હું અને કૃષ્ણ વાંસળી - 4 ananta desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને કૃષ્ણ વાંસળી - 4

હું અને કૃષ્ણ

કાન્હાનું એ હસતુ સ્વરૂપ રોજ મારી પાસે આવે છે. હસે છે. હું સવાલ કરું છું
અને એ જવાબ આપે છે.

પેહલો સવાલ...
આજે પણ મેં પૂછી જ લીધું,”કેમ દેવ કેમ? કેમ હું બધું જાણ્યા છતાં, તમને
સમજ્યા છતાં, તમને પ્રેમ કરતી હોવા છતાં કૃષ્ણ નથી બની શકતી...”
“હા, હું કૃષ્ણ થય જવા માંગુ છું. તમારી અંદર વિલીન થઈ જવા માંગુ છું. એટલો
બધો અપાર પ્રેમ... હું કરી શકીશ?” અને કાન્હા હસ્યા અને કહ્યું,” ધીરજ રાખો
તો કરી લેશો.”
“પણ કાન્હા તમે... તમે તો દરેક વસ્તુ સુખ-દુઃખ, હાસ્ય-આંસુ, ફરીયાદ, પ્રેમ બધુ
જ સ્વીકારો છો. તમારો એ અત્યંત મોહક ચહેરો, હોઠો પર મુસ્કાન અને
આંખોમાં આંસુઓ સાથે નો સ્વીકાર... મને એક વિચાર આવી જાય છે” કે
“જ્યારે મારું ધાર્યું નથી થતુ અથવા તો હું જે વ્યક્તિને ચાહું છું તે મારાથી દૂર થઈ
જાય ત્યારે હું ફરિયાદ કેમ કરું છું?” “મારાથી આ નિઃસ્વાર્થ સ્વીકાર કેમ નથી
થતો?? અને ત્યારે હું વિચારું છું કે, એ સ્વાર્થી છે. પણ, ખરેખર સ્વાર્થી કોણ છે
દેવ...? હું કે એ...?”
અને ત્યારે કાન્હા ફરી મીઠુ હસ્યા... “અમી, એ મનુષ્ય સ્વભાવ છે. ક્યારેક તમે
મને અત્યંત પ્રેમ કરો છો મીરાં બનીને, ક્યારેક તમે રિસાઈ જાવ છો રાધા બનીને
અને ક્યારેક દ્રોપદીની જેમ નીડર સવાલ કરો છો. તમે મને સમજતા થયા છો,
પ્રેમ કરતા થયા છો. તમે કૃષ્ણમય થય ગયા છો એટલે બદલાવ તો નજીક જ છે.”
“પણ મારી ફરિયાદ ક્યાં સુધી?”
“હા..હા..હા..હા.. ફરિયાદ, એ જ કદાચ નિયતી હોય. એ જ તમારો સ્વભાવ છે
પ્રિયે.”

મારી આંખ માંથી એક આંસુ સરી ગયુ અને મેં પૂછ્યું, “આટલુ બધુ માંગવા છતાં,
ઝગડવા છતાં, ફરિયાદ કરવા છતાં...પ્રિયે??” “દુનિયા તો કહે છે કે ઈશ્વર પાસે
કંઈ માંગો તો એ આપણાથી દૂર થય જાય છે.”
કાન્હા ખડખડાટ હસ્યા. “કોણ ઈશ્વર?” “હું તો મિત્ર છું. મિત્ર ની પાસે બધુ જ
મંગાય.”
“હા, એ કયારેક ના પણ પાડે અને આમ પણ તમે પણ જાણો છો પ્રિયે કે, હું તો
બધું જ જાણું છું. તમારી દરેક ઈચ્છાઓને જાણુ છું. તો તમે મારી પાસે માંગો કે
ના માંગો, તમે ઈચ્છો ત્યાંથી જ હું તો જાણી લઉં છું.”
અને મેં એક નિ:શાસા સાથે પૂછ્યું, “પણ જ્યારે મિત્ર એ બધું નથી આપતા જે
આપણે માંગ્યે. શું એની સાથે ઝગડી શકાય? ફરિયાદ કરી શકાય?” અને કાન્હા
પ્રેમથી કહે છે “હા, એ તમારો હક છે. કેમ ના ઝગડી શકાય? ફરીયાદ પણ કરી
શકાય. કારણ કે, ગમે તેટલી ફરિયાદ છતાં એક મિત્ર ક્યારેય બીજા મિત્રથી વધારે
નારાજ નથી રહેતો. માફી માંગવી તમારો અધિકાર છે અને માફ કરી દેવા એ મારી
ફરજ”
“પરંતુ હું ના આપુ એનો અર્થ એ નથી કે હું તમને પ્રેમ નથી કરતો. હા, તમારો
મિત્ર જરૂર છું. પરંતુ નિયતીના નિયમો થી બંધાયેલો.”
“પણ તમે તો ભગવાન છો. શું નિયતિ ના નિયમો તોડી ન શકો?”
“તોડી જ શકું. પણ, કેટલી વાર તોડુ?” “તમે જે માંગો એ જ કોઈ બીજુ માંગતુ
હોય છે. કદાચ એની ભક્તિમાં વધારે શક્તિ હશે અથવા તમારા કરતા વધારે એને
જરૂરિયાત. અને આમ પણ નિયતિના નિયમો, મારા કર્તવ્ય સાથેની મારી નિષ્ઠા
છે” અને એ જ હસતો કાન્હો મારી આંખોની સામેથી વાંસળીના સૂર વગાડતો, હસતો હસતો
વિલીન થઈ ગયો....

અને હું અવાક બની ને એને નિહાળતી રહી ગઈ.....