૂર નથી. પણ હા યાદ
રાખવાની જરૂર છે એની યાદોને, પસંદ-નાપસંદને, એના શોખને”
“હા માનુ છું, જરૂર છે.” 
“એ યાદ કરે છે કે નહીં નથી ખબર પણ હા મે એને મારી સાથે રાસ રમતો ઘણી
વાર જોયો છે. શું છે એ? કોઇ સ્વપ્ન કે પછી હકીકત?? પ્રેમ કે પ્રણાલી?? નિયમ
કે નિયતી?? એ દરેક સવાલ મને બેબાકળો કરી દે છે.”
“હા..હા..હા..હા.. ધિરજ પ્રિયે ધિરજ. સમય બધા ને બધા જ જવાબોથી નવાઝે
છે. પણ હા એ નિયતી પણ હોય શકે છે અને સ્વપ્ન પણ. કારણ કે જ્યાં મારી
વાત આવે છે ત્યાં રાસ રાધા સાથે રમાય છે. તો જ્યાં તમે છો ત્યાં તમારો કાન્હો
પણ હોય જ છે. સ્પર્શ વગર પણ એને સ્પર્શી શકાય ત્યારે જ રાસ રમાય છે બે
વ્યક્તિ વચ્ચે. અને જેની સાથે રાસ રમાય છે એની સાથે અડધા વહેંચાય જવાય
છે. ના તો એ પુરો હોય છે ના આપણે”
“તો શું તમે રાધા વગર અધૂરા છો, એટલે રાસ રચો છો?”

“હા કદાચ, હું એના વગર અધુરો છું, ક્યાં પછી કદાચ એના પ્રેમ વગર કે પછી એને
નિહાળવાની આદત વગર અધૂરો છું. લોકો મને અમસ્તો જ ઈશ્વર કહે છે. મારી
રાધા વગર હું પણ ક્યાં પૂરો છું”